ત્રણ તલાક અંગે સરકાર દ્વારા રજૂ કરાયેલ વર્તમાન ખરડો ભારતીય બંધારણ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ આક્રમક અને કાળો કાયદો

0
248

કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં ત્રણ તલાકનો ખરડો પસાર થયા પછી ફરી એકવાર દેશમાં રાજકીય પારો વધી ગયો છે. આ સંદર્ભે મિલ્લતના નેતાઓ અને બુદ્ધિજીવીઓએ આકરી પ્રતિક્રિયા વ્યકત કરતાં સરકારના આશય સામે પ્રશ્નો ઉભા કર્યા છે કે આને આટલી ઉતાવળે સંસદમાં રજૂ કરવાની શી જરૃરિયાત ઉભી થઈ, કેમ કે આ ખરડા અંગે ન તો કોઈનો અભિપ્રાય લેવામાં આવ્યો છે અને ન કોઈના સલાહ-સૂચનો લેવામાં આવ્યા છે. આ ખરડા અંગે જાહેર ચર્ચા પણ નથી થઈ એટલું જ નહીં બલ્કે આ ખરડો ભારતના બંધારણની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને સુસંગત પણ નથી.
ઈસ્લામિયાતના નિષ્ણાત પદ્મશ્રી અખ્તરુલ વાસેએ જણાવ્યું હતું કે, સરકારે ત્રણ તલાકનો ખરડો સંસદમાં રજૂ કરાવવા બાબતમાં જે ઉતાવળ દાખવી છે તે શંકાથી પર નથી. તેમણે જણાવ્યું કે એ કેવી વિચિત્રતા છે કે ભારતની મહિલાઓને ધારાસભાઓમાં ૩૩ ટકા પ્રતિનિધિત્વનો ખરડો અત્યાર સુધી નહીં કરનારી વર્તમાન સરકાર માત્ર મુસ્લિમ મહિલાઓ અંગે આટલી મહેરબાન શા માટે છે ? પ્રોફેસર અખ્તરુલ વાસેએ જણાવ્યું કે પ્રશ્ન એ પણ છે કે ધાર્મિક આલિમો અને શરિઅતના નિષ્ણાતોની આ બાબતે શા માટે સલાહ લેવામાં નથી આવી. એ પણ જણાવ્યું કે સરકાર ગુજરાતમાં મૃત્યુ પામનારા પુરૃષોની વિધવાઓ માટે આટલી ચિંતા શા માટે નથી દાખવતી. મુશાવરતના ઓલ ઇન્ડિયા મજલિસે પ્રમુખ નવીદ હામિદે જણાવ્યું કે આ ખરડો જાણી જોઈને પાછલા બારણેથી સમાન દીવાની ધારો લાવવાનો પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે આ ખરડો મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ છે અને સ્પષ્ટ રીતે સુપ્રીમ કોર્ટના એ ચુકાદાની પણ વિરુદ્ધ છે જે તેણે ત્રણ તલાક અંગે આપ્યો હતો. નવીદ હામિદે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે તો માત્ર ત્રણ તલાક ઉપર જ પ્રતિબંધ મૂકયો હતો. પરંતુ આ ખરડો તો કોઈપણ પ્રકારે તલાક આપવા અંગે પ્રશ્ન ચિહ્ન ઉભા કરે છે. નવીદ હામિદે જણાવ્યું કે આ ખરડા દ્વારા ન તો મુસ્લિમ મહિલાઓ અને ન તેમના બાળકોને કોઈ રાહત મળી શકશે, બલ્કે તેમને કોર્ટ-કચેરી અને ધક્કા ખાવા પડશે અને હાજારો કુટુંબો બરબાદ થઈ જશે.
શાહી મસ્જિદ ફતેહપુરીના ઈમામ ડોકટર મુફતી મુકર્રમ અહમદે જણાવ્યું કે આ ખરડામાં ઘણી બધી ખામીઓ છે અને રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે વર્તમાન સરકારે આ ખરડો ઉતાવળે સંસદમાં રજૂ કર્યો છે.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવકતા મૌલાના ખલીલુર્રહમાન સજ્જાદ નો’માનીએ ત્રણ તલાક અંગે ખરડો રજૂ કરવા અને તેને ઉતાવળે પસાર કરવા અંગે તીવ્ર પ્રતિક્રિયા વ્યકત કરતા જણાવ્યું છે કે સરકાનો હેતુ મુસ્લિમ પુરૃષોથી જેલો ભરી દેવાનો છે જેથી મુસ્લિમ સમાજ વેર-વિખેર થઈ જાય. મૌલાના નોઆમાનીએ જણાવ્ય કે આવા સંવેદનશીલ મુદ્દા અંગે ઉતાવળમાં ખરડો રજૂ કરવામાં આવ્યો છે અને એવી જ રીતે તેને તાત્કાલિક પસાર કરાવી લેવામાં આવ્યો. આનાથી સરકારનો એ ઇરાદો જાહેર થાય છે કે તે મુસ્લિમ સમાજ સાથે શું કરવા માંગે છે. તેમણે જણાવ્યું કે સરકારનો આશય શુદ્ધ હોત તો તેણે મુસ્લિમ વિદ્વાનો અને મુસ્લિમ કાયદા નિષ્ણાતો સાથે સલાહ-મસ્લત જરૃર કરી હોત.

શીઆ, જામિયા મસ્જિદ, દિલ્હીના ઇમામ મૌલાના સૈયદમોહસિન નકવીએ જણાવ્યું કે સરકારે જે પદ્ધતિ અપનાવી છે તે યોગ્ય નથી. આવા કોઈપણ કાયદા અંગે સંબંધિત તમામ પક્ષકારો સાથે વાતચીત કરવી જોઈએ અને તેના તમામ પાસાં અંગે વિચારણા કરવી જોઈએ. તેમણે જણાવ્યું કે આવા મુદ્દા અંગે સંસદમાં પણ ચર્ચા થવી જોઈએ. આ ખરડાને સ્થાયી સમિતિમાં મોકલી વિચારણા કરવાની જરૃર છે.

દારુલઉલૂમ દેવબંદના મોહતમિમ મૌલાના મુફતી અબૂલકાસિમ નો’માનીએ જણાવ્યું છે કે સરકાર દ્વારા શરિઅતમાં આ સીધો હસ્તક્ષેપણ છે. તેમણે આ ખરડાને આક્રમક અને કાળો કાયદો ઠેરવ્યો. તેમણે જણાવ્યું કે કોઈપણ સરકમાર તાકાત અને પોતાના સંખ્યાબળના જોરે અતાર્કિક કાયદાઓ ઘડી શકે છે પરંતુ આવા અતાર્કિક કાયદઓ કાળા કાયદાઓ ગણાશે. દારુલઉલૂમ દેવબંદ પોતાના ચુકાદા ઉપર મક્કમ છે અને તે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સાથે ઊભું છે.જમીઅતુલ ઉલમાએ હિંદના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના કારી સૈયદ ઉસ્માન મન્સૂરીએ આ અંગે પોતાની લાગણી વ્યકત કરતાં જણાવ્યું કે સરકારે સંસદમાં જે ખરડો રજૂ કર્યો છે તેને કાયદો બન્યા પછી મુસ્લિમ મહિલાઓ માટે વધુ સમસ્યાઓ ઉભી થશે. તેમણે જણાવ્યું કે આ કાયદો ભારતના બંધારણની પણ વિરુદ્ધ છે, કેમ કે ભારતમાં દરેકને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે પરંતુ આ સરકાર ધાર્મિક આઝાદી પણ છીનવી લેવા માગે છે. તેમણે જણાવ્યું કે ત્રણ તલાક શુદ્ધ ધાર્મિક બાબત છે અને રસકાર તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here