ઊંઘ અને આરામ દ્વારા સ્વસ્થતા

0
221

આજકાલ આપણું જીવન બિલ્કુલ એક મશીન જેવું બની ગયું છે અને આરામ કરવાનો સમય નથી મળતો. આમ આપણે જ આપણા જીવનની તબાહીનો સામાન પેદા કરી લીધો છે. રાત્રે મોડે સુધી જાગવું, વાહિયાત અને વ્યર્થ વાતો કરતા રહેવું, ટીવીનો વધુ પડતો ઉપયોગ કરવો, નકામી નવલકથાઓ વાંચવી આ સર્વે સમય વેડફવા, નજર કમજોર કરવા, મગજ નકામું બનાવવા, ચાલચલગત શંકાસ્પદ બનાવવા, વિચારોમાં વિકાર અને બેચેની પેદા કરવાના કારણો છે. એનાથી બચતા રહો, જેથી તમારૃં જીવન બરબાદ ન થાય. આ નિરર્થક અભિરૃચિઓ જીવનના કોઈ વળાંક પર ખતરનાક પુરવાર થઈ શકે છે અને વિચારોમાંથી નિશ્ચિંતતા તો ખતમ કરી દે છે, ઊંઘનો સમય ચાલ્યો જાય છે, ન જ ઇશાની નમાઝ પઢી શકો છો, ન જ ફજરની નમાઝના સમયે આંખ ઉઘડે છે, નજર નબળી થઈ જાય છે, જાતજાતના બિભત્સ અને વાહિયાત વિચારો મગજમાં જમા થઈને બેચેની, વ્યાકૂળતા અને નિરાશાનું કારણ બને છે, જીવન નિરસ બની જાય છે સવાર ઉદાસ અને સાંજ પણ ઉદાસ લાગે છે.

આમ રસિક લાગતી વસ્તુઓ ક્ષણિક હોય છે, એમાં સ્થિરતા અને સ્થાયીપણું હોતું નથી. જ્યારે ઘરેલુ જવાબદારીઓ અને સમાજની સખ્તાઈઓ સહન કરવાનો મોકો આવશે તો તમે એમાં નિષ્ફળ થઈને બેચેન થઈ જશો. યાદ રાખો જ્યારે તમારી વય વધારે થઈ જશે ત્યારે એ અવિધિસરતાના પરિણામો તમારા પર સ્પષ્ટ થશે. આથી અત્યારથી જીવનની દિનચર્યામાં વિધિસરતા અને નિયમિતતા પેદા કરવાનો પ્રયાસ કરો અને એનો એક આસાન નુસ્ખો આ છે કે તમે નમાઝી બની જાઓ અને દરેક નમાઝ સમયસર પઢવાની શરૃ કરી દો. આનાથી તમારામાં સમયની પાબંદી, દૃઢ મનોબળ અને અલ્લાહના પ્રેમની ભાવના પેદા થશે અને આ વસ્તુઓ બંને લોકમાં ભલાઈની ખાતરી છે.

વિચારોની અસર આપણા આખા શરીર પર પડે છે, તેથી કાયમ પૂર્ણ સ્વાસ્થ્ય અને શક્તિનું માળખુ મગજમાં રાખો, જેથી તમારૃં શરીર મજબૂત અને ચુસ્ત રહે. જો બીમારીઓનો ખયાલ મનમાં જામી ગયો હશે તો પછી ખરેખર બીમારીઓ ઘેરી લેશે અને તમે પોતે પણ તમારાથી કંટાળી જશો અને કોઈ તમારો ઇલાજ કરાવવા તૈયાર નહીં થાય. ઊંઘ લાવનારી ગોળીઓનો ઉપયોગ ન કરો તે હાનિકારક હોય છે.
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here