આલ્ફા સ્કીલ ડેવલમપેન્ટ સેન્ટર, હિંમતનગર ખાતે વિનામૂલ્યે મુસ્લિમ વિદ્યાર્થીઓને કૌશલ્યબદ્ધ બનાવી રોજગાર પૂરું પાડવા વિવિધ સરકાર માન્ય કોર્ષો શરૃ કરાયા

0
226

આલ્ફા આઈટીઆઈ/ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા હિંમતનગર ખાતે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર અને સાધન સંપન્ન વકર્શોપ સાથે અનુભવી અને નિષ્ણાત સ્ટાફ દ્વારા મુસ્લિમ ડ્રોપઆઉટ અને નાની-નાની નોકરીઓ કરતા કારીગરોને કૌશલ્યબદ્ધ તાલીમ આપી રોજગાર પૂરું પાડવાનું આયોજન છે. સરકાર માન્ય વેલ્ડર, પ્લમ્બર, ફીટર, હાઉસકીપર અને ડેટા એન્ટ્રી ઓપરેટર જેવા કોર્ષો ૩ માસના સમયગાળામાં વિનામૂલ્યે (ફ્રી) કરાવવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓને દેશ-વિદેશમાં રોજગાર મળી રહે એ હેતુની પર્સનાલિટી ડેવલપમેન્ટ અને અંગ્રેજી શીખવા માટે આયોજન છે. મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવા સાથે હોસ્ટેલની પણ વ્યવસ્થા કરેલ છે. સાથે સાથે દીની તાલીમ મેળવેલ વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ થકી રોજગાર મળે એ હેતુથી કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. આ માટે સંસ્થાના ડાયરેકટર ડો.બિલાલ શેઠનો ૯૭૧૪૭૪૪૧૬૮ તથા ૮૭૩૩૦૬૬૧૦૦ નંબર પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યંુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here