સમગ્ર વિશ્વમાં નફરતના રાજકારણમાં સતત વધારો

0
183

માનવ અધિકારો માટેનું આંતરરાષ્ટ્રીય સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વમાં નફરતભર્યા રાજકારણમાં સ્પષ્ટપણે વધારો થયો છે. આ સંગઠન તરફથી મુહાજિરીનના હવાલાથી યુરોપીય યુનિયન અને અમેરિકી પ્રમુખને પણ તીવ્ર ટીકાનો ભોગ બનાવવામાં આવ્યા છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પોતાના એક વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે વૈશ્વિક સ્તરે મુશ્કેલ રાષ્ટ્રીય વલણોના લીધે ફેલાનારા આ જ નફરતપૂર્ણ રાજકારણ લઘુમતીઓ વિરુદ્ધધ સતત વધતા જઈ રહેલા પક્ષપાતભર્યા વર્તનનું કારણ બનેલ છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના વડા સલીલ શેટ્ટીએ બ્રિટનના પાટનગર લંદનમાં પોતાના સંગઠનનો વાર્ષિક અહેવાલ બહાર પાડતાં કહ્યું છે કે ઈ.સ.ર૦૧૭ દરમ્યાન મહત્ત્વની આંતરરાષ્ટ્રીય રાજકીય વ્યક્તિઓએ પોતાના નિર્ણયો દ્વારા સામાજિક નફરત અને ભયના વાતાવરણને બળ પૂરું પાડયું છે.
૪૦૦ પૃષ્ઠો પર આધારિત આ અહેવાલમાં વિશ્વના ૧પ૯ દેશોમાં માનવ અધિકારોની સામૂહિક રૃપે પ્રવર્તમાન સ્થિતિનું નિરીક્ષણ સમાવવામાં આવ્યું છે. આ અહેવાલમાં વિશ્વના વિકસિત અને ધનાઢય દેશોને પણ ભારે ટીકાના લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. આ અહેવાલ મુજબ યુરોપના મોટાભાગના લીડર-નેતાઓ મુહાજીરીન (શરણાર્થીઓ)ના પ્રશ્નોને ઉકેલવા જ નથી માગતા, અને તેઓ કાનૂની દૃષ્ટિએ તથા સુરક્ષિત હિજરતના હવાલાથી અમલી રીતે કાંઈ પણ કરવાથી બચી રહ્યા છે. તેઓ મુહાજિરીન કે શરણાર્થીઓને પોતાના કાંઠાઓથી દૂર રાખવાની દરેક રીતો અપનાવી રહ્યા છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લેતા તેમના પર ભારે ટીકા કરી છે. એ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા પ્રમુખ તરફથી કેટલાક મુસ્લિમ દેશો વિરુદ્ધ પ્રવાસ-પ્રતિબંધો લાગુ કરવાથી નફરતનું રાજકારણ પોતાના ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે. સલીલ શેટ્ટીએ પ્રવાસ-પ્રતિબંધોને સ્પષ્ટપણે ‘નફરતપૂર્ણ ચેષ્ટા’ ઠેરવ્યા. આવી જ રીતે અમેરિકા તરફથી કયૂબા સ્થિત ગ્વાન્તા નામૂબેની જગ-કુખ્યાત જેલને બંધ કરવાના નિર્ણયને પણ ટીકાની લક્ષ્ય બનાવવામાં આવેલ છે. આ જેલમાં તપાસની અમાનવીય રીત કે પદ્ધતિ ઉપર વાંધો ઉઠાવતાં કહેવામાં આવ્યું છે કે તમે અંદાજો લગાવી શકો છો કે આનાથી સમગ્ર વિશ્વની એ સરકારોને શું સંદેશ આપવામાં આવે છે જે હિંસાનો ઉપયોગ કરે છે. આ અહેવાલ મુજબ
અમેરિકી વલણ વિશ્વના તમામ દેશોને પ્રભાવિત કરે છે. મ્યાન્માર સરકારના રોહિંગ્યાઈ મુસલમાનો વિરુદ્ધ જુલ્મ તથા અત્યાચારના લીધે એ દેશમાં લઘુમતીઓ ભયની ભોગ બનેલ છે.
એવી જ રીતે કેટલાક રાજકારણીઓ તરફથી ઓસ્ટ્રીયા, ફ્રાંસ, જર્મની અને હોલેન્ડમાં યોજાયેલી વર્તમાન ચૂંટણીઓ દરમ્યાન મુસલમાનો વિરુદ્ધ નફરતપૂર્ણ નિવેનદનોના હવાલાથી પણ વાત કહેવામાં આવી છે. આ દેશોમાં લઘુમતીઓ વિરુદ્ધ ‘ભય અને આરોપ’ના રાજકારણને પણ લક્ષ્ય બનાવવામાં આવેલ છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના વડા સલીલ શેટ્ટીનું કહેવું છે કે ‘આ કપરા સંજોગોમાં જ્યારે નફરત તથા ભયના ઓછાયા સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યા છે, ત્યારે થોડીક જ સરકારો એવી છે કે જે માનવ અધિકારોના રક્ષણ માટે ઉભી છે. તેમણે કહ્યું કે વિશ્વના વિવિધ અગ્રણીઓ જેમ કે ઇજિપ્તના પ્રમુખ અબ્દુલ ફત્તાહ અલસીસી, ફિલિપાઈનના રોડ્રીગો, વેનેઝુએલા નિકોલસ માદુરો,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here