તા.ર૬/૧/ર૦૧૮, શુક્રવારના દિવસે ‘ઇસ્લામ એક ઉપહાર સૌના માટે’ અભિયાન અંતર્ગત જમાઅતે ઈસ્લામી હિંદ, ગુજરાત દ્વારા ‘વિદ્યાર્થી અને સમાજના ઘડતરમાં શિક્ષકોનો ફાળો’ શિર્ષક હેઠળ શિક્ષકો માટે એક પરિસવાંદ યોજાઈ ગયું. સમારંભના અધ્યક્ષ તરીકે જમાઅતે ઇસ્લામી હિંદના શોબએ દા’વતના સેક્રેટરી જ.ઈકબાલ મુલ્લા સાહેબ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પરિસંવાદમાં જ.શકીલ અહમદ રાજપૂત (પ્રમુખ, જમાઅતે ઈસ્લામી હિંદ, ગુજરાત), પ્રોફેસર રોહિત શુકલ (તંત્રી , અભિદૃષ્ટિ), પ્રોફેસર મહેરૃન્નિસા મન્સૂરી (આસિ. પ્રોફે. આર.જે. ટીબરવાલ કોમર્સ કોલેજ), જ.મુહમ્મદ હુસેન ગેણા (આચાર્ય, એફ.ડી.હાઈસ્કૂલ, જુહાપુરા), અને જ.વાજિદઅલીખાન (પ્રો.એન્જિનિયરીંગ કોલેજ, ઔરંગાબાદ) દ્વારા વકતવ્યો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાહીન સ્કૂલના આચાર્ય જ.અબ્દુલ અઝીઝ સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું. આદિલાબાદમાં આ સભા યોજાશે. પત્રકાર પરિષદમાં પ્રમુખ જમિયતુલ ઉલેમા તથા સ્વાગત સમિતિ આદિલાબાદના પ્રમુખ મૌલાના બશીર અહમદ કાસિમી, સ્વાગત સમિતિના જનરલ સેક્રેટરી તથા જમાઅતે ઇસ્લામી હિંદ, આદિલાબાદના અમીરે મુકામી નદીમ અરશદે પણ સંબોધન કર્યું હતું.