રણમાં મીઠી વિરડી એટલે કંડલાનું એસ.એમ.જી.કે. એજ્યુકેશનલ કોમ્પ્લેક્ષ

0
230
Print

સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં મહુવા હાઈવે પર એક સુંદર મજાનું શિક્ષણ ધામ આવેલું છે. આ તાલીમી મર્કઝ એટલે સૌરાષ્ટ્રના જાણીતા ધાર્મિક અગ્રણી અને સુધારક દાદાબાપુ પ્રેરિત શાળા-કોલેજ, લગભગ નવ એકરમાં પથરાયેલા આ કોમ્પ્લેક્ષમાં મદ્રેસાથી આર્ટસ-સાયન્સ કોલેજનું શિક્ષણ અપાય છે. છોકરા-છોકરીઓની અલગ હોસ્ટેલ્સ, રમતનું મેદાન, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાાન લેબ અને આઈટીઆઈ સાથેની આ સંસ્થા કેમ્પસ ડાયરેકટર છે સૌરાષ્ટ્રના ખૂબજ જાણીતા શિક્ષણશાસ્ત્રી ઈબ્રાહીમ એચ.કુરૈશી.
ફીઝીકસ, બાયોલોજી અને મેથ્સ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં નામના મેળવી ચૂકેલા અને ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર સેટર એવા કુરૈશી સાહેબ ‘કવોલિટી એજ્યુકેશન માટે’ અથાગ પ્રયત્નો કરે છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, અમારી સંસ્થાને ‘એજ્યુકેશન હબ’ બનાવવી છે. મિલ્લતના તેજસ્વી વિદ્યાર્થીઓ ભણતા ભણતા કમાતા થાય એવો અમારો ઈરાદો અને પ્રયાસ છે.
મિલ્લતના વિદ્યાર્થીઓને મફતમાં રહેવા, જમવા, ભણવા, રમવા અને પ્રેકટીસની વ્યવસ્થા મળે એ માટે કુરૈશી સાહેબ જરૃરતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ આ તકને ઝડપી લે અને વહેલામાં વહેલી તકે કેમ્પ્સ ડાયરેકટર ઈબ્રાહીમ કુરૈશી સાહેબનો ફોન નંબર ૯૮૭૯પ૭૧૦૭૭ અથવા ૦ર૮૪પ-ર૯પ૧૩પ પર સંપર્ક કરે.
* જરૃરતમંદ-તેજસ્વી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા-જમવા, ભણવાની તક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here