એક દૃષ્ટિબિંદુ

0
127

ઈતિહાસકારોના અધિવેશનમાં

ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસનું ૭૮મું અધિવેશન આ વખતે કોલકાતામાં ભરાયું, જેનું ઉદઘાટન પ્રવચન કરતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ખૂબજ ચોખ્ખી અને સીધી વાતો કરતાં કહ્યું કે ‘એક વિશેષ રાજકીય પક્ષના હિતોને ફાયદા પહોંચાડવા માટે દેશના ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જેનાથી ભવિષ્યની પેઢીઓ અન્ય ઘટનાઓથી વંચિત થઈ જશે એવો ખતરો ઊભો થઈ ગયો છે. મુખ્યપ્રધાને કહ્યું કે ઇતિહાસ હકીકતોના દસ્તાવેજ હોય છે, જેના સાથે તમે ચેડાં નથી કરી શકતા. ઇતિહાસ સાથે ચેડાં કરીને તેને નુકસાન પહોંચાડવું એ તેના માટે કપોળ કલ્પિત વાર્તાઓ ઘડવી ખૂબજ સંગીન અપરાધ છે. મમતા બેનરજીએ કહ્યું આપણે જોડાણયુકત ઢાંચાનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે જો કોઈ રાજકીય પક્ષ હકીકતોની ઉપેક્ષા કરીને નવિન ઇતિહાસ લખવા પ્રયત્નો કરી રહ્યો છે તો રિસર્ચ સ્કોલરો અને બૌદ્ધિકો-તજજ્ઞાો માટે જરૃરી બની જાય છે કે તેઓ તેનો વિરોધ કરે, જેથી નવી પેઢી દેશના સત્યો જાણવાથી વંચિત ન રહી જાય. આ સમાચાર આપતાં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે વિરોધ પક્ષો તરફથી આરએસએસ અને ભાજપ ઉપર આરોપ છે કે તે પોતાના હિંદુત્વના એજન્ડાને લાગુ પાડવા માટે ઇતિહાસના તથ્યો સાથે રમત રમી રહ્યા છે.

ઇતિહાસને મિટાવવાના પ્રયાસો કેમ ?

પરંતુ રિસર્ચ સ્કોલરો અને દેશની રાજનીતિને જાણનારા લોકો માટે આ કોઈ ઢાંકેલી કે છૂપાયેલી વાત નથી. દરેક જાણે છે કે દેશનો ઇતિહાસ આરએસએસના રાજકીય એજન્ડાના પક્ષમાં નથી અને જ્યાં સુધી ઐતિહાસિક તથ્યો અને સત્યો પુસ્તકોમાં મૌજૂદ છે, આ સંગઠન હિન્દુત્વનો એજન્ડો લાગુ પાડી શકતું નથી. ઐતિહાસિક તથ્યોને બદલી નાંખવાનું કામ સંઘે વાસ્તવમાં ગત સદીના ત્રીજા દશક પોતાની સ્થાપનાના સમયથી જ શરૃ કરી દીધું હતું. અને ત્યારે અંગ્રેજ સરકારનું સમર્થન અને સહયોગ પણ તેને પ્રાપ્ત હતું. તે વખતે સંઘના સ્થાપકો અને હિન્દુ મહાસભાનો ખ્યાલ હતો કે અંગ્રેજ શાસન ભારતની ધરતી પર પોતાનો મજબૂત પગદંડો જમાવી ચૂકયો છે. હવે તે અહીંથી કયારેય નહીં જાય. જેથી તેમના સહયોગથી જ અહીં હિન્દુરાષ્ટ્રની સ્થાપનાને ચોક્કસ બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ. જેથી ઐતિહાસિક તથ્યોને બગાડવા તેના સાથે ચેડાં કરવા તેને નુકસાન પહોંચાડવામાં ખાસ કરીને મુસલમાન શાસકોના ઇતિહાસને મારી મચડીને રજૂ કરવામાં અંગ્રેજ સરકારે પણ સંઘની ભરપૂર મદદ કરી. આ દરમ્યાન બંકીમચંદ્ર ચેટરજીની નવલકથથા ‘આનંદમઠ’થી પણ આ અભિયાનને ખૂબ જ તાકત મળી. હવે હિન્દુત્વના લોકો ઇતિહાસને એટલા માટે પણ જૂઠો પાડવા તત્પર થયા છે કે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં તેમની કોઈ જ ભૂમિકા કયારેય પણ- કોઈપણ તબક્કામાં રહી નથી.

હલ્દીઘાટીનું યુદ્ધ

હલ્દીઘાટીના યુદ્ધનું પરિણામ ઇતિહાસના પૃષ્ઠોમાં સુરક્ષિત છે કે મહારાણા પ્રતાપના મુકાબલામાં શહેનશાહ અકબરના સૈન્યએ રાજા માનસિંહના નેતૃત્વમાં આ યુદ્ધ જીત્યું હતું ! અંગ્રેજ ઇતિહાસકારોએ પણ આ જ તથ્ય લખ્યું છે. પરંતુ હવે ઇતિહાસના આ સત્યને જૂઠું કરીને એ સાબિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આ યુદ્ધમાં સફળતા મહારાણા પ્રતાપને મળી હતી. અકબરના સૈન્યની હાર થઈ હતી. રાજસ્થાનના એક પ્રધાને ‘ચૂકમાં આવીને કયાંક આ વાત કહી દીધી હતી અને રાજ્ય સરકારે તેને કાયદેસર પ્રોજેકટની રીતે મંજૂર કરી દીધી. જૂઠ બોલનાર નિર્લજ્જતા સાથે આ જૂઠ એટલા માટે બોલી રહ્યા છે કે દેશમાં પાછલા ૯૦ વર્ષો દરમ્યાન આવા જૂઠ પર વિશ્વાસ કરનારાઓની એક મોટી સંખ્યા પેદા થઈ ચૂકી છે. ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસ પર કબજો જમાવવાના પ્રયત્નો ભાજપ ઘણા સમયથી કરી રહ્યો છે પરંતુ તે ઘણી ખરી હદે હજુ સુધી તો સુરક્ષિત છે. જેવું કોલકાતા અધિવશેનમાં મમતા બેનરજીના પ્રવચનથી જાહેર થાય છે. હવે જરૃરી બની ગયું છે કે પ્રમાણિક સંશોધકો અને ઇતિહાસકારો મુખ્યપ્રધાન બેનરજીના આ ઉદ્બોધનની નોટિસ ગંભીરતાથી લે કે આરએસએસ અને ભાજપ હિન્દુત્વના એજન્ડાને લાગુ પાડવા માટે ઇતિહાસને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. નહિંતર આવનારી પેઢીઓ ઇતિહાસમાં હકીકતો અને તથ્યોથી તદ્દન અનભિજ્ઞા અને વંચિત અને અજાણી થઈ જશે. જેમ કે મમતા બેનરજીએ સંદેહ વ્યકત કર્યો છે. (દા’વત ઃ મુ.અ.શે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here