ઇસ્લામ વિશે વાત કરનાર મૌલાના સૈયદ અબુલ આ’લા મૌદૂદી

0
130

(ગતાંકથી ચાલુ)
પત્રકારત્વથી નેતૃત્વ સુધીઃ
ઈ.સ.૧૯૧૮માં અબુલ આ’લા મૌદૂદી ‘મદીના’ નામના અખબાર (બિજનૌર)ના સંપાદકીય સ્ટાફમાં સામેલ થયા, ત્યાર પછી જબલપુરથી પ્રકાશિત થનારા ‘તાજ’ના તંત્રી બન્યા. આ સામયિક પોતાની સ્વતંત્ર વિચારસરણી અને અંગ્રેજ દુશ્મનીના લીધે થોડાક મહિનાઓથી વધુ ચાલુ રહી ન શકયો. અબુલ આ’લા મૌદૂદી દિલ્હી પધાર્યા અને એક શિક્ષકની મદદથી અંગ્રેજી તથા આધુનિક શિક્ષણ પ્રાપ્ત કરવા લાગ્યા. જો કે આ સિલસિલો ચાર-પાંચ મહિનાઓથી વધુ ચાલ્યો નહીં, પરંતુ મૌલાના એટલા સમર્થ થઈ ગયા કે ફિલોસોફી, ઇતિહાસ, પોલીટીકસ, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર (સોશ્યોલોજી)ના મોટામોટા અંગ્રેજી પુસ્તકો પુરી રીતે વાંચવા લાગ્યા. ઈ.સ.૧૯ર૦માં ‘તાજ’ પુનઃ પ્રકાશિત થવા લાગ્યું અને તેના પર જ તેમના સંપાદનની જવાબદારી આવી. ખિલાફત ચળવળ પોતાની ચરસીમા પર હતી. મૌલાનાએ પોતાના કેટલાક રાજકીય લખાણોમાં અંગ્રેજોની ટીકા કરી. તેમના એક લેખને કાયદા વિરુદ્ધનો ગણાવીને સરકારે ‘તાજ’ના (કાનૂની રીતે) એડીટર, પ્રિન્ટર અને પબ્લીશર મૌલાના તાજુદ્દીન વિરુદ્ધ કેસ ચલાવ્યો. અખબાર બંધ કરી દેવામાં આવ્યો. નવયુવાન અબુલઆ’લાને આ બનાવનો ભારે અફસોસ થયો. તેમણે નક્કી કર્યું કે હવે પછી પ ોતાની કલમના પ્રભાવ અને પરિણામોની પૂરીપૂરી જવાબદારી પોતે તેઓ ઉઠાવશે.

ઈ.સ. ૧૯ર૦ના અંતમાં મૌલાના મૌદૂદી એકવાર ફરીથી દિલ્હી આવ્યા.જમીઅતે ઉલેમાના માનનીય મુફતી કિફાયતુલ્લાહ અને મૌલાના અહેમદ સઈદ સાથે હળવું-મળવું અને સંપર્ક રહ્યા. એ જ વર્ષે જમીઅતે ઉલેમા તરફથી ચાલુ કરાયેલ અખબાર ‘મુસ્લિમ’નું સંપાદન તેમને સોંપવામાં આવ્યું. થોડાક જ દિવસોમાં ‘મુસ્લિમ’ને પણ બંધ કરી દેવું પડયું. મૌલાના મૌદૂદ્દી હૈદરાબાદ ચાલ્યા ગયા. ઈ.સ.૧૯ર૪ની શરૃઆતમાં વાપસી થઈ. મૌલાના મુહમ્મદઅલી જૌહરની પારખું નજરોએ નવયુવાન મૌદૂદીને ઓળખી લીધા. મૌલાના જૌહરે તેમને પોતાના અખબાર હમદર્દમાં કામ કરવાનું આમંત્રણ આપ્યું. પરંતુ એ જ સમયે જમીઅતે ઉલેમા તરફથી ‘અલ જમીયત’નંું વિમોચન થયું અને સંપાદન માટે લોકોની પસંદગીની નજર મૌલાના મૌદૂદી ઉપર પડી. અહીં આઝાદીથી કામ કરવાની શકયતાઓ વધારે હતી, આથી મૌલાના મૌદૂદી ‘અલ જમીયત’ સાથે જોડાઈ ગયા. એ જમાનામાં મૌલાના મૌદૂદી ફકત પત્રકારત્વ કરતા ન હતા, બલ્કે સંજોગોની નાડ ઉપર તેમનો હાથ હતો. કોમના હંગામી જોશ (ખિલાફત ચળવળ) અને લીડરોના વિચિત્ર કે અજુગતા નુસ્ખાઓ (હિજરત ચળવળ) વિ.એ તેમને નિરાશ કે મલિન-ચિત્ત બનાવી દીધા હતા. તેમને ખબર હતી કે આ કોમના દર્દની દવા નથી. તેમનો મોટાભાગનો સમય મુસલમાનો માટે મુક્તિ-માર્ગ શું હોઈ શકે તે વિચારવામાં પસાર થતો હતો. મુસલમાનોમાં ન તો જુસ્સા અને ગૌરવ કે સ્વાભિમાનની કમી હતી અને ન જ તેમના લીડરોમાં એખલાસ તથા તકવાની કમી હતી, તો પછી ખરાબી કયાં છે એ પ્રશ્ન તેમના માટે રૃહ વિદારક બનેલ હતું.
ઈ.સ.૧૯ર૬માં સ્વામી શ્રદ્ધાનંદની કતલ થઈ ગઈ કેમ કે કાતિલ મુસલમાન હતો. તેથી ઇસ્લામ ઉપર અને જિહાદ ઉપર દરેક બાજુથી પ્રહારો થવા લાગ્યા. એ વાંધાઓની વર્ષા પર મુસલમાનોનું આપમેળે અપરાધીઓના કઠેડામાં ઊભા થઈ જવું અને સફાઈ કે સ્વબચાવ કરવો, જેવું કે આ પ્રકારના વિષયો અંગે બનતું આવ્યું છે (અને આતંકવાદના વિષય પર આજે પણ થઈ રહ્યું છે.) મૌલાના મૌદૂદીને પસંદ ન હતું. તેમણે નક્કી કર્યું કે આ ફિત્નાનું નિવાર એક ઉચ્ચ કક્ષાના વૈધાનિક તથા સંશોધનાત્મક પ્રયત્ન દ્વારા કરીશું કે જેમાં ઇસ્લામી જેહાદની તુલના એક તરફ તો અન્ય ધર્મોના યુદ્ધના કાયદા-કાનૂન ઔકે નિયમો સાથે કરવામાં આવે ઔઅને બીજી બાજુ આધુનિક યુદ્ધ-નિયમો સાથે, અને બંનેમાં ઇસ્લામની પ્રાથમિકતા વિશુદ્ધ વૈધાનિક તથા બૌદ્ધિક દલીલોના આધારે કરવામાં આવે. આ હેતુથી તેમણે પહેલા ‘અલ-જમીયત’માં ઇસ્લામના યુદ્ધ-નિયમોના શીર્ષકથી શ્રેણીબદ્ધ લેખો લખવા શરૃ કર્યા. ત્યારબાદ ક્રમશઃ છણાતા લેખોને આ વીષય વહન નહીં કરી શકવાનું સમજીને વિધિવત પુસ્તક લખવાનું શરૃ કર્યું. જે ઈ.સ.૧૯૩૦માં ‘અલ જિહાદ ફિલ ઇસ્લામ’ના નામથી પ્રકાશિત થયું. આ વિષય ઉપર કોઈપણ ભાષામાં આના કરતાં બહેતર અને દલીલ-સભર પુસ્તક કદાચ લખાયું નથી. (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here