આજની ચર્ચાના વિષયવસ્તુ સુધી જતાં પહેલા થોડીક હાલની પરિસ્થિતિઓ ઉપર એક નજર કરી લઈએ. કદાચ આપણને આજની મુખ્ય ચર્ચાની વ્યવહારૃ સમજ એના વડે થોડી સમજાઈ જાય. વિરોધપક્ષોના વાંધા-વચકાઓની અવગણના કરીને અને તજજ્ઞા અર્થશાસ્ત્રીઓની ચેતવણીઓ પ્રત્યે આંખ આડા કાન કરીને હાલની કેન્દ્રીય ભાજપ સરકારે ૧ જુલાઈ ર૦૧૭થી ભારતીય પ્રજા ઉપર જીએસટી (ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ) લાગુ કરી દીધો. એની વ્યવહારૃતા અને લાભદાયીતાનો મીડિયા દ્વારા ખૂબ ખૂબ પ્રચાર કરવામાં આવ્યો. પણ પરિણામો જે આવવાના હતા તે પ્રાકૃતિક હતા અને પ્રાકૃતિક પરિણામોને કોઈ રોકી શકતું નથી. ૧૦ ટકાથી લઈને ર૮ ટકા જેટલો ભારેખમ ટેક્ષ પ્રજા ઉપર ઝીંકી દેવામાં આવ્યો. પ્રજાના ખિસ્સા ઉપર નિર્દયપણે કાતર ચલાવી દેવામાં આવી. ધીરેધીરે ગંભીર પરિણામો દેખાવાં શરૃ થઈ ગયા. ધંધા-રોજગાર મંદ પડવા લાગ્યા. કેટલાએ કારખાનેદારોએ ખોટનો વેપાર છોડીને કારખાનાઓ બંધ કર્યા. હજારો લાખો કામદારો પોતાની રોજીરોટી ગુમાવી બેઠા. વહેપારી વર્ગ પણ પરેશાન પરેશાન થઈ ગયો. લોકોએ ખરીદી ઉપર જબરજસ્ત કાપ મૂકી દીધો. જીએસટીના કારણે ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા. રાષ્ટ્રનો વૃદ્ધિદર (જીએસટી) ઘટી ગયો. જાણકાર અર્થથાસ્ત્રીઓ હજી પણ ચેતવણીઓ આપ્યે જાય છે. ત્રણ જ મહિનામાં આવી હાલત થઈ ગઈ. ચોમેરથી ટીકાઓ થવા લાગી. ઉહાપોહ વધવા લાગ્યો એટલે સરકારે ગભરાઈને જનવપરાશની અમુક વસ્તુઓ ઉપર જીએસટીમાં ઘટાડો કરવો પડયો. આ સરકારની પીછહેઠ હતી જે ખોટી નીતિ-રીતિઓની દ્યોતક છે. ૭-૧૦-૧૭ના રોજ દ્વારકામાં સિગ્નેચર બ્રિજના ખાતામૂહુર્ત વેળાએ પ્રધાનમંત્રશ્રીએ નિવેદન આપ્યું કે ‘આ નિર્ણયોથી દિવાળી ૧પ દિવસ પહેલી આવી ગઈ છે !’ (અહેવાલ, ગુજરાત ટુડે ૮-૧૦-૧૭, ફ્રન્ટ પેજ ન્યૂઝ) મીડિયાએ આખો દિવસ ખૂબ ખૂબ ગાણું વગાડયે રાખ્યું. ‘સરકારે દેશને દિવાળીની ભેટ-સોગાદ આપી’ એવા નિવેદનો સ્ક્રીન પર આવવા લાગ્યા. સમજદાર લોકોને હસવાનો અને મીડિયાની પોલિસીને જાણવાનો ખૂબ સરસ મોકો મળ્યો. મને લાગે છે કે વિખ્યાત કાર્ટૂનિસ્ટ જામી સાહેબે આના ઉપર એક કાર્ટૂન બનાવવું જોઈએ જેમાં એમ દર્શાવવામાં આવે કે ગાય-ભંેસ, કે બળદની જીવતેજીવત ચામડી ઉતરડી લેવાઈ હોય અને પછી એના આક્રોશને શાંત કરવા એના મ્હોમાં એકાદ-બે લાડુ મુકવામાં આવે ! ભારેખમ ટેક્ષ લાદીને પછી રૃપિયો બે-રૃપિયા ઓછા કરવાથી શું ફરક પડવાનો છે ? જેની ચાલવાની શક્તિ જ સાવ ખતમ થઈ ગઈ હોય એવા માણસના મ્હોમાં ચણાના બે-પાંચ દાણા નાંખવાથી શું ફેરફાર થઈ જવાનો છે ?
ખેર હવે મુદ્દાની વાત ઉપર આવીએ. જીએસટીના કારણે દેશમાં જે હાલત ઊભી થઈ ગઈ તેની વાત એટલા માટે કરી કે આપણે જે વિષયની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેનું વિષયવસ્તુ આપણી સમજમાં સારી રીતે આવી જાય અને દુનિયા તથા આખિરતના અનંત જીવનના હિત-અહિતનો ખયાલ કરીને આપણે આપણા વ્યવહારો અને આચરણોમાં કોઈ સુધાર લાવી શકીએ (જે અલ્લાહ આપણાથી ઈચ્છે છે) સૂરઃ હદીસ (સત્તાવનમી સૂરઃ)ની આયત નંબર ૭માં અલ્લાહતઆલા પોતાના બંદાઓને સંબોધીને કહે છે ‘ઈમાન લઈ આવો અલ્લાહ ઉપર અને તેના રસૂલ ઉપર અને ખર્ચ કરો એ વસ્તુઓમાંથી જેના ઉપર તેણે તમને નાયબ (મુસ્તખ્લફીન અર્થાત્ વહીવટદાર) બનાવ્યા છે. તમારા પૈકી જે લોકો ઈમાન લઈ આવશે (અને અલ્લાહ-રસૂલની આજ્ઞાાઓનું અમલીકરણ કરશે) અને માલ ખર્ચ કરશે તેમના માટે મોટો બદલો છે.’ (પ૭/૭)
અહીં આપણે આ આયતમાં વપરાયેલ શબ્દ ‘મુસ્તખ્લફીન’ ઉપર ખાસ ચિંતન કરવાની જરૃર છે. દુન્યવી જીવનમાં અલ્લાહે આપણને જે માલો-દૌલત આપી હોય, જમીન-જાયદાદો આપી હોય, કારખાનાઓ અને વહેપારી કેન્દ્રો ઉપર અધિકાર આપ્યો હોય. જ્ઞાાન-વિજ્ઞાાનના ક્ષેત્રે વિશેષ લાયકાતો પ્રદાન કરીને આપણને તેના દ્વારા રોજીરોટી કમાવાની તકો અર્પણ કરી હોય એ બધા શું આપણી પોતાની માલીકીના માધ્યમો છે ? આપણી હોશિયારી અને બાહુબળના જોરે શું આપણે જેટલું ચાહીએ એટલું લઈ લેવા માટે આઝાદ છીએ ? ધન-દૌલત અને સંપત્તિના ભંડારો ભરીને એના ઉપર આપણો પોતાનો કબજો જમાવી રાખવા અને જેમ ફાવે તેમ મૌજ ઉડાવવા માટે મુકત છીએ ખરા ? શું એ બધું હરહંમેશ આપણા કબજામાં રહેવાનું છે ? અને જગતથી વિદાય થવાનો સમય આવે ત્યારે આપણી સાથે લઈ જઈ શકવાના છીએ ખરા ? અને આખિરતના જીવનમાં આપણી પૂછપરછ અને હિસાબ-કિતાબના સમયે એમાંથી ફીદીયો આપીને આપણી જાતને અલ્લાહની પકડથી મુકત કરાવી શકીશું ખરા ?
વાસ્તવિક તથ્યો ઉપર નજર કરીને આ પ્રશ્નોનો જવાબ મેળવવા પ્રયાસ કરવાની જરૃર છે. વાત સમજમાં આવી જાય અને અલ્લાહની ઇચ્છા મુજબની સીધી દિશા પકડાઈ જાય તો કદાચ આપણું કલ્યાણ થઈ જાય. આપણે એવા કર્મોમાં પરોવાઈ જઈએ જે આખિરતના જીવન માટેનું ભાથુ બનવાના હોય અને મૃત્યુ પછી કબરમાં ઉતારીને નિકટના સગા-સંબંધીઓ સહિત બધાજ લોકો જ્યારે ચાલતી પકડી લે અને આપણે એકલા રહી જઈએ ત્યારે એ કર્મો આપણા મદદગાર સાબિત થવાના હોય. જો દુનિયાને આ સત્યનું સાચું ભાન થઈ જાય તો જગતમાંથી ઘણાબધા ઉત્પાતો અને અતિરેકોનો ખાતમો થઈ જાય. લડાઈઝઘડાઓ સાવ મટી જાય !
વાસ્તવિકતાનું ભાન કરાવતા અલ્લાહ કહે છે કે જમીન અને આકાશોમાં જે કંઈપણ છે તે બધી જ અમારી મિલ્કીયત છે. અમે જ એના સાચા માલિક છીએ. એમાં કોઈનું માલિકીપણું કાયમ નથી. એ બધું અમે માણસજાતના સામયિક ઉપયોગ માટે બનાવ્યું છે અને થોડા સમય માટે એમાંથી કેટલાકનો કબજો અમે એક નિર્ધારિત સમય માટે દરેક વ્યક્તિને સુપરત કરીએ છીએ. જેથી એમાંથી તે પોતાની જરૃરતો પણ સંતોષે અને જનસેવાના કામોમાં મહત્તમ ફાળો આપીને પોતાના માટે નેકીઓનું ભાથુ પણ તૈયાર કરે. જુઓ તો ખરા ! અલ્લાહતઆલા કેટલા કૃપાવાન છે ! ધન-દૌલત, જમીન-જાયદાદ અને તમામ વસ્તુઓ તેની છે (આપણી નથી). આપણા કબજામાં થોડો સમય માટે આપીને તે આપણી કસોટી કરે છે કે આપણે એનો કેવો ઉપયોગ કરીએ છીએ અને જો સદનસીબે-સદ્બુદ્ધિનો ઉપયોગ કરીને, આપણે ભલાઈના કામોમાં એનો ઉપયોગ કરીએ તો આપણને નેકીઓનું નજરાણું પણ આપે છે ! આપણાથી પ્રસન્ન થાય છે અને આપણને ક્રેડિટ અતા કરે.
કોઈપણ સરકારી અધિકારી ગમે એટલા ઊંચા હોદ્દા ઉપર કેમ ન હોય, અને સરકારની અગણિત મિલ્કીયતો યા સમૃદ્ધિ તેના કબજામાં કેમ ન હોય, તે બરાબર જાણે છે કે આ બધું મારૃ નથી. સરકારનું છે અને સરકાર ઈચ્છે એમ જ મારે એનો ઉપયોગ કરવાનો છે. મારી ઈચ્છા અને મારી મરજી મુજબ એનો મનફાવે એવો ઉપયોગ કરવાનો મને કોઈ અધિકાર નથી અને ભૂલેચૂકે જો હું એમ કરૃં તો સરકાર દ્વારા મારી જબરજસ્ત પકડ થાય અને સજા ભોગવવાનો પણ વારો આવે. કિર્તીના ધજાગરા ઉડી જાય ! મારો અધિકાર બસ એટલો જ છે કે મહીનાના અંતે મારો જે પગાર નક્કી થયો હોય એટલું જ હું મારા જાતિ (અંગત) ઉપયોગ માટે લઈ શકું. જે ભથ્થાઓ મળવાપાત્ર બનતા હોય તે જ એ ખજાનામાંથી લઈ શકું. બાકીનું બધું જ (ભલે અરબો-ખરબોમાં કેમ ન હોય) સરકારનું છે. જ્યાં સુધી હું સેવામાં ચાલુ રહીશ ત્યાં સુધી સરકારની ઈચ્છા પ્રમાણે ખર્ચ કરવા માટે મારા કબજામાં રહેશે અને જેવો હું સેવાનિવૃત્ત થઈશ કે બધી અસ્કયામતોનો હવાલો મારે અન્યોને સોંપી દેવો પડશે. બસ, દુન્યવી જીવનમાં અલ્લાહ તરફથી તેની મિલ્કીયતની વસ્તુઓમાંથી આપણને આપવામાં આવતા હિસ્સાનું પણ આવું જ છે. આ આયત ઉપરની વિવરણ નોંધ નંબર પર૮૧માં અબ્દુલ્લાહ યૂસુફ અલી લખે છે ‘ઉરીહીદૃીિ ઁર્ુીિ ર્િ ુીટ્વઙ્મંર ર્િ ૈહકઙ્મેીહષ્ઠી ર્િ ટ્વહઅ ર્ર્ખ્તઙ્ઘ ંરૈહખ્ત ૈજ ંટ્વિહજકીિીઙ્ઘ કર્દ્બિ ર્હી ૅીર્જિહ ંર્ ટ્વર્હંરીિ, ૈં ૈહર્દૃઙ્મદૃીજ ટ્વઙ્ઘઙ્ઘીઙ્ઘ િીર્જૅહજૈહ્વૈઙ્મૈંૈીજ ંર્ ંરી ૅીર્જિહ િીષ્ઠીૈદૃૈહખ્ત ંરીજી ટ્વઙ્ઘદૃટ્વહંટ્વખ્તી. ઁી (ર્િ ંરીઅ) દ્બેજં હ્વી ંરી ર્દ્બિી ઢીટ્વર્ઙ્મેજ (ઉત્સાહી, ઉમંગવાળો) ૈહ િૈટ્વઙ્મ ષ્ઠરટ્વિૈઙ્મઅ ટ્વહઙ્ઘ ટ્વઙ્મઙ્મ ર્ર્ખ્તઙ્ઘ ર્ુિાજ, ર્કિ ંરટ્વં ૈજ ટ્વ ૅટ્વિં ર્ક ંરી ીદૃૈઙ્ઘીહષ્ઠી ુરૈષ્ઠર ંરીઅ ખ્તૈદૃી ર્ક ંરીૈિ કટ્વૈંર ટ્વહઙ્ઘ ખ્તટ્વિંૈંેઙ્ઘી. છહઙ્ઘ હ્વીજૈઙ્ઘીજ, ંરીૈિ ર્ર્ખ્તઙ્ઘ ઙ્ઘીીઙ્ઘજ ષ્ઠટ્વિિઅ ંરીૈિ ર્ુહ િીુટ્વઙ્ઘિ.’
દરેક સરકારી ખાતાઓમાં જિલ્લા અધિકારીના પાવર્સ અમુક હદ સુધી મર્યાદિત હોય છે. એ મર્યાદાથી ઉપરવટ જઈને કોઈપણ કામમાં તે વધુ ખર્ચ કરી શકતો નથી. એથી વધુ ખર્ચ કરવાનો હોય તો એ માટે એનાથી પણ ઉપરના અધીકારીની મંજૂરી આવશ્યક બને છે. વળી તેના ખાતાના આવકના સાધનો પણ સરકારે જે નક્કી ઠરાવ્યા હોય તે જ અમલમાં રહે છે. એનાથી આગળ વધીને તે લોકો પાસેથી મનફાવે એ રીતે રકમો વસૂલી શકતો નથી. કોઈપણ ગેરકાનૂની અને અનૈતિક માર્ગો દ્વારા ફાવે તેમ વસૂલી કરી શકતો નથી અને જે ફંડ આવે તે પણ તેને સરકારી તિજોરીમાં જમા કરાવવું પડે છે. પોતાના કબજામાં રાખીને તેનો દુરુપયોગ કરવાનો તેને કોઈ હક નથી. જો તે એમ કરે તો તે અક્ષમ્ય અપરાધ ગણાશે જેના માટે તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
વાત કદાચ સમજમાં આવી ગઈ હશે. અલ્લાહની મિલ્કીયતો અને તમામ અસ્કયામતોમાંથી આપણે આપણા ભોગવટામાં એટલી જ વસ્તુઓ લઈ શકીએ છીએ જે આપણા માટે આપણાં સ્વજનો માટે અને નિકટના લોકો માત જરૃરી હોય. એથી વધુ ખેંચી લઈને સંઘરવાનો કે કબજો કરી રાખવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણી લઘુત્તમ જરૃરત જેટલું જ આપણા ઉપયોગમાં લેવાની આપણને છૂટ છે. અત્ય જે વધારાનું હોય તે લોકભલાઈના કામોમાં ખર્ચી, અલ્લાહના માર્ગમાં ખર્ચી આપણે આખિરતનું ભાથું તૈયાર કરવાનું છે. ન તો આપણે કોઈને લૂટીને, ધોખો આપીને, ફરેબ કરીને, છેતરપિંડી કરીને, ખોટા ખોટા બહાનાઓ અને કારણો બતાવીને અલ્લાહની મખ્લૂકનો માલ હડપ કરી શકીએ છીએ ન જ બિનઅધિકૃત અને બિનજરૃરી કામોમાં એને વેડફી શકીએ છીએ. આપણી જરૃરત કરતાં અલ્લાહ આપણને વધુ આપે તો તેનો ગેરઉપયોગ કરવાના બદલે અથવા સંગ્રહ કરીને તેના ઉપર બેસી જવાના બદલે આપણે જરૃરતમંદો ઉપર, વંચિતો ઉપર, યતીમો અને વિધવાઓની જરૃરતો પૂરી કરવા, મુસીબતમાં ફસાયેલા લોકોની સહાય કરવા, કમજોરો અને ગરીબોની મદદ કરવામાં જનસેવાના કામોમાં, બેરોજગારોને રોજગાર અપાવવામાં, આશ્રયવિહોણાઓને આશ્રયસ્થાનો અપાવવામાં, ભૂખ્યા લોકોને ખાણું ખવડાવવામાં, જરૃરતમંદોની જરૃરતો પૂરી પાડવામાં અને અલ્લાહના દીનને કાયમ કરવા માટે મહેનતો કરનારા લોકોની જરૃરતો પૂરી કરવામાં ખર્ચ કરીને નેકીઓનું ભાથંુ તૈયાર કરવાની સદ્બુદ્ધિ કેળવવી જોઈએ. જેથી દુનિયામાંથી જવાનું થાય ત્યારે આપણે ગરીબ ન હોય બલ્કે માલદાર હોઈએ !