વડાપ્રધાનનું લાલ કિલ્લાનું પ્રવચનઃ તુષ્ટિકરણના નામે ધ્રુવીકરણ

0
75

(ન્યૂઝ ડૅસ્ક) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે લાલ કિલ્લાની દીવાલ પરથી સ્વાતંત્ર્ય દિવસનું દસમું પ્રવચન આપ્યું હતું. આ પ્રવચનમાં તેમણે ભ્રષ્ટાચાર, સગાવાદ અને તુષ્ટિકરણનો સૌથી મોટી બદીઓ તરીકે ઉલ્લેખ કર્યો છે જેનો મુકાબલો દેશ કરી રહ્યો છે.

વડાપ્રધાનના પોતાના જ શબ્દોમાં કહીએ તો “તુષ્ટિકરણે દેશના મૂળ વિચારને, આપણા સુસંવાદિતાપૂર્ણ રાષ્ટ્રીય ચારિત્ર્યને પણ ડાઘ લગાવ્યા છે. આ લોકોએ દરેક વસ્તુઓ બરબાદ કરી નાખી છે. સર્વજન હિતાય સર્વજન સુખાય. એ જરૂરી છે કે દરેક વ્યક્તિને એના અથવા એણીના હક્કો મળે તેથી સામાજિક ન્યાયનું પણ પુનઃ સ્થાપન થવું જોઈએ. તુષ્ટિકરણે સામાજિક ન્યાયને સૌથી મોટું નુકસાન પહોંચાડ્‌યું છે. જો કોઈએ સામાજિક ન્યાયનો નાશ કર્યો હોય તો એ તુષ્ટિકરણની વિચારસરણી અને તુષ્ટિકરણનું રાજકારણ છે. તુષ્ટિકરણની સરકારી યોજનાઓએ સામાજિક ન્યાયની હત્યા કરી છે, અને તેથી અમે સ્પષ્ટપણે જાણીએ છીએ કે તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર વિકાસના સૌથી મોટા દુશ્મન છે.”

સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી અને તેની માતૃ સંસ્થા અને તેના અન્ય સંગઠનોના શબ્દકોષમાં લઘુમતીઓ (મુસ્લિમો)ના સામાજિક, આર્થિક, શૈક્ષણિક ઉત્થાન માટેની કોઈ પણ યોજના કે પગલું તુષ્ટિકરણ છે ? તો એમનું તુષ્ટિકરણ કઈ રીતે થયું અને છેલ્લા ૭૫ વર્ષમાં તેમને શું મળ્યું છે ?
સૌ પ્રથમ તો સાચર કમિટિના અહેવાલે જ મુસ્લિમોના તુષ્ટિકરણની દંતકથાની હવા કાઢી નાખી છે. મુસ્લિમોની વસતિ ૧૪% હોવા છતાં સિવિલ સવિર્સમાં તેમની ટકાવારી ૩% થી વધી નથી. પરંતુ બહુમતી લોકોએ તુષ્ટિકરણને હવે વાસ્તવિકતા સમજી એનો સ્વીકાર કરી લીધો છે, અને સેકયુલર પક્ષો પણ મુસ્લિમોથી સલામત અંતર જાળવે છે અને તેઓ એવા કાર્યો કરે છે અને નિવેદનો આપે છે જેનાથી બહુમતી રાજી રહે. આ એમની મજબૂરી છે. તેથી મુસ્લિમોએ વિસ્તૃત ચિત્ર જોઈને પોતાના રાજકીય કાર્ડ એ પ્રમાણે ખેલવા જોઈએ.

અંગ્રેજી સાપ્તાહિક “રેડિયન્સ” સાથેની વાતચીતમાં પીઢ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને મીડિયા સલાહકાર પ્રશાંત ટંડને જણાવ્યું કે મુસ્લિમ તુષ્ટિકરણનું કથાનક ઘણાં લાંબા સમયથી એક રાજકીય પ્રોજેક્ટ કે પ્રકલ્પ રહ્યું છે. એ ધીમે ધીમે સમાજમાં ઝમી ગયું છે. જે લોકોને મુસ્લિમ સમાજનો પ્રત્યક્ષ અનુભવ નથી; તેઓ એમ જ સમજે છે કે મુસ્લિમો માત્ર પોતાની ધામિર્ક ઓળખ અને તેના આગ્રહ સાથે જ સંકળાયેલા છે. તેમને શિક્ષણ કે રોજગાર સાથે કોઈ નિસ્બત નથી.

૨૦ એપ્રિલ, ઈ.સ.૨૦૧૮માં ‘ઇન્ડિયન એકસપ્રેસ’માં ક્રિસ્ટોફર જેફરલોટ અને કલૈયારસને લખેલ એક લેખ : “The myth of appeasement”માં મુસ્લિમો અંગેનો સામાજિક – આર્થિક ડેટા ઇન્ડિયન હ્યુમન ડેવલપ્મેન્ટ સર્વે ૨૦૦૪-૦૫ અને ૨૦૧૧-૧૨નો ઉપયોગ કરી ઉત્તર માટે ઉત્તર પ્રદેશ અને હરિયાણા, પશ્ચિમ માટે ગુજરાત અને મહારાષ્ટ્ર, દક્ષિણ માટે કર્ણાટક અને કેરાળા અને પૂર્વ માટે બિહાર અને પશ્ચિમ બંગાળના ડેટાનો આધાર લીધો હતો. આ રાજ્યો ઈ.સ.૨૦૧૧ની વસતિ પ્રમાણે મુસ્લિમોની વસતિના ૬૮.૫% એટલે કે ૧૭ કરોડ વસતિ ધરાવતા હતાં.

આ તમામ રાજ્યોમાં હિંદુઓની માથાદીઠ આવક સામાન્ય રીતે મુસ્લિમોની માથા દીઠ આવક કરતાં વધુ હતી. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ હિંદુઓ અને મુસ્લિમોની આવકમાં પ્રમાણમાં થોડો જ તફાવત છે. ઉત્તર પ્રદેશમાં હિંદુઓની જે આવક છે તેના પ્રમાણમાં મુસ્લિમોની આવક ૯૧% છે અને બિહારમાં હિંદુઓની જે આવક છે એના પ્રમાણમાં મુસ્લિમોની આવક ૮૨% છે. આવકમાં જે મોટો તફાવત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here