અજ્ઞાનતા અંતરાત્માનું મોત છે, એ જીવનને ઝબેહ કરવું છે અને આ ઉ’મેરનું વેડફાવું પણ છે.
“હું તારી પનાહ (શરણ) ચાહું છું કે હું અજ્ઞાનીઓમાંથી હોઉં.”
જ્ઞાન એ દૃષ્ટિ-પ્રકાશ છે, રૂહનું જીવન છે, સ્વભાવની શક્તિ છે.
“શું એ કે જે મૃત હતો, અને અમે તેને જીવતો કરી દીધો, અને તેના માટે એક રોશની આપી દીધી જેમાં તે ચાલે છે. લોકોની વચ્ચે એના જેવો થઈ શકે છે જે અંધારાઓમાં હોય, તેમનામાંથી નીકળી શકતો ન હોય.”
પ્રસન્નતા અને ખુશી જ્ઞાનની સાથે આવે છે. કેમકે જ્ઞાન અજ્ઞાનની પ્રાપ્તિ અને ખોવાયેલની શોધ અને છુપાયેલ કે અદૃશ્યના રહસ્યોદ્ઘાટનનું નામ છે. માણસના હૃદયને આધુનિકતાની મા’રિફત અને નવાની જાણકારીની ચાટ લાગેલી છે. આની તુલનામાં અજ્ઞાનતા કંટાળા અને દુઃખ-વ્યથાનું નામ છે. એ એવું જીવન છે કે જેમાં કંઈ પણ નવું નથી. ન સ્વાદ ન મિઠાશ. કાલ આજની જેમ, આજ કાલની જેમ. આથી જો તમે સુમેળભર્યું કે હસી-ખુશીવાળું જીવન ઇચ્છો છો તો જ્ઞાન પ્રાપ્ત કરો, મા’રિફતને શોધો, લાભ મેળવો કે જેથી તમારા તમામ વિચારો અને રંજ-ગમ તથા તકલીફો ખતમ થઈ જાય.
“દુઆ કરો કે હે પાલનહાર! મને વધુ જ્ઞાન પ્રદાન કર.” (સૂરઃ તાહા,આયત-૧૧૪)
“પઢો (હે પયગંબર) પોતાના રબના નામ સાથે જેણે સર્જન કર્યું.” (સૂરઃ અલક,આયત-૧)
“જેની સાથે અલ્લાહ ખૈર ચાહે છે, તેને દીનની સમજ એનાયત કરે છે.” (હદીસ)
જે વ્યક્તિ અજ્ઞાની છે તે મા’રિફતમાં શૂન્ય છે. તેને પોતાના માલ તથા હોદ્દા ઉપર ગર્વ કરવાનો કોઈ હક્ક નથી, કેમકે તેનું જીવન પૂર્ણ નથી, તેનું જીવન સંપૂર્ણ નથી. “એવું કઈ રીતે શકય છે કે તે વ્યક્તિ જે તમારા રબના આ ગ્રંથને, જેમણે તમારા ઉપર અવતરિત કર્યો છે, સાચો માને છે અને તે વ્યક્તિ જ આ હકીકત પ્રત્યે આંધળી છે, બન્ને સમાન થઈ જાય.” (સૂરઃરઅ્દ,આયત-૧૯)
તફસીરકર્તા ઝૈમખ્શરી ફરમાવે છેઃ
જ્ઞાનના શોધ-સંશોધન માટે મારૂં જાગવું મારા માટે કોઈ કિશોરી કે સુંદર યુવતીના મિલન અને આલિંગનથી પણ વધુ લિજ્જતદાર છે. કોઈ મુશ્કેલીને હલ કરવા માટે મારૂં ખુશીથી ઝૂમવું ‘સાકી’ના પ્યાલા (જામ) કરતાં વધુ લજીઝ અને મધુર-મીઠું છે. મારા કલમનો કાગળ પર ચાલવાનો જે અવાજ નીકળે છે તે આશિકો-
પ્રેમીઓના નગ્માઓથી બહેતર છે. પોતાના કાગળોથી ધૂળ-માટીને ઝાટકવાનો અવાજ એ અવાજ કરતાં વધુ બહેતર છે, જે કિશોરી-સુંદર યુવતી પોતાની ડફલી બજાવીને કાઢે છે. સાંભળ હે એ માણસ ! જે માત્ર અવાજોથી મારો દરજ્જો હાસલ કરવા ચાહે છે. હું આખી રાત જાગું અને તમે આખી રાત સૂવો. તેમ છતાં તમે મારો દરજ્જો પામી લેવા ચાહો છો ?”
મા’રિફાતનો શું મુકામ છે ? માણસ મા’રિફત હાસલ કરીને કેટલો ખુશ-રાજી થાય છે, તેનાથી સીનો કેટલો ઠંડો થાય છે અને તેના લીધે દિલ કેટલો ખુશ થાય છે.
“ભલા ક્યાંય એવું થઈ શકે છે કે જે પોતાના રબ તરફથી સ્પષ્ટ અને પ્રત્યક્ષ માર્ગદર્શન પર હોય, તે લોકો જેવો થઈ જાય જેમના માટે તેમનું ખરાબ કર્મ સુંદર બનાવી દેવામાં આવ્યું છે અને તેઓ પોતાની મનેચ્છાઓના અનુયાયી બની ગયા છે.” (સૂરઃ મુહમ્મદ, આયત-૧૪)