પ્રસન્ન રહેવાનો એક નિયમ આ પણ છે કે દુનિયાને માત્ર એટલું જ મહત્ત્વ આપો કે જેટલું મહત્ત્વ તે ધરાવે છે, તેને તેના ખરા દરજ્જામાં રાખો. હકીકતમાં તે ખેલ-કૂદ કે તમાશો છે. આથી તેનાથી વિમુખ થવું અને અવગણના કરવી જોઈએ. તે ઘણી બધી વસ્તુઓથી અળગી કરે છે, ત્રાસદી મુસીબતોને લાવે છે, દુઃખોની વર્ષા કરે છે, તો જે (દુનિયા) આવી હોય, તેનું વધુ મહત્ત્વ કે આયોજન શા માટે? તેના મૃતકો પર દુઃખ કેમ થાય? તેની સ્વચ્છતા પણ ડહોળાયેલી કે ગંદી, તેની ચમક પણ ભ્રામક, તેના વાયદા રણના મૃગ-જળ, જે આમાં જન્મ્યો તે મરી જશે, મૃત્યુ પામશે. તેના સરદાર-આગેવાનથી ઈર્ષા કરવામાં આવે છે, જે એહસાન (ઉપકાર) કરનાર હોય છે તેને ધમકીઓ આપવામાં આવે છે. તેના પ્રેમીના હાથે ધોખા અને ફરેબ સિવાય કંઈ નથી આવતું. દુનિયા વિષે એક અરબી કવિ કહે છેઃ
ભાઈઓ, આપણે એવી વસ્તીમાં રહીએ છીએ કે જયાં વિયોગ ખબર આપનાર કાગડો કાંઉ-કાંઉ કરતો રહે છે. આપણે દુનિયા પર રડીએ છીએ. જો કે દુનિયામાં કોણ છે જે જુદા-અળગા નથી થતા. એ જબરદસ્ત અને મોટા મોટા બાદશાહ કયાં ગયા કે જેમણે મોટા ખજાના-ભંડાર એકઠા કર્યા. પરંતુ ન તો તેઓ બચ્યા (જીવતા રહ્યા) અને ન જ તેમના ખજાના…
ઝમીં ખા ગી આસ્માં કૈસે કૈસે
હદીસમાં આવે છે કે “ઇલ્મ (જ્ઞાન) શીખવાથી દરગુજર અને સહનશીલતા અમલમાં આવે છે.” ‘આદાબે-ઝિંદગી’ (જીવન-શિષ્ટાચાર)ના રહેવાથી હસવાથી, હસવા માટેના કારણો પેદા કરવા અને પ્રસન્ન ચિત્ત સમાન બનવાના પ્રયાસથી પ્રાપ્ત થાય છે. પછી આ જ દ્વિતીય પ્રકૃતિ-સ્વભાવ પણ બની જાય છે. જીવન કંટાળા, કડવાશ અને તૂરાશને લાયક નથી. એક અરબી કવિએ કેટલું સરસ કહ્યું છેઃ
મખ્લૂક (સૃજન)માં મૃત્યુનું ફરમાન જારી છે, આ દુનિયા જીવ લગાવવાની જગ્યા નથી. અહીં કયારેક માણસ બીજાના સમાચાર આપે છે, અને કયારેક અચાનક જ પોતે જ સમાચાર બની જાય છે. તેની (દુનિયાની) પ્રકૃતિમાં મેલ-ગંદકી છે. તમે તેને મેલ-ગંદકી તથા ગંદકીથી મુકત કેવી રીતે જાેઈ શકો છો ? જમાનાથી એ માંગવું કે જે તેની પ્રકૃતિની વિરુદ્ધ છે, એ એવું જ છે જેમકે પાણીમાં અગન-જવાળા શોધવામાં આવે.
તમે અશકયની આશા કરો છો તો માટી કે રેતીનું નાનકડું ઘર બનાવી રહ્યા છો.જીવન નિદ્રા છે અને મૃત્યુ જાગૃતિ કે જાગવું છે. આ બન્નેની વચ્ચે માણસ વ્હેમ તથા કલ્પના છે. પોતાની જરૂરિયાતો જલદી પૂરી કરી લો, જીવન તો મુસાફરીની એક મજલ છે. તમે ઇચ્છો તો પણ જમાનાની ગાર્દિશ સમાધાન નહીં કરે, કેમકે તેની પ્રકૃતિ-સ્વભાવમાં ગદ્દારી છે.
હકીકત આ છે કે તમે પોતાના જીવનમાંથી ગમ-દુઃખની નિશાનીઓ મટાડી શકો છો, કેમકે જીવન આવી જ રીતે પેદા કરવામાં આવ્યું છે.
“હકીકતમાં અમે મનુષ્યને કષ્ટમાં પેદા કર્યો છે.” (સૂરઃબલદ, આયત-૪).
અલ્લાહતઆલાએ માનવીને વીર્યથી પેદા કર્યો છે કે જેથી “તે આ અજમાવે કે તમારામાંથી નેક અમલ કરનાર કોણ છે.” હેતુ આ છે કે ગમ-દુઃખ, ચિંતા અને વ્યથાથી બચે. સંપૂર્ણપણે ગમ-દુઃખનો ખાતમો તો નથી થઈ શકતો, તે તો જન્નતમાં જ થશે. આથી જ જન્નતીઓની એક દુઆ આ હશે કે જેનો ભાવાર્થ આ છે કે “ગમ-દુઃખથી સંપૂર્ણ મુક્તિ તો માત્ર જન્નતમાં જ મળશે, જેમકે ફરેબ અને ધોખાનો ખાત્મો પણ ત્યાં જ થશે” થી જણાય છે. આથી જે દુનિયાની હકીકત, તેના ધોખા તથા ફરેબ, તેની મક્કારી અને ખંધાઈને જાણી લેશે, તેને જણાશે કે આ જ તો તેની પ્રકૃતિ તથા હકીકત છે. જ્યારે મામલો આ છે તો સમજુ અને હોશિયાર (બુદ્ધિમાન) એ હશે કે જે દુનિયાને પોતાની ઉપર કાબૂ મેળવવાનો મોકો ન આપે. તેના ગમ-દુઃખ તથા મુસીબતો અને ચિંતાને પોતાની ઉપર છવાવા ન દે, બલ્કે પૂરી શક્તિપૂર્વક આ વસ્તુઓનો સામનો કરે.
“જ્યાં સુધી તમારાથી બની શકે, વધુમાં વધુ શક્તિ અને પલાણેલા ઘોડા તેમના મુકાબલા માટે તૈયાર રાખો, જેથી તેના વડે અલ્લાહના અને પોતાના શત્રુઓને ભયભીત કરી દો. (સૂરઃઅન્ફાલ, આયત-૬૦).
“અલ્લાહના માર્ગમાં જે મુશ્કેલીઓ તેમના ઉપર પડી તેનાથી તેઓ હતાશ ન થયા, તેમણે કમજાેરી ન દેખાડી, તેમણે (અસત્ય વિરુદ્ધ નમતું આપ્યું નહીં.” (સૂરઃ આલે ઇમરાન, આયત-૧૪૬).