પરિવાર નિયોજનની વિચારધારાની શરૂઆત અમેરિકાએ ૧૯૫૮માં કરી હતી. આ પહેલાં સુરક્ષા પરિષદમાં આ વિષય પર ઓછામાં ઓછા ત્રીસ જેટલા સંમેલનો, સભાઓ અને ગોષ્ઠીઓ યોજાઈ હતી. પરિવાર નિયોજન એક ખૂબ જ સુંદર અને આકર્ષક શબ્દ લાગે છે. દરેક વ્યક્તિ પોતાના પરિવારને નિયંત્રિત રાખવા માંગે છે અને આ વાત તદ્દન યોગ્ય અને તાકિર્ક પણ લાગે છે. પરંતુ આની પાછળ એક નકારાત્મક બાજુ એ છે કે આ વિચારધારા બ્રિટિશ અર્થશાસ્ત્રી રોબર્ટ માલ્થસના આ સિદ્ધાંત પર આધારિત છે કે દુનિયામાં સંસાધનો મર્યાદિત છે અને વસ્તી અસીમિત છે. જો વસ્તી આ જ ઝડપે વધતી રહેશે તો ઓછા સંસાધનો વધુ લોકોમાં વહેંચવા પડશે. પરિણામ સ્વરૂપે દરેક વ્યક્તિનો હિસ્સો ઓછો થતો જશે. તેથી વસ્તીને નિયંત્રિત કરવી જરૂરી છે.
સત્ય એ છે કે આ એક સ્વાર્થી અને ભ્રામક માન્યતા છે. દુનિયામાં વસ્તીના પોષણ માટે સંસાધનોની કમીની સમસ્યા નથી, સમસ્યા છે સંસાધનોના અન્યાયી વિતરણની. બીજી તરફ એ પણ સાચું છે કે આજે જમીન પહેલાની તુલનામાં ૨૦ ગણો વધુ પાક ઉગાડી રહી છે. આ ઉપરાંત દુનિયામાં ઉપજાઉ જમીનનો એક મોટો ભાગ હજુ પણ ઉપયોગમાં લેવાયો નથી, તેનો ઉપયોગ કરવાનો બાકી છે. ૧૯૬૧માં અમેરિકાની એક થિંક ટેંક સંસ્થા, ‘જોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ’ને આ જવાબદારી સોંપવામાં આવી કે તે વસ્તી નિયંત્રણના ઉપાયોની શોધ કરે. સંસ્થાએ કોન્ડોમ, ગર્ભનિરોધક ગોળીઓ, નસબંધી, કોપર ટી વગેરે અનેક ઉપાયો શોધી કાઢ્યા. અનપેક્ષિત ગર્ભથી છુટકારો મેળવવા માટે ગર્ભપાતના પણ અનેક રસ્તા શોધી કાઢવામાં આવ્યા. યુરોપ અને અમેરિકામાં આ પદ્ધતિઓનો જબરદસ્ત સ્વાગત થયું અને દુનિયાભરમાં આ રીતો અપનાવવામાં આવવા લાગી. અલબત્ત મુસ્લિમ દેશોમાં આ રીતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું નહીં. અહીં સુધી કે ભારત જેવા દેશોમાં રહેતી મુસ્લિમ વસ્તી અને અન્ય હિન્દુઓની ઘણી બધી નબળી જાતિઓ પણ આનાથી દૂર જ રહી. ૨૦-૨૫ વર્ષમાં જ તેના પરિણામ દેખાવા લાગ્યા. પશ્ચિમ અને વિકસિત કહેવાતા દેશોની વસ્તી ખૂબ જ ઝડપથી ઘટવા લાગી. ૧૯૮૦ની આસપાસ તત્કાલીન જર્મન ચાન્સેલર કોહલ જે એક વિચક્ષણ રાજપુરુષ હતા તેઓએ કહ્યું હતું કે, લોકો કહે છે કે “નાનું કુટુંબ સુખી કુટુંબ” – પણ હું બિલકુલ જ સંમત નથી પાછલા દાયકામાં થયેલ ઘટાડા બાદ આજે સ્થિતિ એ છે કે પરિવાર નિયોજન અપનાવનારા દેશો વિનાશની કગાર પર ઊભા હોવાનું અનુભવી રહ્યા છે. જાપાન, જર્મની, ફ્રાન્સ, સ્વીડન, સ્પેન વગેરે દેશોમાં તો સ્થિતિ ખૂબ જ ગંભીર છે. જાપાન, જેને હવે લોકો વૃદ્ધોનો દેશ કહેવા લાગ્યા છે, ત્યાં શહેરના શહેર વીરાન થઈ ગયા છે. સરકારે ૯૦૦ શહેરોને “ઘોસ્ટ ટાઉન” એટલે કે વસવાટ ન હોય તેવા ભૂતિયા શહેર તરીકે જાહેર કર્યા છે.
ઘટતી જતી વસ્તીને કારણે ચિંતિત યુરોપિયન દેશો હવે વસ્તી વધારવાના ઉપાયો શોધવા મજબૂર બન્યા છે. આ માટે, તેમની સરકારો મહિલાઓને મળતા મેટરનિટી લીવની જેમ, પુરુષોને પેટનિર્ટી લીવ આપી રહી છે. એટલે કે, પુરુષોને નોકરી દરમિયાન બે વર્ષનો પિતૃત્વ અવકાશ મળે છે. સરકાર પુરુષોને આ દરમિયાન વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે અને તેમની પાસેથી ઘરમાં રહીને વધુ બાળકોને જન્મ આપવાની અપેક્ષા રાખે છે. પશ્ચિમી દેશોમાં વધુ બાળકોને જન્મ આપવા માટે અનેક પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, અમેરિકામાં જેટલા વધુ બાળકો હોય તે પરિવારને ટેક્સમાં એટલી જ વધુ છૂટ મળે છે. આને મોટા પાયે પ્રચાર પણ કરવામાં આવે છે. ઘણીવાર એવા પરિવારોમાં બાળકોની ટી-શર્ટ પર “I am the tax saver of my father” એવું લખેલું પણ જોવા મળે છે. આસ્ટ્રેલિયામાં, જે નાગરિક પાસે વધુ બાળકો હોય છે, તેને સરકાર તરફથી વધુ સુવિધાઓ મળે છે. પશ્ચિમી દેશોને હવે એ વાત સમજાઈ ગઈ છે કે, જનસંખ્યા નિયંત્રણની નીતિએ તેમને વિનાશના માર્ગ પર ધકેલી દીધા છે. આજે સ્થિતિ એવી છે કે તેઓ પોતાના દેશને ચલાવવા માટે માનવ સંસાધન બહારથી લાવવા મજબૂર છે. આ માટે તેમને ઇચ્છા હોય કે ન હોય, મુસ્લિમ દેશો તરફ જ જોવું પડે છે. તેમને એવું પણ લાગવા માંડ્યું છે કે, જો આવી જ સ્થિતિ રહી તો મુસ્લિમ માનવ સંસાધન દુનિયા પર છવાઈ જશે અને દુનિયા પરથી તેમનું વર્ચસ્વ ખતમ થઈ જશે. તેથી તેઓ પોતાની વસ્તી વધારવાના ઉપાયો સાથે સાથે મુસ્લિમ વસ્તીને રોકવાના ઉપાયોમાં પણ લાગી ગયા છે. સીઆઈએની ફેક્ટ બુકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મુસ્લિમ વસ્તી વૃદ્ધિને કોઈ પણ ભોગે રોકવી જરૂરી છે. જો આવું ન થાય તો એક દિવસ એવો આવશે જ્યારે પશ્ચિમની શક્તિનો અંત આવી જશે અને મુસ્લિમો સત્તામાં આવી જશે. આ કારણે જ વિકસિત દેશો વિકાસશીલ અને અંડરડેવલપ્ડ દેશો પર પરિવાર નિયોજન લાદવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ પરિવાર નિયોજનને એક આકર્ષક વિકલ્પ તરીકે રજૂ કરે છે અને લોકો આ તરફ આર્કષિત પણ થઈ રહ્યા છે. વિવિધ પ્રકારની ભ્રામક જાહેરાતો દ્વારા લોકોને ગરીબી અને સંસાધનોની અછત વિશે ડરાવવામાં આવી રહ્યા છે. ઘણા દેશો, જેમાં મુસ્લિમ દેશો પણ સામેલ છે, પશ્ચિમી શક્તિઓના દબાણ હેઠળ અથવા તેમની ધમકીઓને કારણે ફરજિયાત રીતે કુટુંબ નિયોજન અપનાવી રહ્યા છે. તેનું એક ઉદાહરણ ઇન્ડોનેશિયા છે, જ્યાં કોઈ દંપતીના ત્રીજા બાળકને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવતો નથી. એટલે કે તેમને બે કરતાં વધુ બાળકો ન હોય તે માટે મજબૂર કરવામાં આવે છે. અમેરિકા તરફથી અફઘાનિસ્તાન, ઇરાક, સિરિયા અને અન્ય મુસ્લિમ દેશોની તબાહીનો હેતુ એક તરફ તો સંસાધનો પર કબજો કરવાનો છે, તો બીજી તરફ મુસ્લિમ વસ્તીમાં ઘટાડો કરવાનો પણ છે, તે સમજવું રહ્યું.