Home સમાચાર દેશમાં જુલ્મ તથા શોષણના ખાત્માના સંકલ્પ સાથે જમાઅતે ઇસ્લામી હિંદના ત્રિદિવસીય ઓલ...

દેશમાં જુલ્મ તથા શોષણના ખાત્માના સંકલ્પ સાથે જમાઅતે ઇસ્લામી હિંદના ત્રિદિવસીય ઓલ ઇન્ડિયા અરકાન (સભ્ય) ઇજ્તિમાઅનું સમાપન

0

તા. ૧૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ હૈદ્રાબાદ, ન્યાય તથા ઇન્સાફના કેન્દ્રીય શીર્ષક હેઠળ યોજાયેલ જમાઅતે ઇસ્લામી હિંદના ઓલ ઇન્ડિયા અરકાન (Members) ઇજ્તિમાઅનું હૈદ્રાબાદ સ્થિત વાદીએ હુદા ખાતે સમાપન થયું. આ પ્રસંગે જમાઅતના અમીર (પ્રમુખ) સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જમાઅતના અરકાનને સત્ય અને ન્યાયના સિદ્ધાંતો પર સમાજના ઘડતર માટે પોતાની જાતને વકફ કરી દેવાની નસીહત કરી. સમાપનીય સંબોધનમાં સૈયદ સઆદતુલ્લાહ હુસૈની સાહેબે અરકાનને એ પવિત્ર પ્રતિજ્ઞાની યાદ દેવડાવી જે તેમણે દીનની સેવા માટે જમાઅતના રુક્ન (સભ્ય) બનતી વખતે કરી હતી. તેમણે ભાર મૂકતાં કહ્યું કે દીનથી સાચા સંબંધનો તકાદો છે કે આપણામાંથી દરેક વ્યક્તિ ઈમાનને વધુ ને વધુ મજબૂત કરે એટલું જ નહીં બલ્કે પોતાની આસપાસના વાતાવરણને પણ મૂળ જવાબદારીની અદાયગી દ્વારા ઈમાનના પ્રકાશથી પ્રકાશિત કરે.

જમાઅતના અમીરે અરકાનને પરસ્પર સાથ-સહકાર, અને એકતાને વિકસાવવાની તાકીદ કરી અને ખબરદાર કર્યા કે નાની અને નિરર્થક સમસ્યાઓમાં ગૂંચવાઈ જવાથી જીવનના ઉચ્ચ ધ્યેયોથી ધ્યાન અન્યત્ર ખસી જાય છે. આપણે પોતાના જીવનને ફાલતુ, નિરર્થક અને નકારાત્મક વસ્તુઓથી બચાવવું જાઈએ. આ પ્રસંગે જમાઅતના અમીરે જમાઅતના અરકાનનું ધ્યાન દોર્યું કે આત્મનિરીક્ષણ, વ્યક્તિગત્‌ શુદ્ધિ તથા તર્બિયત ઉપર ધ્યાન, અલ્લાહથી મજબૂત આધ્યાત્મિક સંબંધ અને સારી નૈતિકતા બહેતર સમાજના નિર્માણ માટે અનિવાર્ય છે.

આ ત્રિદિવસીય અરકાન ઇજ્તિમાઅના અંતિમ દિવસે દેશના વિવિધ ભાગોથી પસંદ કરાયેલ સ્થાનિક (Local) અને પ્રાંતીય (Zonal) સ્તરના જવાબદારોએ પોતાના સફળ તન્ઝીમી અનુભવો અને સામાજિક કાર્યોથી ઇજ્તિમાઅના હાજરજનો (Delegates)ને વાકેફ કરાવ્યા. મૌલાના રઝિયુલ ઇસ્લામ નદવીએ ફિકહી તથા મસ્લકી મામલાઓમાં મધ્યમમાર્ગી વલણની જરૂરત તથા મહત્ત્વ પર અરકાનનું ધ્યાન દોર્યું. ઇજ્તિમાઅમાં વિભિન્ન સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉપરાંત નૈતિક તથા આધ્યાત્મિક મામલાઓ પર હાજરજનોનું માર્ગદર્શન કરવામાં આવ્યું. એક વિશિષ્ટ પ્રદર્શન “Showcase IDRAK Tahreek” દ્વારા દેશભરમાં ચાલતાં ૧૦૦થી વધુ સફળ કોમ્યુનિટી અને સામાજિક વિકાસના પ્રોજેક્ટ રજૂ કર્યા.

આ પ્રસંગે નાઝિમે ઇજ્તિમા અબ્દુલ જબ્બાર સિદ્દીકીએ તમામ ઉપસ્થિતજનો, સ્થાનિક વહીવટીતંત્ર, સંબંધિત પોલીસ અધિકારીઓ અને ૧૫૦૦ થી વધુ વાલેન્ટિયરોની મજબૂત ટીમનો આભાર વ્યક્ત કર્યો, તેઓની મહેનત અને સાથ-સહકાર દ્વારા આ ભવ્ય ઐતિહાસિક ઇજ્તિમાઅને સફળ બનાવવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version