Home સમાચાર ઇદારા અદબે ઇસ્લામી, અહમદાબાદ દ્વારા ભવ્ય મુશાયરો આયોજીત કરવામાં આવ્યો

ઇદારા અદબે ઇસ્લામી, અહમદાબાદ દ્વારા ભવ્ય મુશાયરો આયોજીત કરવામાં આવ્યો

0

અહમદાબાદ ખાતે ઇદારા અમદબે ઇસ્લામી અહમદાબાદ, ગુજરાત તરફથી એક શાનદાર મુશાએરાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતીમાં એક હદીસ-સંગ્રહ “રાહે અમલ”નું વિમોચન પણ મુશાએરાના પ્રમુખ અને માનનીય શાયરોના હસ્તે કરવામાં આવ્યું. આ હદીસ-સંગ્રહ “રાહે-અમલ” મૌલાના જલીલ અહસન નદવી સાહેબના ઉર્દૂ પુસ્તકનો ગુજરાતી અનુવાદ છે કે જેને જનાબ મુહમ્મદ જમાલ પટીવાલાએ ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કર્યો છે.

તારીખ ૨૮મી ડિસેમ્બર ૨૦૨૪ની રાત્રે સુફ્ફા હોલ, કરિશ્મા કોમ્પ્લેક્ષ, જુહાપુરા ખાતે આ અઝીમુશ્શાન મુશાએરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનું પ્રમુખપદ રાજસ્થાનના મશ્હૂર ને જાણીતા શાયર મૌલાના સરફરાઝ બઝ્‌મી સાહેબે શોભાવ્યું હતું. જ્યારે અતિથિ વિશેષ શાયર તરીકે પાલનપુરના લોકપ્રિય શાયર જનાબ મુસાફિર પાલનપુરી સાહેબ પધાર્યા હતા.
ઇદારએ અદબે ઇસ્લામીના લાંબા ગાળાની યોજનાનો એક હેતુ આ છે કે વર્તમાન વૈચારિક સંકટ અને રોગિષ્ટ વલણોના યુગમાં સંસ્થા આનું આયોજન કે પાલન કરશે કે ઇસ્લામી જીવન તથા સૃષ્ટિની કલ્પનાના આધાર ઉપર ચિંતન તથા વ્યવસ્થાની રચના તથા નિર્માણ થાય અને તેની સ્વીકૃતિનો માર્ગ સમતળ થાય. આ કાર્યમા અદબ (સાહિત્ય) અને હાસ્યકળાનો મોટો ફાળો છે. આ જ હેતુને દૃષ્ટિ સમક્ષ રાખીને આ મહેફિલ યોજવામા આવી હતી.

કાર્યક્રમની શરૂઆત કારી અશ્ફાક સાહેબની તિલાવતે કુઆર્ને કરીમથી થઈ હતી. ત્યારબાદ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના અમીર (પ્રમુખ) ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલા સાહેબે પોતાના સ્વાગત પ્રવચનમાં કહ્યું કે શાયરો અને સાહિત્યકારો કોઈ પણ સભ્યતાના ઘડવૈયા હોય છે. શાયરી ફક્ત મનોરંજનનું સાધન માત્ર નથી, બલ્કે શાયરો જ્યારે સત્ય અને ભલાઈના વિષયોને સુંદર શૈલીમાં સરસ રીતે વ્યક્ત કરે છે તો સમાજને એક નવો રાહ ચીંધે છે.

ત્યારબાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત રસ ધરાવતા શ્રોતાગણોની ઉપસ્થિતિમાં મુશાયરાની શરૂઆત થઈ. બુઝુર્ગ જાણીતા શાયર ઇકબાલ બેગ મિર્ઝા સાહેબે સુંદર તરન્નુમ સાથે એક ના’ત પઢી મુશાયરાનો પ્રારંભ કર્યો. ત્યારબાદ અહમદાબાદ અને અહમદાબાદ બહારના સન્માનનીય શાયરોએ પોતાના ખૂબસૂરત અશ્‌આર (કાવ્ય) અને હૃદયાકર્ષક તરન્નુમ સાથે શ્રોતાગણોના દિલ જીતી લીધા. રસ ધરાવતા શ્રોતાગણોએ શાયરોને ખૂબ દાદ (પ્રોત્સાહન) આપી. માનનીય શાયરોની યાદીમાં સવાઈ માધવપુર, રાજસ્થાનના સરફરાઝ બઝમી સાહેબ, પાલનપુરના મુસાફિર પાલનપુરી સાહેબ, અહમદાબાદના જનાબ મઝહર રહેમાન પઠાન સાહેબ, ઇકબાલ બેગ મિર્ઝા સાહેબ, ડૉ. મુહમ્મદ સલીમ શાહિદ સાહેબ, ઇરફાન અલ્વી સાહેબ, કે.ડી. સૈફી સાહેબ, શકીલ રાજપૂત સાહેબ, ઇકબાલ અહમદ મિર્ઝા સાહેબ, મૌલાના ગુલામ હુસૈન કોયા સાહેબ, ઇરશાદ અન્સારી સાહેબ અને ખાલિદ આઝમી સાહેબ સામેલ હતા. જનાબ ઇકબાલ અહમદ મિર્ઝા સાહેબે ગુજરાતીમાં પોતાની રચનાઓ રજૂ કરી. અકોલાના જનાબ અબ્દુલ કદીર અસદે પોતાના સુંદર સંચાલનથી મુશાયરાને છેલ્લે સુધી પોતાના શબ્દોના જાદૂમાં જકડી રાખ્યો.

એક લાંબા સમય બાદ અહમદાબાદ શહેરમાં સાહિત્ય અને મુશાયરાની આવી શાનદાર મહેફિલના આયોજનનો જાેશ જાેવા લાયક હતો.

એ મહેફિલના કેટલાક વિણેલા અશ્‌આર:

ગુરૂર મસ્નદે શાહીસે કયૂં ડરાતા હૈ
મુઝે ઘરોંકી તબાહીસે કયૂં ડરાતા હૈ
ચઢા હુવા હૈ જાે સૂરજ
ગુરૂબ ભી હોગા
મુઝે જલાલ ઝિલ્લે ઇલાહીસે
કયૂં ડરાતા હૈ
કડવી ઝબાંસે શહદ ભી
બિકતા નહીં મગર
વો ર્મિચ બેચ દેતા હૈ
મીઠી ઝબાનસે
– સરફરાઝ બઝમી

નહીં જાે મય તો ચલો
ઝહર હી પિલાઓ મુઝે
મગર સઝાએ મુસલસલસે
અબ છુડાઓ મુઝે
ઉન્પર કયા ઇલ્ઝામ
જાે હમકો છોડ ગએ
સાથ નિભાનેવાલે પાગલ હોતે હૈં
– મુસાફિર પાલનપુરી

સીરતો કિર્દારકી તસ્વીર
બનકર દેખિયે
યેહી સબ એહલે સિતમ
એહલે કરમ બન જાએંગે
સાઝિશેં કરતે હો
ગુલશનકો જલાનેકી મગર
તુમ ભી ઇસ આગમેં
જલ જાઓગે કુછ તો સોચો
– ઇકબાલ બેગ મિર્ઝા

કભી વફાઓંકી લાજ રખલૂં,
કભી કરૂં બે વફાઈસા કુછ
કભી યે ફિતરત ગુલામ જૈસી, કભી હૈ દિલમેં ખુદાઈસા કુછ
જિનકે કિર્દારમેં દિખતી હૈ સહાબાકી ઝલક
ઉન્કો અફઘાનમેં,
ગાઝામેં, ફલસ્તીનમેં દેખ
– મઝહર રહેમાન

પાક દામાનીકા અપની
હમકો સેહરા ચાહિયે
હમ નહીં યૂસુફ મગર
હમકો ઝુલેખા ચાહિયે
જિતના ઊંચેસે ફિસલોગે
ઉતની ચોટેં ખાઓગે
ઠહેર સકો તો હક હૈ તુમકો, ઉતના ઊંચે જાઓભી
– મુહમ્મદ સલીમ ‘શાહિદ’

ઝમીં હૈ આસ્માં હૈ ઔર મૈં હૂં
મુસલસલ ઇમ્તિહાં હૈ ઔર મૈં હૂં
– અબ્દુલકદીર અસદ

દુઆ કુબૂલ ભી મેરી તો
ઇસ લિયે ન હુઈ
નમાઝમેં ભી આયા
ખયાલ દુનિયા કા
– કે.ડી. સૈફી

રાત અલમારીસે બચપનકી
વો તસ્વીર મિલી
મુદ્દતોં બાદ મૈં બચપનસે
લિપટકર રોયા
– ઇરફાન અલ્વી

કિત્ને દારા ઔર સિકંદર
દુનિયામેં કેહલાતે થે
કિત્ને બે-બસ હોકર વો
ખામોશ કબ્રમેં સોગએ
– મૌલાના ગુલામ હુસૈન કોયા

હર મુસીબતસે મેરી માંને
બચાયા મુઝકો
અપને દામનકી પનાહગાહમેં
હર વક્ત છુપાયા મુઝકો
– શકીલ રાજપૂત

એક તરફ ગમે-જાનાં એક તરફ ઝમાના હૈ, ફિરભી મુસ્કુરાના હૈ
અપનો દોનોં શાનોં પર બારે ગમ ઉઠાના હૈ, ફિર ભી મુસ્કુરાના હૈ
– ઇરશાદ અન્સારી

શહેરકે એક કોનેમેં હયા
દમ તોડ રહી હૈ
ઇધર ફિક્રે ઝુલેખાસે મુઅસ્સર લોગ બેઠે હૈં
ખુદાકા શુક્ર હૈ મૈં ઇસ
મહફિલકા હિસ્સા હૂં
ઇધર કિર્દારે યૂસુફસે
મુઅત્તર લોગ બેઠે હૈં
– ખાલિદ આ’ઝમી

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version