અનુવાદ :
હઝરત અબૂ હુરૈરહ રદિ. થી રિવાયત છે, તેઓ કહે છે કે રસૂલે ખુદા સ.અ.વ.એ ઇર્શાદ ફરમાવ્યુંઃ “અલ્લાહ તમારી સૂરતો (ચ્હેરાઓ) અને તમારા માલને નથી જાેતો, બલ્કે તેની નજર તમારા હૃદય અને આ’માલ (કર્મો) પર હોય છે.” (મુસ્લિમ)
સમજૂતી :
કેટલીક રિવાયતોમાં આ શબ્દો મળે છે : “અલ્લાહ તમારા શરીર, તમારી સૂરતો (ચ્હેરાઓ) અને તમારા આ’માલ-કર્મો (બાહ્ય)ને નથી જાેતો બલ્કે (વાસ્તવમાં) તે તમારા દિલોને જુએ છે.” (જમ્ઊલ ફવાઈદ).
દિલોને જોવાનો અર્થ આ છે કે અલ્લાહની નજર વાસ્તવમાં આના પર હોય છે કે તમારી ભાવનાઓ અને તમારા આત્માની કૈફિયત શી છે ? તમારી અંદર એખલાસ અને લિલ્લાહિયત છે કે નહીં ? ઈમાનની ભાવનાથી તમારા હૃદયો ભરપૂર હોઈ શકે છે કે નહીં ? હૃદયમાં જો ઈમાનના સ્થાને કુફ્ર, પવિત્ર લાગણીઓ અને એખલાસના સ્થાને એખલાસનું હોવું અને ગંદા પ્રકારની લાગણીઓ જોવા મળે છે તો સારી સૂરતો-ચ્હેરાઓ અને બાહ્ય આ’માલ (કર્મો)નું અલ્લાહની નજરમાં કોઈ મૂલ્ય બાકી નથી રહેતું.
અનુવાદ :
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે. તેઓ કહે છે કે રસૂલે ખુદા સ.અ.વ.એ ઇર્શાદ ફરમાવ્યું કે અલ્લાહતઆલાએ ફરમાવ્યુંઃ હું ભાગીદાર ઠેરવનારાઓના ર્શિક (ભાગીદાર ઠેરવવા)થી બે-ન્યાઝ (નિસ્પૃહ) છું. જેણે કોઈ એવું આચરણ (કર્મ) કર્યું કે જેમાં તેણે મારી સાથે બીજાઓને સામેલ કર્યા તો હું તેને અને તેના ‘ર્શિક’ (ભાગીદાર ઠરવવું)ને છોડી દઉં છું. અને એક રિવાયતમાં છે કે “હું આનાથી મુકત છું, એ તેના જ માટે છે કે (એ) ‘અમલ’(કર્મ)માં તેણે મારી સાથે જેને સામેલ કર્યો.” (મુસ્લિમ)
સમજૂતી :
દીનમાં ઇચ્છિત માત્ર આટલું જ નથી કે તમામ ‘આ‘માલ’ (કર્મો) અલ્લાહ માટે હોય, બલ્કે ઇચ્છિત આ છે કે આપણા ‘આ‘માલ’ (કર્મો) અલ્લાહ માટે જ હોય. કોઈ અન્યની પ્રસન્નતા આપણી દૃષ્ટિ સમક્ષ ન હોય. જો આપણા ‘આ‘માલ’ (કર્મો) આવા નથી તો એ કયારેય પણ અલ્લાહને ત્યાં કબૂલિયત (સ્વીકૃતિ)નું સૌભાગ્ય પ્રાપ્ત નહીં કરી શકે. આપણો અલ્લાહ ‘ગૈયૂર’ (ગેરતવાળો) છે. તે ‘ર્શિક’ ચલાવી લેનાર કદાપિ નથી હોઈ શકતો.
એક હદીસમાં છે : “જે કોઈએ દેખાડા માટે નમાઝ પઢી તેણે ‘ર્શિક’ કર્યું, અને જેણે દેખાડા ખાતર રોઝા રાખ્યા તેણે ર્શિકનું આચરમ કર્યું, અને જે કોઈએ દેખાડા માટે સદ્કો આપ્યો તેણે ર્શિક આચર્યું.”(અહમદ)