Home સમાચાર સોમનાથ ખાતેનું ડિમોલિશન ‘વક્ફ બાય યુઝર’ જાેગવાઈનું ઉલ્લંઘન કરે છે; દેશભરમાં મુસ્લિમ...

સોમનાથ ખાતેનું ડિમોલિશન ‘વક્ફ બાય યુઝર’ જાેગવાઈનું ઉલ્લંઘન કરે છે; દેશભરમાં મુસ્લિમ વક્ફ મિલકતો પર જાેખમ વધી શકે છે

0

અહમદાબાદઃ બ્રિટિશિ શાસકો, રજવાડાઓ અને બ્રિટિશ કાળ પહેલા પણ અન્ય શાસકોએ તેમટ્ઠનિી પ્રજાને જાહેર ઉપયોગ માટે જમીનો આપી હતી, દાખલા તરીકે, તેમના મૃતકોના અગ્નિસંસ્કાર અને દફનવિધિ માટે. આ જમીનોને ‘ઇનામ’ કહેવામાં આવતી હતી. આ ફાળવણી સમુદાયની જરૂરિયાતો અને અગ્નિસંસ્કાર/દફનવિધિની જેવી ધાર્મિક પ્રથાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. તેનો ઉપયોગ હિંદુઓ ‘શમશાન’ અને મુસ્લિમો દ્વારા ‘કબ્રસ્તાન’ તરીકે કરવામાં આવતો હતો.


૧૯૪૭ માં આઝાદી પછી, આ જમીનોને કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા ‘સરકારી જમીન’ તરીકે વર્ગીકૃત કરવામાં આવી. જાે કે, સંબંધિત સમુદાયની મૃત વ્યક્તિઓના અગ્નિસંસ્કાર/દફનવિધિ માટે આવી જમીનોનો ઉપયોગ અને વ્યવસાય ચાલુ રહ્યો. આમ, જાે કે આ જમીનો સરકારની માલિકી અને વહીવટ હેઠળ રહી, છતાં તેનો સંબંધિત સમુદાયો દ્વારા તેમના અગ્નિસંસ્કાર/દફન પ્રથાઓ માટે સામૂહિક રીતે ઉપયોગ અને સંચાલન કરવામાં આવ્યું.


મુસ્લિમ સમુદાયો પણ આ જમીનોનો ઉપયોગ તેમના મૃતકોની દફનવિધિ માટે કરતા હતા, જેને ‘કબ્રસ્તાન’ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, મુસ્લિમ સમુદાયના સભ્યોએ તેમની ખાનગી માલિકીની જમીનો ક્યાંક તો સામાન્ય મુસ્લિમ લોકો માટે અથવા ક્યાંક તેમના પોતાના કુટુંબ અથવા ચોક્કસ સમુદાયના લોકો માટે દફન હેતુ માટે દાનમાં આપી હતી. પરિણામે, વ્યાપક મુસ્લિમ સમુદાય દ્વારા ઉપયોગ માટે નિયુક્ત જમીનોને ‘જાહેર કબ્રસ્તાન’ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ચોક્કસ કુટુંબ અથવા સમુદાય દ્વારા ઉપયોગ માટે પ્રતિબંધિત જમીનોને ‘ખાનગી કબ્રસ્તાન’ તરીકે ઓળખવામાં આવે છે.


જાહેર અને ખાનગી બંને કબ્રસ્તાનોને દફનવિધિના ધાર્મિક હેતુ માટે સમર્પિત જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ હેતુ માટે તેમના લાંબા સમયથી અને સતત ઉપયોગને કારણે, મુસ્લિમ કાયદા હેઠળ વકફ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે ભલે પ્રારંભિક અનુદાન અને સમર્પણ ઔપચારિક રીતે નોંધાયેલ ન હોય. પરિણામે, આમાંની ઘણી જમીનો, જ્યારે સત્તાવાર રીતે સરકારી અથવા ખાનગી મિલકત તરીકે નિયુક્ત કરવામાં આવેલ હોવા છતાં અસરકારક રીતે “waqf by user” બની જાય છે.


આ સિદ્ધાંત કાયદામાં સારી રીતે સ્થાપિત છે જે સૈયદ મોહમ્મદ સાલી લબ્બાઈ (૧૯૭૬) કેસમાં સર્વોચ્ચ અદાલત અને મિયા મોહમ્મદ અબ્દુલકરીમ જરીવાલા (૧૯૭૭) કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમર્થિત છે. આ જ તર્ક અન્ય મુસ્લિમ ધાર્મિક મિલકતોને લાગુ પડે છે, જેમ કે મસ્જિદો (નિયમિત નમાઝ માટેના સ્થાનો), દરગાહ (આદરણીય વ્યક્તિઓની કબરો), મકબરા અને ખાનકાહ (ધાર્મિક મદ્રેસાઓ). આ ધાર્મિક સ્થળોનો લાંબા ગાળાનો ઉપયોગ, અનુદાન અથવા સમર્પણના ઔપચારિક પુરાવા વિના પણ, “waqf by user” તરીકેની તેમની સ્થિતિને મજબૂત બનાવે છે, ધાર્મિક હેતુઓ માટે તેમના મહત્ત્વની પુષ્ટિ કરે છે.


કમનસીબે, ઘણા કબ્રસ્તાનોનો ઉપયોગ ઘણાં લાંબા ગાળાથી દફનવિધિ માટે કરવામાં આવે છે, છતાં સરકારી જમીન મહેસૂલ રેકોર્ડમાં ‘સરકારી જમીનો’ તરીકે નોંધાયેલા છે. આ વર્ગીકરણને લીધે પચાવી પાડવાના અસંખ્ય કિસ્સાઓ અને વિવાદોના કોર્ટ કેસો છે, જે ઘણી વખત કેટલાંક લોકોના દૂષિત ઉદ્દેશ્યને કારણે થયા છે. ગુજરાતના ત્રણ કિસ્સાઓ આ વિવાદોમાં ઉદ્ભવેલ ગંભીર ગેરરીતિઓ અને ગેરકાયદેસરતાઓનું ઉદાહરણ આપે છે.


પ્રથમ વિવાદમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામનો સમાવેશ થાય છે, જ્યાં જમીનનો એક ભાગ મહેસૂલ રેકોર્ડમાં નોંધાયેલો છે અને મુસ્લિમ વહીવટદારના નામ સાથે ઓછામાં ઓછા ૧૯૨૩ થી કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં લેવાય છે. આમ છતાં, જમીનને સત્તાવાર રીતે સરકારી મિલકત તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા મામલતદાર કચેરીના બાંધકામ માટે ફાળવવામાં આવી હતી.


આ ગેરકાયદેસરતાને મહેસૂલ અધિકારીઓ સમક્ષ પડકારવામાં આવી હતી અને આખરે હાઇકોર્ટમાં લઈ જવામાં આવી હતી. હાઇકોર્ટે શરૂઆતમાં બાંધકામ પર સ્ટે મૂક્યો હતો. સ્ટે ઓર્ડર હોવા છતાં મામલતદાર કચેરી ઉતાવળમાં બનાવવામાં આવી હતી. આખરે, કોર્ટે પૂર્ણ થયેલ બાંધકામને ઉપયોગમાં રહેવાની મંજૂરી આપી. પરિણામે, સરકાર દ્વારા કબ્રસ્તાનની જમીનના ભાગની ભરપાઈ કરવા માટે વૈકલ્પિક જમીન ફાળવવા માટેની કાર્યવાહી હવે ચાલી રહી છે.


આવી જ પરિસ્થિતિ ગોધરામાં કબ્રસ્તાનની જમીન અંગે બની હતી, જ્યાં અલગ અલગ આવક ધરાવતી સામૂહિક અને અડીને આવેલી જમીનો કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં લેવાતી હતી, છતાં સરકારી મિલકતો તરીકે નોંધાયેલી છે. નોંધનીય છે કે, આ જૂથની જમીનનો એક પ્લોટ તે હેતુ માટે ઉપયોગમાં લેવાતો હોવા છતાં તેને કબ્રસ્તાન તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી ન હતી.


પરિણામે, ગુજરાત સરકાર અને સ્થાનિક નગરપાલિકાએ આ જમીન પર ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત કરી અને વર્ક ઓર્ડર જારી કર્યો. આ ર્નિણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેણે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોડ્‌સ (ડીઆઈએલઆર)ને જમીન માપવા અને કબ્રસ્તાન તરીકે તેના ઉપયોગની પુષ્ટિ કરવાનો નિર્દેશ આપ્યો હતો.


સદનસીબે, DILRને જમીન પર ઘણી કબરો મળી, જે દફન સ્થળ તરીકે તેની સ્થિતિની પુષ્ટિ કરે છે. પરિણામે, હાઇકોર્ટે આ જમીન પર ફાયર સ્ટેશનના બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો હતો અને સરકારને પ્રોજેક્ટ માટે વૈકલ્પિક જમીન ફાળવવાનો આદેશ આપ્યો હતો.


ત્રીજાે નોંધપાત્ર દાખલો પ્રભાસ પાટણ, સોમનાથ, વેરાવળમાં તાજેતરમાં થયેલ ડિમોલિશનનો છે. ૧૮૯૫માં, શહેરમાં મુસ્લિમ દફનવિધિ અંગેના વિવાદને કારણે જૂનાગઢના નવાબે જે.એમ. હન્ટરના નેતૃત્વમાં એક કમિશનની નિમણૂક કરી. તેમના અહેવાલના આધારે, મુસ્લિમ સમુદાયને ૧૯૦૩માં દફન હેતુ માટે જમીનો ફાળવવામાં આવી હતી, જેમાં ઐતિહાસિક રીતે આ હેતુ માટે ઉપયોગમાં લેવાતા વિસ્તારોનો સમાવેશ થાય છે.


તે દસ્તાવેજીકૃત છે કે આ જમીનો પર ઘણી દરગાહ અને મઝારો અસ્તિત્વમાં છે, જેમાં ઓછામાં ઓછી ત્રણ દરગાહને સંરક્ષિત સ્મારકો તરીકે ઘોષિત કરવામાં આવી છે. આ મઝારો અને ત્યાં દફનાવવામાં આવેલી આદરણીય વ્યક્તિઓનું ઐતિહાસિક મહત્ત્વ વિવિધ ઐતિહાસિક દસ્તાવેજાેમાં નોંધાયેલ છે. અધિકારોની ચકાસણી દરમિયાન અને ૧૯૪૭માં હાથ ધરાયેલા સર્વેક્ષણ દરમિયાન, આઝાદી પહેલાં, આવા ઓછામાં ઓછા નવ ધાર્મિક માળખાઓની ઓળખ કરવામાં આવી હતી, અને તેમનો કબજાે પ્રોપર્ટી કાર્ડ્‌સ પરના રેવન્યુ રેકોર્ડમાં યોગ્ય રીતે નોંધવામાં આવ્યો હતો.


૧૯૪૭માં દેશને આઝાદી મળ્યા બાદ, ૧૯૫૫માં સોમનાથ મંદિર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી અને રાજ્ય સરકારે મુસ્લિમ કબ્રસ્તાનની જમીનનો એક ભાગ ટ્રસ્ટને ફાળવી દીધો હતો, જે મુસ્લિમો તેનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરી રહ્યા હતા. નોંધનીય છે કે, ૧૯૫૫માં ઔપચારિક ફાળવણી પહેલાં જ ૧૯૫૧માં સોમનાથ મંદિર ટ્રસ્ટને આ જમીન માટે કબજાની રસીદ બનાવવામાં આવી હતી. તેમ છતાં, મુસ્લિમ સમુદાય દ્વારા આ જમીનનો કબરસ્તાન તરીકે ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું.


આના પરિણામે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદ થયો કારણ કે સત્તાવાર રીતે જમીનને સરકારી જમીન તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી પરંતુ આઝાદી પહેલા જૂનાગઢ રાજ્યના શાસક દ્વારા મુસ્લિમોને અને સ્વતંત્રતા પછી રાજય સરકાર દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટને ફાળવવામાં આવી હતી. જાે કે, મુસ્લિમોએ કબ્રસ્તાન તરીકે જમીનના ચોક્કસ ભાગનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું.


જાે કે, મંદિર ટ્રસ્ટે કબ્રસ્તાન જમીન પર અતિક્રમણ કર્યું હતું કારણ કે તેણે દાવો કર્યો હતો કે તે કબજાની રસીદના આધારે રાજ્ય સરકાર દ્વારા તેને ફાળવવામાં આવી હતી. ટ્રસ્ટે કબ્રસ્તાન જમીન પર ધાર્મિક માળખું પણ બનાવ્યું હતું, જેના કારણે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. અમુક દાવાઓ અદાલતો દ્વારા નક્કી કરવામાં આવ્યા છે અને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, અને અમુક મહેસૂલ સત્તાવાળાઓ, સિવિલ કોર્ટ, વક્ક ટ્રિબ્યુનલ અને હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.


ચાલી રહેલા દાવાઓ દરમિયાન, મહેસૂલ સત્તાધિકારી અને કલેકટરે, ૫ સપ્ટેમ્બર અને ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી એ દાવા પર આધારિત હતી કે ૧૯૪૭થી મહેસૂલી રેકોર્ડમાં જમીનની નોંધણી ખોટી હતી અને તેને સુધારવાની જરૂર હતી. આ કાર્યવાહી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સુનાવણી માટે આવી હતી, પરંતુ ત્યારબાદ તેને ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ પર મુલતવી રાખવામાં આવી હતી. કારણ કે કબ્રસ્તાનના સંચાલકોએ સંબંધિત દસ્તાવેજાે મેળવવા અને તેમના સબમિટ કરવા માટે વધારાના સમયની વિનંતી કરી હતી. જાે કે, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ, ૭૫ વર્ષ પછી શરૂ થયેલી કાર્યવાહી અંગે કોઈ સુનાવણી થઈ ન હતી.


એક પૂર્વયોજિત યોજના સાથે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ, સવારે ૫ વાગ્યે, પોલીસ દળો, વહીવટી સ્ટાફ અને બુલડોઝર આવ્યા હતા. આ ઓપરેશન પાર પાડવા માટે મુસ્લિમ નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી અને કબ્રસ્તાનની અંદર ધાર્મિક માળખા અને કબરો તોડી પાડવામાં આવી હતી. હાઇકોર્ટ સમક્ષની કાર્યવાહીમાં, સરકારે જણાવ્યું હતું કે પ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ ડિમોલિશન માટેની નોટિસ જારી કરવામાં આવી હતી અને ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ એક આદેશ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જવાબમાં, એવી દલીલ કરવામાં આવી હતી કે ૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ની નોટિસ, હાલના નવ ધાર્મિક સ્થળોની આસપાસના કેટલાક વધારાના બાંધકામો માટે જ સંબંધિત છે, અને આ ધાર્મિક માળખા માટે ન હતા.


જાે કે સરકારે દાવો કર્યો હતો કે ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ આદેશ જારી કરવામાં આવ્યો હતો, આ આદેશ સંબંધિત પક્ષોને જણાવવામાં આવ્યો ન હતો. રેકોર્ડ મુજબ, તે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરે વાતચીત થવાની હતી, જાે કે, ડિમોલિશન ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ વહેલી સવારે થઈ ચૂક્યું હતું.


આ સંદર્ભમાં, એ નોંધવું અગત્યનું છે કે ફોજદારી ગુનાના આરોપી મુસ્લિમોને નિશાન બનાવતાં શિક્ષાત્મક વિધ્વંસ અંગેની કાર્યવાહી સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી હતી. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ, સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રવ્યાપી સંયમનો આદેશ જારી કર્યો હતો, જેમાં સત્તાવાળાઓને અમુક અપવાદો સાથે, કોઈ પણ ડિમોલિશન પર પ્રતિબંધ મૂક્યો હતો.
જાે કે, આ આદેશનું ઉલ્લંઘન કરીને આસામમાં કેટલીક ઝૂંપડીઓ તોડી પાડવામાં આવી હતી, જેના કારણે સુપ્રીમ કોર્ટ સમક્ષ તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી હતી. જવાબમાં, કોર્ટે સત્તાવાળાઓને તિરસ્કારની નોટિસ જારી કરી હતી અને આદેશ આપ્યો હતો કે જમીન અંગે યથાસ્થિતિ જાળવવામાં આવે.


પરિણામે, સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરીને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સમાન વિનંતી કરવામાં આવી હતી. એવી દલીલ કરવામાં આવી હતી કે સોમનાથ ખાતે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ની વહેલી સવારે કરવામાં આવેલ ડિમોલિશન સુપ્રીમ કોર્ટના નિર્દેશનું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત સોમનાથ વિધ્વંસને લઈને સુપ્રીમ કોર્ટમાં તિરસ્કારની અરજી પણ દાખલ કરવામાં આવી છે. અત્યારે, બંને કાર્યવાહી-હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ-વિચારણા માટે પેન્ડિંગ છે જાે કે યથાસ્થિતિ જાળવવા માટે કોઈ આદેશ જારી કરવામાં આવ્યા નથી. આ જમીનો લાંબા સમયથી કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં લેવાતી હોવા છતાં, તે સરકારી મિલકત તરીકે નોંધાયેલી છે. આ વર્ગીકરણ તેને પચાવી પાડવા, અને આ જમીનો પર સ્થિત કબરો અને ધાર્મિક માળખાના ધ્વંસ માટે એક યોજના છે. વક્ક (સુધારા) બિલ, ૨૦૨૪ હેઠળ વકફ એક્ટ, ૧૯૯૫માં સૂચિત સુધારાઓ, ખાસ કરીને “વક્ફ બાય યુઝર”ને હટાવવા અને સર્વેક્ષણ સંબંધિત જાેગવાઈઓમાં ફેરફારોને દર્શાવવું મહત્ત્વપૂર્ણ છે.


સૌ પ્રથમ, ૧૯૫૪ના વકફ અધિનિયમ અને ૧૯૯૫ના વકફ અધિનિયમ બંને દ્વારા ફરજિયાત વકફ મિલકતોના સર્વેક્ષણ હજુ હાથ ધરવામાં આવ્યા નથી. પરિણામે, ઘણી વકફ મિલકતો બિન-રેકોર્ડેડ છે. સૂચિત સુધારાઓ આ નિર્ણાયક સર્વેક્ષણ કાર્યને પ્રાથમિકતા આપવા અથવા ઝડપી કરવામાં નિષ્ફળ જાય છે, આ વકફ મિલકતોની માન્યતા અને સંરક્ષણને જાેખમમાં મૂકે છે. નજીકના ભવિષ્યમાં કોઈ નવા સર્વેક્ષણની અપેક્ષા નથી.


વધુમાં, “વક્ફ બાય યુઝર” ખ્યાલને દૂર કરવાનો અર્થ એ છે કે હાલમાં ઉપયોગમાં લેવાતી વકફ મિલકતો-જેમ કે કબ્રસ્તાન, મસ્જિદો અને ખાનકાહ-વિવાદિત મિલકતો બની શકે છે, ખાસ કરીને જ્યારે સંબંધિત દસ્તાવેજાેનો અભાવ હોય અને આ જમીનો સરકારી અથવા ખાનગી મિલકત તરીકે નોંધાયેલી હોય. આ ફેરફાર આ સ્થળોને સંભવિત પચાવી પાડવા અને તોડી પાડવા માટે સંવેદનશીલ બનાવે છે, જેના કારણે મુસ્લિમ સમુદાયની ધાર્મિક મિલકતો અને જમીનો છીનવાઈ જવાનું જાેખમ રહેશે. “વક્ફ બાય યુઝર” કલમને કાઢી નાખવા અને વક્કના સર્વેક્ષણ સંબંધિત જાેગવાઈઓમાં ફેરફાર નિઃશંકપણે પ્રતિકૂળ અને મુસ્લિમો અને તેમની ધાર્મિક વક્ક મિલકતો માટે હાનિકારક હશે, અને ઉપરોક્ત અસંખ્ય ઉદાહરણો તેના મળે છે.


આ ઉપરાંત ભવિષ્યમાં પણ આવી જ ઘટનાઓ બનવાની સંભાવના છે. તેના પર ધ્યાન આપવું જાેઈએ, અને આ ફેરફારો અંગે મુસ્લિમ સમુદાયની ચિંતાઓને સ્વીકારવી જાેઈએ અને તેને દૂર કરવી જાેઈએ. તેમની ધાર્મિક સંપત્તિનું રક્ષણ સુનિશ્ચિત કરવું અને તેમની સુરક્ષાની ભાવના પુનઃસ્થાપિત કરવી જરૂરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version