Home સમાચાર ભારતે ઈઝરાયલ-ફલસ્તીન સંઘર્ષને ઉકેલવા માટે તેના વૈશ્વિક પ્રભાવનો ઉપયોગ કરવો જોઈએઃ જમાઅતે...

ભારતે ઈઝરાયલ-ફલસ્તીન સંઘર્ષને ઉકેલવા માટે તેના વૈશ્વિક પ્રભાવનો ઉપયોગ કરવો જોઈએઃ જમાઅતે ઇસ્લામી હિંદq

0

‘જેમ ઇંગ્લેન્ડ અંગ્રેજોનું છે, અથવા ફ્રાન્સ ફ્રેન્ચનું છે ‘તેમ ફલસ્તીન ફલસ્તીનીઓનું છે’

નવી દિલ્હી, જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈની સાહેબે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ઇઝરાયલ અને ફલસ્તીન વચ્ચે તાજેતરમાં મોટા પાયે થયેલ વિસ્ફોટક હિંસાથી ખૂબ જ ચિંતિત છીએ. આ ભૂલવું જોઈએ નહીં કે હિંસાનો વર્તમાન પ્રવાહ ફલસ્તીનીઓ સામે અતિ જમણેરી નેતન્યાહુ સરકાર દ્વારા શરૂ કરાયેલ ઇઝરાયલી આક્રમણનું પરિણામ છે જેણે અત્યાર સુધીમાં બાળકો સહિત સેંકડો લોકોના જીવ લીધા છે. ઇઝરાયલની કબજા અને વસાહતોની નીતિઓ અને મસ્જિદે અક્સાની વારંવાર ઉશ્કેરણીજનક અપવિત્રતા આ ક્ષેત્રને શાંતિ અને સ્થિરતા માટેની કોઈ પણ ગંભીર તકથી વંચિત કરી રહી છે. યુનાઇટેડ નેશન્સ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે પરિસ્થિતિને કાબૂમાં કરવા અને યહૂદી વસાહતોના વિસ્તરણને તાત્કાલિક રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝામાં ઇઝરાયલ દ્વારા ફલસ્તીની નાગરિકો સામે અપ્રમાણસર યુદ્ધ શરૂ કરવાના બહાના તરીકે આ ઘટનાઓનો ઉપયોગ કરવાથી રોકવા માટે પણ હાકલ કરીએ છીએ.

જમાઅતે ઇસ્લામી હિંદ ગાંધીજીની પ્રખ્યાત કહેવતમાં માને છે જે ભારતની વર્ષો જૂની નીતિનો આધાર છે કે ‘જેમ ઇંગ્લેન્ડ અંગ્રેજોનું છે, અથવા ફ્રાન્સ ફ્રેન્ચનું છે તેમ ફલસ્તીન ફલસ્તીનીઓનું છે.’ જમાઅત ઇચ્છે છે કે ભારત સરકાર ફલસ્તીનીઓને સમર્થન આપે, તેઓને પોતાનું રાજ્ય સ્થાપિત કરવામાં મદદ કરે અને આ ક્ષેત્રમાં શાંતિ લાવવા માટે તેના વૈશ્વિક પ્રભાવનો ઉપયોગ કરે.”

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version