વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઝી ટીવી’ને ઇન્ટરવ્યૂ આપતાં અનેક વાતો ઉપરાંત જે એક વાત કહી તે મોટાભાગના અખબારો અને વેબસાઇટનું શીર્ષક બની ગઈ. તે વાત આ હતી કે ‘મારૃં આંકલન (હિસાબ-કિતાબ) નોટબંધી અને જીએસટીથી કરવામાં ન આવે.’
આ અંગે બે વાતો કહી શકાય. એક આ કે ‘શું આ વિનંતીમાં નોટબંધી અને તૈયારી વિના જીએસટીને લાગુ કરવાની ભૂલનો એકરાર સામેલ છે ?’ જો નહીં, તો બીજી આ કે આંકલન બીજી બાબતોમાં પણ થઈશકે છે, પરંતુ તે આ શરતે કે ઉપરોકત બંને ભૂલોનો એકરાર કરી લેવામાં આવે. કેમ કે નોટબંધીના કારણે અર્થતંત્રને ભારે નુકસાન પહોંચ્યું, જ્યારે કે જીએસટીને ખૂબજ ઉતાવળે લાગુ કરી દેવાના લીધે ટેકસના દરને વારંવાર બદલવાનો વારો આવ્યો. આ માનવું જરૃરી છે કે જીએસટીના અમલીકરણના કારણે વેપારીવર્ગ મોટા પ્રમાણમાં હેરાન-પરેશાન અને ભયભીત થયો, અને અનેક કારોબારો બિલકુલ નષ્ટ થઈને રહી ગયા.
આમ તો વિરોધીઓ કે વડાપ્રધાનના કાર્યોનું મૂલ્યાંકન કરનારા માત્ર આ જ બે વસ્તુઓને જ નથી જોતા બલ્કે બીજી પણ ઘણી બાબતો છે જે તેમની ઢીલી કે ખોટી નીતિઓ રૃપેસામે આવતી રહી છે. તેમની નીતિઓમાં ફુગાવા, જીડીપી, બેરોજગારી, કાયદો-વ્યવસ્થા અને મહિલાઓની દુર્દશા જેવી બાબતોને પણ કસોટી પર પારખી શકાય. તે શું પસંદ કરશે તે એ પોતે જણાવે. જો કે વાસ્તવમાં તો દેશની પ્રજાએ જ નક્કી કરવાનું હોય છે કે કોઈપણ જવાબદારને કઈ કસોટી પર પારખે, છતાં આપણા વડાપ્રધાન પોતાના કાર્યોને પોતે કહે તેના કસોટી પર આંકલન કરવા કે કરવાનું કહી રહ્યા છે. ખૈર !!! પોતાની એ ટીવી મુલાકાતમાં તેમણે આ પ્રતિભાવ આપવાનો પ્રયાસ કર્યો છે કે વિદેશી મૂડીરોકાણ આપણા ત્યાં વધી ગયું છે. અને વિદેશી ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ભારતની પ્રશંસા કરી છે. આશ્ચર્ય થાય છે આ દલીલો ઉપર. વોટ માગવા માટે રાજકીય પક્ષો જાય તો છે પ્રજાની વચ્ચે, અને તેના પર પર્ફોર્મન્સ અંગે સર્ટિફિકેટ લે છે. વિદેશી રેટિંગ એજન્સીઓ પાસેથી.
પ્રજા શું વિચારે છે તેનું માપદંડ માત્ર ચૂંટણીઓની સફળતાઓ નથી, જેમ કે ભાજપ હંમેશ મનાવડાવવા પ્રયત્ન કરે છે. તેનું કારણ આ છે કે જીતનાર પક્ષ જેટલા ટકા મતોથી જીત્યો છે તેનાથી વધારે મત તેનાવિરોધમાં જાય છે. આ તો થઈ એક વાત. બીજી વાત આ છે કે ચૂંટણી-વિજયના કેટલાય કારણો હોયછે. પ્રજાને ભ્રમણામાં નાખવા કે ગેરમાર્ગે દોરવાની ચૂંટણી ઝુંબેશ પણ સફળતાનો માર્ગ સાનુકૂળ બનાવે છે, અને તેમને કરવામાં આવતા વાયદા પણ તે માટે તકો પૂરી પાડે છે. સરકાર ઈચ્છે તો નિષ્પક્ષ સર્વેક્ષણ કરાવીને (એ શરતે કે તે સર્વેક્ષણ ખરેખર નિષ્પક્ષ હોય) પ્રજાનો અભિપ્રાય મેળવી શકે છે. આનો થોડો ગણો અંદાજો શોશ્યલ મીડિયા પર પોસ્ટ થતાં લખાણો, તસવીરો અને કાર્ટૂનોથી લગાવી શકાય છે. શું સરકાર સોશ્યલ મીડિયાના અરીસામાં પોતાનો ચહેરો જોવા પ્રયાસ કરે છે ખરી ?
જ્યાં સુધી રેટિંગ એજનસીઓનો સંબંધ છે તો તેમના તરફથી ઘણા સારા અભિપ્રાયો ત્યાં સુધી જ સામે આવતા રહે છે કે જ્યાં સુધી સાર કારકિર્દીની આશા હોય. જ્યારે આ આશા સમાપ્ત થઈ જાય છે તયારે અંતે તેમના તરફથી નકારાત્મક અભિપ્રાયો આવે છે, તે પહેલાં નહીં; ભલે પછી તે દેશની અર્થવ્યવસ્થા નિરાશાની નજીક પહોંચી ગઈ હોય. એક બીજી વાત પણ છે, રેટિંગ એજન્સીઓ હકારાત્મક અભિપ્રાય આપે પણ છે તો તે કોઈને કોઈ ટિપ્પણી કે ચેતવણી સાથે દા.ત. ‘ભારતીય અર્થતંત્ર ખરી દિશામાં છે, પરંતુ તેણે આર્થિક સુધારાઓમાં ઝડપ લાવવી જોઈએ.’ આથી રેટિંગને ‘જો, તો, પરંતુ એ શરતે કે’ જેવા શબ્દો પછી વાંચવું જોઈએ કે આગળ શું કહેવામં આવ્યું છે.