Home સમાચાર ૨૦૧૯ના લોકસભા ઇલેક્શન માટે મેદાન મોકળું બનાવી દેવામાં આવ્યું છે?

૨૦૧૯ના લોકસભા ઇલેક્શન માટે મેદાન મોકળું બનાવી દેવામાં આવ્યું છે?

0

આઝાદ ભારતમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી (કોંગ્રેસ) સિવાય બીજા કોઈ રાજકીય પક્ષે પોતાના મૂળિયા મજબૂત કર્યા હોય તો તે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા છે. તેણે પશ્ચિમ બંગાળમાં સળંગ ૩૩ વર્ષ અને લગભગ ૧૧ મહિના સત્તાનો વહિવટ પોતાના હાથમાં રાખ્યો. ૨૧ જૂન ૧૯૭૭ ના રોજ કોમ્યુનિસ્ટ પાર્ટીના લીડર જ્યોતી બસુ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે ચુંટાયા અને ૫ નવેમ્બર ૨૦૦૦ સુધી તેઓ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. ત્યાર બાદ ૬ નવેમ્બર ૨૦૦૦ થી લઈ ૧૯ મે ૨૦૧૧ સુધી બુદ્ધદેવ ભટ્ટાચાર્યા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના મુખ્યમંત્રી રહ્યા. આ દરમ્યાન રાજ્ય તથા દેશના લોકોને એવું લાગી રહ્યું હતુંુ કે લગભગ પશ્ચિમ બંગાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટીનો સૂર્ય ક્યારેય નહીં આથમે. પરંતુ માત્ર રાજ્યના લોકોએ જ નહીં જોયું પરંતુ સમગ્ર દેશ આનો સાક્ષી છે કે જ્યારે ૨૦ મે ૨૦૧૧ના રોજ મમતા બેનરજી રાજ્યના મુખ્યમંત્રી તરીકેના પદ પર બિરાજમાન થયા ત્યારથી લઈને અત્યાર સુધી રાજ્યમાં કોમ્યુનિસ્ટ પાર્ટી નબળી પડતી જઈ રહી છે. ૧૯૭૭માં જ્યાં ૨૯૪ એસેમ્બલી સીટ માંથી લેફ્ટ ફ્રન્ટને ૨૩૧ સીટો પર સફળતા મળી હતી ત્યાં જ ૨૦૧૧માં તૃણમુલ કોંગ્રેસને ૨૯૪ માંથી ૧૮૪, કોંગ્રેસને ૪૨ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાને ૪૦ સીટો પર જ સફળતા મળી. પરંતુ જો ૨૦૧૬ના ઇલેક્શન પર એક નજર નાખવામાં આવે તો જાણવા મળે છે કે ૩૪ વર્ષ સત્તામાં રહેનારી પાર્ટી વધુ પડતીનો શિકાર થઈ રહી છે. આમ ૨૦૧૬માં તૃણમુલ કોંગ્રેસને ૨૯૪ માંથી ૨૧૧, કોંગ્રેસને ૪૪ અને લેફ્ટ ફ્રંટને કુલ ૩૨ સીટો પર જ સફળતા મળી શકી. અને ૨૪ ડિસેમ્બર ૨૦૧૭ ના બાય-પોલ ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા છે એમાં તૃણમુલ કોંગ્રેસની ગીતારાણી ભુનિયાએ ૧૭૨૬૪ વોટોથી પોતાની હરીફ સી.પી.એમ.ના સીતામંડલને હરાવ્યા છે. આ સંદર્ભમાં જ્યાં એક બાજુ આ વાત જોર દઈને કહી શકાય કે લોકશાહીમાં કોઈ પણ પાર્ટી કોઈ પણ રાજ્ય કે જગ્યા પર સતત ટકી શકતી નથી ત્યાં જ આ વાત પણ ધ્યાનમાં રહેવી જોઈએ કે પોતાના ગઢમાં સુરક્ષિત સમજનારા અંતે નિરાશ થાય છે અને નિરાશ થતા રહેશે.

પાછલા દિવસોમાં હિમાચલપ્રદેશની સાથે સાથે ગુજરાતના ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે. આ પરિણામોમાં જ્યાં એક તરફ હિમાચલપ્રદેશમાં કોંગ્રેસને નિષ્ફળતા અને ભાજપને મોટી સફળતા મળી છે. ત્યાં જ ગુજરાત રાજ્યમાં ૧૮૨ એસેમ્બરલી સીટો માંથી ભાજપને ૯૯, કોંગ્રેસ પાર્ટીને ૭૭ અને ૬ સ્વતંત્ર ઉમ્મેદવારને સફળતા મળી છે. ગુજરાત રાજ્યમાં પ્રથમ વખતે ભાજપે જનતા દળ સાથે મળીને ૧૯૯૦માં સત્તા મેળવી હતી. એ અગાઉ જનતા પાર્ટી કે પછી જેમાં ભાગલા પડયા બાદ ભારતીય જનતા પાર્ટી રૃપે સામે આવી, એ ૧૧ એપ્રિલ ૧૯૭૭ થી ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ સુધી સત્તા પર રહી. પરંતુ ૧૩ માર્ચ ૧૯૯૫ પછી રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં નથી આવી શકી. ત્યાં ૧૪ માર્ચ ૧૯૯૫થી સતત ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત રાજ્યમાં સત્તા મેળવી છે. એ પછી પણ સત્તામાં રહેનાર પાર્ટીનું વર્ચસ્વ થોડંુ ઓછુ થયું છે. લોકોનો વિશ્વાસ ઓછો થયો છે. મુશ્કેલીઓ વધી છે. પરિણામે છેલ્લા ૩ વર્ષથી તેમની સીટો સતત ઓછી થઈ રહી છે. સાથે સાથે જે ચહેરાને લઈને કેટલાક વર્ષોથી તેઓ સત્તા મેળવતા આવ્યા છે અને એ જ ચહેરાની મદદથી ૨૦૧૭માં પણ સત્તા મેળવવામાં મદદ મળી છે તેમ છતાં તે ચહેરાની વિશ્વસનીયતામાં પણ ઘટાડો થયો છે. બીજી બાજુ કોંગ્રેસની સીટોમાં પાછલા બે ઇલેક્શન ૨૦૧૨ અને ૨૦૧૭માં વધારો જોવા મળ્યો છે અને ભાજપ નબળો પડતો જાય છે. આ વખતે રાજ્યની મોટા ભાગની જનસંખ્યા સત્તાપક્ષની વિરોધમાં મેદાનમાં ઉતરી હતી. રાજ્યના કેટલાક વર્ગોએ ભાજપની વિરૃદ્ધ મોર્ચાે માંડયો હતો. કોંગ્રેસ પાર્ટીના નવયુવાન લીડર રાહુલ ગાંધીએ પાછલી કારકિર્દી કરતા સારી કારકિર્દી દેખાડી હતી. સાથે સાથે પ્રથમ વખત ભાષા, સમસ્યાઓ, અને સોશિયલ મિડીયાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ પણ કરવામાં આવ્યો. તેમ છતા નિષ્ફળ રહ્યા અને સત્તા મેળવી શકે એટલી સીટો પણ ન મેળવી શક્યા. આ દરમ્યાન ઈ.ફ.સ્ મશીન પર પણ ૨૦૧૪ પછી થી પ્રશ્નો ઊભા થતા રહ્યા છે. અહીં સુધી કે આ કેસ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આપેલા નિવેદન ના આધારે તેમણે પણ પ્રયાસો કર્યા કે તેમાં કોઈ પણ પ્રકારની ગરબડી ના થાય. ઈ.ફ.સ્ અને ફ.ફ.ઁ.છ.્. ચીટનું પણ સંયોજન કરવામાં આવ્યું. એ પછી પણ ઈફસ્ સંબંધીત કેટલીક મશીનોમાં ખરાબી અંગે ઇલેક્શન કમિશને કબૂંલ્યું હતું. ૪ સીટોના દરેક બુથ પર કેટલાક વોટ એક બીજાથી મળતા નહતા. પ્રશ્નોના ઘેરામાં આવનારા બુથની સંખ્યા બહુ ઓછી છે તેમની સંખ્યા ૧૧૦૨ હતી. જેનો અર્થ થાય કે ૧૮૨ સીટોના વિસ્તારમાં ૧૧૦૨ બુથો પર ગરબડી થઈ. ઇલેક્શનના પરિણામ જોઈને પાટીદાર ચળવળના નેતા હાર્દિક પટેલે પણ ઈફસ્માં ફેરબદલી થવાના આરોપો મુક્યા છે. એમનું કહેવું છે કે ઈફસ્ સાથે છેડછાડ કરવામાં ભાજપ શામેલ છે. સાથે સાથે એ એવું પણ કહે છે કે રાજ્યમાં સત્તા મેળવવા માટે તેણે ચાલાકી કરી છે. વિજય રૃપાણી એક વાર ફરી થી ભાજપ તરફથી મુખ્યમંત્રી બની ચૂક્યા છે. હવે જોવાનું એ છે કે ૨૦૧૯માં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો કેવી રણનીતિ બનાવશે અને કેટલી હદ સુધી ઈફસ્ ને કંટ્રોલ કરશે. પરંતુ ૨૦૧૯ પહેલાં કેટલાક રાજ્યોમાં એસેમ્બલી ઇલેક્શન બાકી છે જે દેશ, લોકો તથા ઈફસ્ નો મિજાજ સમજવામાં મદદરૃપ થશે. તેથી જરૃરી છે કે ન માત્ર કોંગ્રેસ અને સાથી પક્ષો પરંતુ લોકો કે જે પોતાનો વોટ આપીને મહત્ત્વનો ફાળો આપે છે, તેમને ભરોસો કરાવવામાં આવે કે જે બાબતે ઇલેક્શન થઈ રહ્યા છે અને ઈફસ્ જે દરેક વખતે એક ખાસ પાર્ટી માટે જ ભૂલો કરે છે તે સમસ્યાનું સમાધાન કેવી રીતે લાવી શકાશે?

હિમાચલપ્રદેશ અને ગુજરાતમાં જો કે કોંગ્રેસ પાર્ટીને સફળતા મળી નથી અને તે સરકાર નથી બનાવી શકી. પરંતુ અત્યારે ૨ય્ સ્પેક્ટ્રમ કૌભાંડમાં બધા જ ૧૯ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દેવાના મામલામાં કોંગ્રેસ પાર્ટી બહુ ખુશ છે. અગાઉ ેંઁછની સરકારનો અંત અને ગ્દડ્ઢછની સરકારને સત્તામાં લાવવામાં જેની આગેવાની નરેન્દ્ર મોદી કરી રહ્યા હતા આ કૌભાંડ અગત્યનો મુદ્દો હતો. ૧ લાખ ૭૬ હજાર ના ૨ય્ સ્પેક્ટ્રમ અલોટમેન્ટ કૌભાંડના રૃપમાં રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ ૬ વર્ષ પછી આવનારા એના પરિણામે આ સમસ્યાની પોલ ખોલી નાખી કે જે હકીકતમાં સમસ્યા હતી જ નહી. પુરાવાઓની અછતના કારણે ઝ્રમ્ૈંની ખાસ અદાલતે કહ્યું કે કોઈ કૌભાંડ થયું જ નથી. ેંઁછના વડાપ્રધાન મનમોહન સિંઘે ક્હ્યું કે આ ચુકાદો પોતાની કહાણી પોતે જ કહી રહ્યો છે કે મોટાપાયે અમારી વિરૃદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો. અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડયું, જેથી આ દરેક વ્યક્તિઓએ સમગ્ર દેશથી માફી માંગવી જોઈએ. અને સાથે એ.રાજાએ પણ કહ્યું કે મેં ટેલી સેક્ટરમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું હતું. પરંતુ મને જ આરોપી બનાવી દેવામાં આવ્યો, લોકો તેમને કદી માફ નહીં કરે. હવે જ્યારે કે અદાલતનો ફેસલો આવી ચુક્યો છે તો હું રાહત અનુભવું છું. સાથે જ કનીમોજી કહે છે કે હું આ દિવસની ૬ વર્ષથી રાહ જોઈ રહી હતી. મને વિશ્વાસ હતો કે આ અંધકાર ખતમ થશે અને અંતે અજવાળું આવી જ ગયું. ૬ વર્ષ અગાઉ આ કૌભાંડે મિડીયા દ્વારા લોકોનું માનસ ેંઁછ સરકાર વિરૃદ્ધ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરિણામે ેંઁછ સરકારને સત્તાથી હાથ ધોવા પડયા હતા. આજે જ્યારે કે ચુકાદો આવી ચુક્યો છે અને એ પણ ગુજરાતની ચૂંટણીના પરિણામ પછી, તો હવે જોવાનું એ રહે છે કે ૨૦૧૯ના લોકસભા ઇલેક્શન પર તેની શું અસર પડશે. કારણ કે ૨૦૧૯નું ઇલેક્શન અને તેના પરિણામો દેશને નવી દિશા આપવાવાળા હશે અને તેના હકારાત્મક અને નકારાત્મક પરિણામો લાંબાગાળાના હશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version