Home સમાચાર હજ-યાત્રામાં વિમાનભાડામાં ઘટાડાનો દાવો ગેરમાર્ગે દોરનાર

હજ-યાત્રામાં વિમાનભાડામાં ઘટાડાનો દાવો ગેરમાર્ગે દોરનાર

0

અહમદઆબાદ
ગત્ દિવસો દરમ્યાન સરકાર તરફથી મોટામોટાદાવાઓ સાથે આ ઘોષણા કરવામાં આવી કે ઈ.સ.ર૦૧૮માં હજ-સબ્સીડી સમાપ્ત કર્યા છતાં વિમાનભાડામાં ખૂબજ ઘટાડો કરવામાં આવ્યો છે, અને અનેક ખાનગી કેન્દ્રો પર ભાડું ઓછું થયું છે. સાથે જ તેની તુલના ઈ.સ.ર૦૧૪ના ભાડાઓ સાથે કરવામાં આવી છે. આને સરકાર પોતાની ખૂબી ગણાવી રહી છે, જ્યારે કે હકીકત આનાથી તદ્દન વિરુદ્ધ છે. ચાલુ વર્ષે જ્યાં સરકાર વિમાનભાડામાં ઘટાડાની ગુલબાંગો ફૂંકી રહી છે ત્યાં જ ઓછામાં ઓછા પરવાનગી કેન્દ્રો દેશમાં એવા છે જ્યાં ભાડામાં વધારો નોંધાયો છે. એમાં અહમદઆબાદ ખાતે ર હજાર રૃપિયા, કોલકાતા ખાતે ૬પ૬૦ રૃપિયા, બેંગ્લોર ખાતે ૧૦૮૦૦ રૃપિયા, હૈદરાબાદ ખાતે ૧૧૦ રૃપિયા અને ગોવા ખાતે ૧૧૦૦ રૃપિયાનો વધારો થયો છે.
આ સમગ્ર ઘટનામાં જો એક વાકયમાં હકીકત વર્ણવવામાં આવે તો તે આ છે કે હજના વિમાનભાડામાં ઘટાડાનો સરકારનો દાવો તદ્દન ભ્રામક કે ગેરમાર્ગે દોરનાર છે. સુપ્રીમ કોર્ટની સૂચનાની ઐસી કી તૈસી કરીને કેન્દ્રની મોદી સરકારે જે અચાનક જ હજ-સબ્સીડી (જે વાસ્તવમાં સબ્સીડી કે રાહત હતી જ નહીં) ખતમ કરવાની જાહેરાત કરી છે તેના કારણે કાશ્મીર, ગયા, રાંચી, વારાણસી, ગૌહાટી તથા એવા કેટલાક કેન્દ્રોના હજયાત્રિકોને ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે ૪૦ હજાર રૃપિયાથીપણ વધુ રકમ ભાડારૃપે ચૂકવવાની આવશે. આ અંગે હજ કમિટી ઓફ ઇન્ડિયાના સીઈએ ડોકટર મકસૂદ અહેમદખાને પણ સ્વીકાર્યુ છે કે એક યા બીજા ટેકનિકલ કારણસર હજયાત્રિકો પર ભાડામાં વધારો ભોગવવાનો વારો આવ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version