Home સમાચાર ત્રણ તલાકના ચુકાદા અંગેની નોંધ

ત્રણ તલાકના ચુકાદા અંગેની નોંધ

0

સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચના શાયરાબાનો વિરૃધ્ધ યુનિયન ઓફ ઇન્ડીયા અને અન્યના ચુકાદા જેનો ઉલ્લેખ ત્રણ તલાકના ચુકાદા તરીકે વધુ પ્રચલિત છે- દ્વારા બંધારણીય કાયદા અને ધર્મ અંગેના જટિલ મુદ્દાઓની વિચારણા કરવાની થતી હતી. અને તેના સંદર્ભમાં બંધારણ હેઠળ અંગત કાયદા અને ધર્મ પર્સન લો મુસ્લિમ કે અન્યના દરજ્જાના મુદ્દા અંંગ નિર્ણય કરવાનો થતો હતો.
ઉક્ત પ્રક્રિયામાં ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વતી મુસ્લિમ પર્સનલ લોના બંધારણીય અને ધાર્મિક પાસાઓ રેકર્ડ ઉપર લાવવા માટે શ્રેષ્ઠતમ પ્રયત્નો કરવા જરૃરી હતા.તેથી મુસ્લિમ પર્સનલ લો બોર્ડના બંધારણીય અને ધાર્મિક પાસાઓ અંગેની ઝીણવટભરી વિગતો સચ્ચાઇઓ અને બારીકીઓ રજુ કરવામાં આવી હતી.રજુ થયેલ આ વિગતો ઉપર વિચારણા કર્યા પછી નામદાર સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ ખેહર અને જસ્ટિસ નઝીર દ્વારા ઓલ ઇન્ડીયા મુસલિમ પર્નસલ લો બોર્ડની રજુઆતોનો સંપૂર્ણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. પરંતુ બે અન્ય ન્યાયમૂર્તિઓ (જસ્ટિસ નરિમાન અને જસ્ટિસ લલિત)દ્વારા આનાથી વિપરીત ઠરાવવામાં આવ્યું છે એક ન્યાયમૂર્તિ જસ્ટિસ કુરિયન જોસેફે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રજુઆતનો આંશિક સ્વીકાર કર્યો છે અને તેમણે પણ જસ્ટિસ ખેહર અને નજીરથી આંશિકરીતે જુદો ચુકાદો આપ્યો છે.આમ છતાં જસ્ટિસ જોસેફનો ચુકાદો ખૂબ નોંધપાત્ર અને મુખ્ય ગણી શકાય એવો છે.આ સંજોગો ધ્યાને લેતા, ચુકાદો સમજવો અન તેનો (ટ્વિંર્ૈહ -ઙ્ઘીષ્ઠૈઙ્ઘીહઙ્ઘૈ)ચુકાદાનો તર્કસંગત આધાર ઉપર પહોંચવું અને નિષ્કર્ષ ઉપર આવવુ પણ એક મુશ્કેલ કાર્ય છે. આ ચુકાદા અંગેની મારી સમજ મુજબ ટ્વિંર્ૈ ઙ્ઘીષ્ઠૈઙ્ઘીહઙ્ઘૈ અને મુદ્દાનો નિષ્કર્ષ નીચે મુજબ છે.
(એ) બંધારણ હેઠળ મુસ્લિમ પર્સનલ લોનું કાર્યક્ષેત્ર અને સ્વરૃપ ચીફ જસ્ટિસ ખેહર-પારા-૧૪૬,૧૬૧(૩)૧૬૨,૧૬૫,૧૭૦,૧૭૨,૧૮૨,૧૯૨
મુળભૂત હક્કોની કલમ–૨૫ હેઠળ પર્સનલ લોને બંધારણનુ સંરક્ષણ પ્રાપ્ત થયેલુ છે. મૂળભૂત હક્કો ને માત્ર જાહેર વ્યવસ્થા જાતિમત્તા અને સ્વાસ્થ્યના કારણસર જ પડકારી શકાતા હોઇ પર્સનલ લોને આ મૂળબૂત અધિકાર બંધારણની કલમ-૨૫(૨) (બી) અને ૪૪માં કરવામાં આવેલ જોગવાઈ મુજબની પ્રક્રિયા કરીને ઘડવામાં આવેલ કાયદાઓ દ્વારા જ પડકારી શકાય છે.
ઉક્ત અભિપ્રાય બહુમિતનો અભિપ્રાય છે કારણે કે જસ્ટિસ કુરિયન જોસેફે બંધારણની અનુચ્છેદ-૨૫ના સંદર્ભમા પર્સનલ લોનુ અર્થઘટન કરતા ચુકાદા સાથે સંપૂર્ણ સંમતિ દર્શાવી છે. જસ્ટિસ જોસેફેના ચુકાદાની કલમ -૨૫)
(બી)ત્રણ તલાક ઇસ્લામનો અંગભૂત ભાગ છે ?
ધર્મશાસ્ત્રની કસોટી ઉપર ચુકાદો આપતી વખતે -શું ત્રણ તલાક ઇસ્લામનો અંગભૂત ભાગ છે ?
ચીફ જસ્ટિસ ખેહર પારા ઃ ૧૨૧,૧૨૭, ૧૨૮,૧૩૨, ૧૩૪,૧૩૫, ૧૩૬,૧૩૭,૧૩૮,૧૩૯,૧૪૨,૧૪૫,૧૯૨,૧૯૩,૧૯૬
જસ્ટિસ ઃ ન્યાયમૂર્તિ ઃ જોસેફ-૭,૧૦,૨૩,૨૪,૨૬
જસ્ટિસ નરિમાનઃ પારા ઃ ૨૫,૫૭
આ ઇસ્લામનો અંગભૂત ભાગ છે કારણ કે ત્રણ તલાક આ કુઆર્નની વિરૃધ્ધ છે અને મુુસ્લિમ પર્સનલ લો હેઠળ અવાંછિત છે.
જસ્ટિસ નરિમાનના અભિપ્રાયને (જસ્ટિસ લલિતનુ પણ સમર્થન પ્રાપ્ત છે.)જસ્ટિસ કુરિયન જોસેફનું સમર્થન પ્રાપ્ત છે અને તેથી આ મુદ્દા અંગે આ બહુમતિનો અભિપ્રાય છે.
(સી) શું મુસ્લિમ પર્સનલ લો-શરીઅહ લાગુ પાડવાનો અધિનિયમ, ૧૯૩૭ કોઇ કાયદાકીય પીઠબળ ધરાવે છે અને બંધારણના ભાગ-૩ના ઉલ્લંઘન માટે તેને પડકારી શકાય છે ?
મુખ્ય ન્યાયમૂર્તિ ઃખેહર ઃ પારા-૧૫૬,૧૫૭
જસ્ટિસ જોસેફ ઃ પારા ૪,૫,
જસ્ટિસ નરિમાન ઃ૧૮,૧૯,૨૧
બંધારણની કલમ-૧૩।૩ (બી)માં અપાયેલ વ્યાખ્યા (ન્ટ્વુ ૈહ ર્હ્લષ્ઠિી) અમલમાં હોય એવા કાયદા મુજબ પર્સનલ લો નો તેમાં સમાવેશ થતો નથી. આથી બંધારણના ભાગ-૩ ની જોગવાઇ હેઠળ તેને પડકારી શકાય નહી. ચીફ જસ્ટિસ ખેહરના આ અભિપ્રાય (જસ્ટિસ નઝીરનું પણ આને સમર્થન છે) ને જસ્ટિસ જોસેફનુ સમર્થન છે.આથી આ બાબતે બહુમતિનો ચુકાદો બને છે.
(ડી) નરસુ અપ્પા માલીનો ચુકાદો શું સારો કાયદો છે ? ચીફ જસ્ટીસ ખેહર ઃપારા-૧૬૦,૧૬૧ જસ્ટિસ જોસેફનું આ બાબતે કોઇ અવલોકન નથી. તેઓ જસ્ટિસ ખેહરના પારા-૫ના ચુકાદા સાથે સંમત છે.
જસ્ટિસ નરિમાન પારા-૨૨
નસરૃ અપ્પા માલીનો ચુકાદો આ ચુકાદા દ્વારા પુષ્ટિ કરવામાં આવેલ હોઇ હવે એ ,ન્ટ્વુ ર્ક ંરી ન્ટ્વહઙ્ઘ બને છે.
ચીફ જસ્ટિસ ખેેહરના અભિપ્રાયને (તેને જસ્ટિસ નઝીરનુ સમર્થન પ્રાપ્ત છે.) જસ્ટિસ જોસેફ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. અને તેથી આમુદ્દે એ બહુમતિનો ચુકાદો બને છે.
(ઇ) શરીઅતનો દરજ્જો અને તેનો નિર્ણય
ચીફ જસ્ટિસ ખેહર-પારા-૧૬૫
જસ્ટિસ જોસેફ ઃપારા ૬,૭
જસ્ટિસ નરિમાન ઃ પારા ૧૩,૨૫
મોટા ભાગે તમામ ચુકાદાઓમાં આજ અવલોકન કરવામાં આવ્યું છે .જસ્ટિસ જોસેફે જોકે કુઆર્નના દરજ્જા ઉપર ભાર મૂક્યો છે અને ઠરાવ્યુ છે કે શરીઅહ કુઆર્નની વિરૃધ્ધ હોઇ શકે નહી.આ બાબત તેમના ચુકાદાનો પાયો છે. આ બાબતે જસ્ટિસ નરીમાને પણ આજ પ્રકારના અવલોકન કર્યા છે. વિદ્વાન જસ્ટિસે ઇસ્લામી કાયદા હેઠળ આજ્ઞાાપાલનના દરજ્જાઓ ડ્ઢીખ્તિીીજ ર્ક ર્ંહ્વીઙ્ઘૈીહષ્ઠી પણ સંદર્ભ ટાંકયો છે અને તેના સંદર્ભમાં ત્રણ તલાકની પ્રથા-રિવાજ ને મકરૃહ ઠરાવી છે. અને આથી તે ધર્મનો અંગભૂત ભાગ બનતી ન હોવાનુ ઠરાવ્યુ છે.
(એફ) શમીમ આરા વિરૃધ્ધ સ્ટેટ ઓફ યુ.પી.ની વૈધતા
ચીફ જસ્ટીસ ખેહર ઃ પારા-૧૩,૮
જસ્ટિસ જોસેફ ઃ પારા ૧,૨,૧૧,૧૫,૨૬
જસ્ટિસ નરિમાન ઃ પારા ૫૭
શમીમ આરાના કેસમાં સર્વોચ્ચ અદાલતનો ત્રણ તલાક અંગેનો ટ્વિંર્ૈ ઙ્ઘીષ્ઠૈઙ્ઘીહઙ્ઘૈ ચુકાદાનો તર્ક સંગત આધાર બને છે અને તેને બહાલ રાખવામાં આવ્યો છે.
જસ્ટિસ નરિમાનનો અભિપ્રાય (જસ્ટિસ લલિત તેને સમર્થન આપે છે) ને જસ્ટિસ કુરિયન જોસેફનુ સમર્થન છે. આથી તે આ બાબતે બહુમતિનો ચુકાદો બને છે. પરંતુ ચીફ જસ્ટિસ ખેહર પોતાના ચુકાદામાં આ અંગે આ બહુમતિ અભિપ્રાય વિરૃદ્ધ અવલોકન કરે છે.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા કરવામાં આવેલ રજુઆતો ઃભાગ-૮, પારા- ૭૯
૧. પર્સનલ લો કાયદાને સહાયભૂત । તાબે છે એ બાબત ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા સ્વીકારવામાં આવી છે. (પારા ઃ૮૦)
૨. પરંતુ કાયદો અસ્તિત્વમાં ન હોવાની પરિસ્થિતિમાં પર્સન લોને બંધારણના ભાગ-૩ હેઠળ પડકારી શકાય નહી.(પારાઃ૮)
૩. પર્સનલ લોમાં સુધારો કરવા માટે, કાયદો ઘડવાનું જરૃરી છે. (પારા -૮૧)
૪. મુસ્લિમ કાનૂનના સંપ્રદાયો (પાર-૮૩)
૫. તલાકના કોઇપણ સ્વરૃપનો કુઆર્નમાં કે હદીસમાંં ઉલ્લેખ । સંદર્ભ નથી (પારા-૮૪)
૬. કુઆર્ન ,હદીસ ,ઇજમા, (સર્વ સંમતિ) કિયાસ(અનુમાન) ઇસ્લામનું પ્રતિનિધિત્વ કરે છે.(પારાઃ૮૫,૯૬)
૭. અલ્લાહ અને તેના પયગંબરનું આજ્ઞાાપાલન ફરજિયાત છે.(પારાઃ૮૬)
૮. ત્રણ તલાક અંગે કુઆર્ન અને હદીસના સંદર્ભો (પારા-૮૭)
૯. કોર્ટોએ એ બાબતનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરવો ન જોઇએ કે ઈમાનવાળાઓએ તલાક ઉચ્ચારવાની પ્રક્રિયા કઈ રીતે સમજ્યા છે.આ બાબતે સમુદાય ઉપર છોડી દેવી જોઇએ.
૧૦. પીટીશનરોએ જે અર્થઘટનો ઉપર આધાર રાખ્યો છે તેઓ મોટા ભાગે સુન્ની હનફી અકીદો -ધરાવતા નથી અને સવિશેષ મુહમ્મદ અલીનુ અર્થઘટન જેઓ એક કાદિયાની છે.(પારાઃ૮૮)
૧૧. તલાકના સ્વરૃપો કુઆર્નમાં નથી પરંતુ ધાર્મિક વિદ્વાનોએ તેની કોટિ નક્કી કરે છે.
૧૨. સુન્ની ફિકહના ચારેય વિદ્વાનો । ઇમામોના મસ્લકો (જીષ્ઠર્ર્રઙ્મજ) ત્રણ તલાક અમલમાં આવી જતી હોવાના અભિપ્રાય ધરાવે છે.(પારાઃ૯૧)
૧૩. ત્રણ તલાક સુન્ની-હનફી અકીદાનો અનિવાર્ય અંગ છે.(પારાઃ૯૨)
૧૪. આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રણ તલાકને સુધારણાના ભાગ સ્વરૃપે રદ કરવામાં આવેલ છે. (પારા-૯૩)
૧૫. બંધારણ સભાની ચર્ચાઓમા એળી દલીલો કરવામાં આવી છે કે પર્સનલ લોને સંરક્ષણ પ્રાપ્ત છે અને મૂળભૂત અધિકારો હેઠળ તેને ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થયેલ છે. પંરતુ તેનુ નિયમન બંધારણની કલમ ૨૫(૨)(બી) હેઠળ કરી શકાય છે.
૧૬. મુસ્લિમ પર્સનલ લો (લાગુ પાડવા )અંગેના અધિનિયમ ,૧૯૩૭માં સંસદની ચર્ચાઓ એવુ દર્શાવે છે કે આ અધિનિયમ- પ્રથાઓ અને રિવાજ જે મુસ્લિમ પર્સનલ લોને અનુરૃપ ન હોયતેને રદ કરવા ઘડવામાં આવેલ છે નહી કે શરીઅતને અમલમાં મૂકવા અને તેને માન્યતા આપવા (પારા-૯૬)
૧૭. ત્રણ તલાકનો ૧૪૦૦ વર્ષોથી અમલ કરવામાં આવે છે અને આ બાબત આસ્થાની બાબત હાઇકોર્ટે તેમા હસ્તક્ષેપ કરવો જોઈએ નહી પછી એ ન્યાયી હોય કે ન હોય.
૧૮. કલમ-૧૪,૧૫ અને ૨૧ હેઠળના મૂળભૂત અધિકારો માત્ર રાજ્યના કૃત્ય સામે પ્રાપ્ત થાય છે.(પારા-૯૬)
૧૯. ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ બોર્ડ દ્વારા રજુ કરાયેલ સોગંદનામાની નકલ આપી છે. (પારાઃ ૯૭
ચીફ જસ્ટિસ ખેહર દ્વારા કરાયેલ અગત્યના અવલોકનો । જાહેરાતો .

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version