શબ્દોની આરસીમાં બજેટ

0
239

હાલમાંજ સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું. તેના વિશે અનેક ટીકા-ટીપ્પણીઓ અને સમીક્ષાઓ ચાલી રહી છે. બજેટ રજૂ કર્યાના બીજા દિવસો અન્ય લોકો સહિત નાણામંત્રી અરૃણ જેટલીએ પણ બીજા દિવસના અખબારોમાં પોતાના બજેટ અંગેની પ્રતિક્રિયા ઉત્સુકતાપૂર્વક જોઈ હશે. આમાં આ બજેટ કોના માટે ફાયદાકારક અને કોના માટે નિરસ કે ફાયદા-વિહોણો હોવાની વાતો કહેવાઈ હતી. કોનો લક્ષી અને કોનો વિરોધી હોવાની બાબતો પણ જોઈ હશે. પરંતુ આવી અનેક બાબતો ઉપરાંત લોકોએ તેમના બજેટની અન્ય રીતે પણ સમીક્ષા કરી હતી. દા.ત. તેમના બજેટના સમગ્ર વકતવ્યમાં કુલ ૧૭૯૯૧ એટલે કે લગભગ ૧૮ હજાર શબદો પર આધારિત હતું. પોતાના આ બજેટ વકતવ્યના આ કુલ ૧૮ હજાર જેટલા શબ્દોમા કયા કયા શબ્દો કેટલીવાર બોલાયા અને આ અગાઉના બજેટ વકતવ્યમાં આ શબ્દો કેટલીવાર બોલાયા હતા તેનો ઉલ્લેખ કરાયો હતો.

દા.ત. કેન્દ્રીય નાણામંત્રી અરૃણ જેટલીએ પોતાના વખતના બજેટ વકતવ્યમાં ‘ખેડૂત’ શબ્દ ૩૦ વખત બોલાયો. તેમના ઈ.સ.ર૦૧૪ના બજેટ વકતવ્યમાં આ શબ્દ ૧પ વખત, ઈ.સ.ર૦૧પમાં ૭ વખત, ઈ.સ.૧૬માં ર૯ વખત અને ગયા વર્ષે ર૩ વખત વપરાયો હતો. એટલે કે આગામી ચૂંટણીઓમાં ખેડૂતોને આકર્ષવા સૌથી વધુ વખત આ વખતે ‘ખેડૂતો’ શબ્દ વપરાયો.

શબ્દ ‘ગરીબ’ પણ આ વખત સંભળાયો. ઈ.સ.ર૦૧૪માં આ શબ્દ ‘ગરીબ’ ૪ વખત, ઈ.સ.ર૦૧પમાં ૧૩ વખત, ઈ.સ.ર૧૦૬માં ૧૦ વખત, ઈ.સ.ર૦૧૭માં ૧પ વખત, જ્યારે આ વર્ષે ર૧ વખત ‘ગરીબ’ શબ્દ ઉચ્ચાર્યો.

આથી આ કહી શકાય કે સરકારે એક યા બીજા કાણસર અમુક શબ્દો સાથ અમુક બાબતો જાહેર કરી તેમને આકર્ષવા પ્રયત્નો કર્યા છે. પરંતુ વાસ્તવમાં માત્ર વાતો કરવાથી કે કાગળ ઉપર યોજનાઓ ઘડી લેવાથી કાંઈ વળતું નથી, વાસ્તવમાં તો તે વચનોને અમલીરૃપ આપવા કે તેમને પૂરા કરવાથી કાંઈક સાર્થક થતું હોય છે. પરંતુ આપણે જોઈએ છીએ કે વર્તમાન કેન્દ્રીય મોદી સરકાર હજી પણ દરેક બાબતમાં અને દરેક વખતે ચૂંટણી પ્રચાર વખતે કરાતા વાયદાઓની જેમ જ હજી પણ માત્ર જોરશોરથી અને એ જ મનોરંજન કે હાસ્ય-વ્યંગ્યની શૈલીમાં વાયદાઓ જ કરી રહી છે. તેમાં કોઈ ગંભીરતા જોવા નથી મળી રહી. જો કે ગમે તે કારણસર ‘નવયુવાનો’ શબ્દ સંભળાયો જે અગાઉ કરતા ઓછી વાર વપરાયો. ઈ.સ.ર૦૧૪માં આ શબ્દ ૧૭ વખત, ઈ.સ.ર૦૧પમાં ૯ વખ, ઈ.સ.ર૦૧૬માં ૬ વખત, ઈ.સ.ર૦૧૭માં ૧૦ વખત અને આ વખતના બજેટ-વકતવ્યમાં માત્ર ૩ વાર વપરાયો છે. જો કે તેમને સત્તારૃઢ કરવામાં યુવાનોનો ઘણો મોટો ફાળો રહ્યો છે. આ વખતે ‘રોજગાર’ શબ્દ પણ બહુ ન વપરાયો.

આમ આ અમુક શબ્દોની આરસીમાં સરકારની પ્રાથમિકતાઓનો અંદાજો લગાવી શકાય. પરંતુ આ બાબતો માત્ર શાબ્દિક જ ન રહે તો ! જો કે આ બજેટ બાદ અનેક અર્થતંત્રમાં અનેક ઉથલપાથલ પણ વર્તાઈ રહી છે. ન્યૂવર્લ્ડ વૈલ્થના દાવા મુજબ વેશ્વિક સ્તરે ઈ.સ.ર૦૧૭માં કુલ ૯પ હજાર કરોડપતિઓએ સ્થળાંતર કર્યું. આમાં ભારતમાંથી કુલ ૭ હજાર કરોડપતિ ભારતીયો બીજા દેશોમાં સ્થળાંતર કરી ગગયા. એક તરફ કેન્દ્ર સરકાર વિદેશી મૂડીરોકાણના બણગા ફૂંકી રહી છે. જ્યારે આ સર્વેક્ષણો વધુ ચોકાવનારી કડવી વાસ્તવિકતા રજૂ કરે છે જે ખૂબજ ચોંકાવનારી કહી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here