મુહમ્મદ અસદ

0
252

રાહે વફા મેં જઝબ એ કામિલ હો જિન્કે સાથ
ખુદ ઉન્કો ઢૂંઢ લેતી હૈ મંઝિલ કભી કભી

(ગતાંકથી ચાલુ)
પરંતુ ઊંચાઈઓ પર પહોંચવાની વાતો કરવી અને સ્વપનાઓ જોવાનું જેટલું સરળ છે, તેમને સાકાર કરવા એટલું જ મુશ્કેલ. મુહમ્મદ અસદને ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. તેમણે મોટા મોટા દૈનિકોમાં પત્રકાર બનવા માટે ઇન્ટરવ્યૂ આપવા શરૃ કર્યાં અને દરેક જગ્યાએ નિષ્ફળતા સાંપડી. એક એવા નવા ઉગતા કિશોરને કે જેને પત્રકારત્વનો કોઈ જ અનુભવ ન હોય અને જેણે જીવનભર એક પંક્તિ પણ છાપી ન હોય તેને પત્રકાર તરીકે કોઈ પણ નોકરી આપવા તૈયાર ન હતું. ફાકા કરવા (ભૂખ્યા રહેવું) મુહમ્મદ અસદની રોજિંદી વસ્તુ બની ગઈ. અંતે એક દિવસ તેમની મુલાકાત ફિલ્મ ડાયરેકટર એફ.ડબલ્યુ. મુર્નાવથી થઈ. મુર્નાવે તેમને પોતાનો આસિસ્ટન્ટ બનાવી લીધો. ત્યારબાદ તેમણે પૈસા માટે પોતાના મિત્ર સાથે મળીને કેટલાક ફિલ્મી દૃષ્યોની સ્ક્રિપ્ટ્સ પણ લખી. પરંતુ તેમનું સમગ્ર ધ્યાન એક પત્રકાર બનવા પર કેન્દ્રીત હતું. ઘણા પ્રયત્નો બાદ ઈ.સ.૧૯ર૧માં તેમને એક સમાચાર એજન્સી ‘યુનાઈટેડ ટેલિગ્રાફ’માં ટેલીફોનિસ્ટની નોકરી મળી ગઈ. ‘મરતા કયા ન કરતા’ પોતાના ભાગ્ય પર એક વ્યંગ્યાત્મક સ્મિત સાથે તેમણે એ નોકરીને સ્વીકારી લીધી. ટેલિફોનિસ્ટની નોકરી દરમ્યાન એક દિવસ તેમણે જબરજસ્તી ન્યૂઝ એડિટર પાસે પ્રેસ કાર્ડ માગ્યો અને એક ‘સેલિબ્રિટી’ મેડમ ગોર્કીનો સનસનાટીભર્યો ઇન્ટરવ્યૂ લઈ આવ્યા. વાસ્તવમાં મેડમ ગોર્કી ગુપ્ત રીતે શહેરમાં આવેલ હતી, અને આની જાણકારી તેમને એક ચોકીદાર મિત્રથી મળી હતી. જ્યાં બર્લિનના કોઈ અખબાર અને ન્યૂઝ એજન્સીને મેડમ ગોર્કીના શહેરમાં હોવાની ખબર સુદ્ધાં ન હતી ત્યાં જ ‘યુનાઈટેડ ટેલિગ્રાફ’ એજન્સીના અખબારોએ આ ઇન્ટરવ્યૂને પ્રથમ પૃષ્ઠ પર છાપ્યો હતો. આ સનસનાટીપૂર્ણ ઇન્ટરવ્યૂ છપાતાં અંતે મુહમ્મદ અસદને પત્રકાર બનાવી લેવામાં આવ્યો.

રોડ ટુ મક્કાઃ

પોતાના બાપ-દાદાના ધર્મ યહૂદી ધર્મથી નિરાશ થયા બાદ તેઓ નાસ્તિકતા ભણી આકર્ષિત થઈ ગયા હતા. પરંતુ નાસ્તિક વિચારો અને ભૌતિકતાવાદી દૃષ્ટિકોણે તેમને કયારેય સંતુષ્ટ કરી ન શકયા. અધ્યયન તો કેમ કે બાળપણથી જ વિસ્તૃત હતો તેથી તેઓ નવા ચિંતન અને વિચારોથી સારી રીતે વાકેફ હતા. આધુનિક વિજ્ઞાાનની ફિલોસોફીના અધ્યયનથી તેઓ એક મૂંઝવણના ભોગ બની ગયા હતા. તેમને નવા વિજ્ઞાાનનો ઘમંડ બિલકુલ પસંદ ન હતો. તેમને નવા દૃષ્ટિકોણો દા.ત. ફ્રોઈડનો દૃષ્ટિકોણ વિ. માનવતા માટે પ્રાણઘાતક ઝેર સમાન લાગતો હતો. મુહમ્મદ અસદની બેચેની વધતી રહી. તેઓ પોતાના જીવનથી નાખુશ તો ન હતા, પરંતુ એક પ્રકારનો અસંતોષ હતો જે આધ્યાત્મિક શૂન્યાવકાશના કારણે પેદા થયો હતો.તેમને વિશ્વાસ હતો કે એક ને એક દિવસ તેઓ સત્ય સુધી અવશ્ય પહોંચશે.

આ દરમ્યાન તેમણે સત્યની શોધ ચાલુ રાખી ૧૭ વર્ષની ઉંમરમાં તેઓ એક જર્મન અનુવાદની મદદથી ચીની સુધારક લાઉત્સેની ફિલોસોફીથી વાકેફ થયા. આ આધ્યાત્મિક રીતે તેમના માટે એક બિલકુલ નવી વસ્તુ હતી. પોતાના બાપ-દાદાના ધર્મ યહૂદિયતથી કંટાળી ગયા પછી તેમણે ઈસાઈયત (ખ્રિસ્તી ધર્મ) તરફ ધ્યાન આપવાનું શરૃ કર્યું. ઈસાઈયતમાં ખુદાની કલ્પના યહૂદિયતની ખુદાની કલ્પનાથી અલગ હતી.આ ખુદા સમગ્ર સૃષ્ટિનો ખુદા છે અને કૃપાળુ તથા દયાળુ છે. પરંતુ ધીમે ધીમે ઈસાઈયત (ખ્રિસ્તી ધર્મ)ના ફિલોસોફિકલ સૂક્ષ્મ આલોચનાઓ અને ખાસ કરીને ‘ટ્રિનિટી’ના અતાર્કિક તથા અપ્રાકૃતિક અકીદાએ તેમને ઈસાઈયિત (ખ્રિસ્તી ધર્મ, ક્રિશ્ચાનીટી)થી પણ નિરાશ કરી દીધા.

ઈ.સ.૧૯રરમાં તેમને જેરુસ્લેમમાં રહેતા તેમના મામાનો એક પત્ર મળ્યો જેમાં તેમણે મુહમ્મદ અસદને થોડાક મહિનાઓ માટે જેરુસ્સલેમ આવવા, હરવા-ફરવા અને સાથે રહેવાનું આમંત્રણ આપ્યું, અને આ અંગેના તમામ ખર્ચાઓ પોતે ઉઠાવવાનો વાયદો પણ કર્યો. એ સમયે ફલસ્તીન બ્રિટનના ‘ઈન્તરાબ’ (પાસે)ના કબજા હેઠળ હતું. હરવા-ફરવાના શોખીન મુહમ્મદ અસદએ યુનાઈટેડ ટેલિગ્રાફથી રાજીનામું આપી દીધું અને જેરુસ્સલેમ રવાના થઈ ગયા, ત્યાં તેમણે ફ્રી-લાન્સ જર્નાલિસ્ટ તરીકે કામ કરવાનું શરૃ કર્યું અને અનેક અખબારો તથા મેગેઝીનોમાં તેમના લેખો છપાવા લાગ્યા. ઈ.સ.૧૯રરના અંતમાં તેમણે જર્મનીના કેટલાક મોટામોટા અખબારોને અરજીરૃપે પત્રો લખ્યા અને આ રીતે જર્મનીથી પ્રગટ થનારા ‘હ્લટ્વિહાકેિંીિ ઢીૈંેહખ્ત’એ મધ્યપૂર્વમાં તેમને પોતાનો પ્રતિનિધિ પત્રકાર બનાવી લીધો. આ અખબાર યુરોપના કેટલાક ખૂબજ જાણીતા અખબારોમાં સામેલ હતો. તેમને લખવાની અલ્લાહે આપેલ વિશિષ્ટ કાબેલિયત પ્રાપ્ત હતી. આ ઉપરાંત સામાન્ય પક્ષપાતી યહૂદીઓની શૈલીથી અલગ હટીને તેઓ લખતા હતા. તેમના લેખો સામાન્ય રીતે આરબ વસ્તીની આશંકાઓના પ્રવકતા અને યહૂદી તથા બ્રિટિશ યોજનાઓની વિરુદ્ધ રહેતા હતા. એ જમાનામાં તેમની ન્યાયપ્રિયતાના કારણે તેમની ગણના એ યહૂદીઓમાં થતી હતી જેઓ યહૂદિયતની વિરુદ્ધ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here