બુખ્લ (કંજૂસાઈ)- મહાખોટનો સોદો

    0

    હિજરતે મદીના પછી જ્યારે મક્કા શરીફના મુહાજિર સહાબા (રદિ.)નો એક મોટો સમૂહ વતન છોડીને મદીનાતુર્રસૂલમાં સ્થાયી થઈ ગયો તો મદીના શરીફમાં તે સમયે આમેય પાણીની તંગી હતી અને આટલા મોટા માનવ સમૂહના આવી જવાથી પાણીની ઔર તંગી વર્તાવા લાગી. એકવાર આપ સ.અ.વ. સાથેની એક બેઠકમાં સહાબા રદિયલ્લાહુ અન્હુમે શિકાયત કરી કે પાણીની તકલીફ પડી રહી છે. એક યહૂદીનો કૂવો છે પણ તે પાણી લેવા દેતો નથી. લોકો પાણીની તંગીના કારણે પરેશાન છે. આપ સ.અ.વ. વિચારમાં પડી ગયા કે આનો શું ઉપાય કરવો. હઝરત ઉસ્માન ગની રદિ. ઊભા થયા અને પૂછયું ‘હે અલ્લાહના રસૂલ સ.અ.વ. હું એ કૂવો ખરીદીને ઉમ્મત ઉપર વકફ કરી દઉ તો મને શું મળે ?’ અલ્લાહના હબીબ સ.અ.વ.એ જવાબ આપ્યો ‘જન્નત’. હઝરત ઉસ્માન ગની રદિ. ચુપચાપ ત્યાંથી નીકળીને પેલા યહૂદી પાસે પહોંચ્યા. મ્હોં માંગી કિંમતે તેની પાસેથી પેલો કૂવો ખરીદી લીધો અને પરત આવી જણાવ્યું ‘હે અલ્લાહના રસૂલ સ.અ.વ., મેં પેલો કૂવો યહૂદી પાસેથી ખરીદી લીધો છે અને એ કૂવો હું આપની ઉમ્મત ઉપર વકફ કરી દઉં છું. (અલ્લાહુ અકબર નસીબની બલીહારી તો જુઓ કે એ જ મહા ઉદાર અને મહા સખી હઝરત ઉસ્માન ગની રદિ. જ્યારે ખિલાફતના પદ ઉપર આરૃઢ થયા અને એમના યુગમાં ફીત્નાફસાદોનું બજાર ગરમ થવા લાગ્યું તે સમયે ઉમ્મત વચ્ચે એક ઝઘડાના કારણે કેટલાક વિદ્રોહી મુસલમાનોએ આપના ઘરને ઘેરો ઘાલ્યોે તે સમયે એ જ ઉમ્મતના લોકોએ, જેમના માટે હઝરત ઉસ્માનગની રદિ.એ મહાતકલીફના સમયે કૂવો ખરીદીને વકફ કર્યો હતો, તેમણે ઇસ્લામના આ ત્રીજા ખલીફા અને શર્મોહયાના પૈકર એવા મહામાનવ ઉપર પાણી બંધ કરી દીધું ! આપ અને આપના ઘરવાળા લોકો દિવસો સુધી પાણીથી વંચિત (મેહરૃમ) રહ્યા અને એ જ વિદ્રોહી ટોળાએ આખરે આપ રદિયલ્લાહુ અન્હુને શહીદ કરી દીધા ! ઇન્ના લિલ્લાહ. અલ્લાહ એ મહાન હસ્તીથી ખૂબ ખૂબ રાજી થાય.

    દોસ્તો, ઇસ્લામ ઉદારતાનો મઝહબ છે, સખાવતનો પ્રણેતા છે. ઉદારતા અને સખાવતની બાબતમાં સહાબા રદિ.ની અદ્ભુત મિસાલો આપણને વાંચવા મળે છે. આપણે દૌલત ભેગી કરવામાં હરીફાઈ કરીએ છીએ. આપણી માલદારી પ્રદર્શિત કરવામાં ગર્વ અનુભવીએ છીએ. દૌલતના અંબાર ભેગા કરીને તેના ઉપર કબજો જમાવી રાખવામાં હોશિયારી સમજીએ છીએ. જ્યારે પ્યારા નબી સ.અ.વ.ની તાલીમ હેઠળ તૈયાર થયેલ સહાબા રદિ.ની જમાઅત અલ્લાહના રસ્તામાં ખર્ચ કરવામાં એકબીજાની હરીફાઈ કરતા આપણને જોવા મળે છે. એકબીજાથી આગળ વધી જવા પડાપડી કરે છે. એટલે સુધી કે પોતે ભૂખ્યા રહીને અન્યોને ખવડાવવામાં મહાઆનંદ અનુભવે છે અને અલ્લાહની કિતાબ એ લોકોની પ્રશંસા કરે છે. કુઆર્નમાં એક જગાએ અલ્લાહે તેમની તારીફ (વખાણ) કરતાં કહ્યું કે ‘તેઓ ખર્ચ કરે છે (અલ્લાહના માર્ગમાં હાલાં કે તેઓ પોતે જરૃરતમંદ છે.’ એક જગાએ કહ્યું, ‘તેઓ ખર્ચ કરે છે (અલ્લાના માર્ગમાં) તંગી કે ફરાખી (સહુલત)ની હાલતમાં’ વાસ્તવમાં ઇસ્લામ ઇન્સાની શરીરોમાં એવી અદ્વિતીય સિફતો (સદ્ગુણીતાઓ) પૈદા કરવા માંગે છે જે માનવસર્જિત કોઈ વ્યવસ્થાઓ જગતને આપી શકતી નથી. પણ માણસના મન ઉપર જ્યારે સ્વાર્થ સવાર થઈ જાય છે, તેના અંદર દૌલતની હિર્સ (લાલચ) જોર કરવા લાગે છે ત્યારે તે અલ્લાહ-રસૂલની મન્શાને ભૂલી જાય છે અને એ પછી જે ખેલ શરૃ થાય છે તે માણસ પાસે એવા એવા કારનામાઓ કરાવે છે જે ઇશસમર્પિત મોમિનને જરાય શોભતાં નથી. સૂરઃએ હદીદ (સત્તાવનમી સૂરઃ)ની આયત નંબર ર૪માં આવા લોકોની માનસિકતા ઉપર ટકોર કરતાં અલ્લાહ કહે છે.

    ‘જેઓ (અલ્લાહના રસ્તામાં ખર્ચ કરવાથી) જે લોકો પોતે પણ કંજુસાઈ કરે છે અને અન્યોને પણ કંજુસાઈ કરવા માટે પ્રોત્સાહન આપતા રહે છે. (અને આમ કરીને) જો કોઈ (અલ્લાહના પસંદીદા તરીકાઓથી) મોઢું ફેરવે છે. તો અલ્લાહને કોઈની જરૃર નથી તે એવા લોકોથી બેનિયાઝ અને પ્રશંસાનો માલિક (worthy of all Praise) છે.’ (પ૭/ર૪)

    સહુથી પહેલાં એક વાસ્તવિકતાને ખાસ સમજી લેવાની જરૃર છે. જીવન અલ્લાહે આપ્યું છે એટલે એને ચલાવવા માટે જરૃરી સાજોસામાન, (માલ-દૌલત, વસ્તુઓ વગેરે) આપવાની જવાબદારી અલ્લાહે પોતે સ્વીકારી છે. તે આપણને જે કંઈ માલો-દૌલત આપે છે તેનો મૂળ માલિક તો તે જ છે. આપણે માત્ર ઉપભોકતા છીએ, ‘ઓનર’ નથી. જેથી આ માલમાંથી આપણે આપણી જાત માટે પણ જરૃરત જેટલો હિસ્સો ઉપયોગમાં લઈએ અને વધારાના માલમાંથી અલ્લાહના માર્ગમાં ખર્ચ કરીને અલ્લાહ સાથે વેપાર પણ કરીએ. અલ્લાહ-રસૂલની મહોબ્બત દિલોમાં ઉતરી જશે તો આ કામ અઘરૃ નહીં લાગે. આપણી જાતના સાથે સાથે અન્યો ઉપર પણ ખર્ચ કરવામાં આપણને આનંદ આવશે. એનાથી આપણું દિલ ઉદાર અને વિશાળ બનશે. તેમાં ‘પ્રેમ, દયા, માયા-મમતાનો વિકાસ થશે, સદભાવના અને સદ્વ્યવહારનો વિકાસ થશે.’ આપણે માત્ર આપણી જાતને જ જોવા કરવાની તંગ અને તારીક વાડાબંધીમાંથી બહાર નીકળીને અન્યો તરફ પણ ધ્યાન આપવાનું ભાન કેળવતા થઈશું. આ વસ્તુ આપસી અને સામૂહિક સંબંધોને હૂંફાળો કરશે. રિશ્તેદારીઓમાં મીઠાશ વર્તાશે. પાડ-પાડોશીઓ સાથે સુલૂક કરવાથી મિત્રતા પણ જળવાશે અને સંબંધો પણ મજબૂત થશે. આપણાથી નાના કે હાથ નીચે કામ કરનારા લોકો સાથે ઉદારતાનો વ્યવહાર કરીશું તો આપણું સન્માન કાયમ થશે. અન્યોના હૃદયોમાં આપણી મહોબ્બત પૈદા થશે અને સહુથી મોટું ઇન્આમ તો એ હશે કે અલ્લાહ આપણાથી રાજી થશે અને બદલામાં આપણી કર્મનોંધોમાં નેકીઓ લખાશે અને આપણને દુનિયામાં દસગણું અને આખિરતમાં સિત્તેરગણું વળતર (બદલો) મળશે.

    એથી વિપરીત આપણે માલો-દૌલતનો સંગ્રહ કરીને રાખીશું, અન્યો ઉપર થોડોઘણો ખર્ચ કરવામાં પણ કંજુસાઈ કરીશું, જરૃર પડયે અલ્લાહના માર્ગમાં દિલ ખોલીને આપવાથી પીછેહઠ કરીશું તો એ આપણા માટે ખોટનો સોદો હશે. અલ્લાહની નારાજી ઉપરાંત એના જે દુન્યવી દુષ્પરિણામો આવશે તે એ હશે કે આપણું હૃદય સખત બની જશે, આપણું મન શંકુચિત બની જશે, લાગણીઓના ઝરણા સૂકાઈ જશે, માયા-મમતાની મહેક ખતમ થઈ જશે. આપણા સ્વભાવમાં કઠોરતા ઘર કરી જશે. અન્યો સાથે આપણો વ્યવહાર સખતાઈભર્યો બની જશે. દુનિયા તો શું આપણી પ્રશંસા કરવાની હતી, ઘરવાળા અને આસપાસના લોકો પણ આપણાથી નફરત કરવા લાગશે. આપણે ખુદ સતત તણાવ અનુભવતા રહીશું અને અન્યોને પણ તણાવમાં રાખ્યા કરીશું. નેકીઓની કમાણી કરવાનો વ્યાપાર ઠપ્પ થઈ જશે, અને જગતથી જઈશું ત્યારે ખોટનો સોદો લઈને જવું પડશે. જે માલ આપણે સંઘરીને બેસી રહ્યા હતા તે અન્યોનો બની જશે ! અલ્લાહ કહેશે કે મેં તો તને ખૂબ આપ્યું પણ તને વેપાર કરતાં આવડયું નહીં. નેકીઓની કમાણી કરવાની તારી પાસે ભરપૂર તકો હતી પણ તને એનો ઉપયોગ કરતા આવડયું નહીં. આજે હવે તારા ખાતામાં નેકીઓનું બેલેન્સ ખૂબ ઓછું છે અને અહીં (આખિરતમાં) તો નેકીઓના બેલેન્સ ઉપર જ જે તે ફેંસલા થાય છે.

    સહાબા રદિ.ની એક જમાઅતને એક વાર આપ સ.અ.વ.એ પૂછયું કે ‘બતાવો, તમને તમારો માલ પ્યારો છે કે તમારા વારસદારોનો ?’ સહાબા રદિ. એ જવાબ આપ્યો કે ‘અમને તો અમારો માલ પ્યારો છે.’ આપ સ.અ.વ.એ કહ્યું ‘તમારો માલ તે છે જે અલ્લાહના માર્ગમાં ખર્ચીને તમે નેકીઓના રૃપમાં અલ્લાહની બેંકમાં જમા કરાવ્યો અને બીજો તે જેનો ઉપયોગ તમે દુનિયામાં કર્યો, બાકી રહેલો માલ તમારા વારસદારોનો છે.’ (તમારો નથી) – એક હદીસનો ભાવાર્થ.

    માટે અલ્લાહે આપણને જે માલ આપ્યો છે તેમાંથી આપણે ભલાઈના કામોમાં પણ તેનો ભરપૂર ઉપયોગ કરી લઈએ તે આપણા જ હિતમાં છે. જગતથી જ્યારે વિદાય થઈશું ત્યારે એ જ નેકીઓ આપણા સાથે ચાલશે. બાકી તો બધા આપણને છોડીને, અને આપણા પાછળ થોડું રડીને ચાલતા થઈ જશે ! આપણા હાથમાંથી એ દૌલત છીનવાઈ જાય તે પહેલાં કમાણી કરી લેવાની આપણા પાસે હજી ઉજળી તક છે. કેટલાક લોકો અલ્લાહની આ

    NO COMMENTS

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Exit mobile version