જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતની જ એક શાખા ઇસ્લામી રિલીફ કમિટી ગુજરાત દ્વારા ઉત્તર ગુજરાતના સમી તાલુકાના પાટી ગામે તાજેતરમાં સર્જાયેલ પૂર હોનારતમાં નુકસાન પામેલ વિસ્તારમાં શનિવારે જમાઅતે ઈસ્લામી હિંદ, ગુજરાતના પ્રદેશપ્રમુખ શકીલ અહમદ રાજપૂત તમજ મુહમ્મદ યૂસુફ વ્હોરા અને અબ્દુલકાદીર મેમનની ઉપસ્થિતિમાં ૩પ મકાનોનંુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સમી તાલુકાના અતિ અંતરિયાળ વિસ્તારમાં આવેલ પાટી ગામ અતિપછાત વિસ્તાર છે, કહેવાય છે કે અહીં પોલીસ પણ જતાં ડર અનુભવે છે. આ એ વિસ્તાર છે જ્યાં માત્ર ઝૂંપડા જ આવેલા છે. સામાન્ય જરૃરિયાતની સામાનની કોઈ દુકાન કે ચાની કિટલી પણ અહીં આવેલી નથી. માત્ર ચાર માસની ખેતમજૂરી પર આખા વર્ષનું ગુજરાન ચલાવવા મજબૂર આ ગામની પ્રજા ના છૂટકે ખોટા વળી રહી છે. બિહાર, બંગાળ કે ઝારખંડ નહીં સમૃદ્ધ ગણાતા ગુજરાત પ્રદેશનું જ આ એક ગામ છે.
ધરપકડના ડર અને ભોળપણ તેમજ અજ્ઞાાનતા કારણે સરકારી ઓફિસોથી અંતરના કારણે આ વિસ્તારની પ્રજાના કોઈ સરકારી ડોકયુમેન્ટ ઉપલબ્ધત ન હોઈ તેના જ લીધે આ લોકો કોઈ સરકારી યોજનાઓના લાભ કે કોઈ સહાય મેળવી શકતા ન હતા. પરંતુ છેલ્લા છ મહિનામાં ઇસ્લામી રિલીફ કમિટી દ્વારા આ વિસ્તારની પ્રજા સરકારી ઓળખપત્રો અને જરૃરી આધાર-પુરાવાની તૈયારીનો એક પ્રોજેકટ હાથ ધરીને દરેકને ઓળખપત્ર અને જરૃરી કાગળો તૈયાર કરાવવામાં આવ્યા છે. આઈઆરસીના સ્થાનિક કાર્યકર જાફરભાઈ કુરેશી સમગ્ર પ્રોજેકટને કો-ઓર્ડિનેટ કરી રહયા છ.