(ગતાંકથી ચાલુ)
(૭) અનુવાદઃ
અબ્દુલ્લાહ બિન ઇબ્રાહીમ બિન ફારીઝ રદિ. કહે છે કે હું સાક્ષી આપું છું કે મેં અબૂ હુરૈરહ રદિ.ને ફરમાવતા સાંભળ્યા છે કે રસૂલુલલાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ હું અંતિમ નબી અને મારી મસ્જિદ અંતિમ મસ્જિદ છે.’૧૧ (મુસ્લિમ નસાઈ)
સમજૂતીઃ
૧૧ નસાઈની રિવાયતમાં અંતિમના સ્થાને ‘ખાતિમ’ (ખતમ સમાપ્ત કરનરા) શબ્દ આવ્યો છે. ‘ખાતિમ’નો અર્થ એ જ છે જે અંતિમનો છે. બીજી હદીસોથી જણાય છેકે દુનિયામાં ત્રણ મસ્જિદો એવી છે કે જેમને આમ-અન્ય મસ્જિદોની સરખામણીમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત છે, જેમાં નમાઝ પઢવાનો સવાબ અન્ય મસ્જિદોમાં નમાઝ પઢવાથી હજાર-ગણો વધુ છે. આ જ કારણથી આ મસ્જિદોમાં નમાઝ પઢવા માટે મુસાફરી કરી જવું જાઇઝ છે. જ્યારે કે બીજી કોઈ મસ્જિદને આ હક નથી પહોંચતો કે માણસ અન્ય મસ્જિદોને છોડીને એમાં નમાઝ અદા કરવા માટે મુસાફરી કરે. આ મસ્જિદોમાં પ્રથમ મસ્જિદ એ છે કે જે મસ્જિદે હરામના નામથી જાણીતી છે, જેના ઘડવૈયા હઝરત ઇબ્રાહીમ અ.સ. છે અને બીજી મસ્જિદ મસ્જિદે અકસા છે જેને હઝરત સુલૈમાન અ.સ.એ બનાવી. ત્રીજી મદીના મુનવ્વરાની મસ્જિદે નબવી છે કે જેનો પાયો રસૂલુલ્લાહ સ.અ.વ.એ મૂકયો છે.
(૮) અનુવાદઃ
અબુલ તુફૈલ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ ‘મારા પછી નબુવ્વ નથી. માત્ર ખુશ-ખબર આપનારી વાતો છે. કહેવામાં આવ્યુંઃ એ ખુશખબર આપનારી વાતો શુું છે હે અલ્લાહનારસૂલ સ.અ.વ. ? ફરમાવ્યુંઃ સારૃં સ્વપ્ન, અથવા તો ફરમાવ્યુંઃ નેક સ્વપ્ન’ ૧ર (મુસ્નદ અહમદ, નસાઈ, અબૂ દાઊદ)
સમજૂતીઃ
૧ર એટલે કે મારા પછી વહ્ય અને નબુવ્વતની શકયતા નથી. જો કોઈને અલ્લાહ તરફથી કોઈ ઇશારો મળશે તો તે સારા સ્વપ્ન દ્વારા મળશે.
(૯) અનુવાદઃ
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ તમારાથી અગાઉની ઉમ્મતોમાં મુહાદ્દિસો થયા છે. જો મારી ઉમ્મતમાં કોઈ (મુહદ્દિસ) છે તો એ ઉમર (રદિ.) છે.૧૩ (બુખારી, મુસ્લિમ)
૧૩ એટલે કે મારી ઉમ્મતમાં જો મુહદ્દિસ છે તો એમાંથી ચોક્કસપણે એક ઉમર રદિ. છે. કેટલીક રિવાયતોના શબ્દો આ છેઃ ‘તમારી પહેલાં બની ઇસ્રાઈલમાં કેટલાક લોકો એવા થઈ ગયા જે જેમની (અલ્લાહ) સાથે વાતચીત થતી હતી. આ વિના પણ કે તેઓ નબી હોય. મારી ઉમ્મતમાં જો કોઈદ થશે તો તે ઉમર રદિ. હશે.’ મુહદ્દિસ અનુે ‘મુકાલ્લિમ’ (અલ્લાહ સાથે વાતચીત કરનાર) તેને કહીશું કે જે અલ્લાહ સાથે વાત કરનાર અથવા તો અલ્લાહનો સંબોધક ઠરે અથવા જેની સોથ ગેબ (અદૃશ્ય)ના પર્દા પાછળથી ગુફતેગૂ કરવામાં આવે. મુસ્લિમોના કેટલાક સંપ્રદાયમાં મુલ્હિમૂનનો શબ્દ પણ વપરાયો છે. અબૂ સઈદ ખુદરી રદિ.થી ……. રિવાયત છે કે હુઝૂર સ.અ.વ.ને પૂછવામાં આવ્યું કે ‘મુહદ્દિસ’ કેવો હોય છે ? આપ સ.અ.વ.એ ફરમાવ્યઃ આ એ લોકો છે કે ફરિશ્તા તેમના મુખેથી બોલે છે. ઉલેમાઓએ આના વિવિધ અર્થો લીધા છે. મોટાભાગના લોકોનો વિચાર છે કે આ એ વ્યક્તિ છે કે જેમનો વિચાર મોટાભાગે ખરો-સત્ય હોય છે, જેના હૃદયમાં નિકટના ફરિશ્તાઓ તરફથી કોઈ વાત એવી રીતે નાખવામાં આવે છે કે જાણે કોઈએ તેને તે કહી હોય. કોઈના મત મુજબ મુહદિઢદસ એ છે જેના મુખે સતય અતને પ્રમાણિકતા કોઈપણ ઇરાદા વિના નીકળે.