ભૂતપૂર્વ અધિકારીઓની વ્યથા
ભારત સરકારના ૬૭ રિટાયર્ડ ઉચ્ચ સરકારી અધિકારીઓએ વડાપ્રધાન અને સરકાર પર ભારપૂર્વક દબાણ કર્યું છે કે તે લોકોના વિરુદ્ધ તાકીદના ધોરણે સખત કાર્યવાહી કરવામાં આવે જેઓ ધાર્મિક લઘુમતીઓના વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે અને તેમના સાથે હિંસા કરીને તેમને મારી-કાપી રહ્યા છે. આ અધિકારીઓ આઈએએસ અને આઈપીએસ કક્ષાના છે અને સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર રહી ચૂકયા છે. વડાપ્રધાન સામે એક ખુલ્લાપત્રમાં તેમણે હિંસા અને વિધ્વંશના બનાવોની એક યાદી પણ બનાવી છે જે તાજેતરના સમયગાળામાં દેશના વિવિધ ભાગોમાં બન્યા છે અને જેમાં લઘુમતીઓ સવિશેષ મુસલમાનોને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. દા.ત. રાજસ્થાનમાં પહેલુખાન-અફરાઝ વગેરની હત્યા. હિંસાના અમુક બનાવો બાબરી મસ્જિદની રપમા શોકવર્ષ પ્રસંગે પણ બન્યા, ‘દેશની આ વિકટ પરિસ્થિતિથી અમને લોકોને સખત પ્રકારની માનસિક તકલીફ પહોંચી છે અને અમે બધા દુઃખી છીએ. મુસ્લિમ ભાડૂઆતો સાથે પણ ભેદભાવની વર્તણૂક થઈ રહી છે . તેમને મકાનો ભાડે આપવામાં આવતા નથી, હમણાં જ મેરઠ શહેરની એક કોલેજમાં એક મુસલમાને મકાન ખરીદયું હતું પરંતુ સ્થાનિક લોકોએ તેને મકાનમાં દાખલ જ ન થવા દીધો.’ એટલે કે આ ભૂતપૂર્વ અધિકારીઓએ મુસલમાનો સાથે થઈ રહેલો આ ભેદભાવયુકત બનાવોની એક લાંબી યાદી રજૂ કરી છે.
આ લોકો વધારે જાણકાર છે
અને આ પહેલો પ્રસંગ નથી કે જવાબદારો અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત નાગરિકોએ એક ખાસ પાસાને સામે રાખીને દેશની પરિસ્થિતિ ઉપર પોતાના ઊંડા શોક અને વ્યથાનો ઇઝહાર વડાપ્રધાન સામે કર્યો છે. આનાથી અગાઉ પણ આ નેક લોકોએ પોતાની વ્યક્તિગત હેસિયતથી અથવા ગ્રુપના સ્વરૃપે પોતાનું દુઃખ વ્યકત કરતા જ રહ્યા છે. ઉચ્ચ સરકારી અધિકારીઓ રિટાયર્ડ હોય કે હોદ્દા પર ચાલુ હોય, તેઓ શહેરોના ખાસ પોશ વિસ્તારોના સામાન્ય જનજીવનથી તેમને કોઈ ખાસ સંબંધ કે સંપર્ક રહેતા નથી. તેમને જનરલ રાજકારણ સાથે પણ કોઈ દિલચસ્પી હોતી નથી. જોવામાં આવ્યું છે કે દિલ્હીની પોલીસ કોલોનીઓમાં લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાના ઈલેકશનોમાં મતદાનની ટકાવારી ઓછી જ હોય છે. કેમ કે તેઓ તેમાં ખૂબ ઓછો ભાગ લે છે પરંતુ સાવ એવું પણ નથી કે આ લોકો દેશની સ્થિતિથી તદ્દન અજાણ કે અસંબંધ રહેતા હોય બલ્કે સામાન્ય લોકોની તુલનામાં તેઓ વધારે જાણકાર હોય છે. આ ૬૭ રિટાયર્ડ ઉચ્ચ અધિકારીઓનો સંબંધ નાગરિકોના આ સમૂહ સાથે જ છે. તેઓ જાણકાર ને જાગૃત પણ છે અને સંજોગોના ઉતાર-ચઢાવ પર નજર પણ રાખે છે અને પરિસ્થિતિની સુધારણા પણ ઇચ્છે છે. સુધારણા ઇચ્છવા પાછળ કોઈ ખાસ ધર્મ કે સમૂહના સાથે થઈ રહેલા અન્યાય અને અતિક્રમણોનો એહસાસ જ નથી બલ્કે તેના પાછળ વાસ્તવિક દેશભક્તિ અને દેશપ્રેમ જોવા મળે છે. એટલે તેઓ સમજે છે કે આ પ્રકારની વાતો અને બનાવોથી દેશ અને દેશના નિવાસીઓને ગંભીર નુકસાન પહોંચે છે.
તો આ કામ જરૃર થવું જોઈએ
હવે પ્રશ્ન એ છે કે શું આ ખુલ્લા પત્રની કોઈ અસર વડાપ્રધાન કે સરકાર પર થઈ હશે ? અત્યાર સુધીના હાલાત આનો જવાબ નકારમાં આપવા વિવશ છે… સામાન્ય લોકો કરતાં આ ઉચ્ચ અધિકારીઓ વધારે સારી રીતે જાણે છે કે સત્તાપક્ષના સૌથી મોટા લીડરને આટલો મોટો કઈ ચીજે બનાવ્યો છે. ગુજરાતના મુખ્યપ્રધાનની હૈસિયતથી તેઓ શું શું કરતા હતા… ગુજરાતમાં ર૦૦રમાં હત્યાકાંડ વખતે રાજ્યનો સૌથી મોટો લીડર કોણ હતો ? વડાપ્રધાનને પત્ર લખનારા ૬૭ અધિકારીઓમાં હર્ષમંદર પણ સામેલ છે કે જેઓ ગુજરાત નસરંહાર વખતે સરકારમાં એક મહત્ત્વના પદ પર હતા અને છેવટે સરકારના વલણથી દુઃખી થઈને તેમણે પોતાનું રાજીનામું આપી દીધું હતું. પછી આ અધિકારીઓ કેવી રીતે આશા રાખી શકે છે કે વડાપ્રધાન તેમની વાતો પર ધ્યાન આપશે. વાતો તો આપણા વડાપ્રધાન ઘણી સારી સારી કરે છે. રેડિયો પર તેમની ‘મન કી બાત’ સાંભળો તો લાગે કે ખરેખર વડાપ્રધાન કેટલા માનવતાપ્રેમી છે ! રિટાયર્ડ અધિકારીઓએ ખુલ્લો પત્ર લખ્યો- ખૂબ સારું કર્યું- લખવો જ જોઈએ. હવે આ પત્ર ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સરકાર નહીં તો પ્રજામાંથી તો ભલાઈપસંદ અને દેશહિતને જોનારા લોકો તો જરૃર તેની નોટિસ લઈ રહ્યા છે, અને લેશે, પરંતુ આ ઉચ્ચ અધિકારીઓએ એક વધુ મોટું કામ કરવું જોઈએ. તેઓ જાણે છે કે સત્તાપક્ષ ભાજપ તો કંઈ જ નથી તેનું કંઈપણ ચાલતું નથી. જે કંઈ છે તે તો આરએસએસ છે. તેથી તેઓ સંઘથી વાતચીત કરે કે જે કંઈ તે કરી રહ્યું છે અને કરવા ચાહે છે, તે દેશને તબાહી તરફ લઈ જનારું છે. હજુ પણ સમય છે. સમજબૂજથી કામ લે- નહિંતર દેશને બચાવવો ખૂબ દુષ્કર થઈ જશે. (દા’વત ઃમુ.અ.શે.)