૧૪ જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં એક વિદેશી મહેમાનના આગમન પર તેમનું અસાધારણ સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર પીએમઓમાં જશ્નનો માહૌલ હતો. વડાપ્રધાનની આંખો સ્વાગતમાં પથરાયેલી હતી, હૃદય ધડકી રહ્યા હતા. બાવડાઓ ઉછળી રહ્યા હતા અને આવો માહૌલ ને જશ્ન કેમ ન હોય ! મહેમાન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ હતાને !! વડાપ્રધાનના જીગરજાન મિત્ર, આ દેશના માટે શ્રેષ્ઠ સલાહકાર જેમણે દેશને કંઈ પણ ન આપીને કેટલું બધું આપ્યું છે તે તો વડાપ્રધાન અને તેમની જાસૂસી સંસ્થાઓ જ જાણે છે ! આરબોનું આપેલું તો જગજાહેર હોય છે, દુનિયાની નજરમાં આવી જાય છે પરંતુ ઇઝરાયલનું આપેલું નજરમાં નથી આવતું બલ્કે જોવાપાત્ર હોતું પણ નથી. એટલા માટે તો અહીંની સરકાર અને અમુક રાજકીય વર્તુળો ઇઝરાયલ પર દિલથી ફીદા ફીદા થઈ રહ્યા છે. બેન્જામિન નેતન્યાહુના આગમન પર વડાપ્રધાન જે અંદાજમાં તેમને ભેટયા તે તદ્દન અસાધારણ હતું, જેાવાથી જ સમજાય તેમજ હતું. જાણે તેમને નવજીવન પ્રાપ્ત થઈ ગયું. સાત મહત્ત્વના વિભાગોમાં કરાર થયા જેના વિશે કહેવાય છે કે તેનાથી દેશને ખૂબ જ ફાયદો થશે. તેની સમસ્યાઓ હલ થઈ જશે. અહીંના વડાપ્રધાને કહ્યું કે, નેતન્યાહુ અસાધારણ નેતા છે, ત્યાંના વડાપ્રધાને કહ્યું કે ભારતના વડાપ્રધાન ક્રાંતિકારી છે.
એક અપેક્ષિત સવાલ
ઘણા બધા લોકોના મનમાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે ઇઝરાયલના વડાપ્રધાનના ભારત પ્રવાસ પર આટલી અસાધારણ પ્રસન્નતા અને આનંદ કેમ વ્યકત થઈ રહ્યો છે જ્યારે કે તાજેતરમાં જ ભારતે જેરૃસલેમ મુદ્દે યુનોની જનરલ એસેમ્બલીમાં ઇઝરાયલના વિરુદ્ધમાં પોતાનો મત આપ્યો હતો. ઇઝરાયલના વિરુદ્ધ ભારતે મત આપવો ખૂબ મોટી વાત હતી. જાણે ભારત સરકારના આ નિર્ણયે ઇઝરાયલને નારાજ કરી દીધું હતું…. આ શું રહસ્ય છે ?… હા, આ એક રહસ્ય છે જેને બંને તરફના અંદરના લોકો સારી રીતે જાણે છે. ભારતે જેરૃસલેમ મુદ્દે મત ઇઝરાયલને વિશ્વાસમાં લઈને કર્યો હશે. આના વગર આ શકય ન હતું. અને ઇન્ડો-ઇઝરાયલ ડિપ્લોમેસીની ખૂબી જ આ છે કે જે નજર આવે છે તે થતું નથી અને જે થાય છે તે નજર નથી આવતું. અને આ સંબંધે સૌથી મોટી સફળતા તે અમલ છે જે ઇઝરાયલ પર પ્રતિબંધના જમાનામાં બંને વચ્ચે ગાઢ અને સમીપના સંબંધોના સ્વરૃપે હતા પણ દેખાતા ન હતા. એક સમય એવો હતો જ્યારે ઇઝરાયલ અને દક્ષિણ આફ્રિકા ઉપર તેમના વંશવાદના વલણના કારણે વિશ્વના તમામ દેશોએ આ બંને દેશો ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. અમેરિકા અને બ્રિટન સિવાય બંનેને કોઈ માન્યતા આપતું ન હતું !
સુરક્ષાના વિભાગોમાં
ભારતે પણ જાહેરમાં માન્યતા ન આપી. પછી જ્યારે અમેરિકા અને સોવિયેત યુનિયનનું શીતયુદ્ધ (કોલ્ડ વોર) સમાપ્ત થયું સમગ્ર વિશ્વ ઉપર અમેરિકાની આર્થિક નીતિઓનું વર્ચસ્વ જામી ગયું અને અમેરિકાના દબાણમાં આવીને વિશ્વદેશો ઇઝરાયલને માન્યત આપવા લાગ્યા. ભારતની વિદેશનીતિમાં પણ બુનિયાદી ફેરફારો આવવા લાગ્યા તો નવી દિલ્હીએ દોડીને તેલઅવીવને ગળે લગાડી લીધું. અને ડિપ્લોમેસીના તે કામ જે પહેલાં છૂપી રીતે થઈ રહ્યા હતા તે હવે જગજાહેર થવા લાગ્યા. છૂપા સંબંધો પંડિત નેહરૃના જમાનામાં પણ કાયમ હતા. દેશને અને ખાસ કરીને મુસલમાનોને છેતરવામાં આવી રહ્યા હતા, આરબો પાસેથી તેલ મેળવવું હતું જેથી સંબંધો છૂપા રાખવામાં શાણપણ હતું. ૧૯૭૮માં જનતા પાર્ટીના મોરારજી દેસાઈ સરકારમાં પણ ઇઝરાયલના એક મોટા લીડર મોશેદાયાનનો ભારત પ્રવાસ થયો હતો- એટલે એમ કે હવે નવી દિલ્હીમાં નેતન્યાહુનો આ ઉષ્માભર્યો આવકાર કોઈ નવી કે અનોખી વાત નથી. સુરક્ષા બાબતોમાં ઇઝરાયલે ભારતને સંપૂર્ણપણે ઘેરી લીધું છે. અહીંની સુરક્ષાની મોટાભાગની જવાબદારી ઇઝરાયલની છે. સુરક્ષા વખતે તે ઇચ્છે તેમ જ થાય છે. જો કે આ વાત હવે ગર્ભિત કે છૂપાયેલી પણ નથી. નિર્વિરોધ થઈ રહ્યું છે. ઇઝરાયલે અહીં ખેતીવાડી વિભાગમાં પણ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ઇઝરાયલને અહીં ભારતમાં ખેતીવાડી ક્ષેત્રે ખૂબ જ પ્રગતિશીલ દેશ બતાવવામાં આવી રહ્યો છે- જ્યારે કે સદીઓથી ભારત ખેતીપ્રધાન દેશ કહેવાય છે. ખેતીવાડી ક્ષેત્રે ભારતે પોતે ખૂબ જ પ્રગતિ કરી છે અને ઇઝરાયલ જેવા ઘણા દેશોને મદદ કરી શકે છે- કરે છે. ઠેરઠેર ભારતમાં ખેતીવાડી સંશોધન કેન્દ્રો છે. એટલે હવે જાણે આપણા કેન્દ્રો કે ખેતીવાડી વિશેષજ્ઞાોનું કોઈ મહત્ત્વ જ નહીં ! ના, પણ વાત આટલી જ નથી. જ્યારે કોઈના સામે શીર્ષાસન કરી દેવાનું નક્કી જ થાય તો પછી પોતાપણાનું કોઈ મૂલ્ય રહેતું નથી. જ્યારે એક દેશ એક સત્તાને કોઈ કારણસર સુપરપાવર માની લેવામાં આવી તો પછી આ માન્યતા દરેક વિભાગમાં આપવી પડે ને ! દેખો અભી આગે આગે કયા હોતા હૈ ??
(દા’વતઃ મુ.અ.શે.)