(ર) અનુવાદ ઃ ઇબ્ને ઉમર રદિ. ફરમાવે છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ મને હદથી વધુ ન વધારો, જેમ કે ખ્રિસ્તીઓએ ઇબ્ને મરિયમ (ઈસા અ.સ.)ને હદથી આગળ વધારી દીધાં. હું તો બસ અલ્લાહનો બંદો અને તેનો રસૂલ છું, આથી મને અલ્લાહનો બંદો અને તેનો રસૂલ કહ્યા કરો.૩ (બુખારી, મુસ્લિમ)
સમજૂતીઃ
૩ અર્થાત્ હું તો અલ્લાહનો બંદો છું. તેણે મને પોતાનો રસૂલ જરૃર બનાવ્યો છે, એનાથી વધુ હું કંઈ નથી. કયાંક એવું ન થાય કે તમે અતિશયોક્તિથી કામ લો અને મારી સાથે એ ગુણોને સાંકળી લો જે ફકત અલ્લાહતઆલા માટે જ વિશિષ્ટ છે. ખ્રિસ્તીઓએ હઝરત મસીહ (ઇસા અ.સ.)ને ખુદાનો પુત્ર ઠેરવી દીધો અને તેમને ‘બશર’ હોવાના દરજ્જાથી વધુ ઊંચો આપી દીધો. તમે એવું ન કરતા કે મને ખુદાનો અવતાર સમજવા લાગી જાવ. હું ખુદા નથી, માત્ર ખુદાનો બંદો છું.
હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ‘શાને ઉબૂદિયત’
(૧) અનુવાદઃ
મુતર્રફ બિન અબ્દુલ્લાહ બિન શિખીર રદિ. પોતાના પિતાથી રિવાયત કરે છે કે તેમણે કહ્યુંઃ હું એકવાર નબી સ.અ.વ.ની સેવામાં હાજર થયો. એ સમયે આપ સ.અ.વ. નમાઝ અદા કરી રહ્યા હતા. આપ સ.અ.વ.ની છાતીમાંથી રડવા-કકળવાનો અવાજ એવી રીતે નીકળી રહ્યો હતો જેવી રીતે હાંડી ઊકળવાથી અવાજ થાય છે. બીજી રિવાયતમાં છે કે ઃ મેં આપ સ.અ.વ.ને નમાઝ પઢતા જોયા અને રડવાના કારણે આપ સ.અ.વ.ની છાતીમાંથી ચક્કી જેવો અવાજ આવી રહ્યો હતો.૧
(અહમદ, નસાઈ, અબૂ દાઊદ)
સમજૂતીઃ ૧ આ હદીસથી સારી રીતે અંદાજો લગાવી શકાય છે કે આપ સ.અ.વ.ને ખુદાની મહનતા અને તેના જાહો-જલાલીનો કેટલો અહેસાસ હતો, અને આપ સ.અ.વનો પવિત્ર રહૃદય કેટલી હદે ‘ઉબૂદિયત’થી ભરપૂર હતો.
(ર) અનુવાદઃ હઝરત મુગીરહ રદિ. વર્ણવે છે કે નબી સ.અ.વ.એ (નમાઝમાં) એટલો લાંબો ‘કયામ’ કર્યો કે આપ સ.અ.વ.ના પગોમાં સોજો આવી ગયો. અના પરથી આપ સ.અ.વ.થી પૂછવામાં આવ્યું કે આપ સ.અ.વ.ના આગલા-પાછલા તમામ ગુનાહ બક્ષી (માફ કરી) દેવામાં આવ્યા છે. આપ સ.અ.વ. આ તકલીફ શા માટે ઉઠાવો છો ? ફરમાવ્યુંઃ તો શું હું ‘શુક્રગુઝાર’ (આભારી) બંદો ન બનું ?ર (બુખારી, મુસ્લિમ).
સમજૂતીઃ
ર અર્થાત્ હું અલ્લાહની રક્ષામાં છું અને તેણે મારી ભૂલ-ચૂકને માફ પણ ફરમાવી દીધી છે, પરંતુ આ તો તેની દરગુજર અને મહેરબાન છે. (વાસ્તવમાં તો) તેની દરગુજર તથા મહેરબાનીનો તકાદો આ છે કે બંદો ઓર વધુ તેનો ‘શુક્રગુઝાર’ અર્થાત્ આભારી બને અને વધુમાં વધુ તેની સમક્ષ પોતાની વિનમ્રતા અને આજીજી વ્યકત કરે.