(ન્યૂઝ ડેસ્ક) તાજેતરમાં ભારતે તેની આઝાદીની ૭૭મી વર્ષગાંઠ ઉજવી. આ જ એક મોકો પણ હોય છે જ્યારે દરેક સ્વતંત્ર નાગરિકે એ તમામ પાસાઓ પર વિચાર કરવો જોઈએ, જે દેશ અને તેની આઝાદી માટે ખતરો હોય, હવે એવી વૈશ્વિક પરિસ્થિતિઓ નથી રહી, જેનાથી કોઈ દેશની બાહ્ય તાકતોથી ફરીથી ગુલામ થવાનો ખતરો હોય, જેમકે પહેલાં આવું થતું હતું. વિશ્વયુદ્ધ પછી આ તો વધુ મુશ્કેલ થઈ ગયું છે. હવે ખરો ખતરો પોતાની જ સરકાર દ્વારા નાગરિકોની સ્વતંત્રતા છીનવી લેવાનો છે. હવે તેને સાચવવા માટે માત્ર લોકોએ પોતે સજાગ રહેવાની જરૂર છે પરંતુ તેને સામાન્ય રાખવા માટે લોકશાહી ઢબે જતન કરવાની પણ આવશ્યકતા છે આ વાત ભારતમાં વર્તમાન પરિદૃશ્યના સંદર્ભમાં વધુ પ્રાસંગિક બની છે, કારણ કે જે રસ્તા પર ચાલીને આઝાદી પ્રાપ્ત કરી હતી, હવે નવા સંચાલનને તે રસ્તા પર ચાલવું ન ફક્ત ઉદાસીન લાગી રહ્યું છે, બલ્કે આઝાદીની નવી પરિભાષા (વ્યાખ્યા) બનાવવામાં આવી રહી છે. આ જ વાસ્તવિક ખતરો છે.
મોટી સંખ્યામાં લોકોની આંખો પર બાંધેલી રાષ્ટ્રવાદની પટ્ટી પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસથી લઈ શાકભાજીઓ અને દરેક વસ્તુની વધી રહેલી કિંમતોને તે દેખાડેલા સ્વપ્નોથી વિચારીને નજરઅંદાજ કરી દે છે કે તેમના પૈસાથી દેશને વિશ્વગુરૂ બનવામાં મદદ મળશે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને નેસ્તનાબૂદ કરવાની આતુરતા જગાવીને રાજકીય દળોએ કેન્દ્ર અને રાજ્યોની સત્તા હાસલ કરી લીધી, અને સામાન્ય લોકોના ખિસ્સામાંથી પૈસા પડાવવાની કળામાં પણ નિપુણતા પ્રાપ્ત કરી. દેશની અંદર મુસ્લિમો, લઘુમતીઓ, આંદોલન કારીઓ, સંગઠિત સમૂહો, પરિવર્તનમાં વિશ્વાસ રાખતા નવયુવાનો અને વિદ્યાર્થીઓ સરકારને પ્રશ્ન પૂછવાવાળા, અને તેની ખામીઓ બતાવવાવાળા પત્રકારો, લેખકો, બુદ્ધિજીવીઓ સામાજીક કાર્યકર્તાઓને દેશના દુશ્મન જાહેર કરવામાં આવે છે. ખેડૂતો (કિસાનો)ના પક્ષમાં અવાજ ઉઠાવનારને આતંકવાદી કહેવામાં આવે છે. વણકરોની પ્રગતિથી વધુ જરૂરી ઉદ્યોગપતિ મિત્રોનો વિકાસ મહત્ત્વનો ગણાય છે. તેથી જ વિક્રમ સારાભાઈ અને હોમી જહાંગીર ભાભા જેવા વૈજ્ઞાનિકોના સ્વપ્નો શરૂઆતથી જ ચકનાચૂર થઈ ગયા હતા, અને તેમને સલાહ મળતી કે વેદોમાં વિજ્ઞાનના વિકાસ માટેના રસ્તા શોધો. નફરત અને દ્વેષના પાઠ એવી રીતે ભણાવવામાં આવી રહ્યા છે કે જાણે આ કોઈ નૈતિક અથવા દૈનિક કર્મ (કામ) હોય. તેનું પરિણામ એ છે કે આજે કોઈ પણ ઉત્સવ હોય, કોઈ પણ ઉપલબ્ધિની વાત હોય, ત્યાં સુધી કે જ્ઞાન મંદિર કહેવાતી સ્કૂલોમાં પણ હવે શિક્ષકો નાના-નાના બાળકોને નફરતનું વિષ પીવડાવી રહ્યા છે. પાછલા વર્ષે કર્ણાટકમાં બાળકી (વિદ્યાર્થિની)ઓને હિજાબ (બુરખો) પહેરવા પર ભાજપ સરકારે પાબંદી લગાવી હતી, અને કેટલાક દિવસો પહેલાં મુઝફ્ફરનગરની એક સ્કૂલમાં ૬-૭ વર્ષના નાના બાળકને તે જ સ્કૂલની શિક્ષિકાએ કલાસના તમામ બાળકોથી એટલા માટે માર્યા (પીટાઈ કરી) હતા કે તે બાળક મુસલમાન હતો. પ્રધાનમંત્રી મોદીએ ચંદ્રયાન-૩ના લેન્ડિંગ સમયે કહ્યું હતું કે આ વિકસિત ભારતનો શંખનાદ છે. ભારતની આ ઉડાન ચંદ્રયાનથી પણ આગળ જશે, પરંતુ પ્રશ્ન એ છે કે જે ભારતને અંતરિક્ષની ઊંચાઈઓ પર પહોંચીને દેખવાથી તેમને ખુશી મહેસૂસ થઈ રહી છે, તે જ ભારતને સાધારણ પ્રજામતને નફરતની આગમાં નાખવા માટે શા માટે દુઃખ નથી થઈ રહ્યું ? વિજ્ઞાન માણસોના સંકુચિત વિચારોને બહાર નીકળવાનું કામ કરે છે, પરંતુ એવું પ્રતીત થાય છે કે શિક્ષણનો ઉપયોગ ફક્ત આંતરિક નફરતને વધારવા માટે જ થઈ રહ્યો છે.
નિરંકુશ થઈ રહેલી નફરતની આ આગ પર પાબંદી (રોક) લગાવવી જરૂરી છે. દેશવાસીઓએ પણ વિકાસ અને નફરતની ગૂંચવણ ભરેલી વ્યાખ્યાઓને સ્વતઃ સુધારવી પડશે, અને નફરતના વેપારીઓને જણાવવું પડશે કે વિકાસના શિખરે પહોંચવા માટે પરસ્પર દ્વેષની નહીં પરંતુ પરસ્પર સહયોગ અને સમન્વયનો સંવાદ કરવો જરૂરી છે.