લે. એસ.અમીનુલ હસન
(રજુ.: મુહમ્મદ નદીમ રાજપૂત)
સામાન્ય સમજ-Common Senseને ઘણીવાર જ્ઞાન, ચેતના, બુદ્ધિ, માનસિકતા વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે. અલ્લાહ તઆલાએ માનવજાતને અસંખ્ય તોહફાથી નવાજી છે, જેમાં દિમાગ એક મહત્ત્વપૂર્ણ ભેટ છે. તે અલ્લાહની એક અદ્ભૂત ભેટ છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. દાખલા તરીકે, બાળકોને મસ્જિદમાં લાવવા. પયગમ્બર મુહમ્મદ એ કહ્યું હતું કે ૭ વર્ષની ઉંમરે બાળકોને નમાઝ શીખવો અને ૧૦ વર્ષની ઉંમરે તેમને મસ્જિદમાં લાવો.
ઘણા માતા-પિતા તેમના માત્ર ૨-૩ વર્ષના નાના બાળકોને મસ્જિદમાં લઈ આવે છે. નાના બાળકો મસ્જિદમાં મોટેથી અવાજ કરે છે, આમ તેમ રમે છે, કેટલાક બાળકો પેશાબ પણ કરી દે છે. તેથી અહીં આપણે આપણી સામાન્ય સમજનો ઉપયોગ કરવો જાેઈએ કે આવા નાના બાળકોને મસ્જિદમાં ન લાવવા જાેઈએ.
માતા-પિતાને તેમના બાળકની સંપૂર્ણ માહિતી હોવી જાેઈએ કે તેમને વ્યક્તિગત તેમજ સામાજિક જીવનમાં સમજપૂર્વક વર્તન કરવા માટે પરિપક્વતાની સંપૂર્ણ ક્ષમતા ક્યારે મળે છે. ઘણા લોકો મસ્જિદમાં આવે છે અને યોગ્ય રીતે સફની ગોઠવણ વગર નમાઝ અદા કરવા લાગે છે. કેટલાક પંખા નીચે નમાઝ અદા કરે છે, કેટલાક કુલર પાસે નમાઝ અદા કરે છે, કેટલાક દરવાજા પાસે નમાઝ અદા કરે છે. તેઓએ સામાન્ય સમજનો ઉપયોગ કરવો જાેઈએ. તમે અન્ય લોકોને પરેશાન ન કરો પરંતુ માનવતા માટે ફાયદાકારક બનો.
ઘણા લોકો જાહેર સ્થળોએ થૂંકે છે. તેઓએ સામાન્ય સમજનો ઉપયોગ કરવો જાેઈએ કે રસ્તાઓ અથવા જાહેર સ્થળોએ થૂંકવાને બદલે તેઓએ રસ્તાની બાજુમાં અથવા માટી પર થૂંકવું જાેઈએ. મુહમ્મદ એ કહ્યું હતું કે જ્યારે પણ તમે થૂંકો ત્યારે તેના પર માટી નાખો જેથી કોઈને અગવડ ન પડે.
ઘણા લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા સમયે, ફ્લાઇટ, ટ્રેન કે બસમાં મોટા અવાજે વીડિયો, રીલ્સ જાેઈ રહ્યા હોય છે. તેઓએ સામાન્ય સમજનો ઉપયોગ કરવો જાેઈએ. અન્ય લોકોને પરેશાન કર્યા વિના તેઓએ હેડસેટ કે હેન્ડ્સફ્રીનો ઉપયોગ કરવો જાેઈએ.
માનવ સહજબુદ્ધિની મદદથી સ્વતંત્ર ર્નિણયો લઈ શકે છે. તેથી જરૂરી નથી કે બોર્ડ પર નીતિ અને નિયમો લખવામાં આવે કે વ્યક્તિગત તથા સામાજિક જીવનમાં કેવી રીતે વર્તવું જાેઈએ. સામાન્ય સમજ જ આપણને આ જણાવશે. ઉદાહરણ તરીકેઃ મારા ઘરની નજીક એક પાર્ક છે, જેમાં એક વોકિંગ ટ્રેક છે જ્યાં લોકો ચાલવા જતા હોય છે. અહીં કેટલાક લોકો બગીચાની અંદર જઈને કસરત કરવા લાગ્યા. જ્યારે માળીએ તેમને બગીચામાંથી બહાર નીકળવાનું કહ્યું, ત્યારે તેઓ કહે છે કે અહીં કોઈ નિયમ લખ્યો નથી કે અમે બગીચાની અંદર કસરત કરી શકતા નથી. ફરીથી આવા પ્રકારના લોકો પોતાની સામાન્ય બુદ્ધિનો બિલકુલ ઉપયોગ કરતા નથી, આપણે દરેક જગ્યાએ નફરત અને સમસ્યાઓ જાેઈ શકીએ છીએ કારણ કે આપણે આપણી સામાન્ય બુદ્ધિનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યા નથી.
હવે પ્રશ્ન ઊભો થાય છે કે સામાન્ય સમજ શું છે ? મનોવૈજ્ઞાનિકો કહે છે કે તે દૈનિક અનુભવોના આધારે ર્નિણયો લેવાની પ્રાકૃતિક સાહજિક ક્ષમતા છે, અમારી પાસે ૨૦-૩૦ વર્ષના અનુભવો છે જેના આધારે અમે ર્નિણયો લઈએ છીએ કે શું કહેવું છે, ક્યાં કહેવું છે, કેટલું અને કોને કહેવું છે, વગેરે. સામાન્ય સમજ સંબંધિત ઘણા સિદ્ધાંતો છે જેમાંથી કેટલાક આ છેઃ
અસ્તિત્વવાદી સિદ્ધાંતઃ સૂજબૂઝ આધારિત ર્નિણયો લેવા, તેને અનુભવજન્ય જ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય સમજ મેળવવા માટે ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમની જરૂર નથી. સામાન્ય બુદ્ધિ મેળવવા માટે કોઈ પ્રયોગશાળાની પણ જરૂર નથી.તે કુદરતી રીતે અંદરથી જ ઉદ્ભવે છે કે આપણે ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું જાેઈએ. ઉદાહરણઃ- લગ્ન પ્રસંગે, જાે કોઈને કોઈ વિવાદ હોય, તો તેઓ બે વાર વિચારે છે અને નક્કી કરે છે કે અમે આ બાબતે પછીથી ચર્ચા કરીશું અથવા અમે અમારા ઘરે ડિનર પાર્ટીનું આયોજન કરી શકીએ અને આ બાબતે વાત કરીશું. આ રીતે આપણે આપણી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો જાેઈએ. બીજી તરફ, જેઓ તેમની સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરતા નથી, તેઓ તે જ જગ્યાએ અન્ય લોકો સાથે ઝગડવાનું શરૂ કરે છે, જ્યાં કોઈ મડાગાંઠ સર્જાઈ છે.
હ્યુરિસ્ટિક ર્નિણય લેવાઃ સ્થળ પર જ ર્નિણય લેવા અથવા અનુભવોના આધારે ઝડપથી ર્નિણય લેવા. દાખલા તરીકેઃ રાત્રિના સમયે જ્યારે તમે વાહન ચલાવી રહ્યા હોવ અને તમે શોર્ટકટ રસ્તાને બદલે હાઇવે પસંદ કરો છો, કારણ કે તમને લાગે છે કે હાઇવે પર જવું વધુ સુરક્ષિત છે. આ સામાન્ય સમજનો ઉપયોગ છે.
સોશ્યલ કોગ્નીશન એટલે કે અન્ય વ્યક્તિઓના સ્વભાવ, પાત્ર અને લાગણીઓને ધ્યાનમાં રાખીને તેમની સાથે વાર્તાલાપ કરવો અથવા કામ કરવું. દાખલા તરીકે, મસ્જિદમાં આવતા પહેલાં આપણે મોબાઇલ બંધ કરવા જાેઈએ. આપણે સામાજિક પ્રવૃત્તિઓમાં કેવી રીતે સામેલ થવું જાેઈએ, આ બધા મામલાઓમાં આપણે સામાન્ય સમજનો ઉપયોગ કરવો જાેઈએ.
ઇસ્લામનો મૂળ સ્વભાવ સામાન્ય બુદ્ધિ પર આધારિત છે. માનવ મસ્તિષ્ક વ્યક્તિત્વનું કેન્દ્ર છે, પરંતુ દરેક વ્યક્તિ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતી નથી. કુર્આન શીખવે છે કે, અલ્લાહે આપણને બુદ્ધિની ભેટ આપી છે અને આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જાેઈએ. તેના દ્વારા આપણે સાચો માર્ગ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ સામાન્ય બુદ્ધિની મદદથી આપણે પરલોકના જીવન અને અલ્લાહ વિશે જ્ઞાન મેળવી શકીએ છીએ કે તે આપણી પાસેથી શું ઇચ્છે છે. અનુભવો, અવલોકનો પણ આપણને ઘણી બાબતો શીખવે છે. કુઆર્ન પણ કહે છે કે આપણે મનન, જીવનના અનુભવો, આંતરિક શક્તિના પ્રકાશથી લાભ લેવો જાેઈએ. કુર્આનમાં સામાન્ય બુદ્ધિને લગતા ઘણા ઉદાહરણો છે.
દા.ત: યાકૂબ અ.સ.ની વ્યૂહરચના જુઓ – જ્યારે તેમના ૧૧ પુત્રો બીજા શહેરમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે તેમને સલાહ આપી હતી કે શહેરમાં અલગ-અલગ દરવાજાઓથી પ્રવેશ કરો જેથી કોઈ તમને નુકસાન ન પહોંચાડે, જાે અલ્લાહ ઇચ્છે તો. તેથી તેઓ તેમની સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરે છે. વ્હાલા નબી મુહમ્મદ એ કહ્યું હતું કે આપણે આપણી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો જાેઈએ, તેને સુધારવી જાેઈએ, તેને તીક્ષ્ણ બનાવવી જાેઈએ, સમાજમાં અલગ વ્યક્તિત્વ બનાવવું જાેઈએ, સમજદાર બનવું જાેઈએ, હોશિયાર બનવું જાેઈએ. તેઓ આપણને શીખવે છે કે મસ્જિદમાં આવતી વખતે આપણે લસણ ખાવું જાેઈએ નહીં કારણ કે તેની ગંધથી ઘણા લોકોને તકલીફ થાય છે, કઠે છે. બીજી હદીસમાં તેઓ કહે છે કે ફરિશ્તાઓને તકલીફ થાય છે, તેથી આપણે આપણી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો જાેઈએ કે આપણે લોકોને તકલીફ નહીં પરંતુ સહાનુભૂતિ આપવી જાેઈએ. ઇબાદત દરમિયાન અથવા જાહેર સ્થળોએ ઘણા લોકો રૂમાલનો ઉપયોગ કર્યા વગર છીંક ખાતા હોય છે.આ રીતે તેઓ આસપાસના લોકોને તકલીફ પહોંચાડતા હતા. મુહમ્મદ એ કહ્યું કે ત્રણ બાબતો પર શ્રાપ છે અને તેમણે આ પણ કહ્યું કે આપણે તે ન કરવું જાેઈએઃ
વ્હાલા નબી મુહમ્મદ ﷺએ કહ્યું હતું કે ક્યારેય બંધિયાર પાણીમાં પેશાબ ન કરવો કારણ કે તે અન્ય લોકોને અસુવિધા પહોંચાડે છે. કોઈ વ્યક્તિ બંધિયાર પાણીમાં પેશાબ કરશે અને અન્ય લોકો ત્યાં આવીને કપડાં ધોશે, તેઓ તેમાં સ્નાન કરશે, જાે કે તેઓ પાણીની સ્વચ્છતા વિશે જાણતા નથી.
મુહમ્મદ ﷺએ કહ્યું હતું કે ક્યારેય જાહેર સ્થળોએ પેશાબ ન કરવો, તે પણ અન્ય લોકોને તકલીફ પહોંચાડશે.
મુહમ્મદ ﷺએ એમ પણ કહ્યું હતું કે ક્યારેય છાંયડો આપતા વૃક્ષ નીચે પેશાબ ન કરવો, બીજા લોકો આવશે અને જાે વૃક્ષ નીચે આરામ કરવો હશે તો તેમને અસુવિધા થશે. તેમણે આપણને ઘણી બધી બાબતો શીખવી છે જેમ કે જમતા પહેલાં અને પછી હાથ ધોવા, જે વાસણમાંથી તમે પાણી પી રહ્યા છો તેમાં ફૂંક ન મારવી, ખાવાનું શરૂ કરતા પહેલાં અથવા કંઈક શરૂ કરતા પહેલાં ‘બિસ્મિલ્લાહ’ (અલ્લાહના નામ) કહેવું.
હવે હું ચાર મુખ્ય નોંધો આપીને મારૂં વક્તવ્ય સમાપ્ત કરી રહ્યો છું અને તે આ છેઃ
૧. જ્ઞાન મેળવો / તમારી જાતને શિક્ષિત કરોઃ કુઆર્ન, હદીસની કિતાબો, ઇસ્લામમાં જીવનનો શિષ્ટાચાર અને બીજા ઘણા બધા સાહિત્યનો અભ્યાસ કરો જેથી તમે વધુ સક્ષમ બની શકો.
૨. તમારા જીવનના અનુભવોમાંથી પાઠ શીખો અને તમારી જાતને વધુ સારી રીતે મઠારો.
૩. કેટલાક મૂળભૂત નૈતિક પાઠ અને નીતિ અને નિયમો શીખો જે વ્યક્તિગત તેમજ સામાજિક જીવનમાં અમલમાં મૂકવા જરૂરી છે.
૪. દયાળુ, સહાનુભૂતિશીલ તથા બીજા લોકો પ્રત્યે સંવેદનશીલ બનો. અન્ય લોકો માટે એ જ પસંદ કરો જે તમે પોતાના માટે પસંદ કરો છો. દા.ત.: શૌચાલયમાં જતી વખતે, તમે ઇચ્છો છો કે તે સ્વચ્છ હોવું જાેઈએ, તો તેનો ઉપયોગ કર્યા પછી તેને પોતે પણ સ્વચ્છ રાખો અને યોગ્ય રીતે ધોઈ લો જેથી પછીથી આવવાવાળાને તકલીફ ન પડે.
•••
(ઉપરોક્ત લેખ જમાઅતે ઇસ્લામી હિંદના ઉપપ્રમુખ, એસ. અમીનુલ હસનના નવી દિલ્હી ખાતે મસ્જિદે ઇશાઅતે ઇસ્લામમાં આપવામાં આવેલા જુમ્આના ખુત્બાના મુખ્ય મુદ્દાઓને આવરી લે છે.)