Home સમાચાર લોસ એન્જલસની આગ

લોસ એન્જલસની આગ

0
6

(ન્યૂઝ ડેસ્ક) લોસ એન્જલસમાં લાગેલી તાજેતરની આગના દૃશ્યોએ ફરી એકવાર દુનિયાભરમાં ભયાનક તબાહીની યાદ તાજી કરી દીધી છે. અમેરિકાની આ આગ જે એક કુદરતી આફત તરીકે દેખાય છે, કેટલીકવાર માનવીય બેદરકારી અને નીતિઓના પરિણામે ભયાનક કહેર બની જાય છે. લોસ એન્જલસ જેવા એક આધુનિક અને વિકસિત શહેરમાં લાગેલી આ આગ માત્ર પર્યાવરણીય બેદરકારી જ દર્શાવતી નથી, બલ્કે તેની પાછળ એવી નીતિઓ અને પગલાંની ગૂંજ પણ સંભળાય છે જે અમેરિકન સમાજના ઊંડાણમાં રહેલ અન્યાયોની પ્રતીક છે. લોસ એન્જલસમાં લાગેલી આ આગના દૃશ્યો માત્ર કુદરતી આફતોની તબાહીઓની વાત નથી કરતા બલ્કે અમેરિકન સમાજ અને અમેરિકા રાજ્યની નીતિઓની ખામીઓને પણ બેનકાબ કરે છે. આગની આ જ્વાળાઓએ માત્ર વૃક્ષો અને મકાનોને ભસ્મીભૂત કર્યા નથી બલ્કે તે એક સમગ્ર સંસ્કૃતિના એવા વર્તનનું પ્રતીક છે જે પોતાના લોભ અને શક્તિના નશામાં પોતાના જ પાયાને બાળી રહી છે.

પોતાના પ્રાકૃતિક સંસાધનોની ભરમાર હોવાને કારણે આ દેશો અમેરિકી આક્રમણના શિકાર બન્યા છે. આ યુદ્ધોએ માત્ર આ દેશોની અર્થવ્યવસ્થાને જ નષ્ટ નથી કરી, બલ્કે સાથે સાથે લાખો લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે, હસતાં-ખેલતા સમાજાેને તબાહ કર્યા છે અને પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. યુદ્ધ દરમિયાન વપરાતા રાસાયણિક પદાર્થો, વિસ્ફોટક સામગ્રી અને અન્ય વિનાશક હથિયારોએ પર્યાવરણને અપાયરિત નુકસાન પહોંચાડ્યું છે. અમેરિકા આજે પોતાની જમીન પર આ જ યુદ્ધ નીતિઓની કિંમત ચૂકવી રહ્યું છે. કુદરતી આફતો અને પર્યાવરણીય વિનાશ આ નીતિઓનું પ્રતિબિંબ છે જે અમેરિકાએ દુનિયાભરમાં અપનાવી છે.

લોસ એન્જલસની આગ એક અન્ય હકીકત પરથી પડદો ઉઠાવે છે અને તે છે વિશ્વના સૌથી વિકસિત સમાજમાં સામાજિક ન્યાય અને સમાનતાનો અભાવ. કેલિફોર્નિયા યુનિવર્સિટીના એક ઓનલાઇન જર્નલ મુજબ જંગલની આગથી સામાન્ય રીતે જે વર્ગ સૌથી વધુ પ્રભાવિત થાય છે તે છે સ્થાનિક અમેરિકનો છે જે લાંબા સમયથી અસમાનતાનો શિકાર છે અને રાજ્યની મદદ અને ધ્યાનના અભાવ અને સરકારી ઉપેક્ષાના પરિણામે પાછળ રહી ગયા છે. અહીં એ સવાલ ઊઠે છે કે શું અમેરિકન સરકાર ખરેખર પોતાના નાગરિકોને આ પર્યાવરણીય જાેખમોથી બચાવવા માટે ગંભીર છે અથવા તે માત્ર મોટા કોર્પોરેટ સંસ્થાઓના હિતોનું રક્ષણ કરી રહી છે જેમણે પર્યાવરણને વિનાશના આરે લાવી દીધું છે?

લોસ એન્જલસની આગ માત્ર એક પર્યાવરણીય કે રાજકીય મુદ્દો નથી, પરંતુ એક ઊંડા નૈતિક સંકટની નિશાની છે. અમેરિકી સંસ્કૃતિએ પોતાને “સંસ્કૃતિવાળી દુનિયા”નો ધ્વજવાહક ગણાવ્યો છે, પરંતુ આ સંસ્કૃતિ પોતાની જ ધરતી પર ન્યાય, સમાનતા અને કુદરતી સંસાધનોના સંરક્ષણમાં નિષ્ફળ જણાય છે. જે સંસ્કૃતિ દુનિયાના અન્ય ભાગોમાં માનવ અધિકારોનો પ્રચાર કરે છે, તે પોતાની જ ધરતી પર માનવો અને કુદરતના અધિકારોનું રક્ષણ કેમ નથી કરતી? આવા પ્રશ્નો આગમાં લપેટાયેલા અમેરિકાએ વિચારવા જાેઈએ.

લોસ એન્જલસની આગ એ આગની જ્વાળાઓનું પ્રતિબિંબ છે જે અમેરિકી સરકારની ક્રૂર નીતિઓએ દુનિયાભરમાં પ્રજ્વલિત કરી છે. આ આગ માત્ર જંગલોને જ નહીં બલ્કે માનવીય મૂલ્યો અને ન્યાયની વ્યવસ્થાને પણ બાળીને ખાક કરી રહી છે. આજે જરૂર એ વાતની છે કે આ સમસ્યાઓને માત્ર કુદરતી આફતના સંદર્ભમાં ન જાેવામાં આવે પરંતુ તેના સામાજિક, આર્થિક અને રાજકીય પાસાઓનું પણ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે. પર્યાવરણીય બેદરકારી, પૂંજીવાદી અત્યાચાર અને વિશ્વવ્યાપી લૂંટફાટ દુનિયાને ખતરનાક ભવિષ્ય તરફ ધકેલી રહ્યા છે. જાે આ સમસ્યાઓને તાત્કાલિક સમજવામાં ન આવી અને તેના નિરાકરણ માટે પગલાં ન લેવામાં આવ્યા તો આ આગ માત્ર લોસ એન્જલસ સુધી સિમીત રહેશે નહીં બલ્કે વિશ્વ શાંતિ અને માનવ અસ્તિત્વને પણ લપેટમાં લેશે. દુનિયાએ પુંજીવાદી વ્યવસ્થા વિરુદ્ધ અવાજ ઉઠાવવો જાેઈએ અને એક ન્યાયી અને ટકાઉ વ્યવસ્થાના નિર્માણનો પ્રયાસ કરવો જાેઈએ. આપણે એવી દુનિયા બનાવવાની જરૂર છે જ્યાં વ્યાપારી અને રાષ્ટ્રીય હિતો કરતાં ન્યાય, સમાનતા અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ પ્રથમ પ્રાથમિકતા હોય.

લોસ એન્જલસની આગને માત્ર એક કુદરતી આફત તરીકે ન ગણી શકાય, પરંતુ તેની પાછળ પર્યાવરણીય પરિવર્તનના એવા ચિહ્નો જાેવા મળે છે જેને અમેરિકન સરકાર અને કોર્પોરેટ જગત દાયકાઓથી અવગણી રહ્યું છે. જંગલોમાં આગ લાગવી, વધતું તાપમાન અને દુષ્કાળ એ વાતનો પુરાવો છે કે અમેરિકા અને આવા જ મોટા ઔદ્યોગિક દેશોએ પર્યાવરણના સંરક્ષણને બદલે પોતાના કોર્પોરેટ હિતોને પ્રાથમિકતા આપી છે.

અમેરિકા દુનિયામાં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરનારા દેશોમાં સામેલ છે. આ ઉત્સર્જન કુદરતી પર્યાવરણીય સિસ્ટમને તબાહ કરી રહ્યું છે, પરંતુ સરકાર અને મોટી કંપનીઓ પર્યાવરણના સંરક્ષણને બદલે પોતાના વ્યાપારિક હિતો માટે સતત એવા પ્રોજેક્ટ બનાવી રહી છે જે વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યા છે. લોસ એન્જલસની આગ આ જ બેદરકારીનું પરિણામ છે, જેમાં કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે વ્યવહારિક પગલાં લેવાને બદલે ફક્ત વચનો આપવામાં આવ્યા છે.

લોસ એન્જલસમાં આગથી પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવે તો આ સ્પષ્ટ થાય છે કે સૌથી વધુ નુકસાન તે લોકોને થયું છે જે પહેલેથી જ સંસાધનોની અછતનો શિકાર છે. પૂંજીવાદી વ્યવસ્થાએ સમગ્ર પર્યાવરણને એક વ્યાપારિક માલમાં બદલી નાખી છે, જ્યાં જમીન, પાણી અને હવાને પણ પૈસા કમાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
લોસ એન્જલસ જેવા શહેરોમાં મોટા ઉદ્યોગપતિઓ માટે પર્યાવરણ સંરક્ષણના કાયદા માત્ર એક ઔપચારિકતા બની ગયા છે, જ્યારે ગરીબ લોકોએ આ જ કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો ભોગ ભરવો પડે છે. આગ લાગ્યા પછી થયેલા નુકસાનની ભરપાઈ માટે સરકારી સહાય મોટાભાગે તે વર્ગો સુધી પહોંચતી નથી જે સૌથી વધુ પ્રભાવિત થાય છે. આ પરિસ્થિતિ અમેરિકન સમાજના અસ્તિત્વમાં રહેલ ઊંડા વર્ગીય વિભાજનને સ્પષ્ટ કરે છે, જ્યાં ધનિક વર્ગ પર્યાવરણીય મુદ્દાઓથી પોતાને સુરક્ષિત રાખવામાં સફળ થાય છે જ્યારે ગરીબ લોકો તેના શિકાર બને છે.

લોસ એન્જલસની આ આગને અમેરિકન વિશ્વવ્યાપી લૂંટફાટની વિશાળ તસવીરથી અલગ કરી શકાય નહીં. નિશ્ચિતપણે આપણે આ ઘટનાને દૈવી આફતના એક સ્વરૂપ તરીકે ગણીને પીડિત લોકોને પોતાની સહાનુભૂતિથી વંચિત રાખવા જાેઈએ નહીં. પરંતુ અમેરિકન સરકાર અને લોકોએ પણ આ અવસરે આ વિચાર કરવો જાેઈએ કે આ એ જ શક્તિશાળી રાષ્ટ્ર છે જે વિશ્વના વિવિધ દેશોમાં યુદ્ધો, સૈન્ય કાર્યવાહી અને સંસાધનોના શોષણ દ્વારા તબાહી મચાવતી રહી છે. ઇરાક, અફઘાનિસ્તાન, સીરિયા અને યમન જેવા દેશો અમેરિકન સૈન્ય કાર્યવાહીના પરિણામે બળી રહ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here