Home સમાચાર મુસ્લિમ મહિલાઓ (લગ્નના રક્ષણ)ખરડો, ૨૦૧૭ની સમીક્ષા

મુસ્લિમ મહિલાઓ (લગ્નના રક્ષણ)ખરડો, ૨૦૧૭ની સમીક્ષા

0

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી
સાયરાબાનો વિરુદ્ધ – યુનિયન ઓફ ઇન્ડિયા(૨૦૧૭)૯ એસએસસી.૧

સાયરાબાનુ કેસના ચુકાદા મુજબ તલાકે બિદઅત એ તલાક નથી.
સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયાધીશોની બનેલ બંધારણીય બેંચે સાયરાબાનુ વિરૃદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં ત્રણ જુદા જુદા ચુકાદાઓ આપ્યા છે. દરેક ચુકાદાના કેસમાં ઉપસ્થિત થતા મુદ્દાઓ અંગે પોતાની અનન્ય દલીલો છે. તલાકે બિદઅતની વૈદ્યતા (ફટ્વઙ્મૈઙ્ઘૈંઅ) અંંગે ૩ઃ૨ ની બહુમતી તારવી શકાય છે.જસ્ટિસ કે.જોસેફ અને જસ્ટિસ આર.એફ.નરીમાન (જસ્ટિસ નરીમાનના ચુકાદા જસ્ટિસ લલિતનું સમર્થન હતું) આમ આ બહુમતીનો ચુકાદો તલાકે બિદ્અતની વૈદ્યતા અંગે એ હતો કે આ પ્રથા ગેરકાનૂની છે. આનો અર્થ એ થયો કે જે કોઇ આ પ્રથાનો આશ્રય લેશે તેનાથી લગ્નના વૈદ્ય હોવા અંગે પતિ અને પત્નીના લગ્ન સંબંધો ઉપર કોઇ અસર નહી પડે. જે મુસ્લિમ મહિલાને એક સાથે ત્રણ તલાક ઉચ્ચારીને તલાક આપવામાં આવી છે તે કાયદેસર લગ્ન કરેલ પત્ની તરીકે ચાલુ રહેશે. તે પત્ની તરીકેના તમામ અધિકારો ભોગવશે અને તેને લાગુ પડતા વિવિધ કાયદાઓ હેઠળ સંરક્ષણ પણ પ્રાપ્ત થતું રહેશે.
કેન્દ્ર સરકારે મુસ્લિમ મહિલાઓ (લગ્નના હક્કોના રક્ષણ)નો ખરડો ,૨૦૧૭ (હવે પછી “ખરડા” માં બીજી બાબતો ઉપરાંત, તલાકે બિદ્અતના ઉચ્ચારણને પોલીસ અધિકારનો બિનજામીનપાત્ર અને ૩ વર્ષની સજાપાત્ર કાયદો બનાવવાનો સમાવેશ થાય છે. આ ખરડો રજૂ કરવા માટેના જે કારણો આપ્યા છે તે નીચે મુજબ છે ઃ
એવું જોવામાં આવ્યું છે કે તલાકે બિદ્અતને સર્વોચ્ચ અદાલતે રદ કર્યાની અસર અમુક મુસ્લિમોમાં પ્રચલિત તલાક પ્રથા ઉપર એવા પ્રતિબંધ તરીકે નથી થઇ જેના કારણે તલાકની સંખ્યામાં ઘટાડો થઈ શકે. આથી આ બાબતે રાજ્ય તરફથી સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અમલમાં મૂકવા પગલાં લેવાની જરૃરિયાત અનુભવવામાં આવી જેથી ગેરકાનૂની તલાકનો ભોગ બનનારાઓની ફરિયાદોનું નિવારણ કરી શકાય.
સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી તલાકે બિદ્અત ઉચ્ચારવાની ઘટનાઓની સંખ્યા અહિંયા અપ્રસ્તુત છે, કારણ કે લગ્ન ઉપર તેની કોઇ અસર પડતી નથી. લગ્નની કાયદેસરતા ચાલુ રહે છે. ગેરકાયદેસર તલાકનો ભોગ બનનારોથી કોણ અભિપ્રેત છે. એ બાબત પણ અસ્પષ્ટ છે, કારણ કે સુપ્રિમકોર્ટના ચુકાદા અન્વયે તલાક થતી જ નથી. કાયદાકીય દ્રષ્ટિએ એમ કહી શકાય કે આ પ્રથાના કારણે તલાક પામેલ મહિલાઓની સંખ્યા શૂન્ય છે, કારણ કે આ પ્રથા રદબાતલ ઠેરવવામાં આવી છે. હવે જે કૃત્યની કોઇ કાયદાકીય અસર જ ન હોય તેની અટકાયત કરવાની વાત જ બેહૂદી છે. આથી આ સૂચિત ખરડો એક કાયદાનો ટુકડો બિનજરૃરી છે.આ ખરડાનું વિગતવાર પૃથ્થકરણ નીચે મુજબ છે.
ખરડાની અનાવશ્યકતા
સૂચિત ખરડામાં ૭ પેટા કલમો છે જે પૈકીની મોટા ભાગની જોગવાઇઓ તલાકના મુસ્લિમ કાયદાની હયાત જોગવાઇઓનું પુનરાવર્તન માત્ર છે. ખરડાની પેટા કલમ-૩ દ્વારા આવી જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ વ્યક્તિ દ્વારા તેની પત્નીને તલાક આપવા માટે કરવામાં આવેલ કોઇ પણ ઉચ્ચારણ । જાહેરાત, શબ્દો દ્વારા, પછી તે ઉચ્ચારવામાં આવેલ હોય કે લેખિત હોય અથવા વીજાણું સ્વરૃપમાં અથવા બીજી કોઇ પણ પધ્ધતિથી આપવામાં આવેલ હોય રદ બાતલ અને ગેરકાયદેસર રહેશે. આ જોગવાઇ શાયરાબાનો વિરૃદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયામાં ૩ઃ૨ની બહુમતિથી અધિકારિક રીતે જાહેર કરાયેલ કાયદાનું પુનરાવર્તન માત્ર છે અને તેથી અનાવશ્યક છે. સર્વોચ્ચ અદાલતના આદેશ દ્વારા સ્પષ્ટપણે ઠરાવવામાં આવ્યું છે કે તલાકે બિદ્અત રદ કરવામાં આવે છે.(તલાકે બિદ્અત અર્થાત્ એકી સાથે ત્રણ વાર તલાકનું ઉચ્ચારણ કરીને અપાતી તલાક)
આવી જ રીતે ખરડાની પેટા કલમ-૬માં એવી જોગવાઇ કરવામાં આવી છે કે તેના પતિ દ્વારા તલાકે બિદ્અત ઉચ્ચારવાના કિસ્સામાં સ્ત્રીને તેના સગીર બાળકોની -કસ્ટડી-કબ્જાનો અધિકાર રહેશે. આ જોગવાઇ પણ અનાવશ્યક છે.
બાળકો, બાળકની સંભાળ ઃ હવાલાનો મુદ્દો તો માત્ર ત્યારે જ ઉપસ્થિત થાય છે કે જ્યારે લગ્ન રદ થયેલા હોય અથવા પતિ -પત્ની લગ્ન સંબંધથી મુકત થયા હોય. આમ છતાં, ઉપર અમે પુરતી સ્પષ્ટતા કરી છે કે તલાકે બિદ્અતના ઉચ્ચારણથી સાયરા બાનોના કેટલાક અપાયેલ બહુમતિ ચુકાદા અન્વયે લગ્ન રદ થતો નથી.
આ કારણસર બાળકોની સંભાળ કે હવાલાનો મુદ્દો તલાકે બિદ્અત સાથે સુંસગત નથી કારણ કે પતિ-પત્નીના લગ્ન સંબંધ ચાલુ રહેવાના કિસ્સામાં બાળક, બાળકોની સંભાળમાં બન્ને ભાગીદાર રહેશે .આમ ખરડાની જોગવાઇઓ પોતે જ વિરોધાભાસી છે કારણ કે તે તલાકે બિદ્અતને રદબાતલ ઠરાવે છે અને એ જ વખતે એવા ઉપાયોની જોગવાઇ કરે છે જે માત્ર લગ્ન વિચ્છેદના કિસ્સામાં જ મળવાપાત્ર છે.
તેથી આ જોગવાઇ પણ સ્વયં સ્પષ્ટ છે અને તે તદ્દન બિનજરૃરી છે જ્યારે કે ખરડો તલાકે બિદ્અતની જાહેરાતને એવો ગુનો ગણાવે છે જેના માટે ત્રણ વર્ષની સજા થઈ શકે છે . એ બાબત તો દેખીતી છેે કે જ્યારે પતિ સૂચિત અપરાધ માટે જેલની સજા ભોગવી રહ્યો હોય ત્યારે બાળકોેનો હવાલો અને સંભાળ સ્ત્રી પાસે જ રહેશે.
ખરડામાં કરાયેલ મનસ્વી અને આકરી જોગવાઇઓ ઃ
આ સૂચિત ખરડાની જોગવાઇઓ વધારાની અને અનાવશ્યક છે. આમાં માત્ર પેટાકલમ-૪ અપવાદરૃપ છે જે તલાકે બિદ્અતના ઉચ્ચારણ માત્રને એક અપરાધ ઠેરવે છે જેના માટે સજાની મુદત ૩ વર્ષ સુધી લંબાવી શકાય છે. આને પોલીસ અધિકારનો ગુનો પણ બનાવવામાં આવ્યો છે અને ખરડાની પેટા કલમ-૭ હેઠળ તે જામીનપાત્ર પણ નથી. આ જોગવાઇની બંધારણીય કાયદેસરતા તેની સંદિગ્ધતા ફોજદારી ગુનો બનાવવાના ઔચિત્ય ,મનસ્વી શિક્ષા અંગે વિગતવાર ચર્ચા અગાઉ થઈ ચૂકી છે. અહીંયા એ નોંધવું પ્રસંગોચિત છે કે તલાકે બિદ્અતને અપરાધ બનાવતો કાયદો દુનિયાના કોઇ કાર્યક્ષેત્રમાં નથી અને સુપ્રિમ કોર્ટ દ્વારા પણ આ માટેનો આદેશ આપવામાં આવ્યો ન હતો.રંંૅઃ//ંરીુૈિી.ૈહ/૨૦૫૧૪૦/ુરઅ-ષ્ઠિૈદ્બૈહટ્વઙ્મૈજૈહખ્ત -ંિૈૅઙ્મી-ંટ્વઙ્મટ્વૂ-ૈજ-ેહહીષ્ઠીજજટ્વિઅ-ર્દૃીિૌઙ્મઙ્મ/
માજી એટર્ની જનરલે સાયરા બાનો વિરૃધ્ધ યુનિયન ઓફ ઇન્ડીયાની સુનાવણી દરમ્યાન જુસ્સાપૂર્વક એવી દલીલ કરી કે સર્વોચ્ચ અદાલતે ત્રણ તલાકની પ્રથા રદ કરવી જોઈએ કારણ કે ઘણાં દેશોએ તેને રદ કરી દીધી છે.દુનિયાના મુસ્લિમ દેશોની બુહમતી તલાકે બિદ્અતને પરત ખેંચી શકાય એવી એક તલાક ગણે છે. પરંતુ ભારતમાં આ બાબતની કાયદાકીય સ્થિતિ એક ડગલુ આગળ વધી ગઈ છે જેમા કહેવામાં આવ્યુ છે કે તલાકે બિદ્અતના ઉચ્ચારણથી તલાક થતી જ નથી. પરંતુ દુનિયાના કોઇ પણ દેશે .(૩ જુઓ પારા ૧૫૦૧૬૯ સાયરાબાનો વિરૃધ્દ યુનિયન ઓફ ઇન્ડિયા (૨૦૧૭)૯
એસ.એસ.સી.૧) તલાકે બિદ્અતના ઉચ્ચારણ માત્રને અપરાધનો દરજ્જો આપ્યો નથી. જો અન્ય દેશોનો અનુભવ આ પ્રથાનું નિરાકરણ લાવવામાં કોઇ પ્રકારે મદદરૃપ બની શકતો હોય તો તે સ્પષ્ટ છે કે સૂચિત ખરડાની માત્ર ત્રણ તલાકના ઉચ્ચારણની જોગવાઇની પ્રથા માટે સજા આપવાની બાબત વધુ પડતી છે જે બુધ્ધિગમ્ય નથી.
ઉપરાંત, સૂચિત ખરડાનો મુસદ્દો ઉતાવળે ઘડવામાં આવ્યો છે જેમાં ફોજદારી સુનાવણીમાં મૂળભૂત વિગતો ઉપર કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી. ખરાડામાં એ બાબતની કોઇ સ્પષ્ટતા નથી કે ત્રણ તલાક ઉચ્ચારવાના કિસ્સામાં ફરિયાદ કોણ નોંધાવી શકે છે. વ્યભિચારના ગુના અથવા લગ્ન વિરૃદ્ધના ગુના અંગે ફોજદારી દંડસંહિતા, ૧૯૭૩માં કલમ-૧૯૮ હેઠળ એવી જોગવાઇ કરવામાં આવી છે કે માત્ર અન્યાયનો ભોગ બનનાર વ્યક્તિ જ (આક્ષેપિતની પત્ની) જ આવા કેસોમાં ફરિયાદ નોંધાવી શકે છે. પરંતુ આ ખરડામાં આવી કોઇ જોગવાઇ રાખવામાં જ આવી નથી. જેથી તલાકે બિદ્અત આપનાર સામે ફરીયાદ માંડી શકાય. જો કે સ્પષ્ટપણે આ લગ્ન વિરૃધ્ધનો ગુનો છે. આના કારણે આ જોગવાઇનો દુરૃપયોગ થઇ શકે છે અને મુસ્લિમ પુરુષોની સતામણી માટેનું સરળ સાધન બની શકે છે. આના પરિણામે એવા ઘણાં બનાવો બની શકે છે કે જેમાં મુસ્લિમ પુરૃષોની પાડોશીઓ કે લગ્ન સંબંધના સગાઓ વિગેરેની હેતુયુક્ત ફરિયાદોના આધારે ધરપકડ થઇ શકે છે. આ અંગે ખરડામાં જ સ્પષ્ટતા કરવાની જરૃર હતી અને આ અંગે એ બાબત ધ્યાને રાખવાની જરૃર હતી કે પેટા કલમ ૮ હેઠળની ફરિયાદ વ્યક્તિ માટે મોટુ કલંક પુરવાર થઇ શકે છે અને આ તેના જીવન અને સ્વતંત્રતાનું ગંભીર ઉલ્લંઘન છે. ખાસ કરીને એ સંજોગોમાં કે જ્યારે આ અપરાધનો પોલીસ અધિકારમાં અને બિનજામીનપાત્ર ગુનો બનાવવામાં આવ્યો હોય. આ ઉપરાંત સૂચિત ખરડામાં સામાન્ય વ્યક્તિના ઘરની સામાજિક અને આર્થિક વાસ્તવિકતા પણ ધ્યાને લેવામાં નથી આવી અને પેટા ખરડાની પેટા કલમ-૫ હેઠળ નિર્વાહ ભથ્થાની જોગવાઇ કરવામાં આવી છે પેટા કલમ-૫ આ પ્રમાણે છેઃ
અન્ય કોઇ કાયદામાં સમાવિષ્ટ જોગવાઇઓ જે તે સમયમાં અમલમાં હોય તેની સામાન્યતાને બાધ આવ્યા સિવાય કોઇ પરિણીત મુસ્લિમ મહિલા જેને તલાક ઉચ્ચારવામાં આવી હોય તેને પોતાના પતિ પાસેથી નિર્વાહ ભથ્થાની તેવી રકમ પોતાના અને પોતાના બાળકો માટે મેળવવાનો અધિકાર રહેશે જે મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે.
આ જોગવાઇના પ્રારંભિક શબ્દો ઉપરથી એ સ્પષ્ટ છે કે નિર્વાહ ભથ્થું એવી રકમ છે જે મુસ્લિમ મહિલાને ઉપલબ્ધ નાણાંકીય ભથ્થા ઉપરાંતની છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ-૧૨૫ના વિદ્દમાન સેક્યુલર કાયદા મુજબ જો પતિ તેની ઉપેક્ષા કરતો હોય અથવા તેના ભરણ-પોષણનો ઇન્કાર કરતો હોય તો તેને ભરણ-પોષણ માટે દાવો કરવાનો અધિકાર છે.
આ ઉપરાંત તલાકે બિદ્અતના ઉચ્ચારણના કારણે પત્ની જો અપમાનિત થવાની લાગણી અનુભવતી હોય તો એ શાબ્દિક અને લાગણી વિષયક દુરૃપયોગ ગણાશે. જે માટે પ્રોટેકશન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એકટ,૨૦૦૫ હેઠળ પગલા લઇ શકાય છે. સદરહુ અધિનિયમ હેઠળ મહિલા નાણાંકીય રાહત મેળવવાનો અધિકાર ધરાવે છે. અને તેના પરિણામે કલમ-૨૦ અને ૨૨ હેઠળ તેને વળતર પણ મળી શકે છે. તેથી એ સ્પષ્ટ છે કે મહિલાને પોતાનું અને પોતાના બાળકોનું ભરણ-પોષણ માટે પૂરતા અને અસરકારક ઉપાયો ઉપલબ્ધ છે. આ તલાકે બિદઅતના ઉચ્ચારણના કિસ્સામાં હયાત કાયદાકીય માળખામાંથી તેને મળી શકે છે.
આ કાયદાકીય માળખાના અસ્તિત્વ છતાં સૂચિત ખરડામાં તલાકે બિદઅત ઉચ્ચારવાના કિસ્સામાં બિનજરૃરી રીતે પુરુષ ઉપર નિર્વાહ ભથ્થું પૂરું પાડવાના વધારાનો બોજો નાખવામાં આવ્યો છે. ખરડાની પેટા કલમ-૫ મનસ્વી છે અને તે અત્યંત આકરી પણ છે, કારણ કે તેમાં એ વાત સમજવામાં આવી જ નથી કે જ્યારે પતિ બિન જામીનપાત્ર ગુના માટે જેલમાં હોય તો તેના માટે પોતાની પત્ની અને બાળકોનુ ભરણ-પોષણ કરવાનંુ કઇ રીતે શકય બનશે ?
નિષ્કર્ષ ઃ ઉપર કરાયેલ વિગતવાર ચર્ચા ધ્યાને લેતાં એ વાત સ્પષ્ટ થાય છે કે આ ખરડાનો મુસદ્દો સાયરાબાનો કેસમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાની ખોટી સમજણના આધારે કરવામાં આવ્યો છે.એ બાબત નોંધવા યોગ્ય છે કે જસ્ટિસ નરિમાન દ્વારા તલાકે બિદ્અતને દેખીતી રીતે મનસ્વી ગણવાનું કારણ એ હતું કે આ પધ્ધતિથી મુસ્લિમ પતિ દ્વારા લગ્ન સંબંધોને તરંગીપણે તેને બચાવવા માટેની કોઇપણ કોશિશ કરવાને બદલે તોડી નાખી શકાય છે. જસ્ટિસ નરિમાનની દલીલમાં જ આ સામાજિક બદીનો ઉકેલ રહેલો છે. સમાજનો જે નાનકડો ભાગ આ પ્રથાનો આશ્ર્ય લે છે તેની સુધારણા માટે સમુદાયના કાનૂની કેન્દ્રોને મજબૂત બનાવવા જોઈએ જે લગ્ન વિષયક વિવાદોનો અંત લાવવાની વ્યવસ્થાને સમર્થન આપતા હોય. આ ચુકાદો એ બાબત પણ સ્પષ્ટ કરે છે કે સમાધાનને પ્રોત્સાહન આ સામાજિક બદીને ઉકેલવાનો એક માત્ર રસ્તો છે, નહીં કે ભય બતાવીને તેને અટકાવવાની પધ્ધતિ માત્ર એક વાકયાંશના ઉચ્ચારણ કે જેની કોઇ અસર પણ ન હોય તેના માટે ૩ વર્ષની જેલની સજા સામાજિક સુધારણાના કોઝ-હેતુ માટે ઘણી મોટી કુસેવા છે. જ્યારે લગ્ન સંબંધ હયાત હોય ત્યારે પતિને જેલમાં મોકલી દેવા બિનતાર્કિક અને વિરૃદ્ધ પરિણામ લાવનાર પગલું છે કારણ કે તેનાથી પત્ની અને બાળકો કોઇ નાણાકીય સહાય વિનાના બની જશે અને તેના કારણે મહિલાની પીડામાં વધારો જ થશે. જ્યારે આપણો આશય તેને આમાંથી બહાર ઉગારવાનો છે.

જીૈંર્ં ઓફ ઇન્ડિયા દ્વારા યોજાઈ ગયેલ ત્રિ-દિવસીય

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version