Home સમાચાર આલ્ફા સ્કીલ ડેવલમપેન્ટ સેન્ટર, હિંમતનગર ખાતે વિનામૂલ્યે મુસ્લિમ વિદ્યાર્થીઓને કૌશલ્યબદ્ધ બનાવી રોજગાર...

આલ્ફા સ્કીલ ડેવલમપેન્ટ સેન્ટર, હિંમતનગર ખાતે વિનામૂલ્યે મુસ્લિમ વિદ્યાર્થીઓને કૌશલ્યબદ્ધ બનાવી રોજગાર પૂરું પાડવા વિવિધ સરકાર માન્ય કોર્ષો શરૃ કરાયા

0

આલ્ફા આઈટીઆઈ/ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા હિંમતનગર ખાતે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર અને સાધન સંપન્ન વકર્શોપ સાથે અનુભવી અને નિષ્ણાત સ્ટાફ દ્વારા મુસ્લિમ ડ્રોપઆઉટ અને નાની-નાની નોકરીઓ કરતા કારીગરોને કૌશલ્યબદ્ધ તાલીમ આપી રોજગાર પૂરું પાડવાનું આયોજન છે. સરકાર માન્ય વેલ્ડર, પ્લમ્બર, ફીટર, હાઉસકીપર અને ડેટા એન્ટ્રી ઓપરેટર જેવા કોર્ષો ૩ માસના સમયગાળામાં વિનામૂલ્યે (ફ્રી) કરાવવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓને દેશ-વિદેશમાં રોજગાર મળી રહે એ હેતુની પર્સનાલિટી ડેવલપમેન્ટ અને અંગ્રેજી શીખવા માટે આયોજન છે. મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવા સાથે હોસ્ટેલની પણ વ્યવસ્થા કરેલ છે. સાથે સાથે દીની તાલીમ મેળવેલ વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ થકી રોજગાર મળે એ હેતુથી કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. આ માટે સંસ્થાના ડાયરેકટર ડો.બિલાલ શેઠનો ૯૭૧૪૭૪૪૧૬૮ તથા ૮૭૩૩૦૬૬૧૦૦ નંબર પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યંુ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version