Home દૃષ્ટિકોણ એક સમાચાર… એક દૃષ્ટિકોણ

એક સમાચાર… એક દૃષ્ટિકોણ

0

સરકાર બદલવાની જરૂર હતી

વર્તમાન કેન્દ્ર સરકારના શરૂના ત્રણ-ચાર વર્ષ તો સારી રીતે પસાર થયા. સામાન્ય લોકોએ પણ હકારાત્મક વલણ અપનાવ્યું, પરંતુ તેના નાના-મોટા આર્થિક-સામાજિક કૌભાંડો પ્રકાશમાં આવતાં જ લોકોનો અભિપ્રાય ઝડપથી બદલાવા લાગ્યો. ૨૦૧૬ની નોટબંધી, ખેડૂતોનું આંદોલન, અદાણી સ્કેન્ડલ, કુસ્તીબાજ છોકરીઓ સાથે દુર્વ્યવહાર, મણિપુરમાં ગૃહયુદ્ધ અને રાહુલ ગાંધી સામે ઝુંબેશ. આ બધામાં, પક્ષને વફાદાર લોકો સિવાય કોઈ પણ વર્ગે સરકારને સમર્થન આપ્યું નથી. પરંતુ હવે સ્થિતિ એવી છે કે તમામ વર્ગના લોકો તેનાથી કંટાળી ગયા છે. મણિપુરના સંગઠિત ગૃહયુદ્ધનો મામલો અત્યારે ગરમ હતો અને સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના કેસમાં નીચલી કોર્ટ તથા વડી અદાલતના ચુકાદાને પલટી, સરકાર સામે અભિપ્રાય આપીને સરકારની આખી રમતનો પર્દાફાશ કર્યો છે. છેલ્લા દસ વર્ષમાં સરકારનું મુસ્લિમ વિરોધી અભિયાન પણ સામે આવ્યું છે. કારણ કે સરકાર જાણતી હતી કે તે રચનાત્મક કાર્યોના આધાર પર સરકાર ચલાવી શકતી નથી તેથી તેણે તેના વહીવટની શરૂઆતમાં જ તેનું વિશિષ્ટ પોત બતાવ્યું. જ્યારે આ સંધી સંચાલકોએ નરભક્ષકની આડમાં પશ્ચિમ યુપીમાં મુહમ્મદ અખલાકના ઘરમાં ઘૂસીને તેને મારી નાખ્યો હતો, તે તેના પ્રકારની સૌથી ખરાબ ઘટના હતી. પરંતુ વડાપ્રધાન કંઈ બોલ્યા નહીં, સંપૂર્ણપણે મૌન રહ્યા. ઘણા દિવસો પછી, અરુણ જેટલીએ તેમના વતી વાત કરી અને કહ્યું કે વડાપ્રધાનને આ ઘટના પર અફસોસ છે. હત્યાઓ અને રક્તપાતનો આ સિલસિલો હજુ ચાલુ છે. પાછળથી તેમાં દલિત વર્ગનો પણ ઉમેરો કરવામાં આવ્યો, જેનું ઉદાહરણ ગુજરાતના ઊના શહેરમાં જોવા મલ્યું હતું. જાણે આ બદલાવ સરકાર માટે જરૂરી હતો.

હુલ્લડની યોજના પૂરા આયોજન સાથે ઘડી હતી

હવે મણિપુરમાં લોહિયાળ ગૃહયુદ્ધની સાથે બદમાશોએ ઉત્તર ભારતમાં વધુ એક મોરચો ખોલ્યો છે. હરિયાણાના મેવાતમાં એક ખૂબ જ ઉશ્કેરણીજનક સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં હરિયાણા બહારના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લોકો સશસ્ત્ર હતા. ઘણા લોકો પાસે રિવોલ્વર, લાઠીઓ અને અન્ય ઘાતક સાધનો હતા. આ સરઘસ નૂહ શહેરમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે કેટલાક યુવકોએ તેના પર પથ્થરમારો કર્યો હતો. કેટલાક લોકો પથ્થરબાજોને કાબૂમાં લેવા તથા સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને સરઘસમાં રહેલા સશસ્ત્ર માણસોએ પણ માર મારવાનું શરૂ કર્યું હતું. સરઘસ નૂહથી નીકળ્યા પછી આ હંગામો થયો હતો. આ જગ્યાની ત્રણ બાજુ ટેકરીઓ છે. ચાર કલાક સુધી હંગામો ચાલુ રહ્યો. પોલીસ સંપૂર્ણપણે ગેરહાજર હતી. વિશ્વાસપાત્ર નિરીક્ષકોનું કહેવું છે કે આ રમખાણની યોજના પહેલાંથી ઘડવામાં આવી હતી. નૂહમાં, અધમ નિવેદનો અને વીડિઓઝની શ્રેણી એક અઠવાડિયા સુધી ચાલુ રહી. હુલ્લડના એક દિવસ પહેલાં, કુખ્યાત સ્થાનિક તોફાની મોનુ માનેસરનો વીડિયો નૂહ અને તેની બહાર દૂર સુદૂર સુધી બતાવવામાં આવી રહ્યો હતો. એમાં બતાવાયું હતું કે જુઓ, તમારો ભાઈ આવી રહ્યો છે અને તે પૂરી તૈયારી સાથે આવી રહ્યો છે. તેના સ્વાગત માટે તૈયાર રહો. એવું કહેવાય છે કે આ ઉશ્કેરણીઓને લીધે, નૂહ અને તેની આસપાસના લોકો વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો. પછી જ્યારે સરઘસ આવ્યું ત્યારે તેની શૈલી અલગ હતી. એવું કહેવાય છે કે નૂહ પાસે એક પ્રાચીન મંદિર છે જ્યાં દર વર્ષે લોકો જલ અભિષેક માટે ભેગા થાય છે. મહિલાઓ પણ હોય છે. આ વખતે પણ શોભાયાત્રા વિશાળ હતી. તેઓએ તેના નિર્ધારિત પરંપરાગત માર્ગને બદલે મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો. હુલ્લડો અહીંથી શરૂ થયા હતા. એવું કહી શકાય કે રમખાણનું આયોજન પહેલાંથી ગોઠવાયેલ હતું.

પોતાના વિચારોની સુધારણા કરો

ઘણા લોકો નૂહના રમણાખો વિશે ભવિષ્યવાણી કરતા હતા. આ આગાહી શાસક પક્ષના સંદર્ભમાં કરવામાં આવી રહી હતી. આ લોકોનું માનવું હતું કે પાર્ટી પાસે ૨૦૨૪ની ચૂંટણી જીતવા માટે કોઈ સાધન બચ્યું નથી. વડાપ્રધાનનું વ્યક્તિત્વ હવે આકર્ષક નથી રહ્યું, તેથી પાર્ટી હવે તેની નકારાત્મક રાજનીતિમાં ઊતરશે. ભાજપ લાંબા સમયથી મેવાતને સંવેદનશીલ વિસ્તાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે નૂહનું રમખાણ અચાનક નથી થયું, પરંતુ તેના માટે નિયમિત તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સતપાલ મલિક પણ આ વાતો કહેતા હતા. RSSએ સત્તા માટે બે પ્રયાસો કર્યા. એક અટલ બિહારી બાજપેયી સાથે ગઠબંધનની રાજનીતિ, બીજી નરેન્દ્ર મોદી સાથેની શુદ્ધ સત્તા એટલે કે કોઈના સમર્થન વિના સરકાર બનાવવાની. દેશ અને લોકોના વિકાસની દૃષ્ટિએ બીજો પ્રયોગ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. હવે RSSને ભવિષ્યમાં સત્તામાં રહેવું હોય તો નવો પ્રયોગ કરવો પડશે. તેની પાસે મોટી કેડર છે. તેમણે નફરતની રાજનીતિ છોડીને રચનાત્મક રાજનીતિ કરવી જોઈએ. બધાને સાથે લઈને ચાલો અને ખરેખર સૌનો વિકાસ ઇચ્છો. થોડાં વર્ષો પહેલાં તેમણે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સતત ત્રણ દિવસ સુધી પ્રવચન આપ્યું હતું. તેના પર હવે અનુસરણ કરી બતાવે. તેમણે નકારાત્મક રાજકારણમાં સો વર્ષ વિતાવ્યા છે અને હવે તેઓ સકારાત્મક કાર્યો કરીને બતાવે. તેઓએ ઈસ્લામ ધર્મને સંપૂર્ણ ઈમાનદારી સાથે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઇસ્લામની સમજના અભાવને કારણે RSS અને સમગ્ર દેશ માટે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. કુદરતે આજે તેને પોતાને સુધારવાની મોટી તક આપી છે. આ તકનો તે જાતે લાભ લે અને દેશના નાગરિકોને પણ લાભ લેવાની તક આપે.
(સૌજન્યઃ દા’વત સાપ્તાહિક)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version