Home કુર્આન ર૮. સૂરઃ કસસ

ર૮. સૂરઃ કસસ

0

પરંતુ મોટાભાગના લોકો આ વાત જાણતા નથી. (રુકૂઅ-૧)
જ્યારે મૂસા તેની પૂર્ણ વ્યવસ્થ્એ પહોંચી ગયો અને તેનો વિકાસ પૂર્ણ૧૮ થઈ ગયો ત્યારે અમે તેને હુકમ અને જ્ઞાાન એનાયત કર્યા,૧૯ અમે સત્કર્મીઓને આવો જ બદલો આપીએ છીએ, (એક દિવસે) તે શહેરમાં એવા સમયે દાખલ થયો કે જ્યારે શહેરવાસીઓ ગફલતમાં હતા.ર૦ ત્યાં તેણે જોયું કે બે માણસો લડી રહ્યા છે. એક તેની પોતાની કોમનો હતો અને બીજો તેની દુશ્મન કોમ સાથે સંબંધ ધરાવતો હતો. તેની કોમના માણસે દુશ્મન કોમવાળા વિરુદ્ધ તેને મદદ માટે પોકાર્યો. મૂસાએ તેને એક મુક્કો માર્યોર૧ અને તેને મારી નાખ્યો. (આ કૃત્ય થતાં જ) મૂસાએ કહ્યું, ‘આ શેતાનની અસર છે, એ કટ્ટર દુશ્મન અને ખુલ્લો ગુમરાહ કરનારરર છે.’ પછી તે કહેવા લાગ્યો ‘હે મારા માલિક, મેં મારી જાત ઉપર જુલમ કરી નાખ્યો, મને ક્ષમા કરી દે.’ર૩

(૧૮) એટલે કે જ્યારે તેમનો શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણ થઈ ગયો. યહૂદીઓની રિવાયતોમાં અત્યારે હઝરત મૂસા અ.સ.ની અલગ-અલગ ઉંમરો જણાવવામાં આવી છે. કોઈએ ૧૮ વર્ષ લખી છે, કોઈએ ર૦ વર્ષ, અને કોઈએ ૪૦ વર્ષ. બાઇબલના નવા કરારમાં ૪૦ વર્ષ ઉંમર દર્શાવવામાં આવી છે. (કર્મો ૭ઃર૩). પરંતુ કુઆર્ન કોઈ ઉંમરની સ્પષ્ટતા કરતું નથી. જે હેતુ માટે કિસ્સાનું વર્ણન કરવામાં આવી રહ્યું છે તેના માટે ફકત આટલું જ જાણી લેવું પૂરતું છે કે આગળ જે કિસ્સાનો ઉલ્લેખ થઈ ગયો છે તે એ જમાનાનો છે જ્યારે કે હઝરત મૂસા અ.સ. પૂર્ણ યુવાવસ્થાએ પહોંચી ગયા હતા.
(૧૯) હુકમનો મતલબ ડહાપણ, બુદ્ધિમત્તા, સમજદારી અને નિર્ણયશક્તિ છે, અને જ્ઞાાનનો અર્થ ધાર્મિક અને દુનિયાનું જ્ઞાાન બંને છે, કેમ કે તેમના માતા-પિતા સાથે સંબંધો જળવાઈ રહેવાના કારણે તેમને તેમના વડવાઓ હઝરત યૂસુફ અ.સ., હઝરત યાકૂબ અ.સ., હઝરત ઇસ્હાક અ.સ. અને હઝરત ઇબ્રાહીમ અ.સ.ના શિક્ષણની પણ જાણકારી મળી ગઈ, અને એ સમયના રજાને ત્યાં રાજકુંવરની હેસિયતથી ઉછેરવાના કારણે તેમને એ સાંસારિક વિદ્યાઓ પણ પ્રાપ્ત થઈ જે એ જમાનાના મિસ્રવાસીઓમાં પ્રચલિત હતી. આ હુકમ અને વિદ્યાની ભેટનો અર્થ નબૂવ્વતની ભેટ નથી કેમ કે હઝરત મૂસ અ.સ.ને નબૂવ્વત તો તેના ઘણા વર્ષો પછી એનાયત કરવામાં આવી, જેમ કે આગળ આવી રહ્યું છે અને આ પહેલા સૂરઃ શુઆરામાં આયત ર૧માં પણ વર્ણન આવી ગયું છે.

આ રાજકુંવરકાળના શિક્ષણ અને તાલીમ વિશે બાઇબલના પુસ્તક કર્મોમાં જણાવવામાં આવ્યું છે ‘મૂસાએ મિસ્રીઓની તમામ વિદ્યાર્થીઓનું શિક્ષણ મેળવ્યું અને તે વાણી તથા વર્તનમાં સક્ષમ હતો.’ (૭ઃરર) તલમૂદ જણાવે છે કે મૂસા અ.સ. ફિરઔનના ઘરમાં એક રૃપાળા યુવક બનીને ઉઠયા. રાજકુંવરો જેવા વસ્ત્રો પહેરતા, રાજકુંવરોની જેમ રહેતા અને લોકો તેમનો ખૂબજ આદર કરતા હતા. તે ઘણી વખત જુશન મુકામે જ્યાં જ્યાં ઇસ્રાઈલીઓના ગામો હતા અને એ તમામ મુશ્કેલીઓને પોતાની નજરે જોતાં જે તેમની કોમ સાથે કિબ્તી સરકારના અધિકારો કરતા હતા. તેમના પ્રયાસોના લીધે ફિરઔને ઇસ્રાઈલીઓ માટે અઠવાડિયામાં એક દિવસ માટે રજા નક્કી કરી. તેમણે ફિરઔનને કહ્યંું કે હંમેશા સતત કામ કરવાના કારણે આ લોકો નબળા પડી જશે અને સરકારના કામને નુકસાન થશે. તેમની શક્તિને તાજી રાખવા માટે જરૃરી છે કે તેમને અઠવાડિયામાં એક દિવસ આરામ આપવામાં આવે. આવી રીતે પોતાની ચુતરાઈથી તેમણે બીજા ઘણાં એવા કામ કર્યા જેના કારણે તમામ મિશ્ર દેશમાં તેમની ખ્યાતિ ફેલાઈ ગઈ. (તલમૂદના અવતરણો પાનું ૧ર૯)

(ર૦) શકય છે કે વહેલી સવારનો સમય હોય, અથવા ઉનાળમાં બપોરનો, અથવા શિયાળામાં રાતનો. કહેવાનો અર્થ આ છે કે જ્યારે રસ્તા સૂમસામ હતા અને શહેરમાં સન્નાટો છવાયેલો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version