# Shaheen Gujarati Weekly Newspaper ## Posts - [ધ્રુવીકરણ વચ્ચે સંવાદિતાની સુવાસ](https://shaheenweekly.com/dhruvikaran-vacche-samvadita-ni-suvas/): સામાજિક સંવાદિતા અને ભાઈચારો માનવ સ્વભાવનો એક ભાગ છે. તેથી, સમાજને પ્રદૂષિત કરવાના પ્રયાસો છતાં, સામાજિક સંવાદિતાના હૃદયસ્પર્શી ઉદાહરણો સામે આવતા રહે છે. આવી જ એક ઘટના કર્ણાટકના દરિયાકાંઠાના પ્રદેશના એક નાના ગામમાંથી બની. કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના બાંદિકોટ ગામમાં આવેલા મલારાય મંદિરમાં બ્રહ્મા કલાત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. આ એક મહત્વપૂર્ણ ધાર્મિક તહેવાર છે, જેના કારણે આખા ગામમાં ઉત્સાહ હતો. સાંજ સુધીમાં, વાસ્તુ પૂજા અને સામૂહિક ભોજન જેવા તહેવાર સાથે સંકળાયેલા ધાર્મિક વિધિઓ શરૂ થઈ ગઈ હતી અને ભક્તો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. મંદિરની બાજુમાં મુસ્લિમ સમુદાયના હસૈનાર નામના એક વ્યક્ત રહેતા હતા. ઉજવણી દરમિયાન, અચાનક સમાચાર […] - [લોકશાહીના મૂલ્યો અને સામાજિક તાણાવાણા સામે ઊભા થતા ગંભીર પડકારો](https://shaheenweekly.com/lokshahina-mulyo-ane-samajik-tanavana-same-ubha-thata-gambhir-padkaro/): (ન્યૂઝ ડેસ્ક) વર્તમાન સમયમાં દેશ જે આંતરિક અને પ્રણાલીગત પડકારોનો સામનો કરી રહ્યો છે, તે ભારતીય લોકશાહીની પાયાની સંસ્થાઓ અને નૈતિક મૂલ્યો સામે પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરે છે. તાજેતરમાં સામે આવેલા કેટલાક પ્રવાહો; પછી તે બુલડોઝરની રાજનીતિ હોય, વ્યાપક ભ્રષ્ટાચાર હોય, મતદારયાદીની પ્રક્રિયાની અસ્પષ્ટતા હોય કે રાજકીય અસ્થિરતા હોય એ બાબત તરફ ઈશારો કરે છે કે બંધારણીય નૈતિકતા અને કાયદાના શાસનને પુનઃ સ્થાપિત કરવાની તાતી જરૂરિયાત છે. સૌથી ચિંતાજનક બાબત દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળી રહેલી તોડી પાડવાની એકપક્ષીય ઝુંબેશ છે. વિકાસ અથવા દબાણ હટાવવાના નામે ધાર્મિક સ્થળો, ગરીબ વસાહતો અને રહેણાંક મકાનો પર જે રીતે વહીવટી તંત્રના બુલડોઝર ફરી વળ્યા […] - [આંતરધર્મીય સંવાદ : દેશમાં શાંતિ અને સલામતી માટે દીવાદાંડી](https://shaheenweekly.com/aantardharmiya-samvad-deshma-shanti-ane-salamati-mate-divadandi/): ભારત એક એવો દેશ છે જ્યાં વિવિધ પ્રકારના ધર્મો જોવા મળે છે, ડગલે ને પગલે ભાત-ભાતની સંસ્કૃતિ અને જીવનશૈલીનું દર્શન થાય છે. એમ તો ધર્મોની મૂળભૂત શિક્ષાઓમાં પ્રેમ અને ભાઈચારો, સહિષ્ણુતા અને ધૈર્ય, ક્ષમા અને વિનમ્રતા જેવા મૂલ્યો મળે છે. વાસ્તવમાં આ પ્રાકૃતિક મૂલ્યો છે જે માનવના અંતઃકરણનો પોકાર છે. છતાં લોકો એકબીજાના ધર્મ અને રીત-રિવાજો, માન અને મર્યાદાઓથી પ્રત્યક્ષ રીતે વાકેફ નથી. અને જે માહિતી પણ ધરાવે છે તે મિસગાઈડેડ અને અપૂર્ણ કે ખોટી હોય છે, જેના લીધે ગેરસમજો પેદા થાય છે. આ ગેરસમજો કેટલીક વખત પક્ષપાત, ઘૃણા, દુશ્મની અને નકારાત્મકતા પેદા કરે છે. માનવીય પ્રકૃતિ છે કે તેને […] - [સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસઃ રાષ્ટ્રીય સ્તરનો પક્ષ હાંસિયામાં](https://shaheenweekly.com/congresss-failure-in-local-elections-national-level-party-marginalized/): ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતના પરિણામ ગત 29મી એપ્રિલે જાહેર થયા. આ પરિણામો સૂચવે છે કે કોંગ્રેસનો ગ્રામ્ય આધાર સતત ઘટતો જાય છે. શહેરી આધાર તો કોંગ્રેસ દાયકા પહેલાં ગુમાવી ચૂકી હતી, છતાં ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનો પરંપરાગત વોટર જળવાઈ રહેતો હતો, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે ભાજપે પોતાનો પગપેસારો કર્યો છે તે જોતાં કોંગ્રેસને કમબેક કરતાં વર્ષો લાગી જશે તેવું પ્રતીત થાય છે. 2021ની સરખામણીએ મહાનગરપાલિકાઓમાં મતોની ટકાવારીમાં વધારો જોવા મળ્યો હતો. 2021માં 46 ટકા મતદાન થયું હતું જ્યારે 2026માં 49.2% મતદાન થયું હતું. 2021માં 7 મહાનગરપાલિકા હતી જેમાં ભાજપને 485 અને કોંગ્રેસને […] - [અમેરિકા-ઇઝરાયલ વિરુદ્ધ ઈરાનઃ દુનિયાની તાસીર અને તસવીર બદલવા વાળું યુદ્ધ](https://shaheenweekly.com/america-israel-vs-iran-a-war-that-will-change-the-worlds-image-and-influence/): ૧૯૮૧-૮૨માં અમદાવાદની ભઠીયાર ગલીમાં હું જમવા બેસ્યો હતો ત્યારે બે વિદ્યાર્થીઓ આવીને બેઠા. મેં તેમને પૂછ્યું કે ક્યાંના છો તો તેઓએ જણાવ્યું કે ઈરાન. મેં તુરંત તેમની સાથે ઈરાન ઈરાક ચાલી રહેલા યુદ્ધ વિશે વાત કરી તો તેઓ આ યુદ્ધમાં ઈરાનના વલણનો બચાવ જોરદાર રીતે કરી રહ્યા હતા. મેં જ્યારે એમ કહ્યું કે આ રીતે તો તમારી ઇકોનોમી બરબાદ થઈ જશે તો તુરંત તેમનો જવાબ હતો “ઇકોનોમી જાય ભાડમાં” – Hell with the economy. ઘણી મોટી ખુવારી અને આર્થિક નુકસાન પછી પણ આજ જુસ્સો અને સ્પિરિટ ઈરાન આજે બતાવી રહ્યું છે. ૧૯૭૯ માં થયેલ ઇસ્લામિક ક્રાંતિને બદલવા માટે અમેરિકાએ ઇરાકના […] - [ફીકું નિરસ બજેટ : આકાંક્ષાઓ નિરાશામાં ફેરવાઈ](https://shaheenweekly.com/a-dull-budget-aspirations-turned-into-disappointment/): 1 લી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સળંગ ૯મું બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું. બજેટ રજૂ કરતા પહેલા નાણાપ્રધાનની લાંબી ધૂંઆદાર બજેટ સ્પીચથી સંસદ ધ્રુજી ઉઠી. પરંતુ બજેટની જાહેરાતમાં કાંઈ ખાસ ન મળતા ગાજયા મેઘ વરસે નહીં વાળો ઘાટ સર્જાયો હતો. કુલ 53.5 લાખ કરોડના બજેટ ના કેટલાક સારા નરસા પાસાઓ અહીં પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. મજબૂત પાસાંઃ-1. નાણાકીય ખાધ GDPના 4.3% સુધી ઘટાડવામાં આવી — નાણાકીય સંયમનો સ્પષ્ટ સંકેત.2. રૂ. 12.2 લાખ કરોડનું મૂડી ખર્ચ, લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહન આપે છે, ટૂંકા ગાળાની ખપતને નહીં.3. ઋણ–GDP અનુપાત 55.6% સુધી ઘટવાનો અંદાજ, જે રોકાણકારોનો વિશ્વાસ વધારશે.4. બજેટ MSMEs માટે માત્ર […] - [ડિજિટલ અરાજકતા અને નૈતિક અધોગતિ](https://shaheenweekly.com/digital-chaos-and-moral-decay/): ભારતની ડિજિટલ ક્રાંતિને ટેકનોલોજી અને સર્જનાત્મકતાના વિજય તરીકે ઉજવવામાં આવી રહી છે, જેણે સામાન્ય નાગરિકને અવાજ આપ્યો છે. તેમ છતાં, પ્રગતિની આ સપાટીની નીચે એક ઊંડું સંકટ છુપાયેલું છેઃ માનવીય ગૌરવનું વ્યવસ્થિત વ્યાપારીકરણ અને શાસનનું નૈતિક પતન. છેલ્લા દાયકામાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ (OTT) અને સોશિયલ મીડિયાએ શાંતિથી પારિવારિક મનોરંજનનું સ્થાન લઈ લીધું છે, પરંતુ આ નવી દુનિયા કોઈ ખાસ દેખરેખ વિના ચાલે છે. અશ્લીલતાને ‘બોલ્ડ કન્ટેન્ટ’ તરીકે અને પોર્નોગ્રાફીને ‘એડલ્ટ વેબ સિરીઝ’ના લેબલ હેઠળ પીરસવામાં આવે છે. આજે ભારત ઓનલાઇન અશ્લીલ સામગ્રીના વપરાશમાં વૈશ્વિક સ્તરે મોખરે છે, જેમાં મોટાભાગનો હિસ્સો 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોનો છે. કોર્પોરેશનોએ માનવીય ઇચ્છાને ડેટામાં અને […] - [લોકશાહીના અવાજ અને જેલની કાળકોટડી વચ્ચેનો સંઘર્ષ](https://shaheenweekly.com/the-struggle-between-the-voice-of-democracy-and-the-prison-cell/): વર્તમાન સમયમાં જ્યારે દેશના રાજકીય અને સામાજિક વાતાવરણનું વિશ્લેષણ કરવામાં આવે છે, ત્યારે ‘ઉમર ખાલિદ’ અને ‘શર્જીલ ઇમામ’ માત્ર વ્યક્તિ મટીને એક પ્રતીક બની ગયા છે. આ પ્રતીક છે; અભિવ્યક્તિની આઝાદી, કાયદાકીય પ્રક્રિયામાં વિલંબ અને સિવિલ સોસાયટીના કચડાયેલા અવાજનું. તાજેતરમાં ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય અને નવનિર્વાચિત મેયર ઝેહરાન મામદાનીએ ઉમર ખાલિદના નામે લખેલો પત્ર માત્ર એક અંગત સંદેશ નથી, બલ્કે તે ભારતીય ન્યાયિક પ્રક્રિયા પર વૈશ્વિક સ્તરે ઉઠેલા પ્રશ્નાર્થોનું પ્રતિબિંબ છે, જેમાં શર્જીલ અને ઉમર જેવા અનેક યુવાનો વર્ષોથી જેલના સળિયા પાછળ ન્યાયની પ્રતીક્ષા કરી રહ્યા છે. ઉમર ખાલિદ છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં છે. તેમના પિતા એસ. […] - [ગાઝા ઇઝરાયલ યુદ્ધઃ નિશાન પર છે મુસલમાનો અને ઇસ્લામ](https://shaheenweekly.com/gaza-israel-war-muslims-and-islam-are-the-target/): જ્યારે આ લખવાનો વિચાર કર્યો ત્યારે મને ડોક્ટર ઈસરાર સાહેબના યહૂદીઓ વિશેના ઘણા બધા બયાન યાદ આવી ગયા. મેં જ્યારે youtube ઉપર “ડોક્ટર ઈસરાર  ઓન યહૂદી” સર્ચ કર્યું તો ડઝન બંધ વિડીયો જોવા મળ્યા. આપ સૌ પણ તેને એકવાર જોઈ લેશો. હવે, આવીએ હાલ ચાલી રહેલ ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના ભીષણ અને ઘાતકી યુદ્ધ ઉપર. 7 ઓક્ટોબર 2023ના રોજ બરાબર 2 વર્ષ પહેલાં અચાનક ગાઝામાંથી હમાસે હજારો રોકેટ ઇઝરાયલના ઉપર દાગી દીધા. ઘણા બધા ઇઝરાયલી લોકોને બંધક બનાવી લીધા. આ એટલું ઝડપથી બન્યું કે તે પૂરી દુનિયા માટે સાચે જ કલ્પનાતીત હતું. ઇઝરાયલની કુખ્યાત જાસૂસી સંસ્થા મોસાદ અને અમેરિકાની એફબીઆઇ […] - [પ્રેમના આવાહકને માન-સમ્માન સાથે પ્રેમ કરવો આપણી ફરજ છે](https://shaheenweekly.com/it-is-our-duty-to-love-the-one-who-brings-love-with-respect-and-honor/): “I love Muhammad” વાંચતા જ માનવતાના ઉપકારક અને દુનિયાને ન્યાય અને શાંતિનો અર્થ સમજાવનાર તરીકેની આપ સ.અ.વ.ની છબી ઉપસી આવે છે. તેમને આદર અને સમ્માનની ભાવના સાથે પ્રેમ કરવો સ્વાભાવિક છે, પરંતુ આ પવિત્ર ધાર્મિક અને સામાજિક પરિવર્તનના સર્જકને પ્રેમ કરવાનો મુસલમાનોનો હક પણ વ્યવસ્થાતંત્ર છીનવા માગે છે. 4 સપ્ટેમ્બરથી કાનપુરથી શરૂ થયેલા વિવાદે દેશમાં ગંભીર રૂપ ધારણ કરી લીધું છે. વિવાદની શરૂઆત રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાનપુરના સૈયદ નગરમાં, 4 સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન્ન નબીની તૈયારીઓ ચાલી રહી હતી. FIR અનુસાર : “આ રોશની કાર્યક્રમમાં, શણગારેલા ગેટની સામેના રસ્તા પર ‘આઈ લવ મુહમ્મદ’ લખેલું લાઇટ બોર્ડ લગાવવામાં આવ્યું […] - [નેપાળ, વૈશ્વિક દેશો માટે બોધપાઠ...](https://shaheenweekly.com/nepal-a-lesson-for-global-countries/): જે પેઢી વિશે એવું માનવામાં આવે છે કે, આ પેઢી હવે ટેકનોલોજી અને સોશિયલ મીડિયામાં જ રત છે તેને લોક-લાગણી કે સામાજિક ગિતિવિધિઓની કાંઈ જ પડી નથી અને તે કશું જ નહીં કરી શકે. એ જ પેઢીએ જ Gen Z જનરેશને નેપાલમાં સરકારને ધરાશાયી કરી દીધી છે, નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીને મજબુર કરી દીધા રાજીનામુ આપવા માટે. જો કે, એ જુદી વાત છે કે, આ વિરોધ પ્રદર્શન વચ્ચે પૂર્વ વડાપ્રધાન ઝાલાનાથ ખાનલના પત્ની રાજયલક્ષ્મી ચિત્રાકારને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે, નાણાંમંત્રી વિષ્ણુપ્રસાદ પાઉદલને દોડાવી દોડાવીને મારવામાં આવ્યા છે, ખુદ વડાપ્રધાનનું ઘર અને સંસદભવન બાળી દેવામાં આવ્યા છે. આવામાં અત્રે […] - [વકફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટનો અંતરિમ આદેશ: વહીવટદારી સત્તાનો અતિરેક રોકાયો, અંતિમ રાહતની રાહ બાકી](https://shaheenweekly.com/supreme-courts-interim-order-on-waqf-amendment-act-excess-of-administrative-power-stopped-final-relief-awaited/): નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ વકફ (સુધારા) અધિનિયમ, 2025 પર સુપ્રીમ કોર્ટના અંતરિમ આદેશ અંગે નિવેદન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે આ આદેશે અધિનિયમમાં રહેલી મોટી બંધારણીય ખામીઓને ઉજાગર કરી છે અને સરકારે મૂકેલી કેટલીક મનસ્વી જોગવાઇઓને નિયંત્રિત કરી છે. મુસ્લીમ સમુદાય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી અંતરિમ સુરક્ષાઓને બિરદાવે છે, ખાસ કરીને વકફ મિલકતોમાં વહીવટદારી હસ્તક્ષેપ સામેની સુરક્ષા અને પાંચ વર્ષના ઇસ્લામની પ્રેક્ટિસ સંબંધિત અપ્રાયોગિક શરતને સ્થગિત કરવાનો નિર્ણય. પરંતુ તેની સાથે જ, મુખ્ય ચિંતાઓ હજુ સુધી ઉકેલાઈ નથી, ખાસ કરીને “વકફ બાય યુઝર” ને રદબાતલ કરવાની જોગવાઈ. જમાઅતે ઇસ્લામી હિંદે વિશ્વાસ વ્યક્ત કર્યો […] - [રસૂલુલ્લાહ ﷺ ની સીરત યુવાનો માટે દીવાદાંડીઃ યુટ્યૂબ પર ખાસ પોડકાસ્ટ](https://shaheenweekly.com/the-seerah-of-the-prophet-%ef%b7%ba-is-a-beacon-for-the-youth-special-podcast-on-youtube/): અહમદાબાદ: આજના યુવાનો જીવનમાં અનેક પડકારો, ગેરમાર્ગે દોરતા આકર્ષણો અને ઓળખના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આવા સમયે, રસૂલુલ્લાહ ﷺ નું જીવન તેમને માટે માર્ગદર્શન બની શકે છે. કુર્આનમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, “રસૂલુલ્લાહ ﷺ નું જીવન તમારા માટે શ્રેષ્ઠ નમૂનો છે.” આ સંદેશને કેન્દ્રમાં રાખીને, યુટ્યૂબ પર એક ખાસ પોડકાસ્ટ રજૂ થયો, જેના હોસ્ટ અરશદ હુસૈન છે. આ પોડકાસ્ટમાં મહેમાન તરીકે જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના પ્રમુખ ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલા હાજર રહ્યા. તેઓ એક શાયર, દાઈ, ડૉક્ટર અને યુવાનોના દિલમાં ખાસ સ્થાન ધરાવતા વડીલ છે. પોડકાસ્ટમાં ચર્ચા કરવામાં આવી કે રસૂલુલ્લાહ ﷺ પ્રત્યેની મહોબ્બત માત્ર લાગણીમાં સીમિત […] - [ઇસ્લામના પયગંબર ﷺ સમસ્ત માનવતા માટે  સર્વશ્રેષ્ઠ આદર્શ](https://shaheenweekly.com/the-prophet-of-islam-%ef%b7%ba-is-the-best-role-model-for-all-humanity/): ઇસ્લામના પયગંબર ﷺસમગ્ર માનવતા માટે એક સંપૂર્ણ અને સર્વશ્રેષ્ઠ આદર્શ  અને પ્રકાશની દીવાદાંડી છે, તેથી જ પવિત્ર કુર્આને તેમને “રહમતુલ્લિલ આલમીન” નું બિરુદ આપ્યું છે. જો કે, જ્યારે આપણે ઇસ્લામના પયગંબર વિશે આવો દાવો કરીએ છીએ, ત્યારે તે ફક્ત ધાર્મિક આશાવાદ નથી, પરંતુ તે એક ઘટના છે જેના ઐતિહાસિક પુરાવા છે. કારણ કે એવું એક જ વ્યક્તિત્વ સમગ્ર માનવતા માટે આદર્શ બની શકે છે, જેમાં ઓછામાં ઓછી ત્રણ મહત્વપૂર્ણ બાબતો મળી આવે.  પ્રથમ, તેમનું જીવનચરિત્ર ઐતિહાસિક રીતે સાચવેલ હોવું જોઈએ અને એવા અધિકૃત અને વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા આપણા સુધી પહોંચવું જોઈએ કે આપણે તેના પર ભરોસો કરી શકીએ.  બીજું, તેમનો […] - [બાળકોમાં વધતી આક્રમકતાઃ કારણ અને નિવારણ](https://shaheenweekly.com/increasing-aggression-in-children-causes-and-prevention/): અહમદાબાદની એક શાળામાં સગીર વયના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરીના (કેટલાક અહેવાલ મુજબ કંપાસના પરિકર કે કટરના) ઘા કર્યા, જેમાં તેના મૃત્યુ થવાની અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી. તેના શોકમાંથી હજુતો બહાર ન’હોતા નીકળ્યા કે આગલા દિવસે આ સમાચારે મને બેચેન કરી દીધો કે છત્તીસગઢમાં એક શિક્ષકે વિદ્યાર્થીને ઠપકો આપતા બીજા દિવસે તેણે તેમની ગોળી મારી હત્યા કરી. આ બનાવોની સ્યાહી હજી સુકાઈ પણ નહોતી કે અહમદાબાદ જેવી જ ઘટના બાલાશિનોર મહીસાગર જિલ્લાની એક શાળામાં બની છે, જેમાં આઠમા ધોરણમાં ભણતા એક વિધાર્થીએ એની સાથે ભણતા અન્ય એક વિધાર્થીને ચાકુના ઘા માર્યા છે. આ […] - [વોટ ચોરી અને સરકારી ચૂંટણી પંચ](https://shaheenweekly.com/vote-theft-and-the-government-election-commission/): બિહારમાં જ્યારથી ચૂંટણી પંચે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) એટલે કે મતદાર યાદીનું સઘન ઘનિષ્ઠ પુનર્વલોકન ચાલુ કર્યું છે, ત્યારથી ચૂંટણી પંચ સામેનો વિવાદ અને આક્રોશ દેશમાં પરાકાષ્ઠાએ પહોંચેલ જોવા મળે છે. એક તરફ સુપ્રીમ કોર્ટમાં ચુનાવણી ચાલી રહી છે અને જે મતદારોને બાકાત રાખવામાં આવ્યા છે તેમનું લિસ્ટ પ્રગટ કરવાનો આદેશ પણ ચૂંટણી પંચને સર્વોચ્ચ અદાલતે આપી દીધો છે, ત્યારે રાહુલ ગાંધીએ પોતાની યાત્રા બિહારમાં શરૂ કરી દીધી છે. અને બરાબર તે જ સમયે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી વિપક્ષને જવાબ આપવાનો બાલીશ પ્રયત્ન પણ શરૂ કર્યો છે. જ્યારે વોટ ચોરી જેવો ગંભીર આરોપ સામે આવે, ત્યારે સરકારની સ્થિતિ શું […] - [દુનિયા સાથે - વાર્તાલાપ](https://shaheenweekly.com/conversation-with-the-world/): હું દુનિયાથી કંટાળી ગયો છું, તેનાથી દૂર ક્યાંક ભાગી જવા માંગું છું, પરંતુ કોઈ રસ્તો દેખાતો નથી. નોકરી બદલું, ઘર બદલું, મહોલ્લો અને શહેર બદલું, કે દેશ છોડું, આખરે જીવતે જીવ આ દુનિયાથી કેવી રીતે છૂટકારો મેળવું, કોઈ ઉપાય દેખાતો નથી. દુનિયા મારી સાથે પડછાયાની જેમ ચોંટેલી રહે છે અને મારા દરેક નિર્ણયમાં તેનું જ પ્રભુત્વ રહે છે. મારા બધા જ પ્રશ્નો અને મુશ્કેલીઓનું મૂળ આ દુનિયા જ દેખાય છે. દિલમાં અવાર-નવાર વિચાર આવે છે  કે કોઈક રીતે આ દુનિયા મારી સામે એવી રીતે આવી જાય કે હું મારા દિલનો બળાપો કાઢી શકું અને તેનું ગળું દબાવીને તેનાથી છુટકારો મેળવી […] - [મંગોલો પાછા આવી ગયા છે..!!](https://shaheenweekly.com/mangolo-paachha-aavi-gaya-chhe-gaza-ek-yatna-ek-pokar/): ગાઝા: એક યાતના, એક પોકાર છેલ્લાં હજારો વર્ષોના ઇતિહાસમાં, જ્યારે પણ “સૌથી ક્રૂર કોમ”ની વાત આવે છે, ત્યારે મોંગોલ જાતિનું નામ મોખરે આવે છે. તેઓ નરસંહાર, વિનાશ અને નિર્દયતા માટે કુખ્યાત હતા. ખાસ કરીને ચંગીઝખાન અને હલાકુખાનના નેતૃત્વમાં તેમણે જે કહેર વર્તાવ્યો હતો, તે અવિસ્મરણીય છે. તે જંગલી અને હેવાનિયતભર્યા લોકો પાસે બે જ વિકલ્પો હતા: કાં તો અમારી તાબેદારી સ્વીકારો અથવા મૃત્યુ પામો. તેમણે ઇ.સ. ૧૨૫૮માં બગદાદ જેવા મોટા સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક કેન્દ્રોનો નાશ કર્યો હતો. ‘બૈતુલ હિકમહ’ (જ્ઞાનનું ઘર) અને ત્યાં સંગ્રહિત લાખો પુસ્તકોનો નાશ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે, ટાઇગ્રિસ નદીનું પાણી શાહીથી કાળું થઈ ગયું […] - [નજીબના ગુમ થયાના 9 વર્ષ પછી પણ ન્યાયની લડાઈ ચાલુ: CBI ક્લોઝર રિપોર્ટ સ્વીકારાતા માતાનો સંકલ્પ](https://shaheenweekly.com/the-fight-for-justice-continues-even-after-9-years-of-najeebs-disappearance-mothers-resolve-as-cbi-closure-report-accepted/): નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માંથી ગાયબ થયેલા વિદ્યાર્થી નજીબ અહેમદના ગુમ થયાના નવ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં, તેની માતા ફાતિમા નફીસ હજુ પણ પોતાના પુત્ર માટે ન્યાયની લડાઈ લડી રહી છે. તાજેતરમાં CBI દ્વારા દાખલ કરવામાં આવેલી ક્લોઝર રિપોર્ટને કોર્ટે સ્વીકારી લેતાં, ફાતિમા નફીસે દિલ્હી પોલીસ અને CBIની તપાસમાં થયેલી બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ફાતિમા નફીસે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે, “નજીબને ગાયબ થયાને 9 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. પરંતુ દિલ્હી પોલીસ અને CBIએ પહેલા દિવસથી જે બેદરકારીથી કામ કર્યું, તેનું જ પરિણામ છે કે આજે કોર્ટે CBIની ક્લોઝર રિપોર્ટને […] - [મુસ્લિમ પર્સનલ લૉ વિશે જાગૃતિ લાવવા જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતનો અભિયાન :](https://shaheenweekly.com/jamaat-e-islami-hind-gujarats-campaign-to-create-awareness-about-muslim-personal-law/): “મો’મિન ફક્ત એહકામે ઇલાહી કા હૈ પાબંદ” લે. શકીલ અહમદ કોઈ પણ વિષયમાં સફળ થવા માટે બે વસ્તુ જરૂરી છે એક છે તે વિષયનું જ્ઞાન અને બીજું તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ. દાખલા તરીકે કાર બનાવવાનું જ્ઞાન એક વસ્તુ છે અને કાર ચલાવવાનો જ્ઞાન બીજી વસ્તુ. બંને એકબીજાના પૂરક છે, બલકે કેટલાક કિસ્સામાં કાર ચલાવવાનું જ્ઞાન કાર બનાવવાના જ્ઞાનથી વધારે મહત્વપૂર્ણ હોય છે. જીવનની કાર ચલાવવા માટે પણ બે વસ્તુઓ જરૂરી છે. માનવી જીવનને બાકી રાખવા માટે અલ્લાહે સંપૂર્ણ બ્રહ્માંડમાં સુંદર વ્યવસ્થાનું સર્જન કર્યું છે. આપણી આંખો સમક્ષ થતો સૂર્યોદય અને સૂર્ય અસ્ત, આ નદીઓ તળાવો, જંગલો અને પર્વતો વરસાદ અને […] - [ભારત પાકિસ્તાન યુદ્ધ : કૌન જીતા કૌન હારા](https://shaheenweekly.com/india-pakistan-war/): 22મી એપ્રિલે પહેલગામ, કાશ્મીરમાં અચાનક આતંકવાદીઓનો હુમલો થાય છે અને 26 લાશો ઢાળી દેવામાં આવે છે. નિર્દોષ પર્યટકોના નામ પૂછીને હિંદુ પુરુષોને મારવામાં આવે છે. તેમને પડકાર આપવાવાળો એક કાશ્મીરી મુસ્લિમ ઘોડાવાળો પણ શહીદ થઈ જાય છે. વડાપ્રધાન સાઉદી અરબની મુલાકાત ટૂંકાવી ભારત પરત આવી જાય છે અને યુદ્ધના હાકલા પડકારા શરૂ થઈ જાય છે. તેમાં પણ બિહારની ચૂંટણી સભા શિડયુલ મુજબ યોજાઈ જાય છે. આખા દેશમાં ગરમાવો આવી જાય છે. આજે 12મો દિવસ, આજે 13મો દિવસ… દેશવાસીઓની ઉત્કંઠા ચરમસીમાએ પહોંચે છે અને સૌ કોઈ હવે તો પાકિસ્તાનને પાડી જ દો, તેવા મૂડમાં આવી જાય છે. ત્યારે બીજા સપ્તાહના અંતમાં […] - [ભારતીય બંધારણનું રક્ષણઃ દેશ સમક્ષ પડકારો, દિશા અને દશા](https://shaheenweekly.com/protection-of-the-indian-constitution-challenges-direction-and-situation-before-the-country/): ન્યાયપાલિકાની સ્વતંત્રતા, ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને અસહમતિ વિરુદ્ધ બનતા વાતાવરણથી બંધારણના આત્માને જબરદસ્ત ખતરો છે . ડિજિટલ ગુલામીના આ સમયમાં “ડિજિટલ ઇન્ડિયા” સૂત્ર ખરેખર “સર્વેલન્સ ઇન્ડિયા” વધારે ભાસે છે. બંધારણ વાંચવાથી અને તેના માટે થનારા જાગૃતિ આંદોલનોથી જ બચશે બંધારણ કોઈ બંધારણ ભલે ગમે તેટલું સારું કેમ ન હોય, જો તેને લાગુ કરનારા લોકો ખરાબ હોય તો તે ખરાબ જ સાબિત થશે. ગૂંચવાડાના માર્ગે એક જીવંત દસ્તાવેજ ડા. બી.આર. આંબેડકરના આ દૂરંદેશી શબ્દો આજે 75 વર્ષ પછી પણ એટલા જ પ્રસ્તુત છે; આ શબ્દો ભારતીય બંધારણની નાજુક પરંતુ સ્થાયી પ્રકૃતિને રેખાંકિત કરે છે. 26 નવેમ્બર, 1949ના રોજ ડૉ. આંબેડકરે દેશને […] - [હજ્જ : આધ્યાત્મિક્તાની પરાકાષ્ઠા](https://shaheenweekly.com/hajj-the-pinnacle-of-spirituality/): વર્તમાન સમયની દોડધામ અને ધમાલિયા જીવનવ્યવસ્થામાં માનવીય માનસ પટલ પર કંડારાતી સાંસારીક સુખ સુવિધાથી ઉપર વટ થઈને મનને શાંતિ પ્રદાન કરવા તેમજ આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરવાની પ્રબળ ભાવના, મનુષ્યમાં આદિકાળથી જોવા મળે છે. ખુદ આપણા દેશમાં આધ્યાત્મિક સુધાર અને માનસિક સુખ પ્રાપ્તિની ઘણા પ્રકારની શિક્ષાઓ ભારતના વિદ્વાનો, મહર્ષિઓ અને મુનીઓએ રજૂ કરેલી છે. યજ્ઞો અને તીર્થોની લાંબી સુચિ છે. જેની ગણના અશક્ય છે. બ્રહ્મ પુરાણ (૨૫: ૭-૮) અનુસાર તીર્થો અને પવિત્ર ધાર્મિક સ્થળોની એટલી મોટી સંખ્યા છે કે તેને સેંકડો વર્ષો સુધી પણ ના ગણી શકાય. આત્માની શાંતિ અને જન્મ-મરણના ચક્રોથી હંમેશાં માટે છુટકારો મેળવવાના અનેક ઉપાયો બતાવ્યા છે. આ […] - [ઓપરેશન સિન્દૂર પર જમાઅતે ઇસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ આપેલું નિવેદન](https://shaheenweekly.com/president-jamaat-e-islami-hind-syed-sadatullah-hussainis-statement-on-operation-sindoor/): જમાઅતે ઇસ્લામી હિંદ આતંકવાદને એક ગંભીર સમસ્યા અને માનવતા વિરુદ્ધ ભયાનક અપરાધ માને છે, અને દેશ તથા તેના નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે તેના સંપૂર્ણ નાશને જરૂરી માને છે. દેશના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ સામે જે કાર્યવાહી હાથ ધરી છે, સમગ્ર દેશ – ધર્મ અને સમાજની ભિન્નતાઓ વગર – તેમાં તેમનો સાથ આપી રહ્યો છે અને તેમનું સમર્થન કરી રહ્યો છે. જમાઅતે ઇસ્લામી હિંદના અમીરે કહ્યું કેઃ “આ અવસરે આ વાત ઉપર પણ ભાર મૂકવા માંગીએ છીએ કે આ નાજુક સમયે દેશના તમામ નાગરિકોએ એકજૂટ થઈને આ પડકારનો સામનો કરવો જોઈએ. દેશની સુરક્ષાના ગંભીર મુદ્દાને કોઈપણ પ્રકારના ભેદભાવ […] - [વકફ સુધારા બિલ ૨૦૨૪](https://shaheenweekly.com/waqf-amendment-bill-2024/): મુસ્લિમ સમુદાયના અધિકારોનું ઉલ્લંઘન અને લોકશાહી મૂલ્યો પર હુમલો – જુનૈદ અલી, મધ્ય પ્રદેશ લોકશાહી વ્યવસ્થામાં વિશ્વાસ, સંકલન, સમાનતા અને સહમતિ જેવા મૂળભૂત તત્ત્વો તેને જીવંત, સંવેદનશીલ અને અકબંધ રાખે છે. આ મૂળભૂત ભાવનાઓને અપનાવીને સરકાર લોકતાંત્રિક ઉદ્દેશોને જાળવી શકે છે. પરંતુ છેલ્લા અગિયાર વર્ષોમાં, સંસદ ભવનથી પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ઘણા એવા વિધેયકો પસાર કરાવીને કાયદા બનાવવામાં સફળ રહી છે જે સૈદ્ધાંતિક રીતે જનભાવનાઓને પ્રતિબિંબિત કરવાને બદલે બહુમતીના જોર અથવા દબાણના  વ્યવસ્થાપન કૌશલ્યને દર્શાવે છે. ભૂમિ અધિગ્રહણ વિધેયકથી શરૂ કરીને લેબર એક્ટ, નાણાં વિધેયક હેઠળ ચૂંટણી બોન્ડ યોજના, નાગરિકતા સંશોધન કાયદો અને ત્રણ કૃષિ કાયદાઓ સુધી વિવાદોની યાદી […] - [રિજેક્ટ UCC](https://shaheenweekly.com/reject-uniform-civil-code/): ઉતરાખંડમાં UCCની જાહેરાત કર્યા પછી તુરંત ગુજરાતમાં પણ એ જ પદ્ધતિથી આગળ વધવા ગુજરાત સરકારે કમર કસી લીધી છે. એ જ રંજનાબેન દેસાઈને કમિટીના વડા બનાવી પ્રજા સંપર્ક દ્વારા કામગીરી શરૂ કરી દીધી છે. આના સીધા ટાર્ગેટ મુસલમાનો અને ઇસ્લામ જ છે, છતાં બંધારણના માર્ગદર્શક સિદ્ધાંત 44ના આદેશનો હવાલો તેમનો સ્પષ્ટ દંભ દર્શાવે છે. આ કોમવાદી સરકારનો એજન્ડા એકદમ સ્પષ્ટ છે અને તે સ્પષ્ટ રીતે ધ્રુવીકરણના માર્ગે હિંદુત્વને એકત્રિત કરી ચૂંટણી જીતવાના સાધન તરીકે તેને સતત ઉપયોગમાં લાવી રહી છે. એક પછી એક મુસલમાનો સામેના એજન્ડા સામે આવી રહ્યા છે. ક્યારેક લવજેહાદના નામે, તો ક્યારેક વકફબિલના નામે, તો ક્યારેક યુસીસીના […] - [હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદિયલ્લાહુ તઆલા અન્હુ](https://shaheenweekly.com/abdullah-bin-huzafa-sahmi-r-a/): ✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશા આપણી આ વાર્તાના હીરો અલ્લાહના રસૂલ ﷺના સહાબી હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદિ. છે. ઇતિહાસે તેમને સરળતાથી ભુલાવી દીધા હોત, જેણે તેમના પહેલાંના લાખો અરબોને ભુલાવી દીધાં છે. પરંતુ ઇસ્લામે અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદિ.ને તેમના સમયના બે મહાન રાજાઓ, ફારસ (ઈરાન)ના શાહ ખુસરૌ પરવેઝ અને રોમના શાહ કૈસરને મળવાની તક આપી. આ બંને રાજાઓ સાથેની તેમની મુલાકાત એ એવી કથા સાથે જોડાયેલી છે, જે હંમેશાં ઇતિહાસમાં યાદ રહેશે અને ઇતિહાસની ભાષામાં સતત પુનરાવતિર્ત થતી રહેશે. ઈરાનના શાહ કિસરા સાથેની મુલાકાતની વાત ઇસ્લામી કૅલેન્ડરના હિ.સ. ૬ ની છે. જ્યારે નબીએ  કરીમ ﷺએ પોતાના કેટલાક […] - [યુનિફોર્મ સિવિલ કોડ માટે સરકારની દાનતમાં ખોટ છે, મુસ્લિમોને આ UCC કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી: જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત](https://shaheenweekly.com/uniform-civil-code-maate-sarkar-ni-daanatma-khot-chhe-muslimone-aa-ucc-koi-pan-rite-swikarya-nathi-jamaate-islami-hind-gujarat/): અહમદાબાદઃ ઉત્તરાખંડ સરકારની પગદંડીએ ચાલી ગુજરાત સરકાર પણ UCC લાવવાની તૈયારીમાં છે. આ સારુ ગુજરાત સરકારે સુશ્રી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે જે 45 દિવસમાં સંશોધન અને અધ્યયન કરી પોતાની ભલામણ રજુ કરશે અને તેના આધારે સરકાર આગળનો નિર્ણય લેશે. જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાએ એક અખબારી યાદીમાં જણાવ્યુ હતું કે આ તદ્દન અવિચારી પગલું છે અને આમાં સરકારનો આશય સારો નથી, તેની દાનતમાં ખોટ છે. અને આની આડમાં માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન છે. હિન્દૂ મુસ્લિમ કાર્ડ રમી ધ્રુવીકરણ કરી વોટબેંકને પંપાળવાની ચાલાકી છે. ઉત્તરાખંડની જેમ અહિયાં પણ આદિવાસી સમાજને આનાથી અલગ […] - [મહાકુંભમાં ભાગદોડ પછી ફસાયેલા યાત્રાળુઓને મદદ કરવા માટે મુસ્લિમો આગળ આવ્યા, સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ સ્થાપિત કર્યું](https://shaheenweekly.com/prayagraj-muslims-set-an-example-of-communal-harmony-by-helping-out-pilgrims-stranded-in-maha-kumbh-stampede/): નવી દિલ્હી | પ્રયાગરાજ – ઈલાહાબાદમાં મુસ્લિમ સમુદાયે કોમી સૌહાર્દનું એક અનોખું ઉદાહરણ રજૂ કર્યુંછે. મૌની અમાવસ્યા પર ચાલી રહેલા મહાકુંભમાં ભાગદોડ મચી જવાના કારણે શહેરમાં ફસાયેલા યાત્રાળુઓની મદદ માટે મુસ્લિમ સમુદાય આગળ આવ્યો છે,જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ભાગદોડમાં 30થી વધુ લોકોનાં મોત થયાં હતાં. હિંદુ યાત્રાળુઓ માટે મદદની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મુસ્લિમોએ તેમનાં ઘરો, મસ્જિદો, દરગાહો અને જાહેર સ્થળોને ખોલી દીધાં અને સંકટ સમયે કરુણાની સાચી ઇસ્લામિક ભાવના દર્શાવી. પ્રયાગરાજમાં ભાગદોડની દુર્ઘટના 28 અને 29 જાન્યુઆરીની રાત્રે બની હતી, જ્યારે યાત્રાળુઓ રાત્રે ગંગા યમુના અને સરસ્વતી નદીઓના સંગમમાં સ્નાન અને ડૂબકી મારવાની વિધિમાં ભાગ લેવા માટે […] - [હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિયલ્લાહુ તઆલા અન્હુ](https://shaheenweekly.com/hazrat-tufail-bin-amra-ad-dausi-r-a/): ✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશા હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિ. જાહિલિયતના જમાનામાં દૌસ કબીલાના સરદાર, અરબના નામાંકિત શ્રેષ્ઠ થોડા સજ્જન પુરુષોમાંથી એક હતા. તેઓ ખૂબ આતિથ્યશીલ અને દાતા માણસ હતા. મહેમાનોની ભરમારને કારણે તેમના ઘરમાં હંમેશા ખાવાના મોટા વાસણો ચૂલે ચઢેલા રહેતા અને તેમના ઘરના દરવાજા આવનારા મહેમાનોના સ્વાગત માટે હંમેશાં ખુલ્લા રહેતા. તેઓ ભૂખ્યાને ખાવાનું ખવડાવતા, ડરેલા લોકોને સહાનુભૂતિ આપતા અને આશ્રય માંગનારાઓને પોતાના શરણમાં લેતા. આ બધી ખૂબીઓ ઉપરાંત તેઓ અત્યંત બુદ્ધિમાન અને જબરદસ્ત લેખક, ખૂબ નાજુક વિચારો ધરાવતા સંવેદનશીલ કવિ અને કલમ તથા વકતવ્યની સુંદરતા અને કદરૂપતા તેમજ સ્વાસ્થ્ય અને બીમારીના તફાવતને સમજવામાં અસાધારણ સમજ […] - [ફજ્રની નમાઝનું મહત્ત્વ](https://shaheenweekly.com/the-importance-of-fajr-prayer/): લે. હાફીઝ મુહમ્મદ ઈબ્રાહીમ ઉમ્રી નમાઝ ઇસ્લામનો બુન્યાદી રુક્‌ન (સ્તંભ) અને આની ધાર્મિક ઓળખ છે. આ કુફ્ર અને ઈમાનમાં ભેદ કરનારી વસ્તુ છે. ઈમાનની નિશાની અને મો’મિન (ઈમાનવાળા)ની ઓળખ છે. આ આંખોની ઠંડક અને મનની શાંતિ છે. કેટલીક નમાઝો ફર્ઝ છે જેમની અદાયગી દરેક મો’મિન (ઈમાનવાળા) ઉપર અનિવાર્ય છે અને કેટલીક નફિલ છે જેમના નિયમિત પાલનથી ઈમાનવાળાઓના દરજ્જાઓમાં વધારો થાય છે. ફર્ઝ નમાઝોમાં ફજ્રની નમાઝને ઘણું મહત્ત્વ પ્રાપ્ત છે. તેના મહત્ત્વનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે કુર્આનમજીદમાં એક સૂરઃનું નામ જ સૂરઃ અલ ફજ્ર છે અને અલ્લાહ તઆલાએ ફજ્રના સમયના સોગંદ ખાધા છે. જેવું કે ઇર્શાદ છે : […] - [સામાન્ય સમજ (Common Sense)](https://shaheenweekly.com/common-sense/): લે. એસ.અમીનુલ હસન(રજુ.: મુહમ્મદ નદીમ રાજપૂત) સામાન્ય સમજ-Common Senseને ઘણીવાર જ્ઞાન, ચેતના, બુદ્ધિ, માનસિકતા વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે. અલ્લાહ તઆલાએ માનવજાતને અસંખ્ય તોહફાથી નવાજી છે, જેમાં દિમાગ એક મહત્ત્વપૂર્ણ ભેટ છે. તે અલ્લાહની એક અદ્‌ભૂત ભેટ છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. દાખલા તરીકે, બાળકોને મસ્જિદમાં લાવવા. પયગમ્બર મુહમ્મદ એ કહ્યું હતું કે ૭ વર્ષની ઉંમરે બાળકોને નમાઝ શીખવો અને ૧૦ વર્ષની ઉંમરે તેમને મસ્જિદમાં લાવો. ઘણા માતા-પિતા તેમના માત્ર ૨-૩ વર્ષના નાના બાળકોને મસ્જિદમાં લઈ આવે છે. નાના બાળકો મસ્જિદમાં મોટેથી અવાજ કરે છે, આમ તેમ રમે છે, કેટલાક બાળકો પેશાબ […] - [લોસ એન્જલસની આગ](https://shaheenweekly.com/wildfire-in-los-angeles/): (ન્યૂઝ ડેસ્ક) લોસ એન્જલસમાં લાગેલી તાજેતરની આગના દૃશ્યોએ ફરી એકવાર દુનિયાભરમાં ભયાનક તબાહીની યાદ તાજી કરી દીધી છે. અમેરિકાની આ આગ જે એક કુદરતી આફત તરીકે દેખાય છે, કેટલીકવાર માનવીય બેદરકારી અને નીતિઓના પરિણામે ભયાનક કહેર બની જાય છે. લોસ એન્જલસ જેવા એક આધુનિક અને વિકસિત શહેરમાં લાગેલી આ આગ માત્ર પર્યાવરણીય બેદરકારી જ દર્શાવતી નથી, બલ્કે તેની પાછળ એવી નીતિઓ અને પગલાંની ગૂંજ પણ સંભળાય છે જે અમેરિકન સમાજના ઊંડાણમાં રહેલ અન્યાયોની પ્રતીક છે. લોસ એન્જલસમાં લાગેલી આ આગના દૃશ્યો માત્ર કુદરતી આફતોની તબાહીઓની વાત નથી કરતા બલ્કે અમેરિકન સમાજ અને અમેરિકા રાજ્યની નીતિઓની ખામીઓને પણ બેનકાબ કરે છે. […] - [ઇઝરાયેલ-ફલસ્તીન યુદ્ધ કરાર, અને ભવિષ્યની ચિંતાઓ](https://shaheenweekly.com/israel-palestine-war-agreements-and-future-concerns/):  લેખક શકીલ અહમદ રાજપૂત ગાઝામાં ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન જૂથ હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યો છે, જેના કારણે 15 મહિનાના વિનાશક યુદ્ધ પછી શરણાર્થી કેમ્પમાં રહેતા 20 લાખથી વધુ પેલેસ્ટિનિયનોને થોડી રાહત મળી છે. ૧૯ જાન્યુઆરી, રવિવાર સવારથી યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યો, જેનાથી પેલેસ્ટિનિયનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ યુદ્ધમાં અત્યાર સુધી 46,900 થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં બાળકો અને મહિલોઓની સંખ્યા વધુ છે. ગાઝા અને રફાહનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો છે. ઘેરાયેલા વિસ્તારનો મોટો ભાગ તોડી પાડવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ અનુસાર, 7 ઓક્ટોબર, 2023 થી યુદ્ધ શરૂ થયું ત્યારથી સમગ્ર ગાઝામાં 60 ટકાથી વધુ […] - [હઝરત સઈદ બિન આમિર રદિયલ્લાહુ તઆલા અન્હુ](https://shaheenweekly.com/roshni-na-minar-series-1-hazrat-saeed-bin-amir-radiyallahu-taala-anhu/): ✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશા નવયુવાન સઈદ બિન આમિર રદિ. પણ તે હજારો લોકોની ભીડમાંના એક હતા જેઓ કુરૈશના સરદારોના આમંત્રણથી મક્કાથી બહાર ‘તનઇમ’ નામના સ્થળે એકઠા થયા હતા. તેઓ પયગંબર મુહમ્મદ ﷺના સાથી હઝરત ખુબૈબ બિન અદિ રદિ.ની હત્યાનો તમાશો જોવા માટે આવ્યા હતા. અધર્મીઓએ હઝરત ખૂબૈબને દગાથી પકડી પાડ્‌યા હતા. સઈદ બિન આમિર રદિ.એ પોતાની જુવાનીની શક્તિનો ઉપયોગ કરીને ભીડને ચીરીને એક રસ્તો બનાવ્યો અને અબૂ સુફિયાન બિન હરબ અને સફ્‌વાન બિન ઉમૈયા જેવા કુરૈશના સરદારોની નજીક પહોંચી ગયા. આ બંને કુરૈશમાં ખૂબ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. આમ, સઈદને કુરૈશના કેદી હઝરત ખૂબૈબ રદિ.ને જોવાની તક મળી. […] - [ઇદારા અદબે ઇસ્લામી, અહમદાબાદ દ્વારા ભવ્ય મુશાયરો આયોજીત કરવામાં આવ્યો](https://shaheenweekly.com/idara-adab-e-islami-ahmedabad-gujarat-organizes-a-grand-mushaira/): અહમદાબાદ ખાતે ઇદારા અમદબે ઇસ્લામી અહમદાબાદ, ગુજરાત તરફથી એક શાનદાર મુશાએરાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતીમાં એક હદીસ-સંગ્રહ “રાહે અમલ”નું વિમોચન પણ મુશાએરાના પ્રમુખ અને માનનીય શાયરોના હસ્તે કરવામાં આવ્યું. આ હદીસ-સંગ્રહ “રાહે-અમલ” મૌલાના જલીલ અહસન નદવી સાહેબના ઉર્દૂ પુસ્તકનો ગુજરાતી અનુવાદ છે કે જેને જનાબ મુહમ્મદ જમાલ પટીવાલાએ ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કર્યો છે. તારીખ ૨૮મી ડિસેમ્બર ૨૦૨૪ની રાત્રે સુફ્ફા હોલ, કરિશ્મા કોમ્પ્લેક્ષ, જુહાપુરા ખાતે આ અઝીમુશ્શાન મુશાએરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનું પ્રમુખપદ રાજસ્થાનના મશ્હૂર ને જાણીતા શાયર મૌલાના સરફરાઝ બઝ્‌મી સાહેબે શોભાવ્યું હતું. જ્યારે અતિથિ વિશેષ શાયર તરીકે પાલનપુરના લોકપ્રિય શાયર જનાબ મુસાફિર પાલનપુરી સાહેબ પધાર્યા હતા.ઇદારએ […] - [ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી મનમોહનસિંહની આર્થિકનીતિઓ અને ભારત](https://shaheenweekly.com/former-prime-minister-dr-manmohan-singhs-economic-policies-and-india/): ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહી છે. આ સફળતાનો પાયો વાસ્તવમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે નાખ્યો હતો. તત્કાલિન નાણામંત્રી તરીકે મનમોહનસિંહે દેશના અર્થતંત્રની ગંભીર સ્થિતિ અને સમયની જરૂરિયાતને સમજીને તત્કાલિન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના માર્ગદર્શન હેઠળ નવી આર્થિક નીતિ 1991 લાવી હતી. નવી આર્થિક નીતિમાં ઘણા મોટા સુધારા કરવામાં આવ્યા. તેની મદદથી જ ડૉ. મનમોહનસિંહે ભારતને પ્રગતિનો માર્ગ બતાવ્યો. અર્થવ્યવસ્થા ધીમે ધીમે ગતિ પકડવા લાગી. આર્થિક નીતિ એ કામનો ઉલ્લેખ કરે છે જે સરકારો આર્થિક ક્ષેત્રમાં કરે છે. તેમાં કરવેરાનું સ્તર, સરકારી બજેટ, નાણાં પુરવઠો અને વ્યાજ દરો, તેમજ શ્રમ બજારો, રાષ્ટ્રીય માલિકી અને અર્થતંત્રમાં સરકારી હસ્તક્ષેપના અન્ય […] - [ઓડિશામાં હિંદુતત્વવાદીઓની ગુંડાગીરી](https://shaheenweekly.com/hindutva-activists-hooliganism-in-odisha/): આદિવાસી ખ્રિસ્તી મહિલાઓ સાથેની બર્બરતા: ભારતમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર હુમલો (ન્યુઝ ડેસ્ક) ગત દિવસોમાં ભારતના પૂર્વના રાજ્ય ઓડિશાના બાલાસોર જિલ્લામાં હિંદુત્વ સંગઠન દેવી સેનાના ગુંડાઓ દ્વારા આદિવાસી ખ્રિસ્તી મહિલાઓ પર થયેલ અત્યાચારે ભારતના લોકશાહી અને ધર્મનિરપેક્ષ સિદ્ધાંતો પર ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાએ દેશમાં માત્ર મહિલાઓ સામે થતી હિંસા જ બહાર નથી લાવી, પરંતુ દેશના નબળા વર્ગો, ખાસ કરીને દલિતો, ખ્રિસ્તીઓ અને મુસ્લિમોની સુરક્ષામાં સરકારની સ્પષ્ટ નિષ્ફળતાને પણ દર્શાવી છે. આ ઘટનાને માત્ર ખ્રિસ્તીઓ સુધી સીમિત ન માનવી જોઈએ પરંતુ આ દેશના અલ્પસંખ્યકો, મહિલાઓ અને સામાજિક રીતે નબળા વર્ગો સામે એક સંગઠિત અત્યાચાર અને હિંસાનું પ્રતિનિધિત્વ સમજવું […] - [કેન્દ્રીય બજેટ 2025 માટે જમાઅતે ઇસ્લામી હિંદનું સરકારને 16-મુદ્દાઓનું સૂચન](https://shaheenweekly.com/jamaat-e-islami-hind-offers-comprehensive-suggestions-for-union-budget-proposes-mgnrega-like-program-for-urban-joblessness/): ‘વર્ષ 2025ને સાંપ્રદાયિક સદભાવ અને પરસ્પર મજબૂત સંબંધોનું વર્ષ બનાવવાની અપીલ’ નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદના અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ JIHના મુખ્યમથકમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બજેટ 2025-26 માટે 16 વિસ્તૃત સૂચનો રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય બજેટ 2025-26 એવા સમયે રજૂ થઈ રહ્યું છે જ્યારે દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. ‘સીએમઆઈઇ’ (CMIE)ના ડેટા અનુસાર યુવાનોમાં બેરોજગારીનો દર સરેરાશ 45.4% સુધી પહોંચી ગયો છે, જ્યારે લગભગ 20% વસ્તી ગરીબીમાં જીવી રહી છે અને કૃષિ ‘જીડીપી’ નો વૃદ્ધિ દર માત્ર 2.8 રહી ગયો છે. તેથી જમાઅતે ઇસ્લામી હિંદ અસમાનતા, બેરોજગારી અને હાંસિયા પર પડેલા લોકોની સમસ્યાઓ દૂર કરવા […] - [દેશમાં વધતી જતી સાંપ્રદાયિકતા વચ્ચે આરએસએસ વડા અને વડાપ્રધાનના વિધાનો તેમની સંસ્થાઓ વચ્ચે વિરોધાભાસ સૂચવે છે](https://shaheenweekly.com/the-statements-of-the-rss-chief-and-the-prime-minister-amidst-growing-communalism-in-the-country-suggest-a-contradiction-between-their-organizations/): દેશમાં ખૂબ જ નીચલા સ્તરનું રાજકારણ ચાલી રહ્યું છે. દેશમાં લઘુમતીને દુશ્મન તરીકે ચિતરવામાં સફળ થયા પછી તેમનું સંપૂર્ણ બહિષ્કાર અને એકલા પાડી દેવાના આશય સાથે આયોજન બંધ કાર્યક્રમોને અંજામ આપવામાં આવી રહ્યું છે. આરએસએસના મજબૂત પીઠબળ સાથે ભાજપે સતત ત્રીજી લોકસભા ચૂંટણી જીતીને નિર્ધાર કર્યો છે કે હિંદુઓની બહુમતી જ તેમને સત્તા જાળવી રાખવા મદદરૂપ થશે. માટે તેઓ બહુમતીના આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ઢાંકપીછોડો કરી ધાર્મિક મુદ્દો ચગાવી તેમને ધર્મના નામે અને મુÂસ્લમોને શત્રુ અને તેમના માટે ખતરો બતાવી ચૂંટણી બજાર ગરમ કરે છે. ભાજપની આ નીતિએ સૌથી વધારે નુકસાન હિંદુઓને જ પહોંચાડ્‌યો છે. હવે તેમની પાસે […] - [સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત અલ-નૂર લિટરેચર ફેસ્ટિવલ](https://shaheenweekly.com/al-noor-literature-festival-organized-by-students-islamic-organization-of-india/): નવી દિલ્હીઃ ભારતની જાણીતી વિદ્યાર્થી સંસ્થા સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) દ્વારા જમાત-એ-ઇસ્લામી હિન્દના કેમ્પસમાં ત્રણ દિવસીય લિટરેચર ફેસ્ટિવલ 20, 21 અને 22 ડિસેમ્બરના રોજ “અલ-નુર” ના નામથી યોજવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસીય ફેસ્ટિવલ વિવિધ પ્રવૃત્તિઓથી ભરપૂર હતો. ફેસ્ટિવલમાં ચાર વિવિધ સ્ટેજ, અનુક્રમે મૌલાના મૌદૂદી, માઇલ ખૈરાબાદી, આમિર ઉસ્માની અને મરિયમ જમીલાના નામ પર બનાવવામાં આવ્યા હતા. આ સ્ટેજ પર ત્રણ દિવસમાં ચાલીસ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અલ્લામા ઇકબાલ પ્રદર્શન હોલ પણ સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો, જેમાં ફલસ્તીન, ભારતીય મુસ્લિમો, મુસ્લિમ વિચારકો અને વિદ્વાનોને લગતા વિવિધ વિષયોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પ્રોગ્રામમાં ખાવા-પીવા […] - [સહુલત માઇક્રોફાઇનાન્સને વર્ષનો શ્રેષ્ઠ ઇસ્લામિક માઇક્રોફાઇનાન્સ એન્ટિટીનો એવોર્ડ મળ્યો](https://shaheenweekly.com/sahulat-microfinance-bags-best-islamic-microfinance-entity-of-the-year-award/): નવી દિલ્હી: સહુલત માઇક્રોફાઇનાન્સ સોસાયટીને ઇસ્લામિક ફાઇનાન્સ ફોરમ ફોર સાઉથ એશિયા (IFFSA) દ્વારા આયોજિત એવોર્ડ સમારોહમાં ‘બેસ્ટ ઇસ્લામિક માઇક્રોફાઇનાન્સ એન્ટિટી ઓફ ધ યર 2023-24’ના પ્રતિષ્ઠિત ખિતાબથી સન્માનિત કરવામાં આવી છે. આ સન્માન ભારતમાં ઓછી આવક ધરાવતા વર્ગોના જીવનને સુધારવામાં સહુલતના પરિવર્તનકારી યોગદાનને પૃષ્ટિ આપે છે. આ એવોર્ડ સમારોહ 25-26 નવેમ્બર દરમિયાન કોલંબોમાં IFFSA દ્વારા આયોજિત દક્ષિણ એશિયામાં વ્યાજમુક્ત નાણાકીય સંસાધનો પરના મોટા કાર્યક્રમનો એક ભાગ હતો. આ કાર્યક્રમમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, મલેશિયા અને દક્ષિણ આફ્રિકા સહિત વિવિધ દેશોની સંસ્થાઓ અને વિદ્વાનો એકઠા થયા હતા. જેથી તેઓ ઇસ્લામિક નાણાકીય ક્ષેત્રના વિકાસ અને ટકાઉપણા વિશે ચર્ચા કરી શકે. પુરસ્કાર પ્રાપ્ત કર્યા […] - [JIHના વાઇસ પ્રેસિડેન્ટ મૌલાના વલીઉલ્લાહ સઈદી ફલાહીએ મુસ્લિમોને વધતા જતા પડકારોનો સામનો કરવા માટે ઈમાન, એકતા, બુદ્ધિ અને અથાગ પ્રયત્નોથી ઈસ્લામનો સંદેશ ફેલાવવાનું આહ્વાન કર્યું](https://shaheenweekly.com/jih-vice-president-maulana-waliullah-falahi-calls-on-muslims-to-face-rising-challenges-with-faith-unity-wisdom-and-relentlessly-spread-the-message-of-islam/): નવી દિલ્હી: ભારતમાં વધતી જતી સાંપ્રદાયિક નફરતને કારણે મુસ્લિમો સામે વધી રહેલા સંકટો વચ્ચે, હિજાબ વિવાદ, મોબ લીંચીંગની ઘટનાઓ, મસ્જિદો, મદ્રસાઓ, વક્ફ, વ્યક્તિગત કાયદા અને મુસ્લિમ ઓળખ પરના ખતરા જેવા મુદ્દાઓ ઉભા થયા છે. જમાઅતે ઇસ્લામી હિન્દ (જેઆઈએચ)ના ઉપાધ્યક્ષ મૌલાના વલીઉલ્લાહ સઈદી ફલાહીએ પયગંબર મુહમ્મદ સ.અ.વ.ની સીરતમાંથી પ્રેરણા લઈને મુસ્લિમોને અલ્લાહ સાથેનો નાતો મજબૂત કરવા, એક થવા, ગેર-મુસ્લિમો સુધી ઇસ્લામના સંદેશાનો અથાગ પ્રચાર કરવા, નૈતિક ચરિત્ર જાળવવા અને ‘ઇજ્તિહાદ’ દ્વારા બુદ્ધિપૂર્વક નવા પડકારોનો સામનો કરવા આહ્વાન કર્યું છે. હૈદરાબાદમાં યોજાયેલી જમાઅતે ઇસ્લામી હિન્દ (જેઆઈએચ)ના રાષ્ટ્રીય સભ્યોના સંમેલનમાં, જેઆઈએચના ઉપાધ્યક્ષે મહત્વપૂર્ણ લક્ષ્યો હાંસલ કરવામાં વ્યૂહરચનાની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો. […] - [મુનવ્વર હુસૈન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (ગુજરાત ઝોન)ના નવા પ્રદેશ અધ્યક્ષ](https://shaheenweekly.com/munawwar-hussain-is-the-new-president-of-students-islamic-organization-of-india-gujarat-zone/): અહમદાબાદઃ 8 ડિસેમ્બર, 2024, રવિવારના રોજ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાની અધ્યક્ષતામાં યોજાયેલ સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) ગુજરાતની પ્રદેશ સલાહકાર સમિતિની બેઠકમાં મુનવ્વર હુસૈનને 2025-2026 બે વર્ષ માટે SIO ગુજરાત ઝોનના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. મુનવ્વર હુસૈન સંગઠનમાં લાંબો અનુભવ ધરાવતા એક સક્ષમ લીડર છે. તેમણે SIO માં રાજ્ય અને કેન્દ્ર સ્તરની અનેક મહત્વની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે. નિશ્ચય, હિંમત, સંઘર્ષ અને દૃઢતા તેમના મુખ્ય ગુણો છે. તેમની જબરદસ્ત સંગઠનાત્મક કુશળતા પણ પ્રશંસનીય છે. વર્તમાન જવાબદારી સંભાળતા પહેલા તેઓ નવી દિલ્હી ખાતે સંગઠનના રાષ્ટ્રીય સચિવ, એસ.આઈ.ઓ. ગુજરાત પ્રદેશના ઝોનલ સેક્રેટરી અને કેમ્પસ […] - [શોધ અને સર્વેના નામે ધાર્મિક સ્થળોએ કાયદાનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ: મલિક મોઅતસિમ ખાન, ઉપપ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ](https://shaheenweekly.com/stop-playing-with-the-places-of-worship-act-in-the-name-of-research-and-survey-malik-moatasim-khan-vice-president-of-jamaat-e-islami-hind/): સામાજિક કાર્યકરો પર થતા હુમલા અને હિંસા વિરુદ્ધ દરેક ન્યાયપ્રિય નાગરિકે અવાજ ઉઠાવવી જોઈએ. નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેન્દ્રીય કાર્યાલયમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં જમાઅતના ઉપપ્રમુખ, મલિક મોઅતસીમ ખાને 1991ના ધાર્મિક સ્થાનોના સંરક્ષણ અધિનિયમ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ કાયદો દેશમાં સાંપ્રદાયિક સંવાદિતા જાળવવા માટે ખૂબ જ મહત્વનો છે. આ કાયદો તમામ ધાર્મિક સ્થાનોને 15 ઓગસ્ટ, 1947ની સ્થિતિમાં જાળવી રાખવાની બાંયધરી આપે છે અને ધાર્મિક સ્થળોને લગતા ઐતિહાસિક દાવાઓને કારણે થતી તકરારોને રોકવામાં મદદ કરે છે. જોકે, કેટલાક સાંપ્રદાયિક તત્વો મુસ્લિમ ધર્મસ્થાનો વિશે ખોટા દાવા કરીને સમાજમાં ધાર્મિક વિભાજન અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. […] - [જરા ‘સંભલ’ કે; ક્યાંક કૂવામાં ન પડી જાવ](https://shaheenweekly.com/jara-sambhala-ke-kya%e1%b9%85ka-kuvama%e1%b9%81-na-pa%e1%b8%8di-java/): સંભલની ઐતિહાસિક શાહી મસ્જિદના તાજેતરના સર્વેક્ષણ, અને સર્વેક્ષણ દરમિયાન હિંદુઓ દ્વારા ઉશ્કેરનારા નારા અને ત્યારબાદ મુસ્લિમોના વિરોધ અને તેમના પર પોલીસની એકતરફી અને અન્યાયી કાર્યવાહીએ મુસ્લિમોની ધામિર્ક ભાવનાઓને ગંભીર ઠેસ પહોંચાડી છે અને સાથે સાથે દેશના સંવિધાનની ભાવના અને દેશની ધામિર્ક સહિષ્ણુતાની પરંપરાઓને પણ નુકસાન પહોંચાડ્‌યું છે. આ વિવાદને કારણે ૧૯૯૧ના ધામિર્ક સ્થળો અધિનિયમ હેઠળ ધામિર્ક સ્થળોની સુરક્ષાના નિયમો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ ઘટનાની સૌથી ચિંતાજનક બાબત એ છે કે સર્વેક્ષણ જેવા સરકારી કામ દરમિયાન હિંદુઓ દ્વારા મુસ્લિમો વિરુદ્ધ ખૂબ જ ઉશ્કેરનારા નારા લગાવવામાં આવ્યા અને તેમની ભાવનાઓને ઉશ્કેરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો જેના પછી મુસ્લિમોએ વિરોધ કર્યો. […] - [ન્યાયના ધ્વજવાહકો પર જુલમ અને અત્યાચારીઓ પર દયા](https://shaheenweekly.com/cruelty-on-the-flag-bearers-of-justice-and-mercy-on-the-cruel/): દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી જે વ્યક્તિઓ, સંસ્થાઓ અને સંગઠનો નાગરિક અધિકારોના રક્ષણ માટે કામ કરે છે અથવા સરકારની ખોટી કામગીરી અને નીતિઓની ટીકા કરે છે, તેમને સરકારી જુલ્મ, બદલાનો અને ગેરકાયદેસર કાર્યવાહીનો સતત સામનો કરવો પડી રહ્યો છે. સરકાર અને વહીવટી તંત્રનું આ વર્તન ન માત્ર લોકશાહીની મૂળભૂત ભાવના વિરુદ્ધ છે, પરંતુ નાગરિક સ્વતંત્રતાને ખતમ કરવાના ખતરનાક વલણને પ્રતિબિંબિત છે. આજકાલ સરકારના અત્યાચારો સામે ઊભા થનારા કાર્યકર્તાઓને સામાન્ય રીતે દેશદ્રોહી અથવા આતંકવાદી હોવાના આરોપોનો સામનો કરવો પડે છે. થોડા દિવસો પહેલા અલ્ટ ન્યૂઝના મુહમ્મદ ઝુબેર વિરુદ્ધ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેમાં તેમને દેશની અખંડિતતા માટે જોખમ ગણાવવામાં આવ્યા […] - [વધતા જતા વૈશ્વિક તણાવ, સંઘર્ષ અને હિંસાનો ઇસ્લામ જ એકમાત્ર ઉકેલ છે : જેઆઈએચના ઉપાધ્યક્ષ અમીનુલ હસન](https://shaheenweekly.com/islam-is-the-only-solution-to-escalating-global-tensions-conflicts-violence-says-jih-vice-president-ameenul-hasan/): ✍ અનવારુલ હક બેગ નવી દિલ્હી – જમાઅતે ઇસ્લામી હિંદ (જીઆઈએચ)ના ઉપાધ્યક્ષ એસ. અમીનુલ હસને વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યની ચાર મુખ્ય લાક્ષણિકતાઓ – સંઘર્ષ, વિરોધાભાસ, હિંસા અને અન્યાયી પ્રભુત્વ – પર પ્રકાશ પાડ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શાંતિના સંદેશ સાથે ઇસ્લામ વધતા જતા વૈશ્વિક તણાવનો એકમાત્ર ઉકેલ પ્રદાન કરે છે. અમીનુલ હસને હાલમાં જ હૈદરાબાદમાં યોજાયેલા JIH નેશનલ મેમ્બર્સ કોન્ક્લેવ-2024 અને JIH કેડર કન્વેન્શનમાં સંબોધન કર્યું હતું. તેમણે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને તેમાં ઇસ્લામિક ચળવળની ભૂમિકા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે પોતાના ભાષણને ચાર મુખ્ય ભાગોમાં વહેંચ્યું હતું: વૈશ્વિક પરિસ્થિતિનું વિશ્લેષણ: તેમણે વર્તમાન વિશ્વમાં ચાલી રહેલા મહત્વના ઘટનાક્રમોનું વિશ્લેષણ […] - [JIH ના ઉપાધ્યક્ષ મલિક મોતસિમ ખાને ભારતીય મુસ્લિમોના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય સશક્તિકરણનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો](https://shaheenweekly.com/jih-vice-president-malik-motasim-khan-unveils-vision-for-social-educational-political-empowerment-of-indian-muslims/): ✍🏻 અનવારુલ હક બેગ નવી દિલ્હી – જમાઅતે ઇસ્લામી હિંદના ઉપાધ્યક્ષ માલિક મોતસિમ ખાને ભારતીય મુસ્લિમોના ઉત્થાન માટે એક સાહસિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે, જેમાં સમુદાય સમક્ષ સામાજિક, શૈક્ષણિક અને રાજકીય પડકારોનો સામનો કરવા માટે એકતા, નવીકૃત વિશ્વાસ અને વ્યાપક વ્યૂહરચનાની માંગ કરવામાં આવી છે. હાલમાં હૈદરાબાદમાં યોજાયેલા JIHના રાષ્ટ્રીય સભ્યોના સંમેલનમાં “ઉમ્મતનું નિર્માણ અને વિકાસ” વિષય પરના સંબોધનમાં, ખાને ભાર મૂક્યો હતો કે, “પ્રથમ અને મુખ્ય કાર્ય એ છે કે તમામ મુસ્લિમ સમુદાયો, સંગઠનો અને સંસ્થાઓએ ઉમ્મતને નિરાશામાંથી બહાર કાઢવા અને તેને તેની સાચી ઓળખ પરત કરવા માટે એક થવું જોઈએ.” JIH ઉપાધ્યક્ષે ભાર મૂક્યો હતો કે મુસ્લિમોએ માત્ર […] - [દેશમાં જુલ્મ તથા શોષણના ખાત્માના સંકલ્પ સાથે જમાઅતે ઇસ્લામી હિંદના ત્રિદિવસીય ઓલ ઇન્ડિયા અરકાન (સભ્ય) ઇજ્તિમાઅનું સમાપન](https://shaheenweekly.com/jamaat-islami-hinds-three-day-all-india-arkan-member-ijtima-concluded-with-a-resolution-to-end-oppression-and-exploitation-in-the-country/): તા. ૧૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ હૈદ્રાબાદ, ન્યાય તથા ઇન્સાફના કેન્દ્રીય શીર્ષક હેઠળ યોજાયેલ જમાઅતે ઇસ્લામી હિંદના ઓલ ઇન્ડિયા અરકાન (Members) ઇજ્તિમાઅનું હૈદ્રાબાદ સ્થિત વાદીએ હુદા ખાતે સમાપન થયું. આ પ્રસંગે જમાઅતના અમીર (પ્રમુખ) સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જમાઅતના અરકાનને સત્ય અને ન્યાયના સિદ્ધાંતો પર સમાજના ઘડતર માટે પોતાની જાતને વકફ કરી દેવાની નસીહત કરી. સમાપનીય સંબોધનમાં સૈયદ સઆદતુલ્લાહ હુસૈની સાહેબે અરકાનને એ પવિત્ર પ્રતિજ્ઞાની યાદ દેવડાવી જે તેમણે દીનની સેવા માટે જમાઅતના રુક્ન (સભ્ય) બનતી વખતે કરી હતી. તેમણે ભાર મૂકતાં કહ્યું કે દીનથી સાચા સંબંધનો તકાદો છે કે આપણામાંથી દરેક વ્યક્તિ ઈમાનને વધુ ને વધુ મજબૂત કરે એટલું જ નહીં […] - [ઝકાત સેન્ટર અહમદાબાદ દ્વારા રોજગાર યોજના હેઠળ સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો](https://shaheenweekly.com/a-sewing-machine-distribution-program-was-organized-by-zakat-center-india/): અહમદાબાદઃ ઝકાત સેન્ટર અહમદાબાદ દ્વારા રોજગાર યોજના હેઠળ આજે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમમાં ડો. મોહમ્મદ સલીમ પટીવાલા સાહેબે જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કુર્આનમાં મોમિન બંદાઓને સ્પષ્ટ જણાવ્યું છે કે નમાઝ પછી અલ્લાહના ફઝલ એટલે કે રોઝીની શોધમાં ધરતી ઉપર ફેલાઈ જાવ. તેમજ રોઝી પ્રાપ્તિ દરમ્યાન અલ્લાહને યાદ કરતા રહો જેથી હલાલ અને હરામના ભેદને પારખીને પવિત્ર કમાણી કરી ઘરમાં બરકત માટેના દ્વાર ખોલી શકાય. અલ્લાહના રસૂલ સ.અ.વ. એ પણ સહાબીના સવાલ ઉપર તેમની વસ્તુઓ વેચીને તેમને બજારમાંથી કુહાડી મંગાવીને પોતાના પવિત્ર હાથે હાથો લગાવી આપીને મેહનત કરીને રોજી મેળવવાની સોનેરી સલાહ આપી. જરૂરિયાતમંદ 7 પરિવારોને આજ રોજ ઝકાત સેન્ટરના હોદ્દેદારો […] - [અત્યાચારની સામે માત્ર બંધારણીય અને કાયદાકીય લડાઈ જ એકમાત્ર હથિયારઃ નદીમ ખાન](https://shaheenweekly.com/constitutional-and-legal-fight-is-the-only-weapon-against-tyranny-nadeem-khan/): એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટરનો પ્રારંભઃ રાજ્ય સ્તરના એક્ટીવિસ્ટ્સ અને કાયદાના નિષ્ણાતો જોડાયા અહમદાબાદઃ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટરના લોન્ચિંગ કાર્યક્રમમાં ગુજરાત ચેપ્ટરના પ્રમુખ એડવોકેટ શમશાદખાન પઠાણે જણાવ્યું કે દેશમાં લઘુમતીઓ, દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધ અત્યાચારોમાં દિનપ્રતિદિન વૃધ્ધિ થતી જઈ રહી છે. તેમના બંધારણીય અધિકારોની રક્ષા કાજે આજે APCR ગુજરાત ચેપ્ટરનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના એક્ટીવિસ્ટ્સ અને કાયદાના નિષ્ણાતોએ ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહન પુરું પડ્યું છે અમે તેમના આભારી છીએ. નવજીવન ચેનલ સાથે સંબધિત વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે જણાવ્યું કે અપરાધ માત્ર અપરાધ હોય છે. અપરાધી કોઈ પણ હોય […] - [કાશ્મીર હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ એક્ઝિટ પોલ ફરી ખોટા સાબિત થયા](https://shaheenweekly.com/kashmir-haryana-assembly-election-exit-polls-proved-wrong-again/): ગત લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ ભાજપને ૩૫૦ ઉપર સીટો બતાવતા હતા. મોટાભાગના ખોટા સાબિત થયા હતા. અને હવે એ જ તર્જ ઉપર કોંગ્રેસ હરિયાણામાં મોટી બહુમતી મેળવી જશે અને કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા બનશે તે એક્ઝિટ પોલ પણ ખોટા સાબિત થયા છે. લોકસભા ચૂંટણીના માત્ર ચાર મહિના બાદ યોજાયેલી હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પરથી કેટલાક સંકેતો સ્પષ્ટ છે. સૌ પ્રથમ, હરિયાણા ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવા પછી દેશનું ચોથું રાજ્ય બન્યું છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) સતત ત્રીજી વખત સત્તામાં આવી છે. તે પણ સ્પષ્ટ બહુમતી સાથે. એટલે કે ઉત્તર ભારતમાં હરિયાણા ભાજપનો નવો મજબૂત કિલ્લો બની ગયો […] - [સોમનાથ ખાતેનું ડિમોલિશન ‘વક્ફ બાય યુઝર’ જાેગવાઈનું ઉલ્લંઘન કરે છે; દેશભરમાં મુસ્લિમ વક્ફ મિલકતો પર જાેખમ વધી શકે છે](https://shaheenweekly.com/demolition-at-somnath-violates-waqf-by-user-vigilance-risks-may-increase-on-muslim-waqf-properties-across-the-country/): અહમદાબાદઃ બ્રિટિશિ શાસકો, રજવાડાઓ અને બ્રિટિશ કાળ પહેલા પણ અન્ય શાસકોએ તેમટ્ઠનિી પ્રજાને જાહેર ઉપયોગ માટે જમીનો આપી હતી, દાખલા તરીકે, તેમના મૃતકોના અગ્નિસંસ્કાર અને દફનવિધિ માટે. આ જમીનોને ‘ઇનામ’ કહેવામાં આવતી હતી. આ ફાળવણી સમુદાયની જરૂરિયાતો અને અગ્નિસંસ્કાર/દફનવિધિની જેવી ધાર્મિક પ્રથાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. તેનો ઉપયોગ હિંદુઓ ‘શમશાન’ અને મુસ્લિમો દ્વારા ‘કબ્રસ્તાન’ તરીકે કરવામાં આવતો હતો. ૧૯૪૭ માં આઝાદી પછી, આ જમીનોને કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા ‘સરકારી જમીન’ તરીકે વર્ગીકૃત કરવામાં આવી. જાે કે, સંબંધિત સમુદાયની મૃત વ્યક્તિઓના અગ્નિસંસ્કાર/દફનવિધિ માટે આવી જમીનોનો ઉપયોગ અને વ્યવસાય ચાલુ રહ્યો. આમ, જાે કે આ જમીનો સરકારની માલિકી […] - [જમાઅતે ઇસ્લામી હિંદનું પ્રતિનિધિ મંડળ પ્રભાસ પાટણની મુલાકાતે](https://shaheenweekly.com/jih-delegation-visits-prabhas-patan/): હાલ થોડા દિવસો પૂર્વ ગીર-સોમનાથ જીલ્લાના પ્રભાસ પાટણ ખાતે જે કમનસીબ અને દુખદ બનાવ બની ગયો અને તંત્રનું અન્યાયી બુલડોઝર ઔલીયાએ કિરામના મઝારો, મસ્જિદો અને કબ્રસ્તાન પર ફરી વળ્યું અને જોત જોતામાં સેંકડો વર્ષો જૂની ઈમારતોને જમીનદોસ્ત કરી દેવામાં આવી. આ અત્યાચારી કાર્યવાહીથી માત્ર પ્રભાસ પાટણ અને વેરાવળનો મુસ્લિમ સમાજ જ નહીં પરંતુ આખા દેશના મુસ્લિમ સમાજ અને ન્યાયપ્રિય નાગરીકો વ્યથિત અને ચિંતિત છે. પ્રભાસ પાટણના મુસ્લિમ સમાંજના આંસુ લુછવા, તેમની હિંમત વધારવા અને યથાસંભવ સહાયતાની બાંહેધરી આપવા જમાઅતે ઇસ્લામી હિંદના એક પ્રતિનિધિ મંડળે તારીખ ૮ ઓક્ટોબરના દિવસે પ્રભાસ પાટણની મુલાકાત લીધી. આ પ્રતિનિધિ મંડળમાં દિલ્હીથી પધારેલ જમાઅતે ઈસ્લામી હિંદના […] - [સંસદીય સમિતિ સાથે JIH ના કેન્દ્રીય પ્રતિનિધિમંડળની મુલાકાત: વકફ બિલ પર વિગતવાર ચર્ચા](https://shaheenweekly.com/jihs-central-delegation-meets-parliamentary-committee-detailed-discussion-on-waqf-bill/): જમાઅતે ઈસ્લામી હિંદ (JIH)ના પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈનીની આગેવાની હેઠળ જમાઅતે ઇસ્લામી હિંદના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વકફ (સુધારા) બિલ 2024 પર ગઠિત સંસદ સભ્યોની સંયુક્ત સમિતિના અધ્યક્ષ શ્રી જગદંબિકા પાલ સાથે વિગતવાર બેઠક કરી હતી. JIH પ્રતિનિધિમંડળે પ્રસ્તાવિત બિલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી કારણ કે તે વક્ફ મિલકતોની સ્વાયત્તતા અને વ્યવસ્થાપન માટે નોંધપાત્ર ખતરો છે અને લઘુમતીઓના બંધારણીય રીતે બાંયધરીકૃત અધિકારોની વિરુદ્ધ છે. સમગ્ર ભારતમાં JIH નેતાઓ JPCના વિવિધ સભ્યો સાથે બેઠક કરી રહ્યા છે અને ટૂંક સમયમાં JIH કેન્દ્રીય પ્રતિનિધિમંડળ દિલ્હી ખાતે સમગ્ર JPC સાથે વધુ એક બેઠક કરશે. જમાઅતે ઇસ્લામી હિંદના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા પ્રસારિત સમાચારથી […] - ["નૈતિકતા સ્વતંત્રતાનો આધાર" જાગૃતિ અભિયાનનો આરંભ: 10 લાખ લોકો સુધી સંદેશ પહોંચાડવાનું લક્ષ્ય](https://shaheenweekly.com/morality-is-freedom-awareness-campaign-aiming-to-reach-10-lakh-people/): અહમદાબાદ: જમાઅતે ઇસ્લામી હિંદના મહિલા વિભાગ દ્વારા સપ્ટેમ્બર 2024માં અખિલ ભારતીય સ્તરે એક વિશેષ જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને વાસ્તવિક સ્વતંત્રતાના અર્થ વિશે જાગૃત કરવાનો છે. અહમદાબાદ સ્થિત હોટલ અર્ટિલા ઇન ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં આ વિગતો જણાવતા મહિલા વિભાગના સચિવ શાઝિયા શેખે કહ્યું હતું કે, “જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા શરૂ કરવામાં આવેલ એક અભિયાન છે જેનું થીમ છે “નૈતિકતા સ્વતંત્રતાનો આધાર”. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે અને તેમને સમજાવવાનો છે કે સાચી સ્વતંત્રતા શું છે અને સ્વતંત્રતાને નૈતિક મૂલ્યો સાથે જોડવું કેમ જરૂરી છે. જો સ્વતંત્રતાને નૈતિક મૂલ્યો સાથે […] - [કોલકત્તાની જઘન્ય ઘટના, ન માત્ર બળાત્કાર સાથેની હત્યા જ છે પણ...](https://shaheenweekly.com/the-heinous-incident-of-kolkata-is-not-only-murder-with-rape-but-also/): કોલકત્તાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૯ ઓગસ્ટના રોજ મહિલા જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી. જેના પગલે સમગ્ર દેશમાં તીવ્ર અક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં દેશભરની સરકારી હોસ્પિટલોમાં રેસીડેન્ટ ડોક્ટરો સહિત આઈ.એમ.એ દ્વારા ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે, જે અપેક્ષિત પણ છે. આ ઘટના ઘણી જ જઘન્ય અને હીન કૃત્ય છે. ન માત્ર પશ્ચિમ બંગાળમાં જ પરંતુ દેશના ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત વગેરે જેવા અનેક રાજ્યોમાં આવી ઘટનાઓ થતી જોવા મળી રહી છે. આ ઘટનાના વિરોધમાં જે પ્રકારે મેડિકલ વ્યવસાયિકો અને સામાન્યજન સમુદાયમાં જે પ્રકારે વિરોધ અને ગુસ્સો પ્રગટ્યો છે, એ ચોક્કસ સામાન્ય જનમાનસમાંથી […] - [મુસ્લિમો કોઈ પણ કિંમતે મુસ્લિમ પર્સનલ લૉ છોડી શકે નહીં](https://shaheenweekly.com/muslims-cannot-leave-muslim-personal-law-at-any-cost/): લાલ કિલ્લાથી વડાપ્રધાનના સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ સિવિલ કાયદા અંગેના નિવેદનને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુવિચારિત અને તોફાની (ફિતનો) ગણાવ્યું નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા” માટેની વાત કરી છે અને પછી, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે લો કમિશનના ૨૦૧૮ના નિવેદનને રેખાંકિત કર્યું હતું કે સમાન નાગરિક સંહિતા એ જરૂરી નથી અને ઇચ્છનીય નથી અને તેણે જણાવ્યું હતું કે આ કાયદો લાવવાના કોઈપણ પ્રયાસો અસ્વીકાર્ય છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)એ કહ્યું છે કે બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા અને ધામિર્ક વ્યક્તિગત કાયદાઓને અત્યંત વાંધાજનક તરીકે ગણાવવાના વડાપ્રધાનના નિવેદનનો વિરોધ કરે છે. AIMPLBએ કહ્યું કે સમાન […] - [લગ્નજીવનમાં છુપાયેલ દિવ્ય ખજાનાને શોધવાની “પ્રેમની ચાવીઓ” અર્પણ કરવામાં આવી](https://shaheenweekly.com/the-keys-of-love-offered-to-find-the-divine-treasure-hidden-in-marriage/): મૌલાના મુહિયુદ્દીન ગાઝી મદનીનું મોડાસા મુકામે પ્રી મેરેજ વર્કશોપમાં અદ્‌ભૂત ઉદ્બોધન મોડાસાઃ જમાઅતે ઇસ્લામી હિંદ, મોડાસાના મહિલા વિભાગ તા. ૧૮ ઓગષ્ટ, ૨૦૨૪, રવિવારે ૧૮ થી ૨૫ વર્ષની યુવતીઓ માટે પેલેટ હોટેલના બૈન્ક્વેટ હૉલ મોડાસા ખાતે પ્રી મેરેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ કે લગ્નજીવન, પતિ પત્નીના પ્રેમાળ સંબંધો તથા સુખી અને મજબૂત કુટુંબનું મહત્ત્વ વગેરે વિશે આજની નવી પેઢીના બદલાયેલા અભિગમે સમાજના વિચારશીલ લોકોને ચિંતિત અને વ્યથિત કરી દીધા છે. આ નવી પેઢીના અભિગમમાં ઇસ્લામના સિદ્ધાંતો અને જીવનની વાસ્તવિકતાઓ આધારિત યોગ્ય ફેરફાર લાવવા માટે આ પ્રકારના વર્કશોપનું આયોજન કરીને તેમના સાથે ખુલ્લી ચર્ચા કરવી એ આજના સમયની […] - [JIH, કેરળે વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટે ૧૦ કરોડ રૂપિયાના રાહતકાર્યોની જાહેરાત કરી](https://shaheenweekly.com/jih-kerala-announces-rs-10-crore-relief-works-for-rehabilitation-of-landslide-affected-people-in-wayanad/): નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેરળ પ્રદેશના અમીર પી. મુજીબુર્રહેમાને વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં પ્રભાવિત થયેલા લોકોના પુનર્વસન માટે ૧૦ કરોડ રૂપિયાના રાહતકાર્યોની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે. આ પગલું જમાઅતે ઇસ્લામી હિંદના કલ્યાણકારી પ્રોજેક્ટનો એક ભાગ છે જેના દ્વારા પ્રભાવિત લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં આવી રહી છે. જમાઅતના રાજ્ય મુખ્યાલય ‘હિરા સેન્ટર’માં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં મુજીબુર્રહેમાને કહ્યું કે, સરકાર દ્વારા પ્રભાવિત લોકો માટે કાયમી આવાસની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી, કેરળ જમાઅત ડાયાલિસિસના દર્દીઓ, અપંગો, વૃદ્ધ નાગરિકો અને અન્ય અશક્ત લોકો માટે અસ્થાયી કેમ્પની વ્યવસ્થા કરશે. આ ઉપરાંત, કુરિયા થોરની ‘રહમત સ્કૂલ’ના સહયોગથી […] - [વકફ (સુધારો) બિલ, 2024 મુસ્લિમ સમાજને સ્વીકાર્ય નથી: સૈયદ સઆદતુલ્લાહ હુસૈની](https://shaheenweekly.com/the-waqf-amendment-bill-2024-is-not-acceptable-to-the-muslim-community-syed-sadatullah-husaini/): નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ આજે સંસદમાં રજૂ થનારા સુધારેલા વક્ફ બિલની ટીકા કરતાં કહ્યું છે કે તે મુસ્લિમ સમુદાય માટે સ્વીકાર્ય નથી. જમાઅતના પ્રમુખે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ૧૯૯૫ની વક્ફ એક્ટમાં સરકાર દ્વારા પ્રસ્તાવિત સુધારાઓનો વિરોધ કરીએ છીએ. નવા UWMEED એક્ટ દ્વારા પ્રસ્તાવિત ફેરફારો સરળ લાગતા હોવા છતાં, તેનો હેતુ વક્ફ પ્રોપર્ટીઝ અને તેની સેવા કરતા સમુદાયોની સ્વાયત્તતા અને અખંડિતતાને ઘટાડવાનો છે. આ મુસ્લિમ સમુદાય માટે સ્વીકાર્ય નથી. અમને લાગે છે કે આ કાયદો વક્ફની સ્થાપિત કાનૂની રચનાને તોડી પાડવા માટે બનાવવામાં આવ્યો છે, જે અસરકારક રીતે બંધારણ દ્વારા બાંહેધરી આપવામાં આવેલા […] - [હમાસ ચીફ ઈસ્માઈલ હનિયાની હત્યા ગાઝાની આગેકોચને રોકી શકશે નહીં](https://shaheenweekly.com/the-killing-of-hamas-chief-ismail-haniyeh-will-not-stop-gazas-firestorm/): ૩૧મી જુલાઈ ૨૦૨૪ના રોજ ઈરાની પ્રેસિડેન્ટ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગયેલ હમાસ ચીફ ઈસ્માઈલ હનિયા ઇઝરાયલ દ્વારા શોર્ટ મિસાઈલના હુમલા વડે શહીદ કરી દેવામાં આવ્યા. ઇઝરાયલી પ્રજા હાલ મીઠાઈની વહેચણી કરી હનીયાની હત્યાનો જશ્ન મનાવી રહી છે. પરંતુ આ જશ્નથી તેમની ભૂલ અને નિષ્ફળતાને જગતથી છુપાવી શકાશે નહીં. ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજથી શરૂ થયેલા યુદ્ધમાં લગભગ ૪૦ હજાર જેટલા પેલેસ્ટિનિયનોની હત્યા કરવામાં આવી છે, જેમાં ૭૦%ની આસપાસ સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ૩૦% પુરુષોમાં મોટાભાગના નિર્દોષ નાગરિકો છે. યુદ્ધના તમામ યુનાઇટેડ નેશન્સના નિયમોને નેવે મૂકીને તેને સમગ્ર ગાઝાને રેતીના ઢગલામાં ફેરવી દીધું છે, સામૂહિક કબરોમાં દફનાવવાની […] - [વક્ફ કાયદામાં કોઈ પણ ફેરફાર ક્યારેય સ્વીકાર્ય નથીઃ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ](https://shaheenweekly.com/no-change-in-waqf-law-is-ever-acceptable-all-india-muslim-personal-law-board/): નવી દિલ્હીઃ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વક્ફ એક્ટ, ૨૦૧૩માં કોઈપણ એવો ફેરફાર જે વક્ફ સંપત્તિની સ્થિતિ અને પ્રકૃતિ બદલી નાખે અથવા સરકાર કે કોઈ વ્યક્તિ માટે તેને હડપવું સરળ બનાવે, તે કોઈ પણ કિંમતે સ્વીકાર્ય નથી. આ ઉપરાંત વક્ફ બોર્ડના અધિકારોને ઘટાડવા અથવા મર્યાદિત કરવા માટે કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. વિશ્વાસપાત્ર સૂત્રો અનુસાર ભારત સરકાર વક્ફ એક્ટ ૨૦૧૩માં કુલ ૪૦ સુધારાઓ દ્વારા વક્ફ સંપત્તિ પર અતિક્રમણ કરવું સરળ બનાવવા માંગે છે. આ પ્રકારનો કાયદો આગામી અઠવાડિયે સંસદમાં રજૂ થવાની શક્યતા છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ સ્પષ્ટ કરે છે કે વક્ફ સંપત્તિ […] - [દારૂ અને જુગાર](https://shaheenweekly.com/alcohol-and-gambling/): “હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો! આ દારૂ અને જુગાર, વેદીઓ અને પાસાં, આ તમામ ગંદા શેતાની કાર્યો છે, તેમનાથી બચો આશા છે કે તમને સફળતા પ્રાપ્ત થશે. શેતાન તો એવું ઇચ્છે છે કે દારૂ અને જુગાર દ્વારા તમારામાં વૈમનસ્ય અને દ્વેષ નાખી દે અને તમને અલ્લાહના સ્મરણથી અને નમાઝથી રોકે. પછી શું તમે આ વસ્તુઓથી રોકાઈ જશો ?” (સૂરઃ માઇદહ, આયતો-૯૦, ૯૧) અલ્લાહતબારક વ તઆલાએ ‘ખુમ્ર’ અને ‘મયસર’ અર્થાત્‌ દારૂ અને જુગારને નાપાક અને શેતાની અમલ (કૃત્ય) ઠેરવ્યા છે. ખુમ્રનો અર્થ ઢાંકવાનો છે. દારૂ માનવીની બુદ્ધિ તથા સભાનતાને ઢાંકી લે છે. આથી અલ્લાહે તેને હરામ ઠેરવી દીધા છે. ફક્ત […] - [બ્રોડકાસ્ટ રેગ્યુલેશન બિલઃ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ખતરો](https://shaheenweekly.com/broadcast-regulation-bill-threat-to-freedom-of-expression/): (ન્યૂઝ ડેસ્ક) મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. ભારતમાં મીડિયાએ હંમેશાં લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવા, જનતાની સમસ્યાઓ ઉઠાવવા અને સરકારને પ્રશ્નો પૂછીને તેને જવાબદાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ટેલિવિઝન અને રેડિયો જેવા માધ્યમોએ જનતાને માહિતી, મનોરંજન અને સરકારના ર્નિણયોથી વાકેફ રાખવા અને જનતાની સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આઝાદી પછીના વિવિધ સમયગાળામાં મીડિયા પર ખરાબ સમય પણ આવ્યો અને કેટલાક શાસકોએ તેની સ્વતંત્રતાને ખતમ કરવાનો પ્રયાસ પણ કર્યો. જો કે, ૨૦૧૪માં ભાજપના સત્તામાં આવ્યા બાદ મીડિયાએ ડર અથવા ધનની લાલચમાં આ મહત્ત્વની ફરજને પૂરી રીતે છોડી દીધી અને સરકારની ટીકા કરવા અથવા તેને પ્રશ્નો પૂછવાને […] - [જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપવા અને હિંસા બંધ કરવાની અપીલ](https://shaheenweekly.com/jamaat-e-islami-hind-appeals-for-peace-and-an-end-to-violence-in-bangladesh/): નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને બાંગ્લાદેશમાં આ કટોકટીની સ્થિતિને સંભાળી રહેલા અધિકારીઓને દેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક અને નિર્ણાયક પગલાં ભરવાની અપીલ કરી છે. સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, જમાઅતે ઇસ્લામી હિંદ (JIH) બાંગ્લાદેશની સ્થિતિ અને તેની આસપાસના વિસ્તારો પર પડનારી તેની અસરો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. બાંગ્લાદેશમાં હાલની અશાંતિ શેખ હસીના સરકારના સરમુખત્યારશાહી અને દમનકારી વલણનું સીધું પરિણામ છે. જાન્યુઆરી 2024માં બાંગ્લાદેશમાં યોજાયેલી ચૂંટણીમાં વ્યાપક કૌભાંડના આક્ષેપો થયા હતા, જેના કારણે સમગ્ર વિપક્ષે ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો […] - [જમાઅતે ઇસ્લામી હિંદ: ભારત સરકારને પેલેસ્ટાઈનના સમર્થનમાં આગળ આવવાની અપીલ](https://shaheenweekly.com/jamaat-e-islami-hind-condemns-israeli-aggression-criticizes-union-budget-and-urges-action-on-press-freedom-and-madrasa-issues/): “જમાઅતે ઇસ્લામી હિન્દની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય બજેટ, બ્રોડકાસ્ટિંગ બિલ, મદ્રસાના વિદ્યાર્થીઓનું સ્થાનાંતરણ અને ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટિનિયનો પર થતા નરસંહાર અને બર્બરતા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા .. નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જમાઅતના મુખ્યાલયમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારનું તાજેતરનું બજેટ 2024-25 નાગરિકોની આશાઓ પર ખરું ઉતરતું નથી. આ બજેટમાં ગરીબો, પછાત વર્ગો, SC, ST અને અલ્પસંખ્યકો માટે કોઈ ખાસ રાહત દેખાતી નથી. આરોગ્ય માટે GDPના ઓછામાં ઓછા 4% અને શિક્ષણ માટે 6% ફાળવણી થવી જોઈએ, પરંતુ હાલમાં તે અનુક્રમે 1.88% અને 3.07% છે. અલ્પસંખ્યક બાબતોના મંત્રાલય માટે કુલ બજેટમાં માત્ર 0.06% જ […] - [નફરતની રાજનીતિનો અંત આવવો જરૂરી છે](https://shaheenweekly.com/nafratani-rajanitino-ant-avvo-jaruri-che/): ૨૦૨૪ની લોકસભા ચૂંટણી દ્વારા ભારતના લોકોએ દેશની તમામ રાજકીય પાર્ટીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે દેશના બહુમતી લોકોને અહીંની નફરતની રાજનીતિ પસંદ નથી. ચોક્કસ આ ચૂંટણીમાં ભાજપની કોમવાદી રાજનીતિને સંપૂર્ણ પરાજય તો ન મળ્યો પરંતુ સ્પષ્ટ બહુમત ન મળવો અને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મહત્વપૂર્ણ રાજ્યો અને ફૈઝાબાદ જેવા મહત્વપૂર્ણ સંસદીય ક્ષેત્રમાં તેનો ભયંકર પરાજય આ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે દેશના લોકો હવે આ નફરતની ગંદી રમતથી કંટાળી ગયા છે. જોકે ભાજપે સંસદીય ચૂંટણી દરમિયાન પોતાનો સંપૂર્ણ ચૂંટણી પ્રચાર અહીં નફરતના આધાર પર જ  ચલાવ્યો હતો. વડાપ્રધાન મોદી અને અન્ય ભાજપના નેતાઓએ પોતાના નફરતભર્યા ભાષણો, અનૈતિક શૈલી અને […] - [શંકાના આધારે નાગરિકતાનો પુરાવો ન માગી શકાયઃ સુપ્રીમ કોર્ટ](https://shaheenweekly.com/sha%e1%b9%85kana-adhare-nagarikatano-puravo-na-magi-sakaya-supreme-court/): નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલાં આપેલા એક મહત્ત્વના ર્નિણયમાં વિદેશી ન્યાયાધીકરણ અને ગુવાહાટી હાઇકોર્ટના આદેશને પલટી નાખીને આસામના રહેવાસી મુહમ્મદ રહીમ અલીને ભારતીય નાગરિક ગણાવ્યો છે. અદાલતે કહ્યું કે વિદેશી અધિનિયમની કલમ-૯ ભલે આરોપી પર નાગરિકતા સાબિત કરવાનો બોજ નાખે, પરંતુ તે પહેલાં અધિકારીઓ પાસે કોઈ વ્યક્તિને વિદેશી માનવા માટે કેટલીક ચોક્કસ તથ્યપૂર્ણ માહિતી હોવી જોઈએ. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે કહ્યું કે સરકાર કોઈ પણ વ્યક્તિ પાસેથી નાગરિક હોવાના પુરાવા ન માગી શકે. કોર્ટે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ મૂળભૂત પ્રાથમિક સામગ્રીના અભાવે અધિકારીઓ દ્વારા મનચાહી કાર્યવાહી શરૂ કરવાથી સંબંધિત વ્યક્તિના જીવન પર તેનો […] - [કેન્દ્રીય બજેટ ગરીબો અને અલ્પસંખ્યકો માટે નિરાશાજનકઃ જેઆઈએચ ઉપપ્રમુખ](https://shaheenweekly.com/kendriya-baje%e1%b9%ad-garibo-ane-alpasa%e1%b9%85khyako-ma%e1%b9%ade-nirasajanaka%e1%b8%a5-jih-upapramukh/): નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના ઉપપ્રમુખ પ્રોફેસર સલીમ એન્જિનિયરે કેન્દ્રીય બજેટને ગરીબો, SC-ST‌ અને ધામિર્ક અલ્પસંખ્યકો માટે નિરાશાજનક ગણાવ્યું છે. તેઓએ જણાવ્યું કે, “બજેટ ૨૦૨૪-૨૫ ગરીબો અને હાંસિયામાં રહેલા વર્ગો માટે કોઈ રાહત આપતું નથી. આરોગ્ય અને શિક્ષણ માટેની ફાળવણી પૂરતી નથી. બજેટ ‘સબ કા વિકાસ’ના સૂત્રને અનુરૂપ નથી, કેમ કે અલ્પસંખ્યકો માટેની ઘણી યોજનાઓની ફાળવણીમાં ઘટાડો થયો છે. MoMAને કુલ બજેટના માત્ર ૦.૦૬% ફાળવણી મળી છે.” સલીમ એન્જિનિયરે જણાવ્યું કે, “આ બજેટ સંકોચાકારી છે, જ્યારે અમને વિસ્તરણકારી અભિગમની જરૂર છે. મનરેગા અને વિવિધ સબસિડીમાં કાપ મુકાયો છે, જે ગરીબો અને મધ્યમ વર્ગ પર બોજ પાડે છે. ભ્રષ્ટાચાર પર અંકુશ […] - [એસોસીએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્‌સ, ગુજરાત ચેપ્ટર દ્વારા ધામિર્ક સ્થળો બાબતે સુપ્રીમના આદેશની સમજૂતી અંગે સેમિનારનું આયોજન](https://shaheenweekly.com/apcr-program/): અહમદાબાદઃ  APCRગુજરાત ચેપ્ટર દ્વારા તા.૨૮, જુલાઈ, ૨૦૨૪, રવિવારના રોજ, હોટલ હોસ્ટ ઈન, ખાનપુર, અહમદાબાદ ખાતે ધામિર્ક સ્થળો બાબતે સુપ્રીમ કોર્ટના આદેશની સમજૂતી અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમુદાયના ધારાશાસ્ત્રીઓ, રાજકીય આગેવાનો અને ધામિર્ક સ્થળોના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હાઈકોર્ટના એડવોકેટ મુહમ્મદ તાહિર હકીમ સાહેબ તેમજ મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ, જમીયતુલ ઉલેમા, ગુજરાતના જનરલ સેક્રેટરી નિસાર એહમદ અન્સારી સાહેબ, JIH ગુજરાતના પ્રમુખ ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલા સાહેબ અને APCR ગુજરાત ચેપ્ટરના નવનિયુક્ત પ્રમુખ એડવોકેટ શામશાદ ખાન પઠાણે ઉપસ્થિત રહી હાજરજનોનુ ઉપરોક્ત વિષયે નીચે મુજબ માર્ગદર્શન કર્યું હતું […] - [સમાજમાં વધતા જતા લગ્નેત્તર સંબંધોના મામલાઓઃ આપણે કેટલા જવાબદાર છીએ?](https://shaheenweekly.com/samajama-vadhata-jata-lagnettara-sambandhona-mamalao%e1%b8%a5-apa%e1%b9%87e-ke%e1%b9%adala-javabadara-chie/): પહેલા સમાચારઃ “ઉત્તર પ્રદેશના આગરાથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક પત્નીએ પોતાના પતિથી માંગ કરી છે કે હવે તે તેની સાથે નથી રહેવા માંગતી. તે પોતાની બંને દીકરીઓને પણ પોતાની સાથે રાખશે અને પોતાના પ્રેમી સાથે રહેશે, પરંતુ ખર્ચ પતિએ જ ઉઠાવવો પડશે. આ મામલો “પરિવાર સલાહ કેન્દ્ર” પહોંચ્યો તો ત્યાં પતિએ કહ્યું કે જ્યારે તેની પત્ની તેની સાથે રહેતી જ નથી, તે પોતાના પ્રેમી સાથે રહે છે તો તેનો ખર્ચ પણ તે જ ઉઠાવે. આના પર પત્નીએ દલીલ કરી કે દીકરીઓ કેમકે પતિથી થઈ છે, માટે તેમના ખર્ચની જવાબદારી પતિની છે. તેણે કાઉન્સેલર ડૉ. અમિત સિંહ […] - [મૂર્ખામી : એક અસાધ્ય રોગ](https://shaheenweekly.com/murkhami-ek-asadhya-rog/): મને લાગે છે કે હું એ લોકોમાંથી છું જેઓ બુદ્ધિને પવિત્રતાનો દરજ્જો આપે છે. તેને ઉપયોગમાં લાવીને, અને બુદ્ધિની આ ભૂમિકાને અદા કરીને ખુશ થાય છે જે એ સમયે પૂર્ણ થાય છે જ્યારે આ બુદ્ધિ સૃષ્ટાની અમર્યાદિત કુદરતનો એકરાર કરી લે. હું એ લોકોમાંથી પણ છું કે જેઓ ઝીણવટપૂર્વક ચિંતન-મનનની તકલીફ ઉઠાવીને ખરી હકીકત સુધી પહોંચવાના સૌભાગ્યથી લાભાન્વિત થાય છે. આથી જ મારો અભિપ્રાય આ છે કે બુદ્ધિ અલ્લાહની સૌથી મહાન મખ્લૂક (સૃજન) છે, કેમકે તેના માધ્યમથી જ માનવી અલ્લાહે પેદા કરેલ દરેક વસ્તુમાં રહેલ (છુપાયેલ) તેની મહાનતાને મહેસૂસ કરી શકે છે. મને યાદ આવે છે કે બાળપણથી જ, અને […] - [પરિવાર નિયોજનના નારા પાછળનું સત્ય](https://shaheenweekly.com/parivar-niyojanna-naara-pachannu-satya/): પરિવાર નિયોજનની વિચારધારાની શરૂઆત અમેરિકાએ ૧૯૫૮માં કરી હતી. આ પહેલાં સુરક્ષા પરિષદમાં આ વિષય પર ઓછામાં ઓછા ત્રીસ જેટલા સંમેલનો, સભાઓ અને ગોષ્ઠીઓ યોજાઈ હતી. પરિવાર નિયોજન એક ખૂબ જ સુંદર અને આકર્ષક શબ્દ લાગે છે. દરેક વ્યક્તિ પોતાના પરિવારને નિયંત્રિત રાખવા માંગે છે અને આ વાત તદ્દન યોગ્ય અને તાકિર્ક પણ લાગે છે. પરંતુ આની પાછળ એક નકારાત્મક બાજુ એ છે કે આ વિચારધારા બ્રિટિશ અર્થશાસ્ત્રી રોબર્ટ માલ્થસના આ સિદ્ધાંત પર આધારિત છે કે દુનિયામાં સંસાધનો મર્યાદિત છે અને વસ્તી અસીમિત છે. જો વસ્તી આ જ ઝડપે વધતી રહેશે તો ઓછા સંસાધનો વધુ લોકોમાં વહેંચવા પડશે. પરિણામ સ્વરૂપે દરેક […] - [ભારતીય સમાજનો આ કાળો ચહેરો](https://shaheenweekly.com/bhartiya-samajno-aa-kalo-chahero/): (ન્યૂઝ ડૅસ્ક) આપણો દેશ સ્વતંત્રતા મેળવીને અને લોકશાહી બંધારણ અપનાવીને ઘણા વર્ષો વિતી ગયા છે, છતાં આપણે હજુ પણ જાતિવાદ, અસ્પૃશ્યતા અને ભેદભાવ જેવી કુપ્રથાઓથી મુક્ત નથી થયા દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત જ્ઞાતિઓના લોકોને દૈનિક ધોરણે ધામિર્ક સ્થળો, શાળાઓ, સરકારી અને ખાનગી સંસ્થાઓ અને અન્ય જાહેર સ્થળોએ આવા ભેદભાવનો સામનો કરવો પડે છે. ઘણી વખત આ કૃત્યો માત્ર માનસિક ત્રાસ પૂરતા મર્યાદિત રહેતા નથી, પરંતુ શારીરિક હિંસા અને અમાનવીય વર્તનનું સ્વરૂપ પણ લઈ લે છે.’ જ્યારે ભારતીય બંધારણ મુજબ જાતિના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ ગેરકાયદેસર અને સજાપાત્ર ગુનો છે, છતાં આ કૃત્યો આપણા દેશમાં હજુ પણ ચાલુ છે. ભારતમાં […] - [હિજરતે નબવી સ.અ.વ.થી તારવેલા બોધ](https://shaheenweekly.com/hijrat-e-nabwi-saw-thi-tarvela-bodh/): ઇસ્લામી નવા વર્ષ પ્રસંગે દરેક મુસલમાનના જીવન માટે કેટલીક જરૂરી બાબતો રસૂલુલ્લાહ સ.અ.વ.ની મુબારક હિજરત એક અત્યંત મહાન ઐતિહાસિક ઘટના છે. હિજરી સનની શરૂઆત પણ એ જ ઘટનાને અનુરૂપ કરવામાં આવી છે. આ ઘટનાએ મુસલમાનોના ઇતિહાસને બદલીને મૂકી દીધો છે. હિજરતના ઇતિહાસને બદલીને મૂકી દીધો છે. હિજરતના મોકા પર નબીએ કરીમ સ.અ.વ. અને ઈમાનવાળાઓને અસાધારણ સમસ્યાઓનો સામનો હતો. આપે એ તમામ મુશ્કેલીઓ પર કાબૂ મેળવતાં દીન ના પ્રભુત્વની જદ્દોજહદને જારી રાખી અને અંતે આરબ-જગત આજે પણ મુસ્લિમ ઉમ્મતને ઘણી બધી સમસ્યાઓ અને પડકારોનો સામનો છે. આથી જરૂરી છે કે હિજરતની ઘટનાથી તારવેલા પાઠોને એકવાર ફરીથી મસ્તિષ્કોમાં તાજા કરીએ. આવો આ […] - [નમાઝનો હક આ છે કે તેને સમયસર અદા કરવામાં આવે](https://shaheenweekly.com/namaz-no-hak-aa-che-ke-tene-samaysar-ada-karvama-aave/): આ વાત ખૂબ જ સારી રીતે યાદ રાખવી જોઈએ કે નમાઝ તેના સમયમાં અદા કરવી ફરજિયાત છે. સમય ટાળીને અથવા બીજા સમયે પઢવી બિલકુલ યોગ્ય નથી. કુર્આનમાં સમયસર નમાઝ અદા કરવાની ખૂબ જ તાકીદ કરવામાં આવી છે. શહેરમાં, સફરમાં, શાંતિમાં, ભયમાં, યુદ્ધમાં, દરેક પરિસ્થિતિમાં. અલ્લાહનો હુકમ છે : “નમાઝ હકીકતમાં એવું અનિવાર્ય કાર્ય છે જે સમયની પાબંદી સાથે ઈમાનવાળાઓ માટે ફરજિયાત બનાવવામાં આવેલ છે.” (સૂરઃ નિસા-૧૦૩) નમાઝના સંબંધમાં આળસ કે કમજોરી દાખવવી ન જોઈએ અને દરેક નમાઝ તેના સમયે સંપૂર્ણ પાબંદી સાથે પઢવામાં આવે, આ માટે કુર્આનમાં એક ખાસ શબ્દ “મુહાફિઝત”નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો શાબ્દિક અર્થ “નિરીક્ષણ” થાય […] - [શિક્ષણનો હેતુ ટ્રાન્સફર ઓફ ઇન્ફોર્મેશન નહીં પરંતુ ટ્રાન્સફર ઓફ પર્સનાલિટી હોવો જોઈએ: સૈયદ તનવીર અહેમદ](https://shaheenweekly.com/ahmedabad-hosts-state-education-conference-education-for-transformation-not-knowledge-transfer/): અહમદાબાદ ખાતે રાજ્ય કક્ષાની એક દિવસીય શૈક્ષણિક કોન્ફરન્સ યોજાઈ અહમદાબાદઃ FMEI ( ફેડરેશન ઓફ મુસ્લિમ એજ્યુકશનલ ઇન્સ્ટીટ્યુશન્સ), ગુજરાત દ્વારા તા. 14, જુલાઈ, 2024, રવિવાર, હોટલ રીવેરા સરોવર પોર્ટીકો, અહમદાબાદ ખાતે રાજ્ય કક્ષાની શૈક્ષણિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સ કેન્દ્રીય વિષય ‘મુસ્લીમ શૈક્ષણિક સંસ્થાનો સામેના પડકારો અને ભાવિ વ્યૂહરચના’ હેઠળ આયોજિત કરવામાં આવી હતી. કોન્ફરન્સમાં ભારતભરની વિવિધ પ્રતિષ્ઠિત મુસ્લીમ સંસ્થાઓના સંચાલકો અને હોદ્દેદારો તેમજ વિવિધ શિક્ષણવિદો અને વિદ્વાનોએ ગુજરાત રાજ્યના લગભગ દરેક જિલ્લામાંથી હાજર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ૪૦૦ જેટલા ડેલીગેટ્સને સંબોધન કર્યું. કોન્ફરન્સની શરૂઆત તિલાવતે કુર્આન દ્વારા કરવામાં આવી. ત્યારબાદ જમાઅતે ઇસ્લામી હિંદના ગુજરાત પ્રદેશના પ્રમુખ ડૉ. સલીમ પટીવાલા સાહેબે […] - [ચૂંટણી પછી ભારતમાં કોમવાદી હુમલાઓ, લિંચિંગ, મુસ્લિમોના મકાનો તોડવાની ઘટનાઓમાં વધારો : કાર્યકર્તા અને નેતાઓએ ચિંતા વ્યક્ત કરી](https://shaheenweekly.com/chutni-pachi-bharatma-komvadi-humlao/): લે. અનવારુલહક બૈગ ૪ જૂને રાષ્ટ્રીય ચૂંટણીના પરિણામોની જાહેરાત પછીના અઠવાડિયામાં સમગ્ર ભારતમાં મુસ્લિમ વિરોધી હિંસા, લિંચિંગ, મકાનો તોડી પાડવા, અપ્રિય ગુનાઓ અને ટોળાના હુમલાઓ સહિતની સાંપ્રદાયિક ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. નાગરિક અધિકાર જૂથો અને રાજકારણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની નવી ચૂંટાયેલી સરકાર હેઠળ આ પરિસ્થિતિઓ અને ધાર્મિક લઘુમતીઓની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. માનવાધિકાર કાર્યકર્તાઓ અને લઘુમતી નેતાઓને ભાજપની ચૂંટણીની જીત બાદ ઉગ્રવાદી તત્વોના ઉત્સાહનો ડર છે. ભાજપની નબળી સંસદીય બહુમતી હોવા છતાં, આ ચિંતા યથાવત છે કે કટ્ટર હિન્દુત્વવાદી જૂથો વિભાજનકારી સાંપ્રદાયિક રાજકારણને આગળ વધારી શકે છે. અગ્રણી નાગરિક સ્વાતંત્ર્ય સંસ્થા, […] - [વિશ્વના મુસ્લિમો ! દુનિયાભરના લોકો તમારી રાહ જોઈ રહ્યા છે](https://shaheenweekly.com/o-muslims-of-the-world-people-all-over-the-world-are-waiting-for-you/): વિશ્વના પ્રારંભે, સર્વપ્રથમ માણસ અલ્લાહના પ્રથમ પયગંબરને આદેશ આપવામાં આવ્યો હતોઃ “તમે સૌ અહીંથી ઊતરી જાઓ, પછી જો મારા તરફથી કોઈ માર્ગદર્શન તમારા પાસે આવે, તો જે લોકો મારા તે માર્ગદર્શનનું અનુસરણ કરશે, તેમના માટે કોઈ ભય અને દુઃખનો અવસર નહીં હોય.” (સૂરઃબકરહ-૩૮) જેના પરિણામે, અલ્લાહની ઇચ્છા સામે સમર્પણ અને તેની દાસતા નિભાવવા તેમજ તેના કાયદા અને માર્ગદર્શનનું પાલન કરવાનો સંદેશ માનવજાતની લાંબી યાત્રા દરમિયાન વિવિધ દેશો અને યુગોમાં વારંવાર આપવામાં આવ્યો હતો. અંતે, ૭મી સદીમાં અંતિમ પયગંબર મુહમ્મદ સ.અ.વ.ના ધ્યેય દ્વારા તે સંદેશને સંપૂર્ણ બનાવવામાં આવ્યો હતો. ધીમે ધીમે આ જીવનપ્રેરક સંદેશ સમસ્ત વિશ્વમાં ફેલાયો હતો. ટૂંકમાં, તે સમગ્ર […] - [વ્યાજ મુક્ત માઈક્રો ફાયનાન્સ વ્યવસ્થાઃ ગરીબી નિર્મૂલન માટે આશીર્વાદ રૂપ](https://shaheenweekly.com/vyaj-mukt-micro-financeni-vyavastha/): વધતી જતી મોંઘવારી અને બેરોજગારીના કારણે લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે કેટલીક વાર બિનજરૂરી અને ઉડાઉ ખર્ચાઓના કારણે પણ પરિવાર ઉપર બોજો વધી જાય છે. આ ખર્ચોઓને પહોંચી વળવા લોકો ફાઈનેન્સર્સના રવાડે ચડે છે. ૫ થી ૫૦,૦૦૦ રૂપિયા નાની એવી રકમ માટે ઝવેરાત ગીરવે મૂકે છે અથવા ભારે વ્યાજે નાણા લે છે, અને પછી એક કરજ ને અદા કરવા બીજો કરજ લે છે પછી ત્રીજી વાર, આવી રીતે તે વ્યાજના ચક્કરમાં સપડાઈ જાય છે જ્યાંથી તેનું નીકળવુ મુશ્કેલ બને છે સમાજમાં આપણી આસપાસ એવા ઘણા બધા કિસ્સાઓ જોવા મળે છે કે માણસે કોઈ ઝવેરી કે ફાઇનાન્સર પાસેથી વ્યાજે નાણા […] - [મર્કઝી તાલીમી બોર્ડ ગુજરાત દ્વારા હયુમેનિટીઝ કારકિર્દી માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો](https://shaheenweekly.com/markazi-taalimi-board-gujarat-2/): અહમદાબાદ, મેડિકલ, એન્જિનિયરિંગ અને CAના મર્યાદિત વર્તુળ સિવાય પણ કારકિર્દીના ૭૦૦થી પણ વધારે વિકલ્પો મોજૂદ છે. તેવું દિલ્હી થી ખાસ પધારેલા ડૉ. ફૈઝી રેહમાનીએ મર્કઝી તાલીમી બોર્ડ ગુજરાત દ્વારા આયોજિત તારીખ ૨૬-૫-૨૪ રવિવાર, નઝીર હૉલ અંજુમને ઇસ્લામ હાઇસ્કૂલના સેમિનારમાં જણાવ્યું હતું. ગુજરાતમાં હયુમેનિટીઝ અને આર્ટસ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં પ્રવર્તમાન ઉદાસીનતાને દૂર કરવાના હેતુસર આ અભિયાન મર્કઝી તાલીમી બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ એ કારકિર્દીની પસંદગી કરવા માટે પોતાના મિત્રવર્તુળ કે માતાપિતાની ઇચ્છા કે આગ્રહને સામે રાખવાને બદલે પોતાના કૌશલ્ય, રસ અને પ્રાકૃતિક ગુણોને સામે રાખવા જોઈએ તેવું સૂચન કર્યું હતું. દિલ્હીથી કાર્યરત CTAG પોતાના પોર્ટલ www.ctag.in પર વિદ્યાર્થીઓનું વિના […] - [રાજકોટની દુખદ ઘટનાથી જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત અને ઇસ્લામી રીલીફ કમિટી ગુજરાત, ખૂબ જ વ્યથિત](https://shaheenweekly.com/rajkotni-dukhad-ghatna/): તંત્રની લાપરવાહીના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે. દોષિત વ્યક્તિઓ વિરુદ્ધ ત્વરિત અને કડક પગલાં લેવાની માંગણી અહમદાબાદ, તા. ૨૫ મે ૨૦૨૪ના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં જે દુર્ઘટના ઘટી ગઈ તે ખૂબ જ કરુણ, દુખદ અને કાળજું કંપાવનાર છે. આ ભયંકર દુર્ઘટનામાં ૩૦થી વધુ નાગરીકોએ પોતાના જીવ ગુમાવ્યા, જેમાં મોટા ભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ અને ઇસ્લામી રીલીફ કમિટી, ગુજરાતના ચેરમેન ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું, “આ ભયંકર દુર્ઘટનાથી ઘણી વ્યથિત છે અને મૃતકોના પરિવાર સાથે અંતઃકરણથી દિલસોજી અને સંવેદના વ્યક્ત કરે છે. અલ્લાહ-ઈશ્વર આ બધા પરિવારોને આ દુઃખ સહન […] - [રશિયા-અમેરિકા તણાવ અને ભારતની ચૂંટણીઃ રશિયાના ચોંકાવનારા દાવા અને તેની પ્રતિક્રિયા](https://shaheenweekly.com/russia-america-tanav-ane-bharatni-chutni/): (ન્યૂઝ ડેસ્ક) લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે જ્યારે રશિયાએ એક સનસનીખેજ દાવો કર્યો છે. અહેવાલો અનુસાર, રશિયાએ દાવો કર્યો છે કે અમેરિકા ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને એક દેશ તરીકે તેનું સન્માન પણ નથી કરી રહ્યું. રશિયાનું આ નિવેદન આવ્યું છે જ્યારે યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા સાથે તેનો તણાવ ચરમસીમા પર છે. થોડા દિવસો પહેલા અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા પર પ્રતિબંધ મુકવા જણાવ્યું હતું. જોકે મીડિયામાં રશિયાના નિવેદનને મિત્ર દેશ ગણાવ્યો હતો. તાજેતરમાં, રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ આરોપ લગાવ્યો હતો કે અમેરિકા ભારતની આંતરિક રાજકીય પરિસ્થિતિને અસંતુલિત કરવા અને સામાન્ય ચૂંટણીઓને જટિલ […] - [મુસ્લિમોની રાજકીય નિરર્થકતાનું વિશ્લેષણ](https://shaheenweekly.com/analysis-of-political-uselessness-of-muslims/): એમાં કોઈ શંકા નથી કે ચૂંટણી રાજકારણમાં સૌથી વધુ ચર્ચામાં રહેવા છતાં ભારતીય મુસલમાનો રાજકારણમાં અસ્તિત્વહીને અને બેવજન બનીને કિનારા પર ધકેલાઈ ગયા છે. બીજેપી માટે તો મુસલમાન ચૂંટણી રાજકારણનું એક મહત્વપૂર્ણ હથિયાર બની ગયા છે. તેઓ ક્યારેક તેમને ઘુસણખોર કહીને અને ક્યારેક તેમની વધતી વસ્તીનો ભય બતાવીને હિંદુઓના મત મેળવવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક તેમને નુકસાન પહોંચાડવા માટે વિવિધ બહાના બનાવે છે. જો તેઓ સત્તામાં રહે છે, તો તેમની મોટાભાગની કોશિશો અને ર્નિણયો મુસલમાનોને શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે પછાત રાખવામાં, તેમના નાગરિક અધિકારો ઝુંટવી લેવા અને બહુમતી ઉપર આધારિત બનાવવામાં હોય છે. આ રીતે એનઆરસી અને એનપીઆર […] - [JIH, અહમદાબાદ દ્વારા ચિલ્ડ્રન ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો](https://shaheenweekly.com/jih-ahmedabad-organize-children-islamic-organisation-launching-program/): અહમદાબાદ, મુસ્લિમ ભૂલકાઓમાં બાળપણથી ઇસ્લામનો અકીદો મજબૂત કરવા, અલ્લાહ અને રસૂલ સ.અ.વ.થી અનહદ પ્રેમ અને મુહબ્બત પેદા કરવી, તેમના ચારિત્ર્યમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવું, તેમના શિક્ષણ અને કારકિર્દીમાં વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા, તેમની પ્રતિભા અને કૌશલ્યને બહાર લાવી તેનો વિકાસ કરવાના ઉદેશ્યથી ચિલ્ડ્રન ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો. તેમાં ૧૦૦ બાળકો અને ૨૫ માર્ગદર્શકોએ ભાગ લીધો. બાળકોની લોન્ચિંગ માર્ચ યોજવામાં આવી, ત્યારબાદ રમતગમત સ્પર્ધા,  નાત અને ઇસ્લામિક ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું, વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા. જમાઅતે ઇસ્લામી હિંદ, અહમદાબાદ દ્વારા ૫ થી ૧૪ વર્ષની વય ધરાવતા મુસ્લિમ બાળકો માટે આજરોજ ચિલ્ડ્રન ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેના અંતર્ગત […] - [પીરાણા દરગાહ વિવાદઃ ઐતિહાસિક સ્થળનું હિંદુત્વકરણ થતું હોવાનો આક્ષેપ!](https://shaheenweekly.com/pirana-dargah-vivad/): અહમદાબાદઃ અહમદાબાદથી ૧૮ કિલોમીટર દૂર આવેલું પીરાણા ગામ એક પ્રખ્યાત અને ઐતિહાસિક સ્થળ છે, જે હઝરત પીર ઇમામશાહ બાવાની દરગાહ તરીકે જાણીતું છે. ઇમામશાહ બાવા ૫૫૦ વર્ષથી પણ પહેલાં અહીં આવ્યા હતા. દર વર્ષે બધા જ ધર્મ-સંપ્રદાયના હજારો લોકો આ દરગાહની ઝિયારત કરે છે. આ દરગાહ રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક અને સમાવેશકતા અને વિવિધતાનું પ્રતીક છે. આ દરગાહ અને તેની સંબંધિત મિલકતોનું સંચાલન સૈયદો (પીર ઇમામશાહ બાવાના વંશજો) અને સતપંથીઓ (પીરના અનુયાયીઓ) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવતું હોવાનું માનવામાં આવે છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી સતપંથી-ટ્રસ્ટીઓ દ્વારા ગુપ્ત રીતે અને ગેરકાયદેસર રીતે આ મુસ્લિમ દરગાહનું હિંદુ મંદિરમાં અને ઇમામશાહ બાવાનું હિંદુ […] - [મર્કઝી તાલીમી બોર્ડ, ગુજરાત દ્વારા સરકારને અરજ ગુજરાત સરકાર મુસ્લિમ સમાજને વિશ્વાસમાં લઈને સલાહ - સુચન મેળવીને આ પ્રકારનો સર્વે કરવાનું આયોજન કરે](https://shaheenweekly.com/markazi-taalimi-board-gujarat/): રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ નવી દિલ્હી દ્વારા મુખ્ય સચિવશ્રી – ગુજરાત સરકારને મળેલ સમન્સના આધારે શિક્ષણ વિભાગના નાયબ સચિવ- ગુજરાત સરકાર દ્વારા નિયામકશ્રી, કમિશનર, શાળાઓની કચેરી તથા નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગરને ઉદ્દેશી ગુજરાતના મદરસામા ભણતા બિન – મુસ્લિમ બાળકો અને ભૌતિક ચકાસણી કરવા તેમજ unmapped મદરસાઓને મેંપિગ કરવા બાબતે તારીખ – ૧૫/૦૫/૨૦૨૪ના પત્ર આધારે સૂચના આપવામાં આવેલ છે. આ પત્રનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે ગુજરાત સરકારમાંથી અનુદાનિત / માન્યતા પ્રાપ્ત મદરેસાનો સર્વે નિયત નમૂનામાં માહિતી મેળવવાની સૂચના આપવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય છે કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ નવી દિલ્હીનો જે પત્ર મુખ્ય […] - [JIH પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ ઈરાનના પ્રમુખ ડૉ સૈયદ ઈબ્રાહિમ રાયસીના નિધન પર શોક વ્યક્ત કર્યો](https://shaheenweekly.com/jih-statemenet-on-iran-president/): નવી દિલ્હીઃ જમાઅતે ઈસ્લામી હિંદના પ્રમુખે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઈબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાન તેમજ તેમની સાથેના અધિકારીઓના વર્ઝાકાનમાં હેલિકોપ્ટર અકસ્માતમાં દુ:ખદ અવસાન પર ઈરાનના લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો. મીડિયાને આપેલા નિવેદનમાં, JIH પ્રમુખે દિવંગત ઈરાની રાષ્ટ્રપતિને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, “ડૉ. રાઈસીનું નિધન માત્ર ઈરાનના લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર મુસ્લિમ ઉમ્મત માટે પણ એક મોટી ખોટ છે. આ દુઃખની ક્ષણમાં અમે ઈરાનના લોકો સાથે ઊભા છીએ. ડૉ. ઇબ્રાહિમ રાયસી એક દૃઢ રાજનેતા હતા જેમણે રોજિંદા શાસન અને રાજ્યકળામાં લોકોના હિતોને જાળવી રાખવા માટે ઘણા કઠિન નિર્ણયો લીધા હતા. તેમના […] - [મહિલાઓ સાથે સદ્‌વર્તન](https://shaheenweekly.com/mahliao-sathe-sadvartan/): હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! તમારા માટે એ હલાલ નથી કે બળજબરીપૂર્વક સ્ત્રીઓના વારસદાર બની બેસો, અને એ પણ હલાલ નથી કે તેમને પજવીને તે મહ્‌રનો કેટલોક ભાગ પડાવી લેવાની કોશિશ કરો જે તમે તેમને આપી ચૂકયા છો. હા, જો તેઓ કોઈ ખુલ્લી બેદરકારીનું કામ કરે (તો ચોક્કસ તેમને તંગ કરવાનો હક્ક છે) તેમની સાથે ભલી રીતે જીવન વિતાવો. માનવ-જીવન અને માનવ-સમાજનો આધાર સ્ત્રી અને પુરુષના પવિત્ર સંબંધો પર છે. જો આ સંબંધો સુમેળભર્યા છે તો પરિવારમાં નિયમો તથા સિદ્ધાંતો અને દૃઢતા છે. અને જો એ સંબંધો સુમેળભર્યા નથી અને ખેંચતાણ છે તો કુટુંબ કે પરિવાર પરેશાન અને બરબાદ […] - [કોવિડ રસીના ગંભીર દુષ્પ્રભાવો અંગે સરકાર પાસે કોઈ સંતોષકારક જવાબ નથી](https://shaheenweekly.com/covid-rashina-gambhir-dusprabhavo-ange-sarkar-pase-koi-santoshkarak-javab-nathi/): (ન્યૂઝ ડેસ્ક) કોવિડ અને કોવિડ રસીની આડઅસરોનો મુદ્દો ‘કુવામાંથી બહાર આવવા અને ખાઈમાં પડવા’ જેવો છે. કોવિડ સામે રક્ષણ માટે રસી લીધા પછી તેની ખતરનાક આડઅસરોના સમાચારે લોકોને પરેશાન કર્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષી પાર્ટીઓ માટે આ મુદ્દો બની ગયો છે, પરંતુ હંમેશની જેમ વિપક્ષી પાર્ટીઓ તેને યોગ્ય રીતે ઉઠાવવામાં સક્ષમ નથી. કોવિડ સમયગાળા દરમિયાન, જ્યારે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા હતા, ત્યારે ભાજપ તબલીગી જમાતના નામે આ સમગ્ર મુદ્દાને સાંપ્રદાયિક રંગ આપી રહ્યું હતું. મોદીના પ્રચાર કાર્યક્રમની જેમ જ લોકો પાસે તાળીઓના ગડગડાટ કરાવવામાં આવ્યા હતા. એવું જાહેર કરવામાં આવ્યું હતું કે મોદી લોકોને કોવિડ રસી કોવિશિલ્ડ […] - [ચૂંટણી પ્રક્રિયાના ભ્રષ્ટાચાર](https://shaheenweekly.com/cu%e1%b9%87%e1%b9%ada%e1%b9%87i-prakriyana-bhra%e1%b9%a3%e1%b9%adacara/): ભારતમાં રાજકીય ભ્રષ્ટાચાર એ મોટી સમસ્યા છે. પોલિટિકલ ભ્રષ્ટાચાર એ સરકારી અધિકારીઓ દ્વારા તેમની કાયદાયુક્ત પ્રાધિકૃત અધિકારનો દુરુપયોગ છે. ભ્રષ્ટાચાર નાસૂરની જેમ સમગ્ર સમાજમાં ફેલાઈ રહ્યો છે. સામાન્ય લોકો તંત્રમાં અયોગ્ય લેવડ દેવડ કે ગેરકાયદાકીય નાણાકીય વ્યવહારને જ ભ્રષ્ટાચાર સમજતા હતા. પરંતુ તે વ્યાપક સ્વરૂપમાં જોવા મળે છે. જેમ દરેક શરીરમાં આત્મા હોય છે તેમ સરકાર કે સરકારી તંત્ર સાથે જોડાયેલા પરસ્પરિક વ્યવહારમાં ભ્રષ્ટાચાર લિપ્ત છે, અને તે પ્રગતિ પામીને ઈલેકટ્રોલ બોન્ડ સુધી પહોચ્યું છે કે જેને સ્વતંત્ર ભારતનું સૌથી મોટું અને સંસ્થાકીય ભ્રષ્ટાચાર કહી શકાય છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે ‘ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ના નારા હોવા છતાં આ […] - [2024ના પ્રથમ ચાર મહિનામાં ભારતમાં વાણીની અભિવ્યક્તિની ઘટતી જતી સ્થિતિ](https://shaheenweekly.com/2024na-prathama-cara-mahinama%e1%b9%81-bharatama%e1%b9%81-va%e1%b9%87ini-abhivyaktini-gha%e1%b9%adati-jati-sthiti/): “ફ્રી સ્પીચ કલેક્ટિવ”, એક સંસ્થા જે સ્વતંત્ર વાણીની અભિવ્યક્તિના ઉલ્લંઘનો પર દેખરેખ રાખવા અને તેના ઉકેલ માટે સમપિર્ત છે, તેમણે ભારતમાં મુક્ત અભિવ્યક્તિની કથળતી જતી સ્થિતિ પર ચેતવણી આપી છે. તેમના તાજેતરના અહેવાલ ‘ક્રોસિંગ ધ લાઈનઃ ૧૮મી લોકસભા ઇલેક્શન્સ એન્ડ ફ્રી સ્પીચ ઇન ઇન્ડિયા’ મુજબ, ૧ મેના રોજ પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, ૨૦૨૪ના પ્રથમ ચાર મહિનામાં દેશમાં વાણી સ્વતંત્રતાના દુરુપયોગ બાબત ૧૩૪ કેસો નોંધાયા છે. અહેવાલ આ ઉલ્લંઘનોને વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે, જેમાં ધરપકડ, સેન્સરશિપ, ઇન્ટરનેટ નિયંત્રણ, હુમલા અને ‘કાયદા’નો સમાવેશ થાય છે, જે દમનકારી હેતુઓ માટે કાનૂની પ્રક્રિયાઓના ઉપયોગને વર્ણવવા માટે વપરાતો શબ્દ છે. ચોંકાવનારી વાત એ છે […] - [મુસ્લિમો અને પછાત વર્ગોને મતદાનથી વંચિત રાખવાનો પ્રયાસ ગેર લોકતાંત્રિક છેઃ જમાઅતે ઇસ્લામી હિંદ](https://shaheenweekly.com/jamaat-e-islami-hind-condemns-voter-suppression-targeting-muslims-and-marginalized-communities-in-india/): નવી દિલ્હીઃ જમાઅતે ઈસ્લામી હિંદના નાયબ અમીર જનાબ મલિક મોઅતસીમ ખાને મીડિયાને જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તાજેતરની લોકસભાની ચૂંટણીઓમાં, મતદાન દરમિયાન મુસ્લિમો અને અન્ય પછાત વર્ગોને ખલેલ પહોંચાડવા અને તેમને મતદાન કરવાથી રોકવા માટેનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય છે. જમાત આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિની સખત નિંદા કરે છે. મીડિયા અહેવાલો દર્શાવે છે કે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં, ઓછામાં ઓછા ચાર ગામોના લોકોએ ફરિયાદ કરી હતી કે રાજ્યની પ્રાદેશિક પોલીસે કોઈ પણ કારણ વગર અને ઉશ્કેરણી વિના મતદાન મથકો પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં સેંકડો મતદારોને ઇજા પહોંચી હતી. એ જ […] - [ભારતીય મુસ્લિમો સામેના પડકારો](https://shaheenweekly.com/bhartiya-muslimo-samena-padkaro/): સ્વતંત્રતાના ૭૫ વર્ષો પછી પણ ભારતમાં રહી ગયેલા મુસલમાનો દેશપ્રેમ અને દીનપ્રેમ જેવા બે સુડા વચ્ચે સોપારીની જેમ ફસાયેલા છે. રાષ્ટ્રીય નેતાના અભાવના કારણે તેમનું વૃત્તાંત (Narrative) પણ અસ્પષ્ટ છે. શાસક પક્ષો દ્વારા હંમેશા મુસ્લિમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે મુસ્લિમોના તૃષ્ટિકરણની નીતિ અપનાવી તો ભાજપે હિંદુઓને એક કરવા મુસ્લિમોનો ઉપયોગ કર્યો. આમ, મુસ્લિમોનો વિકાસ તેમની સ્વમહેનત પર આધારિત છે. ૨૦૦૪માં મુસ્લિમોની પ્રવર્તમાન પરિસ્થિતિ પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ અને પછી સ્કોલરશીપની કેટલીક યોજનાઓ અને આર્થિક આરક્ષણ અપવાદરૂપ છે. છેલ્લા ૧૦ વર્ષોમાં મુસ્લિમો ઉપર જે લક્ષ્યાંકિત આતંક અને અત્યાચારનો મારો થયો (જેમાં સરકાર, ન્યાયતંત્ર, અને વ્યવસ્થાતંત્ર તમામ સામેલ હતા) […] - [ભારતીય ચૂંટણીઓની પરિસ્થિતિઃ નૈતિક પતન અને મહિલા સુરક્ષાના પડકારો](https://shaheenweekly.com/bhartiya-election-paristithi/): (ન્યૂઝ ડેસ્ક) હાલ દેશમાં ચૂંટણીનો પવન સર્વત્ર ફૂંકાઈ રહ્યો છે. અખબારો, ટીવી ચેનલો અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આ વિષયને જ આવરી રહ્યા છે. ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે અને તેનો સમયગાળો ઓછામાં ઓછો પચાસ દિવસનો છે. દરમિયાન, લોકોને દરરોજ એક જ વિષય પર કંઈક જોવા, સાંભળવા અને વાંચવાની ફરજ પડે છે. મીડિયામાં ચૂંટણીનું રિપોર્ટિંગ કરતા અનુભવી પત્રકારો, વિશ્લેષણ કરતા વરિષ્ઠ વિશ્લેષકો અને દેશના ગંભીર નાગરિકોને લાગે છે કે ૨૦૧૪ પછીની ભારતીય ચૂંટણીઓમાં ચૂંટણીના વર્ણનો અને નેતાઓના ભાષણોની ગુણવત્તા દિન-પ્રતિદિન ઘટતી જાય છે, અને આ નેતાઓ ભારતની રાજનીતિ અને તેની નૈતિકતાની ટકાવારી કેટલી ઓછી કરશે તેની ખબર નથી. ગયા […] - [બૌદ્ધિકો અને નિષ્ણાંતોનો મતઃ મદ્રસા પાઠ્‌યક્રમને આધુનિકતાથી સજ્જ કરવા વધતા જ્ઞાન અને તકનીકી જરૂરિયાતોને આવરી લેવામાં આવે](https://shaheenweekly.com/boddhiko-ane-nisnantono-mat/): નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા “તદવીન નિસાબ મદારિસે ઇસ્લામિયા હિન્દીયા” વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપના પ્રથમ સત્રની અધ્યક્ષતા જમાઅતે ઇસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ કરી હતી. ઉદ્ઘાટન પ્રવચન કેન્દ્રીય શિક્ષણ બોર્ડના સચિવ સૈયદ તનવીર અહમદ અને સ્વાગત પ્રવચન મોહતમિમ જામિઆતુસ્સાલેહાત રામપુર ડૉક્ટર સલમાન અસદે કર્યું હતું. બીજા સત્રની અધ્યક્ષતા કેન્દ્રીય શિક્ષણ બોર્ડના ચેરમેન પ્રોફેસર સલીમ એન્જિનિયરે કરી હતી જેમાં ડૉક્ટર બદરુલ ઇસ્લામ, મુજતબા ફારૂક, મૌલવી તાહિર મદની, યાહ્યા નોમાની, ડૉક્ટર હાઝિક નદવી મૈસુરી, ડૉક્ટર નસીમ અલીગઢ અને ‘એનઆઈઓએસ’ના જોઈન્ટ ડિરેક્ટર ડૉક્ટર શુઐબ રઝા ઉપરાંત દેશભરના ઉલમાએ કિરામ, બૌદ્ધિકો  અને શિક્ષણવિદોએ […] - [કુર્આન અને યુવાનોઃ એક વિશેષ ચર્ચા](https://shaheenweekly.com/quran-ane-yuvano-ek-interview/): જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાએ હાલમાં કુર્આન અને યુવાનો શીર્ષક હેઠળ એક પોડકાસ્ડ આપ્યો હતા. તેમાં તેઓએ યુવાનો અને કુર્આન વચ્ચેના સંબંધ વિશે ચર્ચા કરી હતી. યુવાનો કુર્આનનું અધ્યયન કરે અને તેના માર્ગદર્શન મુજબ જીવન જીવવા પ્રોત્સાહન મેળવે. વાચકો માટે લાભદાયી હોઈ તેનો ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત છે. (તંત્રી) પ્રશ્નઃ કુર્આન શું છે. તેની મુખ્ય લાક્ષાણિકતા શું છે ? જવાબઃ માણસ અલ્લાહ દ્વારા પેદા કરવામાં આવેલ એક સભાન અને વિચારવાન પ્રાણી છે અને માણસ આ ચેતના અને ઉદ્દેશ્ય હેઠળ પોતાનું જીવન જીવવા માંગે છે. તે કોઈ સામાન્ય પ્રાણી નથી કે જે ફક્ત પ્રાણીજન્ય વૃત્તિ પર કાર્ય […] - [સાર્વજનિક મુદ્દાઓની અવગણના](https://shaheenweekly.com/%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5%e0%aa%9c%e0%aa%a8%e0%aa%bf%e0%aa%95-%e0%aa%ae%e0%ab%81%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a6%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%ab%80-%e0%aa%85%e0%aa%b5%e0%aa%97%e0%aa%a3/): રાજકીય રીતે સૌથી મહત્ત્વપૂર્ણ દેશની સામાન્ય ચૂંટણીઓની જેમ-જેમ ઘડીઓ નજીક આવી રહી છે, ભારતીય રાજકારણમાં ગહમાગહમી તેટલી જ ઝડપથી વધતી જઈ રહી છે. દેશના વડાપ્રધાનથી લઈને રાજ્યોના મુખ્યમંત્રી અને તેમની સમગ્ર સરકાર સુધી પોતાની સક્રિયતાથી આ દેશના રાજકીય પારાને સતત વધારી રહ્યા છે. વડાપ્રધાનની સતત રેલીઓથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ દેશની સત્તા ગુમાવવા માંગતો નથી અને એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણી ધર્મના મુદ્દા પર લડાશે. પ્રધાનમંત્રીની રેલીઓમાં આના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. વારંવાર બદલાતા પોશાકો સાથે પોતાને હિંદુત્વના ચોળામાં સાક્ષાત્‌ દર્શાવવાની વડાપ્રધાન મોદીની લલકે દેશના એ તમામ મુદ્દાઓ અને જન ભાવનાઓ પર કુઠારાઘાત […] ## Pages - [E-Paper Weekly](https://shaheenweekly.com/e-paper-weeekly/) - [Login/Register](https://shaheenweekly.com/tds-login-register/) - [My account](https://shaheenweekly.com/tds-my-account/) - [Checkout](https://shaheenweekly.com/tds-checkout/) - [E-Paper](https://shaheenweekly.com/e-paper/) - [Shaheen Team](https://shaheenweekly.com/shaheen-team/) - [About Us](https://shaheenweekly.com/about-us/) - [Subscription](https://shaheenweekly.com/subscription/) - [Contact](https://shaheenweekly.com/contact/) - [Home](https://shaheenweekly.com/) [comment]: # (Generated by Hostinger Tools Plugin)